ક્યારેય પણ મિડિયામાં નહીં દેખાતો, કોઈ ફાલતુ ચર્ચામાં નહીં આવતો અને પોતાના કામ માટે ડેડિકેટેડ એવા રાઈટર, ડાયરેક્ટર નિરજ પાંડે મૂળ બિહારના વતની છે. ૧૯૭૩માં જન્મેલા નિરજ માને છે કે લો પ્રોફાઈલ રહી, ચર્ચાઓથી ખોટી વાહ વાહ મેળવવાની ચાહના રાખવા કરતા પોતાના કામ થકી ઓળખ ઊભી કરવી એ વધુ સારૂ છે. ઈન્દિરા ગાંધી એવોર્ડ ફોર બેસ્ટ ફર્સ્ટ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરનો એવોર્ડ મેળવેલી ચૂકેલા નિરજની હમણાં જ ગાલિબ ડેન્જર નામની અન્ડરવર્લ્ડ થ્રીલર નોવેલ લોન્ચ થઈ. નિરજની એક નવલકથા લેખક તરીકે  પહેલી નોવેલ છે. એટલું  નહીં તેની હમણાં અક્ષયકુમાર સ્ટારર એક નવી ફિલ્મ પણ આવી રહી છે 'બેબી'. નિરજ તેમની  પછી આવનારી નવી ફિલ્મને કારણે હમણાં  થોડી ચર્ચામાં રહ્યા હતા. નિરજ બેબી બાદ ભારતિય ક્રિકેટ ટીમના કેપ્ટન એમ.એસ.ધોની પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
નિરજ આમ તો ખૂબ  મિડિયા શાય અને તુરંત જાહેરમાં  આવતા એક એવા ફિલ્મ મેકર છે જે કહે છે કે હું નહીં મારી વાર્તા અને મારૂ કામ લોકો સાહે વાત કરશે. બોલિવુડ પાર્ટીસ કે પેજ થ્રી મિટીંગ્સમાં જવું નિરજને પસંદ નથી. ફ્રાઈ ડે ફિલ્મવર્ક્સ નામની પ્રોડક્શન કંપનીના કો-ફાઉન્ડર નિરજનું કામ આપણે ' વેગ્નસ ડે', 'સ્પેશ્યલ છબ્બીસ' જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. હટકે ફિલ્મ બનાવવા ટેવાયેલા નિરજની મુંબઈની અંધેરીમાં આવેલી ઓફિસની કેબિન પણ ઓફિસની ભીડભાડથી થોડી અલગ બનાવવામાં આવી છે. નાની અમથી લો સિલિંગની એ કેબિનની બારીઓ પર નિરજ કાયમ બ્લેન્ડસ લગાવેલી રાખે છે. તેમની ઓફિસની ગ્રે અને વ્હાઈટ દિવાલ પણ માત્ર ત્રણ ફ્રેમ્સ સિવાય ખાલી  રાખવામાં આવી છે. બે ફ્રેમ્સમાં ફોટોગ્રાફ્સ અને એક ફ્રેમમાં તેમની પહેલી ફિલ્મનું પોસ્ટર બસ બીજી કોઈ ઝાક ઝમાળ નહીં, આટલાથી જ નિરજને સંતોષ છે. તેમના માર્કર બોર્ડ પર તેમણે તેમના આવનારા પ્રોજેક્ટ માટે સેન્સર બોર્ડ સાથે નક્કી થયેલી મિટીંગ્સની તારીખો લખી હોય. 

કલકત્તામાં મોટા થયેલા નિરજ ક્યારેય એક રાઈટર કે ફિલ્મ મેકર તરીકે પોતાનું કેરિઅર બનાવવા નહોતા માંગતા. જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા ત્યાર ક્રિકેટ અને સુકર તેમની પ્રિય રમત હતી અને તેમણે તેમાં આગળ વધવુ હતુ. નિરજનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એટલો હતો કે તેમની કવર ડ્રાઈવ કોઈ માસ્ટર પ્લેયર કરતા પણ વધુ સારી હતી. તેઓ ક્રિકેટના રસિયા હતા. પણ ધીમે ધીમે નિરજના પિતાએ તેમને વાંચવાની આદત પાડી. વી.એસ.નાયપૉલઍયન રેન્ડ અને ગેબ્રિયલ ગારસિયાને વાંચતા વાંચતા નિરજને લીટરેચર પ્રત્યે લગાવ થવા માંડ્યો. અને તેમની ટેનએજમાં જ્યારે તેમણે સ્ટીવન સ્પીલબર્ગ અને ઑરસન વેલેસની મુવીઝ જોઈ ત્યારે તેમને ઈચ્છા થઈ કે તે કંઈક લખે અને તે પડદા પર વિઝયુલ્સ તરીકે સાકાર થાય.   ઉંમર હતી જ્યારે નિરજમાં કંઈક લખવાની અને તેને પડદા પર ઉતારવાની ઈચ્છા જાગૃત થઈ.
નિરજ તેમની તમામ સફળતાનો શ્રેય તેમના પિતાને આપતા તેમના વાક્યો યાદ કરે છે અને કહે છે, 'મારા પિતા હંમેશા મને કહેતા કેમાત્ર સફળતા હંમેશા ખૂબ બોરીંગ અને ઓવર રેટેડ હોય છે. જ્યારે કે નિસ્ફળતા પછી મેળવેલી સફળતા હંમેશા વધુ ઊંડાણપૂર્વકની, કાયમી અને આનંદદાયક હોય છે.' નિરજની જિંદગીમાં કંઈક આ જ રીતનું બન્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઈનસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાંથી નિરજને જાકારો આપવામાં આવ્યો જ્યારે દૂરદર્શન અને ઝી ટી.વી.ના કાર્યક્રમોમાં તેમને ધારી સફળતા નહીં મળી. અને નિરજ હિન્દી સિનેમામાં તક મેળવવા માટે મુંબઈ આવી ગયા. મુંબઈ આવી તેમણે એક તક મેળવવા માટે અને જગ્યાએ પ્રયત્નો કરવા માંડ્યા. પણ દિવસો વિતતા ગયા છતાં નિરજને તક નહોતી મળી રહી. ધીમે ધીમે એવું થવા માંડ્યુ કે મુંબઈમાં તેને જેટલા લોકો ઓળખતા હતા તેમા ના એંસી ટકા લોકોએ નિરજના કોલ રિસીવ કરવાના બંધ કરી દીધા. નિરજે પહેલી ત્રણ ફિલ્મો લખી તે ક્યારેય બની શકી લોકોએ ક્યાં તો ફિલ્મની સ્ટોરી વાંચી અને ના કહી દીધી, ક્યાં ડબ્બામાં ફેંકી દીધી અથવા ક્યારેક એવું થયું કે ફિલ્મ શરૂ થઈ અને કોઈ પણ કારણ વગર બંધ કરે દેવામાં આવી. આખરે આ બધી જ પરિસ્થિતિથી હાર્યા વગર નિરજે ફિલ્મ્સ લખવાનું ચાલૂ રાખ્યુ અને તેમણે ચોથી ફિલ્મ લખી જે હતી, ' વેગ્નસ ડે' નિરજ એ દિવસોને યાદ કરતા કહે છે, 'મને  દિવસોમાં પણ ખબર હતી કે આ બધી  હાડમારી વેઠીને પણ હું શું મેળવી રહ્યો છું અને મને ખબર હતી કે તમારે તમને જોઈએ છે તે કામ કરવું હોય તો તેની એક ચોક્ક્સ કિંમત ચૂકવવી પડે છે.' સાથે જ તેઓ ઉમેરે છે, 'એવું ઘણી વખત બન્યુ છે કે કેટલાંય કહેવાતા ઈન્ડસ્ટ્રીના મોટા માણસોએ તેમને રિજેક્ટ કર્યા, તેમનો મારે વિશે કંઈક અલગ ઓપિનિયન હતો અને હવે આજે તેઓ મને મળવા આવે છે ત્યારે તેમનો અલગ ઓપિનિયન હોય છે. પણ આ જ નિંદગી છે.'

નિરજ પાંડેની હમણાં સુધી આવી ચૂકેલી ફિલ્મોમાં જેમણે કામ કર્યુ છે તેવા અનુપમ ખેરને પણ જ્યારે નિરજ પહેલી વાર ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે એટલો વિશ્વાસ નહોતો કે આ છોકરો કોઈ સારી ફિલ્મ બનાવી શકશે, એમાં પણ વેગ્નસ ડે ફિલ્મની કહાની બીજી કમર્શિયલ ફિલ્મો કરતા હટકે હતો. અનુપમ આ ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે તે સાથે જ તેઓ બીજી બે ફિલ્મોના પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા હતા. અનુપમને લાગતુ કે નિરજ એરોગન્ટ છે. પણ તે નિરજ સાથે કામ કરવા માંડ્યા ત્યારબાદ તેમના દિમાગમાં નિરજ માટે ઘડાયેલી ઈમપ્રેશન બદલાવા માંડી અને ત્યારબાદ તો તેમણે વેગ્નસ ડે હિટ થાય તે માટેના પણ બનતા પ્રયત્નો કર્યા.
નિરજની કામ કરવાની રીત બીજા રાઈટર્સ કરતા કંઈક અલગ રીતની છે. સામાન્ય રીતે તેઓ રાતના સમય દરમિયાન તેમના લખાણની નોટ્સ તૈયાર કરી નાખે છે અને ત્યારબાદ સવારે ઊઠી દિવસ દરમિયાન તે લખી નાખે છે. નિરજ લગભગ તેમનું સ્ક્રીપ્ટ રાઈટીંગનું કામ એક સપ્તાહ જેટલા ટૂંકા સમયમાં પૂર્ણ કરી નાખે છે. તેઓ કહે છે કે, 'હું લખવા બેસુ તે પહેલાં જ મારા લખાણના મોટા ભાગનો હિસ્સો મારા દિમાગમાં શોર્ટ આઉટ કરી લઉં છું અન ત્યારબદ  લખવા બેસું છું. જેથી ત્યાબાદ સ્ટોરીમાં જે ફ્લો આવે તે સ્વાભાવિક રીતે આવતા જાય.' નિરજ માને છે કે તેમના એક આઈડિયા કે કામની પાછળ લગભગ બસો માણસો એક સાથે કામે લાગ્યા હોય છે આથી તે ચોક્ક્સ હોવા જોઈએ કે તેમને શું જોઈએ છે અને તેમની સાથે કામ કરતા કલાકાર કે બીજા લોકો પાસે તેઓ શું કરાવવા માંગે છે જેથી તે બસો માણસોનો સમય અને એનર્જીનો બગાડ નહીં થાય. સામાન્ય રીતે સત્યઘટના આધારિત ફિલ્મો લખતા અને બનાવતા નિરજ પાંડે કહાનીનું મૂળ જે તે સત્ય ઘટના પરથી લે છે અને ત્યારબાદ તેમાં પોતાને કલ્પના શક્તિ દ્વારા સુધારા વધારા કરી તેને ફિલ્મના પડદે લોકો સમક્ષ મૂકે છે. ક્રિએટીવ કામ કરવામાં અને છાશવારે મિડિયા સામે નહીં દેખાતા નિરજ તેમની જિંદગી વિશે કહે છે કે, 'માય લાઈફ ઈઝ જસ્ટ નોટ ધેટ ઈન્ટરેસ્ટીંગ.'


Comments (0)