લુઈસિયાનાના શ્રેવપોર્ટ નજીક ૩જી જાન્યુઆરી ૧૯૧૬ના રોજ જન્મેલી ટોની જો હેનરી તેના મા-બાપના પાંચ સંતાનોમાં ત્રીજી દીકરી હતી. હેનરી જન્મી ત્યારે જ કદાચ તેનું તકદીર લખાવીને લાવી હતી કે તેણે નાની ઉંમરમાં પોતાની મા ગુમાવવી પડશે. તે જ્યારે માત્ર છ વર્ષની હતી ત્યારે તેની માની ટ્યુબર્કોલાઈસિસના રોગને કારણે મૃત્યુ થઈ ગઈ. હેનરીના ઘરની હાલત એટલી સારી નહોતી કે તેના પિતા તેમના પાંચેય સંતાનોનું ભરણ પોષણ કરી શકે આથી હેનરીએ પણ નાની ઉંમરે જ કામ કરવા જવું પડતુ. તે માત્ર તેર વર્ષની  હતી ત્યારથી મેક્રોનીની ફેકટરીમાં કામે વળગી ગઈ, અને ત્યારબાદ પરિવારની ખસ્તા હાલતને કારણે તેણે એવું કામ સ્વીકારવું પડ્યુ જે કામ કરવા માટે કદાચ કોઈ પણ છોકરી પોતાની મરજીથી તૈયાર નહીં થાય. લુઈસિયાનાના વૈશ્યાઘરમાં હેનરી એક વૈશ્યા તરીકે કામ કરવા માંડી. માણસ જ્યાં અને જેવા વાતાવરણમાં રહેતો હોય તે વાતાવરણ તે માણસ પર વહેલી-મોડી પોતાની અસર સ્થાપિત કરતું જ હોય છે. હેનરી પણ વૈશ્યાઘરમાં રહેતા રહેતા ત્યાંના વાતાવરણની અસર હેઠળ આવવા માંડી. તે ધીમે ધીમે આલ્કોહોલ તથા કોકેનની આદી થવા માંડી. ક્યારેક ક્યારેક નશો કરતી હેનરી હવે રોજે રોજ તેનું સેવન કરવા માંડી.
ટોની જે હેનરી પોતાના વૈશ્યા તરીકેના કામમાં જ્યારે રોજના નવા નવા ગ્રાહકો સાથે રહેતીતે અરસામાં ૧૯૩૯માં તેની મુલાકાત ક્લૌડે સાથે થઈ. ક્લૌડે તેની પાસે એક ગ્રાહક તરીકે આવ્યો હતો, જેને ત્યાંના લોકો કાઉ બોય તરીકે ઓળખતા હતા. કાઉ બોય અને હેનરીની જે મુલાકાત એક ગ્રાહક અને એક વૈશ્યા તરીકે થઈ હતી તે ધીરે ધીરે વધવા માંડી અને કાઉ બોય હેનરીના પ્રેમમાં પડી ગયો. યુવાન વૈશ્યા સાથેનો પ્રેમ કાઉ બોયને લાંબા સમય સુધી કોઈ વિવાદ વગર રહેવા દે તે શક્ય નહોતું આથી ૨૫મી નવેમ્બર ૧૯૩૯ના રોજ બંને  લગ્ન કરી લીધા. લગ્ન થતાની સાથે બંને નવપરિણીત યુગલ પોતાના હનીમુન માટે સાઉથ કેલિફોર્નિયા ફરવા ગયા, જ્યાં મહાપ્રયત્ને કાઉ બોયે હેનરીની કોકેન અને આલ્કોહોલની આદત છોડાવી. પરંતુ હનીમુનથી પાછા વળતી વખતે હેનરીને  ખબર નહોતી કે તેનો પતિ કાઉ બોય ગણતરીની પળોમાં તેનાથી અલગ થઈ જવાનો છે. કેલિફોર્નિયાથી પાછા વળતાની સાથે ક્લૌડેને પોલિસે કસ્ટડીમાં લઈ લીધો. ક્લૌડેએ હેનરી સાથે લગ્ન કરવા પહેલા ટેક્સાસમાં એક માણસનું ખૂન કરી નાખ્યુ હતુ. પોલિસે  ગુનાહસર તેને પક્ડ્યો અને તેના પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો જે કેસમાં ૧૯૪૦માં આવેલા ચૂકાદા અનુસાર કાઉ બોયને પચાસ વર્ષની સજા કરવામાં આવી. હેનરી આ ચૂકાદાથી ખૂબ વ્યથીત થઈ ગઈ. તે કાઉ બોયને સજા થઈ તે જ દિવસથી પોતાના પતિને કઈ રીતે જેલમાંથી છોડાવી શકે તે અંગે વિચાર કરવા માંડી.

હેનરી તે દિવસથી જ કાઉ બોયને રાખવામાં આવેલી હંટ્સવીલા જેલમાંથી કઈ રીતે બહાર કાઢવો તે વિશે ગોઠવણ કરવા માંડી. આખરે હેનરીએ તેના મિત્ર હારોલ્ડ બર્ક્સ સાથે મળી એક બેંકમાં ચોરીનો પ્લાન બનાવ્યો જેથી તે પૈસાનો ઉપયોગ તે કાઉ બોયને છોડાવવા માટે કરી શકે. અને હેનરી તથા બર્ક્સના આ પ્લાનથી બેખબર એવા જોસેફ કૌલવે નામના એક વ્યક્તિએ તેમને પોતાની કારમાં લીફ્ટ આપી. જોસેફની કાર લુઈસિયાના જેનીંગ તરફ જઈ રહી હતી તે દરમિયાન હેનરી અને બર્ક્સે તેને પિસ્તોલ બતાવી લૂટી લીધો. હેનરીને જેટલા પૈસાની જરૂર હતી તે જોસેફને લૂટવાથી મળી ગયા હતા આથી તેમણે હવે બેંક લૂટવાની જરૂર નહોતી. બંને જોસેફને તેની ફોર્ડ કારમાંથી નીચે ઉતાર્યો અને ઘૂંટણિયે બેસાડી તેને ગોળી મારી દીધી. હેનરી આખાય ઘટનાક્રમ બાદ ફરી શ્રેવપોર્ટમાં આવી ગઈ અને નિરાશ્રીત તરીકે તેની આન્ટીને ત્યાં રહેવા માંડી. પણ શ્રેવપોર્ટની પોલિસે થોડા જ વખતમાં હનરીને શોધી કાઢી અને પકડી લીધી. પૂછ પરછમાં હેનરીએ કબૂલ કર્યુ કે તેણે જોસેફ કૌલવેનું ખૂન કર્યુ છે અને ત્યારબાદ તેણે લાશ ક્યાં રાખી હતી તે જગ્યા પણ દેખાડી.



૨૭મી માર્ચ ૧૯૪૦ના રોજ હેનરીએ કરેલા ખૂન માટે કોર્ટમાં ટ્રાયલની શરૂઆત થઈ. ટોની જો હેનરીના સુંદર દેખાવને કારણે તેના કોર્ટ કેસના અને ખૂનના આરોપના સમાચાર તે સમયે ન્યુઝ પેપર્સમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. હેનરીએ કોર્ટમાં કહી દીધુ કે તે માણસ બર્ક્સ હતો જેણે જોસેફ પર ગોળી ચલાવી હતી. પરંતુ છ કલાક સુધી ટોની જો હેનરીની કરવામાં આવેલી પૂછતાછ પછી તેણે સ્વીકાર્યુ કે તે પણ આ ગુનાહમાં સામેલ હતી અને તેથી જ્યુરીએ ટોની જો હેનરીને ફાંસીની સજા ફરમાવી. ત્યારબાદ થોડા વખતમાં બર્ક્સ પણ પકડાઈ ગયો અને તેને પણ મોતની સજા જાહેર કરવામાં આવી. પણ ટોનીને કોર્ટનું ફરમાન મંજૂર નહોતુ તેણે આ ચૂકાદા સામે અપીલ કરી. અને ફેબ્રુઆરી ૧૯૪૧માં ટોનીની અપીલ સામે બીજી ટ્રાયલ શરૂ થઈ. અપીલમાં પણ ચૂકાદો બદલાયો નહીં ત્યારે તેણે ફરી ઉપલી કોર્ટમાં અપીલ કરી પણ ત્યાં પણ તેની સજા જેમની તેમ રાખવામાં આવી. પણ  સમય દરમિયાન લુઈસિયાનામાં મોતની સજા માટે એક મોટો ફેરફાર આવી ગયો હતો અને તે એ હતો કે ગુનેહગારને ફાંસી આપવાની જગ્યાએ ઈલેક્ટ્રીક શોક આપી મારી નાખવામાં આવે. આ માટેની મૂળ રીત એ હતી કે એક ખુરશી પર ગુનેહગારને બેસાડવામાં આવતો જેને ઈલેક્ટ્રીક ચેર તરીકે ઓળખવામાં આવે છે. લોકો કહે છે કે હેનરી પહેલી અને એક માત્ર સ્ત્રી હતી જેને મોતની સજા આપવાની ઈલેક્ટ્રીક ચેર પર બેસાડી શોક આપવામાં આવ્યા હતા. હેનરીને સજા થવાની હતી તેના ચાર દિવસ આગળ કાઉ બોય પોતાની પત્નીને છેલ્લીવાર મળવાના આશયથી જેલ તોડી ભાગી ગયો. પણ તેમ છતા તે તેની પત્નીને મળવામાં સફળ નહીં થઈ શક્યો અને તેને પાછો પકડી લેવામાં આવ્યો.
હેનરી તેના મૃત્યુ પહેલા કાઉ બોયને એક પત્ર લખીને ગઈ હતી કે તે તેને ખૂબ ચાહે છે અને તે તેને મળવા માંગે છે. તેને ખાતરી છે કે તે પોતાના પ્રેમને મળશે અને અહીં  રહેશે. આથે  તેણે કોર્ટને પણ એક પત્ર લખ્યો હત્દો કે ગુનેહગાર તે છે અને બર્ક્સ નિર્દોષ છે. કહેવાય છે કે હેનરીને સજા આપવામાં આવી તે દિવસથી કાલ્કાસીયુ પરિશ કોર્ટ હાઉસ કે જ્યાં તેનો કેસ ચલાવવામાં આવ્યો હતો તે રૂમમાં હેનરીનું ભૂત દેખાય છે. અનેક વાર તેના ચાલવાના પગલા સંભળાય છે. અવજ સંભળાય છે. કહે છે કે તેણે કોર્ટને જે પત્ર લખ્યો હતો તે જ શબ્દો પણ તે આ જ કોર્ટ રૂમમાં ઘણીવાર બોલતી હોય તેવો અવાજ સંભળાય છે. એટલું નહીં લોકોનું પણ કહેવું છે કે કાઉ બોય પણ જેલમાં તેના રૂમમાં કેટલીયવાર હેનરી સાથે વાત કરતો હોય તેમ જોવા મળ્યુ છે.
લોકો આજે પણ સ્વીકારે છે કે કોર્ટ હાઉસમાં અને તેની બિલ્ડિંગમાં જરૂર કંઇક અજૂગતુ બનતુ રહે છે. અનેકવાર અજાણ્યા  અવાજો સંભળાય છે અથવા કોઈ સ્ત્રી અવાજ ડરામણી રીતે રડતી હોય કે બરાડતી હોય તેવો અહેસાસ થાય છે. વાત માની શકાય તેવી છે પણ લોકવાયકા છે કે આજે આટલા વર્ષો પછી પણ હેનરીનું ભૂત તે સ્થળ છોડીને જઈ નથી શક્યુ. ત્યાં કોર્ટમાં કામ કરતા લોકો કહે છે કે તેમણે ઘણીવાર હેનરીને અહીં જોઈ છે. તેનું શરીર નબળૂ પડી ગયેલું દેખાય છે અને તેનો ચહેરો જાણે કાળી મેશ લગાડી હોય તેવો કાળો થઈ ગયેલો છે. તેની આંખો બિહામણી રીતે બહારની તરફ ઝૂલતી હોય છે. એટલું  નહીં કાઉ બોયને જે જેલમાં રાખવામાં આવ્યો હતો તે જેલના અર્મચારીઓ અને બીજા કેદીઓનુમ પણ કહેવું છે કે તેમણે ટોની જો હેનરીને અહીં આવતાકાઉ બોય સાથે કોઈ સ્ત્રીની અર્ધ પારદર્શક હોય તેવી આકૃત્તિને વાત કરતા જોઈ છે. કહે છે કે તે આવતી ત્યારે કાઉ બોયને તેના સિવાય બીજા કોઈનો અવાજ સંભળાતો નહોતો અને તે પોતે પણ પાગલ જેવો થઈ જતો હતો. અને આ કારણથી જ કદાચ તે બિમાર પડી ગયો હતો જેના કારને તેને બાદમાં પેરોલ પર છોડી મૂકવામાં આવ્યો હતો.




Comments (0)