એ જ  મધ્યમવર્ગના બીજા એક વિષય પર બાસૂ ચેટર્જીએ બનાવેલી ખૂબ ઉમદા લાઈટ હાર્ટેડ ફિલ્મ 'છોટી સી બાત' ૩૧મી ડિસેમ્બર ૧૯૭૫ના દિવસે રિલીઝ થઈ. એટલે કે વર્ષના છેલ્લા દિવસે. બાસૂ દા જ્યારે 'છોટી સી બાત' બનાવવા વિચારી રહ્યા હતા ત્યારે હવે પ્રોડક્શનનો અને બીજા ખર્ચનો પહેલા જેવો પ્રશ્ન નહોતો રહ્યો. કારણ કે બાસૂ દા તેમની આગલી ફિલ્મો દ્વારા સાબિત કરી ચૂક્યા હતા કે ડિરેક્ટર નાના બજેટમાં સારી ફિલ્મો બનાવે છે, જે સારો ધંધો કરે છે અને તેને કારણે ફિલ્મનો પ્રોડ્ક્શન ખર્ચ કાઢ્યા બાદ પણ સારી કમાણી થાય છે. આથી બાસૂ દાએ જ્યારે ફિલ્મ 'છોટી સી બાત'નો પ્લોટ પ્રોડ્યુસર બી.આર. ચોપરાને સંભળાવ્યો ત્યારે બી.આર તરત ફિલ્મ બનાવવા માટે તૈયાર થઈ ગયા. ફિલ્મના ડાયલોગ્સતો બાસૂ દા લખવાના હતા, અને સ્ટોરી પણ તેમણે લખવાની હતી, પરંતુ સ્ટોરી, ડાયલોગ અને સ્ક્રીન પ્લે ત્રણે વસ્તુ એક્ સાથે લખતા વાર લાગે તેમ હોય તેમણે સ્ટોરી રાઈટીગમા ધરદ જોશીને સાથે લીધા.


બાસૂ દાની ફિલ્મ છોટી સી બાત મૂળ ૧૯૬૦મા આવેલી બ્રિટીશ કોમેડી ફિલ્મ 'સ્કુલ ઓફ સ્ક્રાઉન્ડ્રલ્સ' પરથી બનાવવામાં આવી હતી. જો કે તે બ્રેટીશ ફિલ્મ પાછી મૂળ સ્ટીફન પોટર દ્વારા લિખિત પુસ્તકો 'ગેમ્સમેનશીપપરથી બનાવવામાં આવી હતી. પણ આ ફિલ્મ પછી સાવ સામાન્ય કદ કાઠીવાળા, સાવ નમાલા દેખાવના એક છોકરાને નવી ઓળખ મળી ગઈઆપણા હિન્દી સિનેમા જગતમાં કમ સે કમ હિરો બનવા માટે તો ઍક્ટીંગની સાથે સાથે સારો દેખાવ અને ઓછામાં ઓછુ સપ્રમાણ શરીરની તો ત્યારે પણ જરૂરીયાત હતી . અને તેવા સમયે ધરમેન્દ્ર, અમિતાભ બચ્ચન, શશી કપૂર વગેરેના સિક્કા ચાલતા હતા. અને આવા સમયે અમોલ પાલેકર જેવા સાવ સામાન્ય દેખાતા છોકરાના કોઈ ચાન્સ નહોતા કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક હિરો તરીકે પોતાની કરિઅર બનાવી શકે. પણ બાસૂ દાએ અમોલન તેમની ફિલ્મમાં હિરો તરીકે લેવાનું નક્કી કર્યુ અને ફિલ્મબાદ અમોલની ગણતરી એક સામાન્ય પાત્રમાંથી પણ નેચરલ કોમેડી કરી શકતા એક્ટર તરીકે થવા માંડી.    
અમોલ પાલેકર, વિદ્યા સિંહા, અસરાની અને અશોક કુમારને મુખ્ય પાત્રમાં દર્શાવતી છોટી સી બાતમાં એક ગીત માટે ધરમેન્દ્ર અને હેમા માલિનીએ પણ કામ કર્યુ હતુ અને અમિતાભ બચ્ચને પણ તે સમયે અશોક કુમાર પાસે સલાહ લેવા આવતા એક સ્ટાર તરીકેની નાની ભૂમિકા કરી ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે બાસૂદાની ફિલ્મમાં કામ કર્યુ હતુ. છોટી સી બાત એક એવી ફિલ્મ છે કે જેમાં મુખ્ય પાત્રોની સાથે સાથે મહેમાન કલાકારોના કામ કર્યા પાછળની પણ અનોખી કહાની છે. ફિલ્મ છોટી સી બાત રિલીઝ થઈ હતી ૧૯૭૫ના અંત ભાગમાંઅને તેના એક  વર્ષ પહેલા અમિતાભની ફિલ્મ ઝંઝીર આવી હતી. સ્ટ્રગલ કરતા અમિતાભની આ ફિલ્મ હિટ થઈ ગઈ અને તે રાતો રાત સ્ટાર બની ગયો. ૧૯૭૪૭ની ઝંઝીર પ્રોડ્યુસ કરી હતી બી. આર. ચોપરાએ અને હવે છોટી સી બાત પણ બી. આર. ચોપરા બનાવી રહ્યા હતા. આથી પોતાને પહેલી હિટ આપનારા પોતાના પ્રોડ્યુસરને અમિતાભ તે સમયે આટલા નાના રૉલ માટે ના નહી શક્યો અને તેણે એક ગેસ્ટ એપીરિઅન્સ ફિલ્મમાં આપ્યોએટલું  નહીં ફિલ્મનું એક ગીત ધરમેન્દ્ર અને હેમા માલિની પર ફિલ્માવામાં આવ્યુ, ગીત હતુ 'જાનેમન જાનેમન...' માત્ર એક ગીત માટે ધરમેન્દ્ર અને હેમાને તેમના બિઝી શિડ્યુલમાં હા પડાવવી મુશ્કેલ હતીપરંતુ હેમાના મા જયા ચક્રવર્તી ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં ખૂબ મદદ કરી હતી આથી એક ગીત માટે પણ બાસૂ દાએ તેમને કહ્યુ અને એક વખત હેમાની હા થાય પછી ધરમેન્દ્રની તો હા થઈ સમજો વાત બાસૂ દા ભલીભાંતી જાણતા હતા. સિવાય પણ બાસૂ દા કલાકારોનો અને તેમની ફિલ્મનો પોતાની ફિલ્મ માટે ખૂબ સારો ઉપયોગ કર્યો હતો. જ્યારે અરૂણ (અમોલ પાલેકર) અશોક કુમાર પાસે ટ્રેનિંગ લેવાન આશયથી જાય છે ત્યારે જે બસમાંથી ઉતરે છે તે બસ પર ફિલ્મના પોસ્ટર તરીકે પણ ઝંઝીરનું જ પોસ્ટર લગાવવામાં આવ્યુ હોય છે અને તે જ ફિલ્મનો હિરો ત્યારબાદ અરૂણને અશોક કુમાર પાસે મદદ લેવા આવેલો દેખાડાય છે સિવાય હમણાં ફિલ્મોને જે રીતે કમર્શિયલી સફળ બનાવવા માટે અનેક પ્રકારના નુસખાઓ વાપરવામં આવે છે તેની સરખામણીએ બાસૂ ચેટર્જીએ તેમની આ ફિલ્મ માટે તે સમયે જે આઈડિયા વાપર્યો હતો તે માનવામાં પણ આવે તેવો છે. માત્ર એક ગીતમાં ધરમેન્દ્ર અને હેમા દેખાવાના હોવા છતાં બાસૂદા જ્યારે ફિલ્મનું પોસ્ટર તૈયાર કરાવ્યુ ત્યારે તેના પર મોટા મોટા ફોટા ધરમેન્દ્ર અને હેમાના બનાવવામાં આવ્યા અને અમોલ પાલેકર તથા વિદ્યા સિંહાનો ફોટા તે પોસ્ટરમાં નાના દેખાડવામાં આવ્યા હતા. જેથી પોસ્ટર જોઈ દર્શકો ધરમેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ ચે તેમ માની સિનેમા ઘરોમાં જોવા આવે અને ફિલ્મ હિટ થઈ જાય. બાસૂ દાનો આઈડિયા કામ કરી ગયો. લોકો ફિલ્મ જોવા આવ્યા ખરા અને ધરમેન્દ્ર અને હેમાને એક માત્ર ગીતમાં  જોઈ તેમને નવાઈ લાગી પણ ફિલ્મની કહાની અને તેની રજૂઆત એટલી સુંદર હતી કે લોકો ભૂલી ગયા કે તે ધરમેન્દ્ર અને હેમાની ફિલ્મ જોવા આવ્યા હતા
ફિલ્મની હિરોઈન પ્રભાના પાત્રમાં દેખાતી વિદ્યા સિંહા એક એડવર્ટાઈઝમેન્ટ્સમાં કામ કરતી મોડેલ હતી અને તેણે પોતે ફિલ્મી કરિઅર વિશે ક્યારેય સભાન પણે વિચાર્યુ નહોતુ પણ બાસૂદાએ તેના ફોટોગ્રાફ્સ જોયા અને તેમને પોતાની એક ફિલ્મની હિરોઈનના પાત્ર માટે વિદ્યા જચી ગઈ. અને તે ફિલ્મ હતી રજનીગંધા. ત્યારબાદ તેમણે વિદ્યાને છોટી સી બાત મસટે પણ સઈન કરી લીધી. જે રીતે દરેક સામાન્ય ઘરના છોકરાને એક યક્ષ પ્રશ્ન સતાવતો હોય છે તે પ્રશ્ન ફિલ્મ છોટી સી બાતના હિરો અરૂણને પણ સતાવતો હોય છે. અને તે કે પોતાને ગમી ગયેલી છોકરીને ઈમ્પ્રેસ કઈ રીતે કરે અને તેની સાથે વાત કઈ રીતે શરૂ કરે ?  રીતની તદ્દન સમાન્ય કથાવસ્તુને બાસૂ ચેટર્જી  અશોક કુમાર એટલે કે કર્નલના પાત્ર દ્વારા ટ્વીસ્ટ આપે છે. અરૂણ (અમોલ પાલેકરએક સામાન્ય એકાઉન્ટન્ટની નોકરી કરતો છોકરો છે, જેનામાં જરાય આત્મવિશ્વાસ અને હિમ્મત નથી એક દિવસ તે બસ સ્ટોપ પર પ્રભા નારાયણ (વિદ્યા સિંહા) નામની એક છોકરીને જોય છે અને તેને છોકરી સાથે પહેલી નજરે પ્રેમ જાય છે. પરંતુ તે છોકરી સાથે એક વાર વાત પણ કરી શકવાની હિમ્મત હોવાને કારણે તે તેની પાછળ પાછળ ફરવા શિવાય બીજૂં કંઈ  કરી શકતો નથીઅને તે  સમયે નાગેશ (અસરાનીકે જે પ્રભાની ઓફિસમાં  કામ કરતો એક ઓવર સ્માર્ટ છોકરો હોય છે તે પણ પ્રભાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે અને અરૂણને જાણે નાગેશ સાથે પોતાની હરિફાઈ હોય તેમ અને તે હરિફાઈમાં તે હારી રહ્યો હોય તેમ લાગવા માંડૅ છે. શરમાળ અરૂણની સામે નાગેશ પોતાને સ્માર્ટ પુરવાર કરવાની કોશિશ કરતો રહે છે અને પ્રયત્ન કરે છે કે અરૂણ પ્રભાની આસ-પાસ પણ પહોંચવા પામે. આખરે ડેસ્પરેટ થઈ ગયેલાકંટાળી ગયેલા, થાકેલા અરૂણને ગેમ પોતાના હાથમાંથી સરકી રહેલી લાગતા તે ખંડાલાના કર્નલ જુલિયસ નાગેન્દ્રનાથ વિલફ્રેડ સિંઘ પાસે પહોંચી જાય છે. તેમની પાસે તાલીમ લે છે અને એક વેલ કોન્ફિડન્ટ યંગ મેન બની પાછો આવે છે. ત્યારબાદ પ્રભા અને અરૂણની દોસ્તીની શરૂઆત થાય છે જે આખરે પ્રેમમાં પરીણમે છે. આખીય કહાનીમાં બાસૂ દા એક એક સીનમાં તદ્દન લાઈટ હાર્ટેડ કોમેડી મૂકી ફિલ્મને સ્પેશિયલ બનાવી દે છે
ફિલ્મનું મ્યુઝીક બનાવ્યુ સલીલ ચૌધરીએ  પાછળ પણ એક મજેદાર કહાની છે. ફિલ્મનું જાનેમન જાનેમન ગીત ગાયુ હતું સાઉથના ગાયક યસુદાસે. સલીલ દા ઘણા વખતથી યસુદાસ પાસે હિન્દી સિનેમામાં ગીત ગવડાવવા માંગતા હતા આથી તેમણે યસુદાસને તેમની એક ફિલ્મમાં ગીત ગવડાવ્યુ પણ હતુ પણ સંજોગોવસાત તે ફિલ્મ બની નહી શકી અને સલીલ દાનું યસુ દાસ પાસે ગવડાવવાનું સપનું અધુરૂ હતુ અને યસુદાસનું પણ હિન્દી ફિલ્મોમાં ગાવાનુંત્યારબાદ બાસૂદાની  ફિલ્મ માટે સલીલદાને ઓફર આવી અને સલીલ ચૌધરીએ યસુદાસને મારતે ઘોડે મુંબઈ તેડાવ્યા.
છોટી સી બાતને બેસ્ટ એક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ પર્ફોર્મન્સ ઈન કોમિક રૉલ, બેસ્ટ સપોર્ટીંગ રૉલ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ફિલ્મ ફેર નોમિનેશન મળ્યુ હતુ પણ એવોર્ડ માત્ર એક બાસૂ ચેટર્જીને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે મળ્યો હતો.
લાસ્ટ કટ ; બાસૂ ચેટર્જી  ફિલ્મ બનાવી ત્યારે કહેતા હતા, 'હું ક્યારેય લાર્જર ધેન લાઈફ ફિલ્મ બાનાવતો નથી અને તેથી મારી ફિલ્મના હિરોને મેં શર્ટ પણ પહેરાવી રાખ્યો છે જે તે પોતાની નોર્મલ લાઈફમાં પહેરે છે. ફિલ્મ માટે કોઈ સ્પેશ્યલ કોશ્ચ્યુમની ખરીદી કરાઈ નથી.'





Comments (0)