'અગર તમારા પાત્રને રડુ આવે છે અને તમારે તેની લાગણી ભજવવા માટે રડવાનું હોય તો જરૂરી નથી કે તમે તમારા દર્શકને રડીને દેખાડો, જરૂરી એ છે કે તમે તે રૂદન તમારી અંદર ફીલ કરો અને ત્યારબાદ તમારા ચહેરા પર જે ભાવ દેખાશે તે તમારા પાત્રની વાત કે લાગણી દર્શક સુધી પહોંચાડવા માટે પૂરતી છે.' થિયેટર અને ફિલ્મોના એક અદના કલાકાર આદીલ હુસેન વાક્ય કહે છે. આદીલ હુસેન એટલે સુપર હિટ ફિલ્મ 'ઈંગ્લીશ વિંગ્લીશ'માં શ્રી દેવીના પતિના પાત્રમાં, લાઈફ ઓફ પાયમાં ઈરફાનના પિતાના પાત્રમાં કે હમણાં  આવી ગયેલી ફિલ્મ ઝેડ પ્લ્સમાં દેખાયો હતો તે જ.
એકાવન વર્ષના આદીલ હૂસેન મૂળ આસામના છે અને ફિલ્મોની સાથે સાથે  ટી.વી અને થિયેટરના જાણીતા કલાકાર છે. એટલું  નહીં આદીલે ઈન્ટરનેશનલ ફિલ્મ્સ જેવી કે 'રિલક્ટન્ટ ફંડામેન્ટાલિસ્ટઅને 'લાઈફ ઓફ પાય' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. શિક્ષક બાપના ઘરે જન્મેલા સાત સંતાનોમાં સૌથી નાનો આદિલ સ્કુલમાં ભણતો હતો ત્યારથી જ નાટકોમાં ભાગ લેવા માંડેલો. અને અઢાર વર્ષની ઉંમરે આદિલે ગુવાહાટી જઈ ફિલોસોફી ભણવા માટે ઘર છોડી દીધુ. ગુવાહાટીની કોલેજમાં પણ તેણે સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે અને નાટકોમાં કામ કરવા માંડ્યુ. છ વર્ષ સુધી ત્યાં ના ભૈયામામા નામના લોકલ ગૃપમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે કામ કરી તેણે મોબાઈલ થિયેટર જોઈન્ટ કર્યુ. જે અલગ અલગ ગામમાં જઈ નાટકો કરતું હતુ. અને આ જ અરસામાં કેટલીક આસામી અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કરવાનો આદિલને મોકો મળી ગયો. પણ આદિલની ઈચ્છા અભિનય ક્ષેત્રે કઈંક વધુ શીખવાની હતી. આથી જ તેણે ચેરીશ વોલેન્સ ઈન્ડિયા ટ્રસ્ટની સ્કોલરશિપ લઈ લંડનના ડ્રામા સ્ટુડિયોમાં એડમિશન લઈ લીધુ. અને ત્યારબાદ ૧૯૯૦માં તેણે નેશનલ સ્કુલ ઓફ ડ્રામા, દિલ્હીમા પોતાનો અભ્યાસ આગળ વધાર્યો.  જો કે અંગત જિંદગીની બાબતમાં  અભિનેતા બીજા બોલીવુડ એક્ટર કરતા જરા ભિન્ન પ્રકારનો છે. સત્તર વર્ષની ઊંમરથી એકલા રહેવા ટેવાયેલો આદિલ એક અલગારી પ્રકારનો જીવ છે. તે પોતાની મોટર સાયકલ લઈ દેશના ગમે તે ખૂણે ફરવા નીકળી જાય છે, તે ઝાડ નીચે સૂઈ રહી પણ પોતાની રાત વિતાવી લેવા માટે ટેવાયેલો છે. જો કે હવે તે પોતાની પત્ની અને બાળકી સાથે દિલ્હીમાં સેટલ થઈ ગયો છે પણ પ્રકારની અલગારી જિંદગી જીવી ચૂકેલા આદિલને  ગૃહસ્ત તરીકેનો રૉલ થોડો અઘરો લાગે છે.



આદિલ ફિલ્મો કરતા પણ થિયેટરનો માણસ વધુ છે એમ કહિએ તો ચાલે તેણે દિલીપ શંકર, નસિરૂદ્દીન શાહ, ખાલિદ તૈયબજી, મેરી જ્હોન જેવા માંઘાતાઓ સાથે કામ કર્યુ છે. ફિલ્મો સિવાય આદિલે આર્ટ ફિલમ્સ, આર્ટ થિયેટર્સ, સ્ટ્રીટ પ્લે, રેડિયો વગેરે અનેક ફલક પર કામ કર્યુ છે. અચ્છા આદિલને કઈ રીતના રૉલ કરવા ગમે છે ? આદિલને એવા રૉલ કરવા ગમે છે જે તેને લાગે છે કે  કેરેક્ટરની લાઅણીઓને સ્પર્શવાનો તેને પોતાની રૂટીન લાઈફમાં ક્યારેય મોકો નહીં મળશે. જેમ કેકોઈ કેરેક્ટરનું એન્ગરપેશન કે આદત વગેરે. એક્ટીંગ ટીચીંગ અને ફિલ્મોમાં અભિનય સિવાય આદિલને પેઈન્ટીંગનો પણ શોખ છે અને તે ચાહે છે કે તેનો આ શોખ ક્યારેક તેના પેશન તરીકે તે ડેવલપ કરી શકે. આદિલ ચૌદ વર્ષનો હતો ત્યાં સુધી તે પેઈન્ટીંગ કરતો હતો પણ ત્યારબાદ તેણે અચાનક તે બંધ કરી દીધુ.  અને આ સિવાય કુકિંગ એ આદિલનું બીજૂં પેશન છે. રાંધવુ આદિલને ખૂબ ગમે છે અને તે ઘણીવાર રસોડામાં ધસી જઈ પોતાને ગમતી વાનગીઓ બનાવવા મંડી પડે છે.
આદિલે તેની જિંદગીનો પહેલો ઓટોગ્રાફ તેની સોળ વર્ષની ઉંમરે આપ્યો હતો જ્યારે તે આસામમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે શૉ કરતો હતો. એટલું જ નહીં આદિલ હિન્દી સિનેમા થકી ભારતના દર્શકોમાં ફેમસ થાય તે પહેલા તે યુરોપની થિયેટર ઈન્ડસ્ટ્રીમાં જાણીતો અને લોકપ્રિય બની ચૂક્યો હતો. આદિલ તેની કરિઅરની શરૂઆતના સમયમાં મુંબઈ આવી હીરો બનવા માંગતો હતો અને તેણે તે માટેની તૈયારીઓ પણ આરંભી દીધી હતી. પણ તે જ સમયે તેણે ખાલિદ તૈયબજીને અભિનય કરતા જોયા અને તેણે જોયુ કે ખાલિદજી એક કલાકમાં કોઈ પણ કપડા બદલ્યા વગરકોઈ પણ મેક અપ કર્યા વગર લગભગ ત્રીસ અલગ અલગ પાત્રો ભજવી રહ્યા છેખાલિદ તૈયબના  અભિનય જોઈ આદિલને થયું કે તેને ખરેખર ફિલ્મોમાં જઈ અભિનય નથી કરવો પણ તેણે તો ખરેખર  દરજ્જાનો અભિનય શીખવો છે અને કરવો છે. તેને થયુ કે આ રીતનો અભિનય અગર તે કરી શકશે તો તે તેને વધુ એક્સાઈટ કરી શકશે. અને આથી આદિલ મુંબઈ આવી ફિલ્મોમાં કામ શોધવાની જગ્યાએ અભિનયના ઊંડા અભ્યાસ તરફથિયેટર તરફનાટક તરફ વળી ગયો. અને ત્રીસ વર્શની ઉંમર સુધી થિયેટર કર્યા બાદ તેણે ફિલ્મોમાં અભિનય કરવું શરૂ કર્યુ.
આદિલના કામ અને તેની ફિલ્મો માટે એમ કહે છે કે તે હંમેશા એવા ડિરેક્ટર સાથે કામ કરવાનું પસંદ કરે છે જે દર્શકોના દિમાગ પર નહી પણ દિલ પર પંચ મારી શકે. જે ડિરેક્ટર પોતાના દિલથી તેની ફિલ્મો બનાવવા કામ કરતો હોય જેમાં વિશાલ ભારદ્વાજ, ગૌરી શિંદે જેવા ડાયરેક્ટરને ગણાવે છે. ઈંગ્લીશ વિંગ્લીશમાં શ્રી દેવી સાથેના કામ અંગે આદિલ કહે છે કે જ્યારે કોઈ ફિલ્મનું કોઈ કેરેક્ટર તમને તે ફિલ્મ એકથી વધારે વાર જોવા છતાં પણ દર વખતે દિલને ટચ કરી જાય ત્યારે તે નિઃશંક તમને ગમે જ છે. ઈંગ્લીશ વિંગ્લીશ આદિલે લગભગ પાંચવાર જોઈ અને દરેક વખતે તેને શ્રી દેવીનું પાત્ર તેના હ્રદયને હળવેથી અડકી ગયું છે. આ સંદર્ભમાં આદિલના જીવનની એક વાત ખાસ યાદ કરમા જેવી છે. આદિલ ત્રણ વર્ષ માટે હમ્પીમાં હતો અને તે ત્રણ વર્ષ દરમિયાન રોજે રોજ ત્યાં હમ્પી રોક્સ (પત્થરોની દુનિયાની સૌથી જૂની બનાવટ) જોવા જતો હતો. હમ્પીના પત્થરો ૩.૬ બિલિયન વર્ષ પુરાણા છે. આદિલ કહે છે કે આ પત્થરો આટલા વર્ષો જૂના હોવા છતા અને રોજ જોવા છતાં ન જાણે તેમાં એવી કઈ એનર્જી હતી જે મને તેની તરફ ખેંચતી હતી, મને તેમને જોયા કરવું ગમતુ હતુ. શ્રી દેવીમાં પણ આ જ રીતની મેગ્નેટીક બ્યુટી છે જે ને જોય કરવું આદિલને ગમે છે તેને ગમે એટલીવાર જોવા છતાં આદિલ કંટાળતો નથી.
નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં છેલ્લા બાર વર્ષથી એક ટ્રેઈનર એક ટીચર તરીકે જતા આદિલનું અભિનય અંગે માનવું છે કે કોઈ પણ પાત્રએ પોતાના અભિનયમાં  બતાવવાની જરૂર નથી કે તે શું માને છે કે તે શું ફીલ કરે છે. તેણે માત્ર તેના પાત્રને એટલી ગહેરાઈથી એટલી સમજદારીથી અપનાવવાની જરૂર છે કે તે જે માને છે જે મહેસૂસ કરે છે તે દર્શકો સામે તેના દ્વારા આપો આપ બહાર આવી જાય.


Comments (0)