નાસીર હૂસેન એક ફિલ્મનો પ્લોટ લઈ સુપર સ્ટાર દેવ આનંદ અને તેના
ભાઈ ડાયરેક્ટર વિજય આનંદ
પાસે ગયા. નાસીર ચાહતા હતા કે બંને ભાઈ તેમના આ ફિલ્મના પ્લોટને સાંભળે. તેમની આ ઈચ્છા
પાછળનો મુખ્ય આશય એ હતો કે દેવ આનંદ
આ
ફિલ્મમાં હીરો તરીકે કામ કરે અને વિજય આનંદ તેમને ડિરેક્ટ કરે. પણ દેવ આનંદના બિઝી શૂટીંગ શિડ્યુલને કારણે આ મિટીંગ થઈ ન શકી, નાસીર સાહેબે દેવ સાહેબની ઓફિસથી પાછા આવી રહેવું પડ્યુ.
અને પાછા ફરતી વખતે નાસીર
હૂસેને
વિચાર કર્યો કે બંને ભાઈઓને ફરી મળવાનું થાય ત્યાં સુધીમાં તેમણે ફિલ્મની આખી કહાની લખી
કાઢવી જોઈએ. આખોય પ્લોટ નાસીર સાહેબના દિમાગમાં બરાબર ગોઠવાઈ ગયો હતો આથી તેમને ફિલ્મ લખતા વાર નહીં લાગી અને આખી ફિલ્મ લખી નાખ્યા બાદ તેમણે ફરી એક્ટર અને ડિરેક્ટર ભાઈઓને મળવાનું નક્કી કર્યુ. નાસીર હૂસેન દેવ અને વિજય આનંદને આ જે ફિલ્મ માટે મળ્યા તે ફિલ્મ હતી તીસરી મંઝીલ. તેમણે ફિલ્મની કહાની સંભળાવી બંને ભાઈઓને તે ખૂબ પસંદ પણ પડી અને દેવ આનંદે કહ્યુ, 'કહાની તો બહોત અચ્છી હૈ.' નાસીર દેવ સાહેબના આવા રિએક્શનથી ખૂશ થઈ ગયા અને તેમણે પોતાના મનની વાત કહી દીધી. 'દેવ મેં ચાહતા હૂં કે આપ ઈસ ફિલ્મ મેં કામ કરે ઔર ગોલ્ડી ડિરેક્ટ કરે.' પણ દેવ આનંદના પહેલેથી જ ઘણાં કમીટમેન્ટ હતા અને તેની
વચ્ચે દેવ આનંદ આ ફિલ્મ પણ સ્વીકારે તો શૂટીંગ શિડ્યુલ અને રિલીઝ ખૂબ લંબાઈ જાય તેમ હતુ. આથી બીઝી શીડ્યુલને કારણે તેમણે ફિલ્મની કહાની
પસંદ આવી હોવા છતાં ના કહી દીધી. પણ ગોલ્ડી (વિજય આનંદ) નાસીર હુસેનની આ
ફિલ્મ ડિરેક્ટ કરવા માટે તૈયાર થઈ ગયા.
ગોલ્ડીની તો હા આઈ ગઈ પણ નાસીર હૂસેનની અને ફિલ્મની કહાનીની પહેલી પસંદ હતી
દેવ આનંદ. અને તેઓની ના આવવાને કારણે નાસીર હુસેન સામે હીરોને લઈને પ્રશ્ન હતો. નાસીર ફિલ્મની
સ્ક્રીપ્ટ લઈ શમ્મી કપૂર પાસે પહોંચી ગયા. સ્વાભાવિક
રીતે નાસીર સાહેબની બીજી પસંદગી શમ્મી કપૂર જ હોય કારણ કે શમ્મી ક્પૂર આ પહેલા નાસીર સાહેબની બે
ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. એક હતી ૧૯૫૭ની 'તુમસા
નહીં દેખા' અને બીજી હતી ૧૯૫૯ની 'દિલ દે કે દેખો.' દેવ આનંદની ના આવવાને કારણે નાસીર હુસેને
શમ્મીજીને જ હીરો તરીકે લેવાનું નક્કી
કરી
લીધુ. શમ્મી કપૂર પણ નાસીર સાહેબ સાથે કામ કરવા અને આટલી સરસ કહાની પર કામ કરવા રાજી થઈ ગયા હતા. પણ તેમને ખબર
હતી કે આ ફિલ્મ પહેલા દેવ આનંદ કરવાના હતા. આથી નાસીરજીએ જ્યારે આ અંગે શમ્મી કપૂરને વાત કરી ત્યારે શમ્મી કપૂરે સૌપ્રથમ તેમને કહ્યું કે, 'મુઝે યે રૉલ બહોત પસંદ હૈ ઔર મુઝે કરને મેં કોઈ દિક્કત ભી નહીં હૈ પર આપતો જાનતે
હૈ કે યે ફિલ્મ પહેલે દેવ સાહેબ કર રહે થે તો ઉનકી ફિલ્મ
મેં કૈસે હાથ મેં લે સકતા હૂં
?' ત્યારે
નાસીર હૂસેને આખીય વાત તેમને સમજાવી.
છતા શમ્મીજી પોતાના સિનીઅર આર્ટીસ્ટના પેંગળામાં પગ નાખવા નહોતા માંગતા. આથી તેમણે નાસીરજીને કહ્યું, જો દેવ સાહેબ ખૂદ તેને કહે કે તેઓ આ ફિલ્મ નથી કરી રહ્યા અને હૂં એ
ફિલ્મ કરૂં તો તેમને વાંધો નથી તો જ તે આ ફિલ્મ લઈ શકે. નહીં તો દેવ સાહેબની ફિલ્મ તેઓ હાથમાં લઈ લે તેવી હિંમત કરવા તેઓ તૈયાર નથી. આખરે દેવ આનંદે શમ્મી કપૂરને લીલી ઝંડી આપી અને
શમ્મીજીએ રૉલ સ્વીકારી લીધો. હવે જ્યારે હીરો તરીકે શમ્મી કપૂર હોય તો ફિલ્મની હિરોઈન પણ કોઈ એવી જ
છોકરીને સિલેક્ટ કરવી પડે જેની જોડી ઓન સ્ક્રીન
શમ્મી કપૂર સાથે જામતી હોય.
અને લોકો તેને શમ્મીની હિરોઈન તરીકે જોવી પસંદ પણ કરતા હોય.
૧૯૫૯માં ફિલ્મ 'દિલ દેકે દેખો'થી તેમણે આશા પારેખને લોન્ચ કરી હતી અને તે પણ શમ્મીજી સામે
જ. અને આ ફિલ્મમાં બંનેની જોડી લોકોએ
ખૂબ
વખાણી હતી. આથી આશા પારેખને હિરોઈન તરીકે સાઈન કરી લેવામાં આવ્યા અને ફિલ્મ તીસરી મંઝીલ ફ્લોર પર આવી.
ડાયરેક્ટર, હીરો અને હિરોઈન નક્કી થઈ ગયા. પ્રોડ્યુસરતો ખૂદ કહાનીના લેખક નાસીર હૂસેન જ હતા. ગીતકાર તરીકે મજરૂહ સુલ્તાનપુરીને નાસીરજીએ પહેલેથી જ
વાત કરી લેધી હતી. હવે વાત અટકી હતી મ્યુઝિક
ડાયરેક્ટર પર. નાસીર હૂસેને સચીન દેવ બર્મનના દીકરા આર.ડી બર્મનને ચાન્સ આપવાનું નક્કી કર્યુ. પણ
આર.ડીએ તેમની આ પહેલાની ફિલ્મોમાં જે મ્યુઝિક આપ્યુ હતુ તે સારૂ હોવા છતાં તેની લોકોએ કોઈ ખાસ નોંધ લીધી નહોતી.
તે સિવાય સચીનદાના દીકરા હોવા છતા પણ આર.ડી પોતે હજૂ ઈન્ડસ્ટ્રીમાં નવા હતા આથી શમ્મી કપૂર
નાસીર હૂસેનના આ નિર્ણયથી ખાસ ખૂશ નહોતા. તેઓ ચાહતા હતા
કે ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર તરીકે નાસીર શંકર-જયકિશનની
જોડી વાળા શંકરસિંહ રઘુવંશીને સાઈન કરે. કારણ કે શમ્મી કપૂરને લાગતુ હતુ કે શંકરસિંહ તેમની રીધમ, તેમના
ડાન્સ અને તેમની શૈલીને બરાબર પકડી શકે છે. આથી તેમણે તેમની
નારાજગી નાસીર સાહેબ સામે રજૂ કરી. નાસીર હૂસેને
કહ્યુ કે, 'આર.ડી આચ્છા લડકા હૈ, ઔર અચ્છા મ્યુઝિક બનાતા હૈ,
એક
બાર ઉસકા કામ દેખ તો લે અગર ઉસકે બાદ નહીં પસંદ આયા તો સોચેંગે. અને ત્યારબાદ આર.ડી. બર્મને પહેલું ગીત
રેકોર્ડ કરી એક દિવસ શમ્મી કપૂર, નાસીર હૂસેન અને મજરૂહ સુલ્તાનપુરીને
સ્ટુડિયોમાં તેમનું ગીત સંભળાવવા માટે બોલાવ્યા. અને તે ગીત હતુ 'આજા
આજા મેં હું પ્યાર તેરા...' આ તરફ આર.ડી.ના સાજીંદા ગીત વગાડી રહ્યા હતા પણ આર.ડીનું ધ્યાન
તેમની તરફ નહોતું એ તો એકધારૂ શમ્મી કપૂર તરફ જોઍ રહ્યા હતા. અને આર.ડીનું આ પહેલું જ ગીત સાંભળી શમ્મી ઝૂમી ઉઠ્યા. તે એટલા ખૂશ થઈ ગયા કે તેમણે આર.ડીને ગળે વળગાડી લેતા કહ્યું, ''આર.ડી યે ફિલ્મ કે મ્યુઝિક સે તુમ ઈસ ઈન્ડસ્ટ્રી મેં એક નયા દૌર, નયા મ્યુઝિક લાઓગે. દેખના ઇસકે બાદ લોગ તુમ્હારે યે
મ્યુઝિક કી કોપી કરેંગે !' આ તરફ નાસીર હૂસેન અને મજરૂહ સુલ્તાનપુરી પણ ગીત સંભળી ખૂબ ખૂશ હતા.
અનિલ કુમાર 'સોના' (શમ્મી કપૂર) જે હૉટેલમાં નિયમીત એક મ્યુઝિશ્યન તરીકે 'રોકી'ના નામથી પર્ફોમ કરે છે તે જ હૉટેલના ત્રીજા માળ પરથી રૂપા નામની
એક યુવાન છોકરીને પડી
જતા જૂએ છે. રૂપાની નાની બહેન સુનિતા (અશા પારેખ)નું માનવુ છે કે તેની બહેન રૂપાનો રોકી સાથેનો પ્રેમ સંબધ તૂટી જવાને કારણે આત્મહત્યા કરી લીધી છે. સુનિતા ગુનેહગારને સજા અપાવવાના આશયથી હૉટેલમાં આવે છે અને ત્યાં તે અને અનિલ એકબીજાના
પ્રેમમાં પડી જાય છે. પણ હવે અનિલને સમજાતુ નથી કે તે સુનિતાને કઈ રીતે કહે કે અનિલ અને રોકી બંને તે પોતે જ છે. આખરે અનિલ તેના અંકલની
મદદ લે છે અને તેમના દ્વારા
સુનિતા અને તેના પિતાને
ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ પોલિસ ડિક્ટેક્ટીવ જાહેર કરે છે કે રૂપાએ આત્મહત્યા નથી કરી બલ્કે તેને
કોઈકે ધક્કો મારી પાડી નાખી
હતી. મતલબ કે તેનું ખૂન કરવામાં આવ્યુ હતુ. અને રૂપાના હાથમાં એક શર્ટનું કિમતી બટન પણ
પોલિસને મળ્યુ છે. અહીં કહાનીનું સસ્પેન્સ બરાબર ઘેરાઈ છે. શું રૂપાનો
ખૂની રમેશ નામનો એ વ્યક્તિ હશે જે તેના રોકી સાથેના
સંબંધથી જેલસ હતો, કે પછી ડાન્સર રૂબી
હશે જે અસલિયતમાં મનોમન રોકીને ચાહતી
હોય છે. અને ફિલ્મના અંતમાં
સાચા ખૂની પરથી પડદો પડે છે. આખીય વાર્તાને
નાસીર સાહેબે અને ગોલ્ડીએ એટલી સુંદર રીતે વણી છે કે ફિલ્મની એક પણ ફ્રેમ આપણું ધ્યાન ચૂકવા
નથી દેતી.
તીસરી મંઝીલનું જ્યારે શૂટીંગ ચાલતુ હતુ ત્યારે જ શમ્મી કપૂરના
જીવનમાં એક અણધારી ઘટના ઘટી ગઈ.
ફિલ્મનું ગીત 'તુમને મુઝે દેખા...'નું શૂટીંગ શરૂ થવાનું જ
હતુ અને તે પહેલાં જ
તેમની પત્ની ગીતા બાલીનું મૃત્યુ થઈ ગયુ હતુ. પણ શમ્મીજીએ તેમ છતા ફિલ્મના શૂટીંગ
શિડ્યુલને હાનિ નહીં થાય તે ધ્યાન રાખી
ગીતનું શૂટીંગ અટકાવ્યુ નહોતુ. ગીતના શૂટીંગની જ બીજી એક વાત પણ રસપ્રદ છે.
ફિલ્મમાં એક ગીત આવે છે 'ઓ મેરે સોના રે સોના
રે સોના...' શમ્મીજીના ફિલ્મી
કરિઅરમાં આ પહેલું ગીત હતુ જેમાં હીરો
ગુસ્સે થયેલો છે અને હિરોઈન તેને મનાવી રહી છે. હવે આ ગીતનું જ્યારે શૂટીંગ શરૂ થયુ ત્યારે શમ્મી કપૂરને સમજાતુ નહોતું કે ગુસ્સામાં તેઓ કૅમેરા સામે કઈ રીતે ટેક આપે મતલબ કે તેમણે
ગીત દરમિયાન કરવું શું. આથી તેમણે ડાયરેક્ટર
વિજયા આનંદને સજેશન આપ્યુ કે તે એક
હેન્ડ બેગ અગર હાથમાં લઈ લે તો તેનો પ્રોપ તરીકે ઉપયોગ કરી શકે અને બેગ સાથે તે વ્યસ્ત છે તેવું દેખાડી શકાય. વિજય આનંદને શમ્મી કપૂરનો આ આઈડિયા ગમી ગયો અને
તેમણે શમ્મીજીને હાથમાં એક બેગ લઈ લેવા કહ્યું.
નાસીર હુસેન, મજરૂહ સુલ્તાનપુરી
અને આર.ડી. બર્મનની ટ્રાયોની આ પહેલી
ફિલ્મ હતી અને આ ફિલ્મ બાદ
વર્ષો સુધી આ ટ્રાયોએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. અને તેમની ટ્રાયોની આ પહેલી ફિલ્મ
નાસીર હુસેન પ્રોડક્શનની પણ એક માત્ર ફિલ્મ છે જે નાસીર હુસેન સિવાય કોઈ બીજા
ડાયરેક્ટરે ડિરેક્ટ કરી હોય. પણ ફિલ્મ એટલી હિટ સાબિત થઈ હતી કે ઈન્ડિયા ટાઈમ્સ મુવી રેન્કમાં આ ફિલ્મ 'મસ્ટ વોચ બોલીવુડ ફિલમ્સ'ની ટોપ ૨૫ની યાદીમાં મૂકવામાં આવી છે.
લાસ્ટ કટ ; તીસરી મંઝીલ ફિલ્મથી
જ એક ભવિષ્યના ફિલ્મ રાઈટર અને ડાન્સર વચ્ચેની રિઅલ
લાઈફ લવ
સ્ટોરીની શરૂઆત થઈ હતી અને તે જોડી હતી સલીમ ખાન અને ડાન્સર હેલન. ગીત 'ઓ
હસીન ઝૂલ્ફોં વાલી'માં ડ્રમ વગાડતો જે છોકરો દેખાય છે તે જ સલીમ-જાવેબની
રાઈટર બેલડીમાં ના સલીમ ખાન હતા.
12/18/2014 10:32:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 12.12.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)