બૈજૂ બાવરાની જબરદસ્ત સફળતાએ મીના કુમારીને અપાવ્યો ફિલ્મફેર એવોર્ડ, મીના કુમારી હવે સ્ટાર બની ચૂક્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. અને મીનાજીના કામને લોકોએ ચાર મોઢે વખાણવા માંડ્યુ. મીના કુમારી પહેલી એવી સ્ત્રી અભિનેત્રી હતી કે જેને બેસ્ટ એકટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અને આ ફિલ્મ પછી મીના કુમારીએ એક થી એક હિટ ફિલ્મો આપી. પરિણીતા, દિલ અપના ઔર પ્રીત પરાઈશ્રધ્ધાઆઝાદકોહિનૂર કમર્શિયલી સક્સેફુલ સ્ટાર તરીકે મીના કુમારી હવે એક ટોચની અભિનેત્રી ગણાવા માંડ્યા હતા. અનેક પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સની મીના કુમારી ઘરે ઓફર્સ સાથે લાઈન લાગવા માંડી. અને આ બધાની સાથે ૧૯૬૨માં એક રેકોર્ડ બની ગયો. કયો રેકોર્ડ ? ૧૯૬૨ના ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એકટ્રેસ ફિલ્મફેર એવોર્ડની કેટેગરી માટે ત્રણ ફિલ્મો હતી. આરતીમેં ચૂપ રહૂંગી અને સાહિબ બિવી ઔર ગુલામ. અને આ ત્રણે ફિલ્મો માટે બેસ્ટ એકટ્રેસની કેટેગરીમાં એક જ નામ હતુ, મીના કુમારી. મીનાજીનો આ રેકોર્ડ આજે ય હજી કોઈ તોડી શક્યુ નથી.
 અરસામાં કમાલ સાહેબની બહુ ચર્ચિત ફિલ્મ પાકિઝા પણ ફ્લોર પર આવી ચૂકી હતી જેના હિરોઈન હતા મીના કુમારી. એક તરફ બૈજૂ બાવરા જબરદસ્ત હિટ થવાની ખુશી, બીજી તરફ બાપનું ઘર છોડી દેવું પડ્યુ તેનું દુઃખ તો ત્રીજી તરફ લગ્નના આટલા લાંબા સમય બાદ પતિના ઘરે રહેવા જવાની ખુશી.  બધાની સાથે એક અકસ્માત, એક ઔર દુઃખ જે રાહ જોઈને બેઠું હતુ. મીના કુમારીને ખૂબ ઈચ્છા હતી કે તેમની કોખે પણ એક સંતાન જન્મે, એક દિકરો કે એક દીકરી કોઈ તેના ખોળે રમવાવાળુ તેમની ઘરે પણ અવતરે. પણ મીનાજી એ સુખ ક્યારેય જોઈ શકે તેમ બન્યુ નહીં. એ અરસામાં મીના કુમારી મા બને તે પહેલાં જ તેમણે તેમનું બાળક ખોવું પડ્યુ. મીના કુમારીના ગર્ભમાં રોપાયેલું એ બીજ તેના જન્મ પહેલાં  જ્યારે ગર્ભમાં મૃત્યુ પામ્યુ ત્યારે મીના ખૂબ દુઃખી થઈ ગયા.  આઘાત તેમને એટલો દિલ પર લાગી ગયો હતો કે ફિલ્મના સેટ પર તેઓ જ્યારે પણ કોઈ બાળક જોતા કે કોઈ ક્રુ મેમ્બર પણ જો પોતાનું બાળક લઈને આવ્યુ હોય તો મીના કુમારી તરત જ તે બાળકને પોતાના ખોળામાં લઈ લેતાતેને પોતાનું બાળક હોય તે રીતે વ્હાલ કરવા માંડતા. અને અંદરોદર ચોરીછૂપી તેમની ભીની થઈ ગયેલી આંખના ખૂણા લૂછી લેતા. બાળકના જન્મ પહેલાં જ તેને ગુમાવી દેવાનું  દુઃખ મીના કુમારીના હ્રદયમાં એવું ઘર કરી ગયુ કે તે જીવનભર તે દુઃખની લાગણીમાંથી બહાર નહીં આવી શક્યા. અને આ દુઃખ જ તેમના લગ્નજીવનમાં પણ ખટાશ માટેનું એક મોટું કારણ બની ગયુ. એક પછી એક એવી ઘટનાઓ ઘટવા માંડી, એવા કારણો બનવા માંડ્યા કે મીના કુમારી અને કમાલ અમરોહી વચ્ચે દૂરી વધવા માંડી. અને મીના કુમારીની અંગત જિંદગી અને પ્રોફેશ્‍નલ કરિઅર વચ્ચે અજીબ પ્રકારનો વિરોધાભાસ સર્જાવા માંડ્યો. એક તરફ પર્સનલ લાઈફમાં વિખવાદ, ખાલિપો અને પ્રિયતમથી દૂરી વધી રહી હતી તો બીજી તરફ પ્રોફેશ્‍નલ લાઈફ એક પછી એક નવી ઊંચાઈઓ સર કરી રહી હતી. મીના કુમારી આ અરસામાં એકથી એક એવી ચઢિયાતી ફિલ્મો કરી રહી હતી અને એ ફિલ્મોને કારણે તેમને એ હદનો સ્ટારડમ મળેવે રહ્યો હતો, સફળતા મળી રહી હતી કે જે સફળતા અને સ્ટારડમ માટે કેટાલાય લોકો જીવનભર તરસતા હોય છે. ૧૯૬૦ના દાયકામાં મીના કુમારી એક ખૂબ મોટી સ્ટાર બની ચૂકી હતી. પણ મીનાને  નહોતી ખબર કે   સ્ટારડમ તેને એક દિવસ પોતાના પતિથી અલગ કરી નાખશે.

એક વખત એવું બન્યુ કે સોહરાબ મોદીએ તેમની એક ફિલ્મના પ્રિમીઅરમાં મીના કુમારી અને કમાલ અમરોહીને આમંત્રણ આપ્યુ હતુ. ફિલ્મના પ્રિમીઅરમાં  મહારાષ્ટ્રના ગવર્નર ચીફ ગેસ્ટ તરીકે હતા. હવે સમયે બન્યુ એવું કે મહારાષ્ટ્રના ગવર્નરને પરિચય આપતા સોહરાબ મોદીએ કહ્યું કે, 'મીના કુમારી છે, હિન્દી ફિલ્મોની બેહતરીન અદાકારા અને હિન્દુસ્તાનની એક ખૂબ મોટી સ્ટાર. અને  તેમના પતિ છે કમાલ અમરોહી.'  વાતથી કમાલ અમરોહી એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે ત્યાં જ બધાની સામે જ ગવર્નરને કહી દીધું, 'જનાબ મેં કમાલ અમરોહી હૂં ઔર યે મેરી બીવી હૈ મીના કુમારી.' આટલું બોલી ગુસ્સે ભરાયેલા કમાલ પ્રિમીઅર છોડી ત્યાંથી ચાલી ગયા. અને આ તો માત્ર શરૂઆત હતી તેમની વચ્ચેની કળવાહટની. તેમના સબંધના તૂટવાની. અને એક દિવસ એવો એવો આવ્યો કળવાહટ અને ફસટ્રેશન એટલું વધી ગયું કે કમાલ અમરોહીએ એક દિવસ મીના કુમારી ફિલ્મોમાં કામ કરવાની ના કહી દીધી. 'તુમ અબ ફિલ્મો મેં કામ નહીં કર સકતી. ના કેહ દો.' મીના કુમારીએ કમાલને કહ્યું કે, 'તે એમ નહીં કરી શકે.જ્યારે મીનાએ કમાલની વાત માનવાની ના કહી દીધી ત્યારે કમાલ અમરોહીએ તેમની સામે ત્રણ શરતો મૂકી. 'એક ફિલ્મોના શૂટીંગથી મીનાએ સાડા છ વાગ્યે પાછા આવી જવુ પડશે. બીજી શરતતેમના મેકઅપ રૂમમાં મેકઅપ મેન સિવાય બીજી કોઈક વ્યક્તિ દાખલ નહીં થશે. અને ત્રીજી છેલ્લી શરત, કે મીના માત્ર તેમની જ કારમાં સફર કરશે બીજા કોઈની કારમાં તે બેસશે સુધ્ધા નહીં અને શૂટીંગથી સીધી જ ઘરે આવશે બીજે કયાંય નહીં જાય.' ફિલ્મોમાં કામ કરતી એક ટોચની એભિનેત્રી પર  રીતની શરતો લાદી દેવામાં આવી. જે તેને એક હરતી ફરતી જેલ જેવી પરિસ્થિતિમાં મૂકી દે તેમ હતી. પણ આ બધી શરતોની વચ્ચે જ મીના અમાલને એટલા ચાહતી હતી, એટલો પ્રેમ કરતી હતી કે તેમણે કમાલની આ ત્રણે શરતો માની લીધી. એટલું જ નહીં કમાલ અમરોહી મીના કુમારીને હિરોઈન તરીકે લઈ ફિલ્મ પાકિઝા બનાવી રહ્યા હતા તેમા એક વખત એવી પરિસ્થિતિ આવી ગઈ કે કમાલને આર્થિક રીતે મુશ્‍કેલી પડવા માંડી, ફાયનાન્શિયલ ક્રાયસિસના સમયમાં મીના કુમારીએ તેમની બધી કમાણીની રકમ કમાલને હવાલે કરી દીધી. પોતાની પાસેના તમામ પૈસા પતિને આપી દઈ તેણે ફિલ્મને ડબ્બામાં જતી અટકાવી લીધી. પણ   ફિલ્મના સર્જન સમયે બંને વચ્ચેનો વિખવાદ એ હદે પહોંચી ગયો કે ફિલ્મોની ટ્રેજડી ક્વીન કહેવાતી મીના કુમારીએ તેની રિઅલ લાઈફમાં પણ એક મોટી ટ્રેજડીનો સામનો કરવો પડ્યો અને તે ટ્રેજડી હતી. કમાલ અમરોહી સાથેના તલ્લાક. કમાલ અમરોહીએ મીના કુમારીને તલ્લાક આપી દીધા. મીના માટે હવે સમય એવો આવી ગયો હતો કે ન તો તેની પાસે પૈસા હતા અને ન તો પતિ. મીના કુમારી ખૂબ જ ઉદાસ રહેવા માંડ્યા, અપસેટ રહેવા માંડ્યા. તેમને આખી આખી રાત ઊંઘ નહોતી આવતી. આખરે એક સમય એવો આવ્યો કે મીનાના ડૉક્ટર ડૉ. સઈદ તૈમૂર રઝાએ મીનાએ પ્રિસ્ક્રાઈબ કરવું પડ્યુ કે તેમને ઊંઘ આવે તે માટે તે એક પેગ બ્રાંડીનો લઈ શકે છે. અને એક પેગ ધીરે ધીરે મીના કુમારીની આદત બનવા માંડ્યો. એક પછી બે અને બે પછી ત્રણ...પછી તો એવું થયુ કે ગણતરી પણ બંધ થઈ ગઈ. મીના કુમારી ધ સ્ટાર પૂરી રીતે આલ્કોહોલિક થઈ ગઈ. અને આ તરફ પાકિઝા પણ બંધ થઈ ગઈ. ફિલ્મ ડબ્બામાં ચાલી ગઈ.

ટ્રેજડી ક્વીન મીના કુમારીના અંગત જીવન અને પ્રોફેશ્‍નલ લાઈફની કહાની આવતા સપ્તાહના અંતિમ પ્રકરણથી પૂર્ણ કરીએ.
આખરી સલામ તલ્લાક થઈ ગયા બાદ મીના કુમારી અને કમાલ અમરોહી પહેલી વાર એક અટકી પડેલી ફિલ્મ અંગે એક ફિલ્મી અને રિઅલ લાઈફ કપલના પ્રયત્નોને કારણે મળ્યા અને મીના કુમારીએ એ આખીય મુલાકાત દરમિયાન કમાલનો હાથ એક આશાથી પકડી રાખ્યો હતો.


 


Comments (0)