સત્તર વર્ષની કિશોર વયની છોકરીનું મોત થઈ જાય, જેની આંખો હજી દુનિયા જોવાના સપના જોતી હોય અને તે દુનિયાની વાતતો દૂર રહી પણ જિંદગીને પણ નજીકથી જોઈ ન શકે તે પહેલા જ ચાલી જાય ત્યારે ? ઓસ્ટ્રેલિયાની એક છોકરી આવી જ કરૂણાંતિકા સાથે આ દુનિયાથી વિદાય થઈ અને સાથે મૂકતી ગઈ અનેક યાદો, આનેક અધુરા સપનાંઓ અને બીજી કેટલીક ચોંકાવનારી હકિકતો જે તેના ચાલી ગયા ના વર્ષોબાદ પણ માત્ર તીના મા-બાપને જ નહીં પણ આખીય દુનિયાને તેને યાદ કરવા મજબૂર કરે છે. ઓસ્ટ્રેલિયાની મા મા ક્રિક ઍન્ગ્લીકન સેમેટ્રીમાં બનેલી તેની કબર કંઈક કહે છે, કંઈક દેખાડે છે અને આપણને જે કંઈ પ્રાપ્ય માહિતી છે તેના કરતા વધુ ને વધુ જાણવા માટે ઉત્સુક આને પ્રેરિત કરે છે.
૪થી ઓગસ્ટ ૧૯૨૮ના દિવસે જોય્સનો જન્મ થયો. જ્હોન વિલિયમ એન્ડ્રુઝ અને મૅરી એલિઝાબેથ કૉલકુહૌનની દિકરી ૧૯૨૮માં જન્મી, અને તેનો મોટો ભાઈ હતો સાર્જન્ટ સેસિલ એન્ડ્રુઝ. સેસિલ રાફ એટલે કે રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં સાર્જન્ટ હતો. દુર્ભાગ્યવશ સેસિલની કોઈક અકસ્માતને કારણે ૧૧મી ઓક્ટોબર ૧૯૪૨ના રોજ મોત થઈ ગઈ હતી અને તેના શરીરને મા મા ક્રિક સેમેટ્રીમાં દફનાવવામાં આવ્યુ હતુ. દિકરાની મોત જોઈ લીધા બાદ ૨૬મી એપ્રિલ ૧૯૪૫ના રોજ જ્હોન અને મૅરીએ બીજો આઘાત સહન કરવો પડ્યો અને તે હતો તેમની દીકરી જોય્સની મૃત્યુ. જોય્સની પણ જ્યારે ૧૭ વર્ષની નાની ઉંમરે મોત થઈ ત્યારે જ્હોન અને મૅરીએ તેના શરીરને તેમના દિકરા સેસિલની કબરમાં જ દફનાવવાનું નક્કી કર્યુ અને તે કબરમાં જ પોતાના દિકરાનું પણ શરીર દફન હોય જોય્સના શરીરને દફનાવવા માટેનો ખાડો એટલો ઊંડો નહીં ખોદવામાં આવે તેમ નક્કી કરી જોય્સની દફન વિધી આટોપી લેવામાં આવી. દીકરીના શરીરને કબરમાં દફનાવી આવ્યા બાદ પણ તેની મા મૅરી એલિઝાબેથને ચેન નહોતું પડતુ અને તે વારંવાર પોતાની દિકરીની કબર પાસે પહોંચી જતી.
આ જ રીતે એક દિવસ મૅરી જોય્સની કબર પર ગઈ હતી અને તે થોડોવાર ત્યાં બેસી ફરી પાછી આવતી હતી પણ તે દિવસે તે પોતાની સાથે એક કૅમેરો પણ લઈ ગઈ હતી. રોજે રોજ તેને પોતાની દિકરી જોય્સની એટલી યાદ સતાવતી હતી કે તે દિવસે તેણે નક્કી કર્યુ હતુ કે આવતી વખતે તે જોય્સની કબરનો એક ફોટો લેતી આવશે. નક્કી કર્યા અનુસાર મૅરીએ જોય્સની કબરનો એક ફોટો લઈ લીધો અને ઘરે ચાલી ગઈ. મૅરીએ ત્યારબાદ તે ફોટોગ્રાફ ડેવલપ કરાવ્યો અને ડેવલપ કરાવેલો એ ફો ટો જેવો મૅરીના હાથમાં આવ્યો કે તેની આંખો પહોળી થઈ ગઈ. તેને ચક્કર આવવા માંડ્યા. તેને સમજાતુ નહોતું કે તે જે જોઈ રહી છે તે ખરેખર છે શું, તેને પોતાની જ આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શું ખરેખર તેની આંખો જ જોઈ રહી છે તે એક હકિકત છે કે તેની ભ્રમણા માત્ર છે. તે ફોટોગ્રાફમાં એક નાની બાળકીની છાયા દેખાતી હતી. તે જોય્સની કબરના પત્થર પર બેઠી હતી અને જાણે કૅમેરા તરફ જ તાકી તાકીને જોતી હોય તેમ એ ફોટોગ્રાફમાં તેનો પડછાયો કે આકૃતિ આવી ગઈ હતી. અને આ આકૃતિ એટલી સ્પષ્ટ હતી કે જાણે ત્યાં કોઈ છોકરી ફોટો પડવવા માટે જ બેઠી હોય. મૅરીને તેની પોતાની જ આંખ પર વિશ્વાસ નહી થતો હતો આથી તેણે તે ફોટો એન્ડ્રને દેખાડ્યો. એન્ડ્રુએ પહેલા તો તેની સાથે દલીલ કરી કે તે ત્યાં ગઈ ત્યારે કોઈ છોકરી ખરેખર જ ત્યાં હાજર હશે અને તેને ફોટો પાડતી જોઈ તે ત્યાં કબરના પત્થર પર આવી ગઈ હશે. પણ એન્ડ્રુની આ દલીલ સામે મૅરી એલિઝાબેથે તરત ના કહેતા કહ્યું કે તે ત્યાં સેમેટ્રીમાં ગઈ ત્યારે ત્યાં તેના સિવાય બીજૂં કોઈ હાજર નહોતું અને કદાચ કોઈ હાજર હોય પણ તો તે આટલું નાનું બાળક તો નહોતું જ. પણ મૅરીની આ વાત માનવા એન્ડ્રુ તૈયાર નહોતો. જ્યારે મૅરીને એન્ડ્રુની વાત અને દલીલથી સંતોષ નહોતો થયો અને તેને લાગ્યુ કે એન્ડ્રુ તેની વાત નથી માની રહ્યો ત્યારે તે ફોટોગ્રાફ લઈ પેરાનોર્મલ સોસાયટીમાં કામ કરતી ટીમ પાસે પહોંચી ગઈ. પેરાનોર્મલ અધ્યયન કરતી ટીમે તે ફોટોગ્રાફ ચકાસ્યો અને મા મા ક્રિક સેએટ્રીની તે કબરની પણ તે લોકોએ મુલાકાત લીધી. આખરે અનેક રીતના સંશોધનના અંતે તે લોકો એ મૅરીને કહ્યું કે તે છાયા જોય્સના જ બાળપણની છાયા છે અને જોય્સ પોતાની અધુરી ઈચ્છા અને બાળપણના અધુરા સપનાઓ અને રમતો આ રીતે બાળક બની પૂરા કરી રહી છે. પણ મૅરી એલિઝાબેથે અહ્યુ કે તેમની દીકરી મૅરી બાળપણમાં કોઈ પણ રીતે આવી દેખાતી નહોતી અને
આ તેમની દીકરી
જોય્સ એલિઝાબેથ
નથી જ. ત્યારે એન્ડ્રુ અને પેરાનોર્મલ સોસાયટી બંનેનું એવું માનવુ હતુ કે મૅરીએ ફોટો ડબલ એક્સ્પોઝરમાં લીધો હશે અથવા તેનો કૅમેરા હલી ગયો હશે. પણ મૅરી વારંવાર કહેતી હતી કે તેનો કૅમેરા હલી જાય તો તે આકૃતિ સિવાય ફોટોગ્રાફમાં દેખાતી બીજી વસ્તુ પણ હલી ગયેલી હોવી જોઈએ તેમજ ત્યાં તેના સિવાય બીજૂ કોઈ જ બાળક પણ હાજર નહોતુ.
આખરે પેરાનોર્મલ સોસાયટીની ટીમે આ વિશે વધુ વિગતે માહિતી મેળવવાનું અને રિસર્ચ કરવાનું નક્કી કર્યુ. જ્યારે તે લોકો વારંવાર ત્યાં તે કબર પાસે જઈ આવ્યા અને મા મા ક્રિક એંગ્લીકન સેમેટ્રીના બધા રેકોર્ડ તપાસ્યા ત્યારે તે લોકોને ખબર પડી કે જોય્સની કબરની બરાબર બાજૂમાં જ એક નાનું બાળ ક અને એક નાની બાળકીને પણ દફનાવવામાં આવ્યા હતા અને તેમની કબર બનાવવામાં આવી હતી. પરંતુ બંને ખૂબ નાના હોય અને તેમના નામ પણ હજૂ પાડવામાં નહોતા આવ્યા હોવાને કારણે કબર પણ બંને માંતઃઈ એક પણ બાળક્નું નહોતું એટલું જ નહી આ જ કારઅણથી તેમની સેમેટ્રીના ચોપડે કે સેમેટ્રીની વેબ સાઈટ પર પણ ક્યાંય તેમના નામની વિગત હાજર નહોતી. હવે આ માહિતી ટીમને મળી હોવાને કારણે તે લોકોએ પોતાનું સંશોધન વધુ વિગતે કરવાનું નક્કી કર્યુ અને જોય્સની કબર અને તેની આજૂ-બાજૂના આખાય વિસ્તારને તે લોકોએ પોતાની રીતે ચકાસ્યા. આખરે, આખીય વિગત જાણ્યા, ચાકાસ્યાબાદ તે લોકો કહે છે કે તે મરી ગયેલા બાળકો જે એક નાનો છોકરો છે અને બીજી એક છોકરી છે તેમાંની નાની છોકરી જોય્સની કબર પર આવી રમતી હોય છે અને તે ખૂબ ખુશ છે. મૅરીનો તે છોકરીનો ફોટોગ્રાફ લેવાનો કોઈ આશય નહોતો અને તે પોતાની દિકરી જોય્સની કબરનો ફોટો લઈ રહી હતી જેમાં અચાનક આ રમી રહેલા બાળકીના નાના ભૂતની તસ્વીર ઝડપાઈ ગઈ.
જોય્સનું અ આ બાળપણ છે કે ખરેખર ત્યાં કોઈ નાની છોકરીનું ભૂત છે તે નહીં માનનારા માટે હજી આજે પણ એક ચર્ચા અને દલીલનો વિષય ચોક્ક્સ હોઈ શકે પણ મૅરી એલિઝાબેથની તસ્વીર જુઠ્ઠુ નહીં જ બોલતી હોય એટલો વિશ્વાસ આપણે કરવો પડે.
12/08/2014 10:26:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
Mumbai Samachar News Paper - 03.12.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)