એક ઈનટર્વ્યુમાં ગૂલઝાર સાહેબ સાથે વાત કરતા કોઈકે પૂછ્યું કે, 'સર, સામાન્યતઃ કોઈપણ ગીત માટે લોકો પહેલા તે ગીતના એક્ટર ત્યારબાદ ગાયક અને પછી મ્યુઝિક ડાયરેક્ટરને ક્રેડિટ આપતા હોય છે, એમ કહો કે ગીત મશહૂર જ આ લોકોને લીધે થાય છે એમ માનવામાં આવે છે. આવા સમયે એક ગીતકારની ક્રેડિટનું શું ? ખરા અર્થમાં ગીતને શબ્દો તો તેણે આપ્યા હોય છે.' ગૂલઝાર હસી પડે છે. અને સાલસ અવાજમાં કહે છે. 'એમાં કોઈ બે મત નથી કે ગીતનો એક પ્રવાહ અને તેની લોકપ્રિયતા આ લોકોને કારણે બનતી હોય છે પણ પ્રવાહમાં વહી જતી બેબાક ધૂનને લગામ તેના શબ્દો આપે છે, તે ગીતનો ગીતકાર આપે છે.' કેવી સુંદર વાત, કેવી સરસ અને સરળ રીતે કહી દીધી ગૂલઝાર સાહેબે.
ફિલ્મી સફરની વાતમાં ગૂલઝાર તેમના સિનિયર એવા શૈલેન્દ્ર અને સાહિર લુધિયાનવી પાસે ઘણું બધું શીખ્યા છે. કેહે છે કે તરન્નુમમાં કઈ રીતે લખવું તે ગૂલઝાર બંને પાસે શીખ્યા હતા. ફિલ્મ ઈજાઝતનું ગૂલઝાર સાહેબનું એક ખૂબ લોકપ્રિય થયેલું ગીત 'મેરા કુછ સામા તુમ્હારે પાસ પડા હૈ... ગીત લઈ ગૂલઝાર જ્યારે આર.ડી પાસે ગયા (પંચમ્ અને ગૂલઝાર ખૂબ સારા મિત્રો હતા) ત્યારે આર.ડી.  તે જોઈ ગૂલઝારને કહ્યું, કલ ઉઠ કે તુમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કી કોઈ કૉલમ લેકે આ જાઓગે, કહોગે ઈસ પે ધૂન બના દો, તો ક્યા મેં બના દૂંગા ?' ગીતની લાઈન્સ એટલી લાંબી હતી, કે કાફિયા ક્યાંય મળતા નહોતા, આર.ડીને લાગ્યું કે ગૂલઝાર સંવાદ લખીને લઈ આવ્યા છે કે શું. પણ ગૂલઝાર આશા ભોસલેના પણ એટલાં જ સારા મિત્ર હતા, તેમણે ગીત લખેલું કાગળ આશાજીના હાથમાં આપી દીધું, આશાજી તેને તરન્નુમમાં વાંચવા માંડ્યા અને આર.ડી.એ સાંભળી જ આખુ ગીત બનાવી દીધું.
ગૂલઝાર પોતાના ગીતોમાં ભાષાને એક નવું રૂપ આપવામાં માહેર કવિ છેનવી ઉપમાઓ નવો રોમાન્સ આપવાના માહેર એવા ગૂલઝારનો  બાબતે એક કિસ્સો યાદ આવે છે. ગૂલઝાર પહેલા એવા ગીતકાર છે જેમણે આંખોને મહેક, ખુશ્બુ સાથે રીલેટ કરી હતી. 'આપકી આંખોમેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ...' ગીત લખ્યાબાદ ગૂલઝારને ખૂબ ક્રિટીસીઝમનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ કહ્યું હતું કે આંખ સાથે મહેકને શું લેવા દેવા છે ? ગૂલઝારનું  ગીત હાસ્યા સ્પદ છે, મેળ ખાઈ તેવું નથી. ત્યારે શાયર બેબાક કહી દે છે કે, ' એક મર્દને થતા અહેસાસની વાત છે, સામે પેલી છોકરીએ કંઈ કહ્યું નથી, છતાં એની એક નજરની મહેક પેલો પુરૂષ ચાહી બેસે છે અને તેની પાછળ વહી જાય છે, આ ખુશ્બુ નથી તો બીજૂં શું છે ?'
ગૂલઝાર સાહેબે એક મહાન શાયર પર ટી.વી સિરીયલ બનાવી જે ખૂબ જ ફેમસ થઈ અને લોકપ્રિય પણ થઈ. મિરઝા ગાલિબ. ગૂલઝાર સાહેબ પોતાના બાળપણમાં એક મૌલ્વી પાસે ઉર્દૂ શીખતા હતા, અને તે મૌલ્વી તેમને ગાલિબની ગઝલો અને શેર સંભળાવતા રહેતા, વંચાવતા રહેતા. તે સમયથી ગૂલઝાર ગાલિબના ખૂબ મોટા પ્રસંશક થઈ ચૂક્યા હતા. ગૂલઝારને એમ લાગતું હતું કે ગાલિબ દરજ્જાના શાયર હતા કે તેમના લખાણને તમે ગમે ત્યાં, ગમે તે સંજોગોમાં ક્વોટ કરી શકો છો અને તેમને લાગતું તે આજ સુધી તે થયું નથી. તેમના ઝહનમાં કાયમ એક ખયાલ રહેતો કે કોઈકે તો ગાલિબને લોકો સુધી પહોંચાડવા જોઈએ. અને તેમણે  માટે સૌથી સરળ અને લોકોની સૌથી નજીકના બે માધ્યમની પસંદગી કરી. એક હતું દૂરદર્શન અને બીજા હતા લોકપ્રિય ગઝલ ગાયક જગજીત સિંહ. આ સિરીયલ પહેલાંથી જ જગજીત અને ગૂલઝાર એકબીજાને જાણતા જરૂર હતાં જ પણ ગાલિબને કારણે બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને શરૂ થયો સિલસીલો એક ગઝલકાર અને ગઝલ ગાયકની જુગલબંધીનો.

સમયની વાત છે જ્યારે ગૂલઝાર સાહેબ નોર્થ ઈન્ડિયન સોસાયટીમાં રહેતા હતા. જગજીત સિંહના કેટલાંક એવા અંગત મિત્રો જેમને મ્યુઝિકનો શોખ હતો તે પણ ત્યાં રહેતા જ્યાં જગજીત અવાર નવાર આવતા જતા રહેતા હતાં. સમયમાં એક દિવસ રાહીના નામથી જેમને બંને વિભૂતીઓ ઓળખે છે તેવા ભૂષણ સબ્રવાલે જગજીતજીને ગૂલઝાર સાથે મેળવ્યા. જ્યારે ગૂલઝાર સાહેબના પણ સ્ટ્રગલના દિવસો હતા તેમણે બિમલ રૉય સાથે નવું નવું  કામ શરૂ કર્યું હતું. અને જગજીત પણ પોતાનું સ્થાન જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. બંને ના સ્ટ્રગલના દિવસો હોવાને કારણે પછી મુલાકાતો ઓછી થઈ પણ ત્યારબાદ એક ફિલ્મને કારણે બંનેનું ફરી મળવાનું થયું તે ફિલ્મ હતી વિકાસ દેસાઈની સીતમ. જેમાં જગજીત સિંહનું મ્યુઝિક હતું અને ગૂલઝાર સાહેબે ગીત લખ્યા હતા. જે પહેલો પ્રસંગ હતો બંનેનો સાથે કામ કરવાનો. પછી તો બંનેના સંબંધ એવા રહ્યા એવા વિકસ્યા કે ત્યારબાદ બંનેની જોડીના આલ્બમ પણ બહાર આવ્યા અને સફળ પણ રહ્યા. ગૂલઝાર ખૂદ સ્વીકારે છે કે નોન ફિલ્મી આલ્બમ અંગે કામ કરવામાં જગજીત અને ફિલ્મી સફરમાં પંચમ ગૂલઝારની સૌથી નજીક હતા અને તેમની સાથે કામ કરવું ગૂલઝારને ખૂબ ગમતું હતું. આજના જમાનાના મ્યુઝિક ડાયરેક્ટરમાં ગૂલઝાર સૌથી નજીક જેમની સાથે કામ કરવું તેમને ગમે છે તેમાં વિશાલ ભારદ્વાજ, એ.આર.રહેમાન અને શંકર અહેશાન લોયને ગણાવે છે.
જે વ્યક્તિ શબ્દોને પોતાના આંગળીના ટેરવે રમાડે છે, આટલી ડેપ્થવાળી ગઝલો અને ગીતો લખે છે, એક એક શબ્દમાં રોમાન્સ પીરસી શકે છે તેના અંગત જીવનમાં કોઈ પ્રેમ કહાણી ન હોય એવું કઈ રીતે બની શકે ?૧૫મે મે ૧૯૭૩ના રોજ શર્મિલી એક્ટર રાખીના સંપૂર્ણસિંઘ કાલ્રા સાથે લગ્ન થયા. ગૂલઝાર પહેલેથી બંગાળી તહેજીબ, સાહિત્ય અને બ્યુટીના પ્રસંશક હતા. તો તરફ રાખી ફિલ્મોમાં આવી ત્યારથી ગૂલઝારની નઝ્મ અને કવિતાઓની દિવાની હતી. રાખી જ્યારે ટીન એજમાં હતી ત્યારે તેમના પહેલા લગ્ન એક જર્નાલિસ્ટ જે પાછળથી બંગાળી ફિલ્મ મેકર બન્યા તેની સાથે થયા હતા. પણ કોઈક સંજોગોવસાત તે લગ્ન સંબંધ ટક્યો નહીં અને ગૂલઝાર પણ ટ્રેજડી ક્વીન મીના કુમારી સાથેના અફેરને લીધે ચર્ચામાં હતા. બંને પોતપોતાના સંબંધમાં નાકામ ગયેલા પ્રેમી અલપ ઝલપ મુલાકાતને લીધે નજીક આવ્યા અને લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો. પણ લગ્નબાદ તેમની દીકરી મેઘના એક વર્ષની હતી ત્યારે બંને છૂટા થઈ ગયા. વાત કંઈક એવી બની કે રાખીએ તે સમયે ફરી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યુ હતુ અને તેમણે તેમના આ નિર્ણય અંગે ગૂલઝાર સાથે વાત પણ નહીં કરી અને યશરાજની ફિલ્મ 'કભી-કભી' સાઈન કરી લીધી. રાખીના નિર્ણયને કારણે બંને વચ્ચે અનબન થઈ ગઈ અને બંને છૂટા થઈ જવાનો નિર્ણય કરી લીધો. ગૂલઝાર સાહેબની જિંદગીમાંથી રાખીના ચાલી ગયા બાદ તેઓ કહે છે, ' લોંગેસ્ટ શોર્ટ સ્ટોરી ઓફ માય લાઈફ...રાખી' અને તેમના  સંબંધ વિચ્છેદને શાયર ગૂલઝાર શબ્દ આપે છે. 'શહેર કી બિજલી ગઈ, બંધ કમરે મેં બહોત દેર તલક કુછ ભી દિખાઈ ન દિયા, તુમ ગઈ થી જીસ દિન ઉસ રોઝ ભી ઐસા હી હુઆ થા.'

ગૂલઝાર સાહેબ પાસે રહી મોટી થયેલી તેમની દીકરી મેઘના પણ હવે એક ફિલ્મ મેકર છે અને ફિલહાલ, જસ્ટ મેરીડ, અને દસ કાહાનિયા જેવી ફિલ્મો તેણે બનાવી છે. મેઘનાએ વર્ષ ૨૦૦૪માં પોતાના પિતા ગૂલઝાર સાહેબની બાયોગ્રાફી પણ લખી છે.

 ગૂલઝારને પોતાની ફિલ્મી સફર દરમિયાન ડિરેક્ટર, ડાયલોગ રાઈટર, ગીતકાર, સ્ટોરી રાઈટર, સ્ક્રીનપ્લે રાઈટર જેવા અનેક ૩૧ જેટલા એવોર્ડ મળ્યા છે. ગત વર્ષ ૨૦૧૩માં જ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પણ એનાયત થયો હતો.
આખરી સલામ ; ગૂલઝાર સાહેબ એક એવા ગીતકાર, ગઝલકાર કે શાયર છે જેમને ફિલ્મ ફેર એવોર્ડની સાથે પદ્‍મ ભૂષણ (થર્ડ હાઈએસ્ટ સિવિલીયન એવોર્ડ), સાહિત્ય અકાદમી એવોર્ડનેશનલ ફિલ્મ એવોર્ડ, એકેડમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ (ધ હાઈએસ્ટ એવોર્ડ ઈન ઈન્ડિયન સિનેમા) મળ્યા છે.





Comments (0)