હિન્દી, ત્યારબાદ તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી, બંગાળી અને અંગ્રેજી પણ. ૪થી નવેમ્બર ૧૯૭૧ના રોજ જમાલ હાશ્મી અને રિઝવાનાને ત્યાં જન્મેલી તબ્બુ મલ્ટિ ટેલેન્ટેડ સ્ટાર છે. ઘરની સૌથી નાની દીકરી એવી તબ્બુ હૈદરાબાદની સેન્ટ એન્સ સ્કુલમાં ભણી હતી. તબ્બુની મા રિઝવાના પણ સ્કુલમાં ટીચર હતા. તબ્બુ નાની હતી ત્યારે જમાલ હાશ્મી અને રિઝવાનાના છૂટાછેડા થઈ ગયા અને બંને અલગ અલગ રહેવા માંડ્યા. તબ્બુ માત્ર નવ વર્ષની હતી જ્યારે તેણે પહેલીવાર હિન્દી ફિલ્મમાં કામ કર્યુ. ૧૯૮૦માં આવેલી બાઝાર તબ્બુની પહેલી ફિલ્મ જેમાં તેણે એક નાનો અમથો રૉલ કર્યો હતો. ત્યારબાદ ૧૯૮૩માં તો તે મુંબઈ આવી ગઈ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લઈ લીધુ. ઝેવિયર્સમાં બે વર્ષ તબ્બુ ભણી ત્યાં તેને એક ફિલ્મમાં દેવ આનંદની દીકરીનો રૉલ કરવાનો મોકો મળ્યો અને તબ્બુએ તે તક ઝડપી લીધી. અને ૧૯૮૫માં દેવાઆનંદની દીકરીના રૉલમાં ફિલ્મ હમનૌજવાં કરી. આ ફિલ્મબાદ મોટી બહેન ફરાહની જેમ જ તબ્બુએ પણ ફિલ્મોની રાહ પકડી લીધી અને નક્કી કરી લીધુ કે પોતે સિનેમાના ક્ષેત્રમાં જ કરિઅર બનાવશે.
તેને પહેલી તક મળી બોની કપૂરની એક ફિલ્મમાં હિરોઈન તરીકે કામ કરવાની, ફિલ્મમાં બોની કપૂરનો જ ભાઈ સંજય કપૂર તબ્બુની સામે હીરોની ભૂમિકા ભજવી રહ્યો હતો. ૧૯૮૭માં બોની કપૂરે બે મેગા પ્રોજેક્ટ શરૂ કર્યા એક હતી ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજા અને બીજી ફિલ્મ હતી પ્રેમ જેમાં તબ્બુ હિરોઈન તરીકે હતી. પણ બોની કપૂરના ફિલ્મી કરિઅરની સૌથી મોટી ફ્લોપ એવી ફિલ્મ પ્રેમને પૂર્ણ થતા  આઠ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો અને તબ્બુને પોતાની પહેલી જ ફિલ્મ રીતે ગોથે ચઢી ગયેલી જોઈ પોતાના કરિઅર અંગે ચિંતા થવા માંડી હતી. આખરે બન્યુ પણ એ જ, આઠ વર્ષના અંતે ૧૯૯૫માં જ્યારે પ્રેમ રિલીઝ થઈ ત્યારે ખરાબ રીતે પિટાઈ ગઈ. પણ તબ્બુ માટે એક વાત સારી બની હતી કે પોતાની આ પહેલી ફિલ્મ પ્રેમ રિલીઝ થાય તે પહેલાં જ અજય દેવગણ સાથેની તેની ફિલ્મ વિજયપથ ૧૯૯૪માં આવી ચૂકી હતી અને તે સુપર ડુપર હિટ પણ પૂરવાર થઈ. એટલું જ નહીં રિલીઝની દ્રષ્ટિએ વિજયપથ તેની પહેલી ફિલ્મ હોય તેને વિજયપથ માટે બેસ્ટ ડેબ્યુ ફિમેલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો અને તબ્બુ તેની પહેલી જ ફિલ્મથી સ્ટાર બની ગઈ. જો કે વિજયપથ રિલીઝ થઈ તે પહેલા તેની બીજી એક ફિલ્મ પહેલા પહેલા પ્યાર આવી ચૂકી હતી પરંતુ તે ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ તેની પણ કોઈને ખબર નહીં પડી. પરંતુ તબ્બુની હિરોઈન તરીકેની પહેલી ફિલ્મ વિજયપથ નથીપહેલા પહેલા પ્યાર નથી અને પ્રેમ પણ નથી. તેની લીડ રૉલમાં એટલે કે હિરોઈન તરીકે પહેલી ફિલ્મ હતી તેલુગુ મુવી કૂલી નં.૧ જેમાં તેની સામે હીરો તરીકે હતો વ્યંક્ટેશ.

૧૯૯૪માં હિટ વિજયપથ આવ્યા બાદ ૧૯૯૫માં પ્રેમ આવી જે ખરાબ રીતે પિટાઈ ગઈ પણ ત્યારબાદ ૧૯૯૬માં તબ્બુની કુલ આઠ ફિલ્મો આવી હતી જેમાં સાજન ચલે સસુરાલ અને જીત વર્ષની સૌથી હિટ પાંચ ફિલ્મોમાની બે ગણાવાય છે. સાથે જ માચિશ ફિલ્મમાં તેનું કામ પણ ખૂબ વખણાયુ હતુ. અને આ ફિલ્મને કારણે તબ્બુને તેની જિંદગીનો પહેલો નેશનલ એવોર્ડ મળ્યો. અને તબ્બુને ૧૯૯૭માં એક ફિલ્મ માટે ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો, અહીં એક વાત ખ્હોબ રસ પ્રદ છે. તબ્બુના કહેવા પ્રમાણે આ ફિલ્મનો જે એક સીન છે તે હમણાં સુધીમાં તબ્બુએ કરેલા બધા રૉલ અને માટેના શૂટમાં સૌથી અઘરો સીન હતો. ફિલ્મમાં તબ્બુને લગ્નની પહેલી રાતે તેનો પતિ એટલે કે અનિલ કપૂર ગીત ગાવા માટે કહે છે ને તબ્બુ તે સમયે જે ગીત ગાય છે તેમા ઓરકેસ્ટ્રાનો અવાજ પણ પોતે મોઢાથી  કાઢે છે તેવું દેખાડવામાં આવ્યુ છે. તબ્બુ કહે છે કે ફિલ્મના ડાયરેક્ટર પ્રિયદર્શન  સીન માટે એટલા જીદ્દે ચઢ્યા હતા કે જે પ્રમાણે ગીતનું મ્યુઝિક વાગે છે બરાબર તે  પ્રમાણે જ્યાં સુધી તબ્બુના હોઠ અને જીભ વળ્યા નહીં અને તે પ્રામાણેનો જ અવાજ નીકળ્યો નહી ત્યાં સુધી તેને તબ્બુને જવા નહોતી દીધી. તબ્બુ આજે પણ તેની કરિઅરમાં તે સીનને સૌથી મુશ્કેલ સીન તરીકે ગણાવે છે. અને તે ફિલ્મ હતી વિરાસત.
તબ્બુ માટે ઘણા લોકો માને છે કે તે એક એવી કલાકાર છે કે તે શૂટીંગ દરમિયાન પોતાના પાત્રમા એટલી ઈનવોલ્વ થઈ જાય છે કે રળવાના કેટલાંક સીનમાં આપો-આપ તેની આંખમાં આંસૂ આવી જાય છે. અને તેને કોઈ કેમિકલ કે મેકઅપની તે માટે જરૂર નથી પડતી. જ્યારે કે આ વાતમાં કોઈ વજૂદ નથી. ખૂદ તબ્બુ જ કહે છે કે તે આજ સુધી તેની એકેય ફિલ્મમાં જાતે રળી પડી હોય તેવુ બન્યુ નથી. અને તે હંમેશા જે-તે સીન કમ્પલીટ કરવા માટે ગ્લીસરીનનો ઉપયોગ કરે છે.
ભાષાની દ્રષ્ટિએ તબ્બુ હિન્દીની સાથે સાથે ઈંગ્લીશઉર્દૂ અને તેલુગુ પણ ખૂબ સારી રીતે બોલી શકે છે. મૂળ નામ તબસ્સુમ જમાલ હાશ્મી એવી તબ્બુને હિન્દી સિનેમા જગતમાં તેના મિત્રોતેની સાથે કામ કરનારા કલીગ્સ અને ચાહકોએ અનેક એટલે કે સો કરતા પણ વધારે પેટનેમ્સ આપ્યા છે. કોઈ તેને ટેબ્સ કહીને બોલાવે છે તો ત્યાંથી લઈને કેટલાંક ટબ્સ કે ટબ્બી અને ટુબ્બી જેવા નામોથી પણ તબ્બુને સંબોધે છે. અને  બધામાં તેના સૌથી ફેમસ બે પેટનેમ છે ટોબ્લર અને ટોબ્લરવન એટલું જ નહીં તેનુ પોતાનુ પર્સનલ ઈમેઈલ આઈડી પણ તેણે આ જ પેટનેમ્સ પરથી રાખ્યુ છે.
      પોતાના શરીરની ફિટનેસ અને સુંદરતા માટે હંમેશા ધ્યાન રાખતી તબ્બુ રેગ્યુલર યોગા કરતી અને જીમમાં જતી તબ્બુને પર્ફ્યુમ્સની નાની નાની બોટલ્સ જમા કરવાનો જબરો શોખ છે. તે દેશમાં કે વિદેશમાં જ્યાં પણ ગઈ હોય ત્યાં દૂકાનો કે મોલ્સમાં જ્યાં પણ નાની પર્ફ્યુમની બોટલ દેખાઈ કે તબ્બુ તરત જ ખરીદી લે છે. તેના ઘરમાં પણ તેણે દરેક ખૂણે અનેક પ્રકારની નાની નાની પર્ફ્યુમ્સની બોટલ્સ સજાવી છે. એટલું નહીં રેગ્યુલર યોગ કરતી અને જીમમાં જતી ફિગર કોન્શિયસ પ્રફ્યુમની શોખીન તબ્બુ તેની ત્વચાની કોમળતા અને સુંદરતા જાળવી રાખવા માટે ઘણીવાર એકલા દૂધથી સ્નાન પણ કરે છે. આ સિવાય પણ તબ્બુની એક અંગત લાગણી કે માન્યતા ખૂબ રસપ્રદ છે, આમ તો તબ્બુ ફિલ્મોમાં નવા નવા અને ચેલેન્જિંગ રૉલ કરવા માટે પ્રખ્યાત છે અને તેણે પોતાની જાતને અનેક નવા નવા પાત્રોમાં ઢાળવાની બખૂબી કોશિશ પણ કરી છે પણ તબ્બુની એક એવી વસ્તુ છે જેની સાથે તે કોઈ પણ સંજોગોમાં કોઈ અખતરો કરવા માંગતી નથી અને તે છે તેના લાંબા કાળા વાળ. તબ્બુ માને છે કે તેના લાંબા વાળ  તેની એક માત્ર અને મહામૂલી એસેટ છે. અને તેની સાથે તે ક્યારેય કોઈ એક્સપરીમેન્ટ કરવામાં નથી માનતી.
            ઓસ્કર વિનર લાઈફ ઓફ પાઈ હોય કે નેમશેક હોય. અને માચિશ હોય કે બાલ્કિની ચીની કમ. મધુર ભંડારકરની ચાંદનીબાર હોય કે વિશાલની ફિલ્મ મક્બુલ કે હૈદર હોય તબ્બુએ હંમેશા તેની એક્ટીંગની કાબેલિયત દેખાડી છે. તબ્બુને આર્ટ ફિલ્મ ટાઈપની જ ફિલ્મોમાટેની હિરોઈન ગણતા લોકો સામે તબ્બુ બેઝિઝક પણે કહે છે કે મારી ઇમ્પ્રેશન તદ્દન ખોટી અને માની લેવામાં આવેલી છે. મેં કમર્શિયલ ફિલ્મો પણ કરી જ છે તેમાં પણ મારું કામ વખણાયુ જ છે. તબ્બુ થોડા કંટાળા સાથે કહે છે, 'લોકો શું કામ એમ ધારી લે છે કે આપણે હિરોઈનને આર્ટ ફિલ્મનો આટલો માતબર રૉલ ઓફર કરી રહ્યા છે માટે પૈસા નહીં  લેશે અથવા રૉલ પણ કરી  લેશે. આવા લોકોને મારે કહેવું છે કે હું માત્ર આર્ટ ફિલ્મોની હિરોઈન નથી જ.


            તબ્બુને જ્યારે ફિલ્મ હૈદર ઓફર થઈ ત્યારે પહેલા તો તેણે વિશાલને ધરાર ના કહી દીધી, પછી જ્યારે તેને ખબર પડી કે તેને શાહિદ કપૂરની માનો રૉલ વિશાલ ઓફર કરી રહ્યા છે ત્યારે તેમણે નક્કી કરી લીધુ કે તે આ રૉલ નહીં જ કરે. પણ વિશાલ ભારદ્વાજ પણ જીદ્દ પકડીને બેઠા હતા. તેઓ રિતસર તબ્બુને આ રૉલ કરવા વિનવવા માંડ્યા. આખરે જ્યારે તબ્બુ નહીં માની ત્યારે વિશાલે કહ્યુ કે જો તબ્બુ આ રૉલ નહીં કરે તો તે આ ફિલ્મ જ નહીં બનાવશે. તબ્બુ વગર તે ફિલ્મ બનાવવાનો વિચાર જ પડતો મૂકી દેશે. અને વિશાલનું આ વાક્ય સાંભળી તબ્બુ પીગળી ગઈ, જો કે ત્યારબાદ વિશાલે તબ્બુને પણ સમજાવ્યુ કે ફિલ્મમાં તેના અને શાહિદના પાત્ર વચ્ચે માત્ર મા-દીકરાનો  સબંધ નથી પણ તે બંને પ્રેમી ટાઈપ ઓફ વધુ છે અને તબ્બુએ ફિલ્મ કરવા હા કહી દીધી. 


 

Comments (0)