૧૯૬૭નું વર્ષ ઘણી બધી હિટ ફિલ્મોનું વર્ષ સાબિત થયું હતું. ઉપકારએન ઇવનિંગ ઈન પેરિસ, જ્વેલથીફ, રામ ઔર શ્યામ, હમરાઝસાગીર્દમિલન વગેરે વગેરે. એટલું જ નહીં આ વર્ષની આ બધી ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો આવી હતી કે જે  માત્ર હિટ ફિલ્મના લીસ્ટમાં સ્થાન પામી, પણ યાદગાર ફિલ્મો પણ બની રહી અને  બધાની સાથે  આ ફિલ્મોની પડદા પાછળની કહાની પણ ખૂબ યાદગાર અને રસપ્રદ રહી છે. આવી  એક ૧૯૬૭ની યાદગાર ફિલ્મ તે સમયના સુપર સ્ટાર મનોજ કુમાર લઈની આવ્યા હતા. ફિલ્મ જબરદસ્ત હિટ પુરવાર થઈ અને જે મનોજ કુમારનું નામ આ ફિલ્મ આવી તે પહેલા એક એક્ટર તરીકે, એક હીરો તરીકે લેવાતું હતું તે જ મનોજ કુમારને લોકો એક ઉમદા ડાયરેક્ટર તરીકે પણ વખાણવા માંડ્યા હતા.૧૯૬૭ની તે હિટ ફિલ્મ એટલે 'ઉપકાર'. ઉપકાર ફિલ્મએ મનોજ કુમારને ફિલ્મ ડાયરેક્ટર તરીકે એક નવી ઓળખ આપી અને સાથે જ તેમને આખીય દુનિયા આ ફિલ્મથી ભારતના નવા નામથી ઓળખવા માંડી.
૧૯૬૭નો આ સમયગાળો એ હતો કે જ્યારે આપણા દેશમાં પડોશી દેશ સાથે યુધ્ધનો માહોલ ચાલી રહ્યો હતો. સમય ગાળા દરમિયાન મનોજ કુમારનું તે સમયના આપણા પ્રધાનમંત્રી શ્રી લાલબહાદૂર શાસ્ત્રીને મળવાનું થયુંઅને લાલ બહાદૂર શાસ્ત્રીએ મનોજ કુમારને કહ્યું કે મેં દેશને જે નારો આપ્યો છે 'જય જવાન જય કિસાન' તે વિશે કોઈ ફિલ્મ બનાવવાનું તે વિચારે જેથી દેશની જનતામાં તે નારો વધુ અસરકારક બને અને દેશ પ્રેમની ભાવના લોકોમાં વધુ પ્રબળ રીતે જાગૃત થાય. મનોજ કુમારના દિમાગમાં વિચાર ઘર કરી ગયો અને તેમણે પોતાની જાત સાથે એક નિર્ણય કર્યો કે, તેઓ આ વિષય પર, આ નારાને સાકાર કરતી એક ફિલ્મ બનાવશે. લાલ બહાદૂર શાસ્ત્રીજીએ મનોજ કુમારની  પહેલા બનેલી ફિલ્મ શહિદ જોઈ હતી અને તે ફિલ્મથી તેઓ મનોજ કુમારથી ખૂબ પ્રભાવિત થયા હતા આથી જ્યારે તેઓ મનોજને મળ્યા અને તેમની સાથે વિચારની વાત કરી. મનોજને વિચાર ગમ્યો અને તેમણે મનોમન નક્કી કર્યુ કે તેઓ કોઈ એવી ફિલ્મ બનાવે જેમાં જવાન અને કિસાન બંનેનો રોલ તેઓ ખૂદ કરી શકે. અને આ જ થીમ પર મનોજ કુમાર એક ફિલ્મની પૃષ્ઠભૂમી લખવા બેસી ગયા.

જ્યારે મનોજ કુમારે ફિલ્મ લખવાની શરૂ કરી ત્યારે  તેમના દિમાગમાં એક વાત તો નક્કી હતી કે ફિલ્મનો લીડ રૉલ તેઓ પોતે  કરશે. પણ તેમના ભાઈનો રૉલ કોની પાસે કરાવવો તે અંગે મનોજજી નક્કી નહોતા કરી શકતા. આખરે મનોજ કુમારના ભાઈના રૉલ માટે સાઈન કરવામાં આવ્યા રાજેશ ખન્નાને. પણ ફિલ્મનું શૂટીંગ શરૂ થાય તે પહેલાં જ યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ અને તે કોન્ટેસ્ટમાં રાજેશ ખન્ના ઓલ ઈન્ડિયા ટેલેન્ટ તરીકેનો એવોર્ડ જીતી ગયા અને તેમણે આ ફિલ્મ કરવાની ના કહી દીધી. રાજેશ ખન્નાની ના આવ્યા બાદ મનોજ કુમારે આ રૉલ માટે પ્રેમ ચોપરાને ઓફર કરી અને  રીતે ઉપકારમાં મનોજ કુમારના નાના ભાઈ તરીકે એન્ટ્રી થઈ યુવાન પ્રેમ ચોપરાની.
ફિલ્મમાં હીરો તરીકે હતા સ્વયં મનોજ કુમાર અને ફિલ્મ લખી હતી પણ તેમણે જ. હવે પ્રશ્ન હતો ફિલ્મ ડિરેક્ટ કરવાનો. મનોજ કુમારને થયુ કે ફિલ્મનો કનસેપ્ટ પોતાનો છે અને કહાની પણ તેમણે જ લખી છે તો ફિલ્મને ડિરેક્ટ પણ પોતે બહેતર રીતે કરી શકશે. આથી મનોજ કુમારે પોતે  ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી ડેબ્યુ કરવાનો વિચાર કર્યો. આ વાત આપણી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેવી જાહેર થઈ કે તેમના તે સમયના ખાસ મિત્ર અને એક્ટર-ડિરેક્ટર એવા રાજ કપૂરે મનોજને કહ્યુ કે, 'દેખ ભાઈ યા તો ફિલ્મ મેં હીરો કા રોલ કર, યા તો ફિલ્મ ડિરેક્ટ કર. ક્યોં કી હર કોઈ રાજ કપૂર નહીં હોતા જો યે દો નો કામ એક સાથ કર લે, યે તુમ્હારે બસ કી બાત નહીં. ફિલ્મ બેકાર મેં પીટ જાયેગી.' મનોજ કુમાર રાજ કપૂરની આ વાત સાંભળી થોડીવાર માટે વિચારમાં પડી ગયા પણ થોડી પળોના વિચાર બાદ તેમને લાગ્યુ કે પોતાનો નિર્ણય બદલવાની કોઈ જરૂર નથી અને ફિલ્મ એક વાર ડિરેક્ટ કરવામાં કંઈ જ ખોટુ નથી. અને આશા પારેખને હિરોઈન તરીકે સાઈન કરી મનોજ કુમારે ફિલ્મનું શૂટીંગ શરૂ કર્યુ. ફિલ્મ એટલી સુંદર બની, લોકોએ એટલી વખાણી કે રિલીઝ બાદ રાજ કપૂરે મનોજને કહ્યું કે, 'આજ તક રાજ કપૂર કી હરિફાઈ ખૂદ રાજ કપૂર સે હી થી પર આ જ લગતા હૈ કી મુઝે કોમ્પિટ કરને કે લિયે કોઈ ઔર મિલ ગયા હૈ, જો એક્ટીંગ ઔર ડિરેક્શન દો નો એક સાથ કર સકતા હૈ.અને ત્યાર બાદ તો મનોજ કુમારે અનેક ફિલ્મો બનાવી જેમાં પૂરબ ઔર પશ્ચિમ, શોર, રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ જેવી ફિલ્મોને ગણાવી શકાય. 
મનોજ કુમાર જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યા હતા તે સમય દરમિયાન પ્રાણ સાહેબ તેના ખૂબ સારા મિત્ર હતા, અને મનોજ કુમારે જ્યારે પ્રાણ સાહેબને આ ફિલ્મની કહાની સંભળાવી અને તેમને ફિલ્મમાં રૉલ ઓફર કર્યો ત્યારે પ્રાણે કહ્યું કે હું એક વિલન તરીકે, નેગેટીવ રૉલ કરવા માટે પ્રખ્યાત છું અને લોકોમાં મારી આ જ રીતની ઈમ્પ્રેશન છે. તમે કહો છો તે પાત્રમાં લોકો મને નહીં સ્વીકારે અને મને ડર છે કે મારે કારણે તમારી ફિલ્મ પિટાઈ જશે. ત્યારે મનોજ કુમારે કહ્યું કે, 'આપ ભલે હી આજ તક નેગેટીવ રૉલ કરતે  રહે હોપર મુઝે મેરી ફિલ્મ મેં યે રૉલ આપ કે આસ હી કરવાના હૈ. ઔર ઓડિયન્સ આપકા યે નયા લૂક દેખ કર આપકા કામ બહોત સરાહેગી યે મેરા વિસ્વાસ હૈ.મનોજ કુમારની  વાત સાંભળી પ્રાણ સાહેબ ઉછળી પડ્યા અને તેમણે કહ્યુ કે, 'ઠીક હૈઆપ મુઝે હિન્દી સિનેમા મેં એક નયા રૂપ દેને જા રહે હૈ, મેં આપકી ફિલ્મ મેં યે રૉલ જરૂર કરૂંગા ઔર ઇસ કે લિયે મેરી ફી કે તૌર પે મેં સિર્ફ એક રૂપિયા લૂંગા. અગર મેરી યે શર્ત મંજૂર હૈ તો મેં કામ કરને લિયે તૈયાર હું.' અને રીતે મનોજ કુમારની ફિલ્મ ઉપકારમાં પ્રાણ સાહેબે માત્ર એક રૂપિયામાં કામ કર્યુ હતું. જ્યારે કે આ સમય દરમિયાન પ્રાણ સાહેબને ફિલ્મોમાં વિલનના રૉલ માટે એક હીરો કરતા પણ વધુ મહેનતાણું ચૂકવવામાં આવતુ હતુ. અને આ ફિલ્મથી જાણીતા વિલન પ્રાણને કેરેક્ટર રૉલની નવી પહેચાન મળી.

ગામડાનો એક સીધો સાદો યુવાન છે ભારત (મનોજ કુમાર) જે પોતાના નાના ભાઈને ભણાવવા માટે બધા જ બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. અને નાનો ભાઈ (પ્રેમ ચોપરા) જે વિદેશથી પોતાનું ભણતર પૂરું કરી પાછો ફરે છે તે સ્વાર્થી થઈ ગામની મિલકતમાંથી પોતાનો ભાગ માગે છે. પણ ૧૯૬૫માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય છે ત્યારે ભારત  યુધ્ધમાં લડવા જાય છે અને તે સમયમાં પ્રેમ ચોપરા તેના અંકલ ચરનદાસ (મદન પુરી) અને બીજા સાથીઓ સાથે કાળા બજાર અને દવાઓના વિચાણ દ્વારા તગદો નફો કમાઈ લેવાની ગોઠવણ કરે છે. આ તરફ દુશ્મનોને હરાવી ભારત યુધ્ધથી પાછો ફરે છે અને ત્યાં જ પ્રેમ ચોપરા તેની કાળા બજારીને કારણે પોલિસના હાથે પકડાઈ જાય છે. અને તે પોલિસ ઓફિસર ભારતની પત્નીનો ભાઈ એટલે કે જ સાળો હોય છે. ફિલ્મમાં હિરોઈન તરીકે આશા પારેખને એક ડૉક્ટર તરીકે દેખાડવામાં આવી છે જે ફિલ્મના માધ્યમથી ફેમિલી પ્લાનિંગને પ્રોત્સાહન આપતી હોય છે. અને આ બધાની વચ્ચે ભારત જે રીતે પોતાના ભાઈ, પોતાની જમીન, ખેતરો વગેરે બચાવવા માટે સંજોગો સાથે બાથ ભીડે છે તેને કારણે ભારતનું પાત્ર દર્શકોની વાહ વાહ લૂટી જાય છે. 
ફિલ્મનું મ્યુઝિક કલ્યાણજી-આનંદજીએ આપ્યુ હતુ પણ ગીતો એક કરતા વધુ ગીતકારે લખ્યા હતા. કોમર જલાલાબાદી, ઈન્દીવર અને ગુલશન બાવરાની સાથે પ્રેમ ધવને પણ ફિલ્મ માટે ગીતો લખ્યા હતા. પ્રાણ સાહેબના મોઢે જે ગીત ફિલ્મમાં સતત સંભળાય છે 'કસમે વાદે પ્યાર વફા સબ...' લખ્યુ હતુ ઈન્દીવર સાહેબે અને ઉપકાર ફિલ્મનું ટ્રેડમાર્ક ગીત 'મેરે દેશ કી ધરતી...' લખ્યુ હતુ ગુલશન બાવરાએ. મનોજ કુમારની ડિરોક્ટોરીયલ ડેબ્યુ ફિલ્મ ઉપકારને અનેક ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા જેમાં ફિલ્મ ફેર બેસ્ટ ફિલ્મ એવોર્ડ, બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ, બેસ્ટ સ્ટોરી એવોર્ડ અને બેસ્ટ ડાયલોગના એવોર્ડ મનોજ કુમારને મળ્યા. સાથે  બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ પણ પ્રાણ સાહેબને મળ્યો હતો. અને ગીત 'મેરે દેશ કી ધરતી...' માટે ગુલશન બાવરાને બેસ્ટ લીરીસિસ્ટનો  પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લાસ્ટ કટ ; મનોજ કુમારની ઉપકાર નેશનલ ફિલ્મ એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી અને તેને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા પણ ખરાં. પણ આ એવોર્ડ દરમિયાન બન્યુ એવું કે ઉપકાર અને એક બંગાળી ફિલ્મ માટે ટાઈ થઈ ગઈ. અને તે સમય દરમિયાન એવી પોલિસી હતી કે બે ફિલ્મો વચ્ચે અગર ટાઈ થઈ જાય તો બંને ફિલ્મોને ટ્રોફી આપવામાં આવતી હતી. પણ ખબર નહીં શું થયુ તે ઉપકાર ફિલ્મને ટ્રોફીની જગ્યાએ એક મેડલ માત્ર આપવામાં આવ્યુ.  કારણથી મનોજ કુમાર એવા ગુસ્સે થયા હતા કે તેમણે નક્કી કરી લીધુ કે હવે પછી તેઓ તેમની એક પણ ફિલ્મ નેશનલ એવોર્ડ માટે નહીં મોકલે.


 



Comments (0)