કમાલ અમરોહી સાથે તલ્લાક થઈ ગયા બાદ સંબંધ વિચ્છેદના દુઃખમાં મીનાજીએ લખ્યુ હતું, 'તલ્લાક તો દે રહે હો નઝરે કહેર કે સાથ, જવાની ભી મેરી લૌટા દો મહેર કે સાથ.' ફિલ્મોની હિરોઈન, ધ સ્ટાર મીના કુમારી એક કવિયત્રી મીના કુમારી તરીકે લખે છે, 'ક્યા કરોગે સૂન કર મુજસે મેરી કહાની, બે લૂત્ફ ઝિન્દગી કે કિસ્સે હૈ ફિકે ફિકે.'

આ જ સમયમાં ક્યાંક વચ્ચે એક સમય એવો આવી ગયો કે નવો આવેલો હિરો ધરમેન્દ્ર અને મીના કુમારી વચ્ચેની મૈત્રી વધવા માંડી. કમાલ સાથેના સંબંધમાં દિલ તોડી ચૂકેલી મીનાને કોઈ મજબુત સહારાની કદાચ જરૂર હતી, મીનાજીને તો મજબુત સહારો મળ્યો કે નહીં તેની ખબર નથી પણ સંબંધની ચર્ચાથી ધરમેન્દ્રને ખૂબ ફાયદો થયો. ધરમેન્દ્રને ચર્ચાથી સારી એવી લાઈમ લાઈટ મળી અને કદાચ ચર્ચા જ એક મોટું કારણ હતી કે જેણે ધરમેન્દ્રને પાછળથી સુપર સ્ટાર બનાવી દીધો. પરંતુ હકિકત છે કે મીના અને ધરમેન્દ્ર વચ્ચે માત્ર એક સારી મૈત્રી હતી. મીના તેમની જિંદગીની છેલ્લી ક્ષણ સુધી ક્યારેય કમાલ સિવાય કોઈ બીજાને દિલથી ચાહી શક્યા નહીં. પરંતુ તે સમય દરમિયાન મીના અને ધરમેન્દ્રની મૈત્રી વિશે, પ્રેમ વિશે તેમનો સંબંધ હોવા વિશેની વાતો ખૂબ ચર્ચાવા માંડી.


પૈસાની કમી અને મીના-કમાલના તલ્લાક પછી પાકિઝા લગભગ ડબ્બામાં ચાલી ગઈ હતી. પણ મીના અને કમાલના કોમન ફ્રેન્ડ એવા દંપતી નરગીસ અને સુનીલ દત્તને જાણી દુઃખ થતુ હતુ કે તેમના મિત્રોના પર્સનલ કારણની કારણે એક સારી ફિલ્મ ડબ્બામાં જઈ રહી છે. અને તે બંનેનું માનવુ હતુ કે પાકિઝા એક ખૂબ સારી ફિલ્મ છે અને તે દુનિયાની સામી આવવી જોઈએ. અને તેમણે મીના અને કમાલ બંનેને વિનંતી કરી કે પોતાના અંગત સંબંધ ભૂલી જઈ તેમણે  ફિલ્મ પૂર્ણ કરવી જોઈએઅને સુનીલ દત્ત અને નરગીસે  બંનેની ફરી મુલાકાત કરાવવાનું પણ નક્કી કર્યુ. મીના અને કમાલની તલ્લાક થઈ ગયા બાદ આ પહેલી મુલાકાત હતી. બંને પાસે બોલવા માટે ઝાઝા શબ્દો નહોતા. અને ક્યારેક પતિ-પત્ની હતા એવા મીના અને કમાલ બાજૂ-બાજૂની ખુરશીમાં બેઠાકહે છે કે તે આખીય મિટીંગ દરમિયાન મીનાજીએ કમાલનો હાથ પકડી રાખ્યો હતો. આખરે બંનેએ નક્કી કર્યુ કે પોતાની અંગત વાતો બાજૂ પર મૂકી તેઓ પાકિઝા બનાવશે. અને ચૌદ વર્ષ જેટલા લાંબા સમયના અંતે ૪ ફેબ્રુઆરી ૧૯૭૨ના રોજ ફિલ્મ રિલીઝ થઈ. પરંતુ આ ચૌદ વર્ષોમાં મીના કુમારીની હાલત એટલી ખરાબ થઈ હતી કે તેમનો રોગ હવે મટી શકે તેમનો હતો. શરાબના વધુ પડતા સેવનને કારણે તેમને લીવર સોરાઈસિસ થઈ ગયુ હતુ. અને ધીમે ધીમે તે એટલું વધી ગયુ તેનો ઈલાજ કરવો હવે મુશ્કેલ થઈ પડ્યુ હતુ. અને ૩૧મી માર્ચ ૧૯૭૨ના એ દિવસે હિન્દી સિનેમા જગતની ટ્રેજડી ક્વીન મીના કુમારી દુનિયાને અલવિદા કહી ચાલી ગયા. ચૌદ વર્ષની લાંબી સર્જન મજલ કાપ્યાબાદ બનેલી તેમની ફિલ્મ પાકિઝાની સક્સેસ પોતાની નજરે જોવાનું તેમના નસીબમાં નહોતુ.
ગઝલો અને શાયરીનો જબરદસ્ત શોખ રાખવાવાળા મીના કુમારીની પોતાની રચનાઓ, પોતાની કલમ પણ ખૂબ સુંદર હતી. સ્કુલનું સરખુ ભણતર પણ લઈ નહીં શકેલા મીના કુમારીને વાંચવાનો ખૂબ શોખ હતો, લખતાતો તે સારુ હતા જ, પછી તો તેમણે તેમની લખેલી કવિતાઓ અને ગઝલો કંપોઝ કરવાનું શરૂ કર્યુ હતુ એટલું  નહીં કૈફી આઝમીને પોતાના મેન્ટોર બનાવી તેમની પાસે મીના ગઝલો વિશે ઘણું શીખ્યા પણ. અને  કારણથી હિન્દી સિનેમા જગતના ગીતકાર અને ગઝલકાર ગૂલઝાર સાથે મીનાજીને ખૂબ સારી દોસ્તી હતી. કેટલીય સાંજ આ બંને મિત્રોએ ગઝલોની વચ્ચે વિતાવી હતી. મીનાજીને, તેમની ગઝલો, તેમની રચનાને ખૂબ નજીકથી ઓળખતા તેમના મિત્ર ગૂલઝારે મીનાજીના મૃત્યુબાદ તેમની શાયરીનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યુ. 'ક્યા કરોગે સૂન કર મુજસે મેરી કહાની, બે લૂત્ફ ઝિન્દગી કે કિસ્સે હૈ ફિકે ફિકે.' ગૂલઝાર મીનાજીનો આ શેર બોલતા કહે છે, 'એમની ગઝલોમાં એક અનેરી તાજગી મહેસૂસ થતી, પરંતુ તેમ છતાં જાણે કંઈક કમી હતીકંઈક ખાલિપો હતો જે મીના કુમારી ક્યારેય ભરી નહીં શક્યા.'
તેમાં અંતિમ દિવસોમાં પણ મીના કુમારી એક સ્ટારને શોભે તેવી જિંદગી જીવી ગયા. મીનાજી એ એક ફિલ્મ કરી હતી 'અભિલાષા' તે ફિલ્મના પ્રોડ્યુસર તે સમયના જાણીતા બિલ્ડર હતાતેમણે ફિલ્મ અભિલાષામાં કામ કરવા બદલ ફી તરીકે મીના કુમારીને એક આલિશાન બંગલો બંધાવી આપ્યો હતો. મીના કુમારીએ તેમના છેલ્લા દિવસોમાં એ બંગલો પણ મુમતાઝને ઊંચી કિંમતે વેચી દીધો અને 'ગોમતી કે કિનારે' ફિલ્મ બનાવી રહેલા ફિલ્મ મેકર સાવન કુમારને તે તમામ રકમ આપી દીધી. સાવન કુમારની તે સમયે એટલી ખસતા હાલત હતી કે તે બેન્ક કરપ્ટ થઈ ગયા હતા, અને તે સમયે મીનાજીએ તેને તે દેવુ પુરુ કરવા માટે પોતાનો બંગલો વેચી મળેલી તમામ રકમ આપી દીધી. સાવન કુમારે બનાવેલી  ફિલ્મ 'ગોમતી કે કિનારે' મીના કુમારીની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ છે. ૧૯૩૨માં જન્મેલી મીના કુમારીને ૧૯૪૦ની સાલમાં એટલે કે માત્ર આઠ વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવા માટે દસ હજાર રૂપિયા મળ્યા હતા. જેમણે ૧૯૭૦ની આસપાસના વર્ષોમાં લાખોમાં પોતાનો બંગલો વેચી દીધો અને તે રકમ કોઈ ત્રાહીત વ્યક્તિને પોતાનું દેવુ ચૂકવવા માટે આપી દીધી.

      કેટલો કમાલનો યોગ કહેવાય કે મહાજબીંનો જ્યારે જન્મ થયો હતો ત્યારે તેના મા-બાપ પાસે એટલા પૈસા નહોતા કે ડૉક્ટરનું બિલ ચૂકવી શકે, અને તેના પિતાએ તેને થોડા સમય માટે અનાથ આશ્રમમાં મૂકી આવવી પડી હતી. તે મહાજબીં, તે જ મીના કુમારીની જ્યારે મોત થઈ ત્યારે પણ હાલત એ જ હતી. તેમના એકાઉન્ટમાં કે તેમની પાસે એટલા પૈસા પણ નહોતા કે ડૉક્ટરનું બિલ ચૂકવી શકાય. એક સમયની કમર્શિયલ હિટ હિરોઈન, મોં માંગ્યા પૈસા આપીને પણ પ્રોડ્યુસર્સ કે ડાયરેક્ટર્સ જે ને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હોય તેવી સ્ટાર અને તે સ્ટારના મૃત્યુ સમયે તેમનું હોસ્પિટલ કે ડૉક્ટરનું બિલ ચૂકવી શકાય તેટલી રકમ પણ તેની પાસે હોય તે એક કેવી પરિસ્થિતિ કહેવાય. પણ તે સમયે એક પ્રોડ્યુસર આવ્યા જેમણે મીના કુમારીને તેમના કામના, હિસાબના જૂના પૈસા આપવાના હતા અને જેમણે તે રકમ ડૉક્ટરની ફી તરીકે ચૂકવી જેમાંથી મીનાજીના એ છેલ્લા દિવસોની ડૉક્ટરી સારવાર થઈ અને હોસ્પિટલ બિલના પણ નાણાં ચૂકવવામાં આવ્યા.   


Comments (0)