મિડિયા, ફિલ્મ્સ, ટી.વી., નાટક બધી ઈન્ડસ્ટ્રી માટે અંગ્રેજીમાં કહેવાય છે કે 'એની કોન્ટ્રાવર્સી ઇઝ ગુડ ટુ ગેટ બિઝનેસ ઓર ફેમ' તે રીતે ભલે નેગેટીવ કે પોઝિટીવ પણ બિગબ્રધરમાં ભાગ લેવા ગયેલી શિલ્પા શેટ્ટી માટે ત્યારબાદ ચાલૂ થયેલો વિવાદ, ચર્ચાઓ કે કહો કોન્ટ્રાવર્સી સારી  સાબિત થઈ. શિલ્પાને ત્યાં રાજ કુન્દ્રા નામનો બિઝનેસ મેન આશિક તરીકે મળી ગયો અને  તરફ એક પછી એક એડવર્ટાઈઝમેન્ટનું એન્ડોર્સમેન્ટ પણ મળવા માંડ્યુએટલું  નહીં ભારતમાં પણ બિગ બ્રધરના કન્સેપ્ટથી શરૂ થયેલી ટીવી શ્રેણી બિગ બોસના એન્કરીંગનું પણ કામ મળી ગયુ.
બિગ બ્રધરના શૉ પછી શિલ્પાને જ્યારે ક્વીન એલિઝાબેથને મળવાનું આમંત્રણ મળ્યુ ત્યારે એક માત્ર શિલ્પાનો તે દિવસનો ડ્રેસ બનાવવા માટે ચાલેસ માણસો એક  સાથે કામે લાગ્યા   હતાવાત કંઈક એવી હતી કે શિલ્પાને એક મહિના બાદ કોમન વેલ્થ ડેની ઉજવણી પ્રસંગે ક્વીન એલિઝાબેથને મળવા આમંત્રણ મળ્યુ હતું. અને આ પ્રસંગે શિલ્પા જે ડ્રેસ પહેરવાની હતી તે ડ્રેસ માટે તે ચાહતી હતી કે ભારતિય શૈલીમાં હાથથી કરેલી એમ્બ્રોડરીનો ડ્રેસ તે પહેરે, માટે તેણે સ્ટેલા મેકઅાર્ટનીને હાયર કરી સ્ટેલાએ જાતે શિલ્પા માટે તે ડ્રેસ સીવ્યો અને ત્યારબાદ તેના પર શિલ્પાને જોઈતુ હતુ તે રીતનું કામ કરવા માટે તેણે તેના ચાલીસ માણસોને કામે લગાડી દીધા. એક મહિના જેટલી લાંબી મુદતે શિલ્પાનો તે ડ્રેસ તૈયાર થયો જે શિલ્પા ક્વીન એલિઝા બેથના તે ફંક્શનમાં પહેરીને ગઈ હતી. અને સમય માટે શિલ્પા માટે કહેવાયુ કે, શિલ્પા ઇઝ મોસ્ટ રેકગ્નાઈઝ્ડ ઈન્ડિયન ફેસ એન  વર્લ્ડ. અને માનવામાં નહી આવે તેટલા એડવર્ટાઇઝમેન્ટ, ફિલ્મ, શોઝ, બુક લોન્ચ બધુ મળીને કુલ ૨૦૦ જેટલી શિલ્પાને નવી ઓફર્સ ત્યારબાદ આવી હતી.

ઓફરમાં શિલ્પા પાસે એક ઓફર હતી પર્ફ્યુમના બ્રાન્ડિંગનીશિલ્પાના  નામથી S2 નામનું એક પર્ફ્યુમ લોન્ચ કરવામાં આવી રહ્યુ હતુ અને તેની બ્રાન્ડિંગમાં બિઝનેસ મેન રાજ  તેને મદદ કરી રહ્યો હતો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધવા માંડી,  સમય દરમિયાન શિલ્પાની ઉંમર ૩૨ વર્ષની થઈ ગઈ હોય તેની મા સુનંદા પણ તેને લગ્ન કરી લેવાની સલાહ આપી રહી હતી પણ રાજ પહેલેથી  પરણેલો હતો અને તેને  પંદર મહિનાનું બાળક પણ હતુ. આથી સમયે ફરી એક વિવાદ શિલ્પાની આસ-પાસ ઘુમરાવા મંડ્યો કે શિલ્પા રાજ અને કવિતાના લગ્ન તોડાવવાનો પ્રયત્ન કરી રહી છે. પણ કવિતા પહેલેથી રાજને છોડી ચૂકી છે તેવો દાવો કરતા શિલ્પા બધા તેન પરના આરોપોને ખોટા પૂરવાર કરવા મચી પડી અને આખરે બંને પરણી જવાનો નિર્ણય કર્યો. તેમના નિર્ણય સાથે તેના અક્ષય સાથેના સંબંધ પર પણ પદડો પડી ગયો. અને અક્ષય સાથેના બ્રેક અપ બાદ બંને ફરી મળ્યા ટીવી શ્રેણી બિગ બોસના સેટ પર જેમાં અક્ષયે વાત વાતમાં મોઘમ રીતે તેમના સંબંધો વિશે પણ કહી દીધુ હતુ. જો કે અક્ષય સાથે ના તેના સંબંધની સાથે સાથે શિલ્પાના ડાયરેક્ટર અનુભવ સિન્હા સાથે પણ સંબંધ હોવાની વાત ખૂબ ચર્ચામાં રહી હતી પણ શિલ્પા કાયમ વાતનો વિરોધ કરતે રહી છે અને તેનું કહેવુ હતુ કે અનુભવ સાથે તેને કોઈ  સંબંધ નથી.
 ત્યારબાદ જ્યારે શિલ્પાને ફિલ્મોની ઓફર આવતી ઓછી થઈ ગઈ(કે બંધ થઈ ગઈત્યારે શિલ્પાએ કમાણી માટે અને લાઈમ લાઈટમાં રહેવાનો એક બીજો સુંદર રસ્તો શોધી કાઢ્યો અને તે હતો શિલ્પા સ્ટાઈલમાં યોગ માર્કેટીંગ અને બ્યુટી ટીપ્સ. શિલ્પાએ પોતાની યોગની, ડાયેટની અને શરીરને સુડોળ રાખતી બીજી અનેક રીતોની સીડી અને પુસ્તકો બહાર પાડ્યા.
અને હવે બધાની સાથે હમણાં ફરી શિલ્પા સાથે ઘણાં સમયથી એક વિવાદ જોડાયો છે અને તે છે આઈપીએલ. ઈન્કમ ટેક્સની બાબતથી લઈને ટીમને પ્રમોટ કર્વાની બાબત હોય કે ટીમના બ્રાન્ડિંગથી લઈને મેચ ફિક્સીંગ સુધીનો બખેડો હોય શિલ્પા અને રાજ જ્યારથી રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક બન્યા છે ત્યારથી દર વર્ષે કોઈને કોઈ વિવાદ હવામાં ઘુમરાયા કરે છે. રાજસ્થાન રોયલ્સને વાજતે ગાજતે બ્રાન્ડિંગ આપવા શિલ્પાએ એક વિડિયો ગીત પણ શૂટ કર્યુ અને તે લગભગ તમામ ટીવી ચેનલ્સ પર દર્શાવવામાં આવ્યુ. ત્યારબાદ શિલ્પા અને રાજ પર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે રાજસ્થાન રોયલ્સથકી ઇન્કમ ટેક્સની ચોરી કરી છે અને ડિપાર્ટમેન્ટ તેની તપાસ કરી રહી છે. હજી  વાત ચર્ચામાં  હતી ત્યાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી શ્રી સંત, અજીત ચંડિલા અને અંકિત ચવ્હાણની સ્પોટ ફિલ્ક્સીંગમાં ધરપકડ કરવામાં આવીરાજસ્થાન રોયલ્સે તો ત્યારબાદ તે ત્રણે ખેલાડીને ટીમમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા પણ હાલમાં હવે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનું નામ પણ સ્પોટ ફિક્સીંગમાં આવ્યુ છે.
 



Comments (0)