તે સમયમાં ફિલ્મ ફેર દ્વારા જે ને બેસ્ટ ફિલ્મ ઓફ યર જાહેર કરવામાં આવી હતી. ૧૯૪૬માં બનેલી હોલિવૂડ ફિલ્મ 'ટૂ ઈચ હીસ ઔન'ની રિમેક અને ડાયરેક્ટર શક્તિ સામંતની સિગ્નેચર ફિલ્મોમાંની એક એટલે 'આરધના.' આરધના ૧૯૬૯ની ૨૪મી ઓક્ટોબરે રિલીઝ થઈ અને મહિનાઓ સુધી સિનેમાઘરોમાં ચાલતી નહીં પણ દોડતી રહી. હાવરા બ્રીજ, ચાઈના ટાઉન, કશ્મીર કી કલી, કટી પતંગ, અમર પ્રેમ, એન ઈવનિંગ ઈન પેરિસ જેવી અનેક હીટ ફિલ્મો બનાવી ચૂકેલા શક્તિ સામંતની એક અજીબ ખાસિયત હતી. તેઓ તેમની ફિલ્મોમાં ઘણા સીન્સ માત્ર એટલા માટે ઊભા કરતા કે જેથી ત્યાં ગીત મૂકી શકાય. તે કાયમ કહેતા કે ઉત્કૃષ્ટ સંગીત વગર ફિલ્મો કંઈ નથી. આરધના પણ તેમની આ જ ખાસિયતવાળી એક ફિલ્મ છે. શર્મિલા ટાગોર પણ માને છે કે આરધના હિટ થવા પાછળનું મુખ્ય કારણ છે તેના ગીતો અને સંગીત. શક્તિ સામંતનો મ્યુઝિક પ્રત્યેનો પ્રેમ એટલો બધો હતો કે તેઓ પોતે પણ તેમની કરિઅરની શરૂઆતમાં સિંગર બનવા માંગતા હતા, અને ખરેખર જ તેઓ ખૂબ સારૂ ગાઈ શકતા હતા.
આરધના એક એવી ફિલ્મ છે જે શરૂઆતથી લઈને અંત સુધી એટલે કે રિલીઝ થઈ ત્યાં સુધી અનેક આપદામાંથી પસાર થઈ છે. પહેલા તો ફિલ્મની સ્ક્રીપ્ટ ડબ્બામાં ફેંકાઈ ગઈ, ત્યારબાદ ફ્લોર પર આવી તો હીરો તરીકે કયા અભિનેતાને સાઈન કરવો તે તકલીફ થઈ, હીરો મળી ગયો તો મ્યુઝિક ડાયરેક્ટરની તબિયત લથડી અને આ બધી મુશ્કેલીઓ પછી ફિલ્મ બની ત્યારે એક પણ ડિસ્ટ્રીબ્યુટર તેને ખરીદવા તૈયાર નહોતો. ફિલ્મ હિટ તેની પાછળની કહાની પણ હિટ અને તેમા કામ કર્યું તે હીરો અને હિરોઈન પણ હિટ. યાદગાર ગીતો, યાદગાર મ્યુઝિક, એક મહાન મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મ દ્વારા જન્મ અને એક કલાકાર રાતો રાત બની જાય છે સુપર સ્ટાર. હિન્દી સિનેમાની એક ફિલ્મે આપણને કેટલું બધું આપ્યું. આવો આજે એ રસપ્રદ સફર પર નીકળી પડીએ કે એક ફિલ્મે કઈ રીતે આપણને આ બધું આપ્યું, શું શું બન્યું હતું જ્યારે આરધના બની હતી ?
શક્તિ સામંતે એક દિવસ આરધનાના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, ‘ગુલશન નંદા હોત તો આરધના ફિલ્મ બની હોત.તેમના વાક્ય પાછળનું રહસ્ય કંઈક એવું છે કે, આરધના સ્ટાર્ટ થવાની હતી તેના જસ્ટ એક દિવસ પહેલાં સુરિન્દર કપૂરે (પ્રોડ્યુસર અને અનિલ કપૂરના પિતા) શક્તિજીને તેમની નવી ફિલ્મ 'એક શ્રીમાન એક શ્રીમતિ' જોવા બોલાવ્યા. જેમાં હીરો હતા શશી કપૂર. શક્તિ સામંત ફિલ્મ જોઈને શોક થઈ ગયા. કારણ ? આરધનાનો જે ક્લાયમેક્સ હતો તે જ ક્લાયમેક્સ ફિલ્મ એક શ્રીમાન એક શ્રીમતિનો પણ હતો. કદાચ આવું બનવા પાછળનું કારણ હતું કે બંને ફિલ્મના રાઈટર સચિન ભૌમિક  હતા. શક્તિ સામંત એક શ્રીમાન એક શ્રીમતિ ફિલ્મ જોઈ તેમની ઓફિસે આવ્યા અને આરધનાની સ્ક્રીપ્ટ તેમણ કચરાના ડબ્બામાં નાખી દીધી. તેઓ હતાશ થઈ ગયા. પણ એટલામાં રાઈટર ગુલશન નંદા અને મધુસૂદન કાલેલકર કંઈક કામથી તેમની ઓફિસમાં આવે છે. તેમણે જોયું કે શક્તિ સામંત કંઈક ટેન્શનમાં છે. કારણ પૂછતા શક્તિજીએ આરધના અને એક શ્રીમાન એક શ્રીમતિ વાળી કહાણી કહી સંભળાવી. આરધનાની મૂળ કહાની  હતી કે તેનો હીરો રાજેશ ખન્ના ઈન્ટરવલમાં જ મરી જાય છે. અને ઈન્ટરવલ બાદ ફિલ્મમાં નવો હીરો પ્રવેશે છે. અને સુરિન્દર કપૂરની ફિલ્મ એક શ્રીમાન એક શ્રીમતિમાં પણ કંઈક આવી જ કહાની હતી. હવે શક્તિજી જો આ જ ક્લાયમેક્સ સાથે ફિલ્મ બનાવે તો સ્વાભાવિક છે ફિલ્મ પિટાઈ જાય અને સુરિન્દર કપૂરની ફિલ્મમાંથી જ ક્લાયમેક્સ ચોરી કર્યાનું પણ આડ આવે. ગૂલશન નંદા હતા જેમણે શક્તિજીને સજેસ્ટ કર્યું કે ઈન્ટરવલ બાદ કોઈ નવા હીરોને લાવવા કરતા રાજેશ ખન્ના પાસે  ડબલ રોલ કરાવવામાં આવે તો. શક્તિ સામંતને તરત  આઈડિયા ગમી ગયો, તે ખૂશ થઈ ગયા અને તેમને આટલા ખૂશ થયેલા જોઈ ગૂલશન નંદા તેમને એક બીજી ફિલ્મની પણ કહાની કહી સંભળાવી. આરધનાની સાથે સાથે તે સાંજે શક્તિ સામંતની ઓફિસમાં એક બીજી ફિલ્મનો પણ જન્મ થયો અને તે ફિલ્મ હતી કટી પતંગ. રીતે થોડા કલાકોની વાતચીતમાં એક સાંજે શક્તિ સામંતની બે રિમાર્કેબલ ફિલ્મો સર્જાવાનું નક્કી થઈ ગયું એક હતી આરધના અને બીજી કટી પતંગ.
શક્તિ સામંત માનતા હતા કે ફિલ્મ શર્મિલા ટાગોરની ફિલ્મ છે, તે વખતે રૂપેરી પડદે પોતાના રૂપથી એક ગ્લેમર તરીકેની છાપ ઊભી કરી ચૂકેલી શર્મિલા ફિલ્મમાં એક સીધી સાદી નવયુવાન છોકરીના રૉલમાં આવવાની હતી જે તેના પ્રેમી સાથેના રોમાન્સના સપના સેવે છે અને પછી અચાનક એક દીવસ તેના મૃત્યુના સમાચાર આવે છે. ફિલ્મ ફ્લોર આવે તે પહેલાં શક્તિજીએ નક્કી કરી લીધુ હતું કે રૉલ શર્મિલા કરશે. હિરોઈન તો ડાયરેક્ટરના દિમાગમાં નક્કી હતી પણ હીરોનું શું ? આરધનાની સ્ટોરીને એક એવો હીરો જોઈતો હતો જે ફર્સ્ટ હાફમાં શર્મિલા સાથે રોમાન્સ કરે અને ગીતો ગાય અને સેકન્ડ હાફમાં તે હીરો શર્મિલાના દીકરા તરીકે ફરીદા જલાલ સાથે રોમાન્સ કરે અને ગીતો પણ ગાય. શક્તિ સામંત કહાનીને લઈને શર્મિલા સિવાય બીજી કોઈ સ્ટાર કાસ્ટ માટે ગંભીર રીતે વિચારી નહોતા શકતા તેમને સમજ નહોતી પડી રહી કે શર્મિલાની સામે કયા સ્ટારને હીરો તરીકે લેવો જે તેના પ્રેમી અને દીકરા બંને તરીકે સ્ક્રીન પર કન્વીંસીંગ હોય. ત્યાં શર્મિલાએ રાજેશ ખન્નાનું નામ સજેસ્ટ કર્યું. શક્તિજી તરત તૈયાર થઈ ગયા અને રાજેશ ખન્નાને ડબલ રૉલ માટે સાઈન કરી લેવામાં આવ્યા.
હાશ એક ઓર મુશ્કેલી ટળી. પણ એમ બધું આસાનીથી થઈ જાય તો આરધના યાદગાર કેઈ રીતે બને ? ત્રીજી તકલીફ રાહ જોઈને ઊભી હતી. આરધના ફિલ્મનું મ્યુઝિક આપ્યું હતું એસ.ડી. બર્મને પણ ફિલ્મના મ્યુઝિક રિકોર્ડીંગ દરમિયાન બર્મનદાની તબિયત ખરાબ થઈ ગઈ. તેમણે આગળની જવાબદારી તેમના દિકરા આર.ડીને સોંપવી પડી. આર.ડી. બર્મન હતા જેમણે કિશોર કુમાર પાસે 'રૂપ તેરા મસ્તાનાઅને 'મેરે સપનો કી રાની કબ આયેગી તું...' ગીત ગવડાવ્યા એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. ટેલેન્ટેડ નવા મ્યુઝિક ડાયરેક્ટર પંચમ્ દ્વારા આ મુશ્કેલી પણ ટળી ગઈ.
પણ ફિલ્મ બની ગયા પછી રાજેશ ખન્નાને કારણે એક બીજી મુશ્કેલી આવી. શક્તિ સામંત જ્યારે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરો પાસે ગયા ત્યારે કોઈ તેમની આ ફિલ્મ લેવા તૈયાર નહોતું , કારણ  હતું કે કોઈ નવો અભિનેતા ફિલ્મમાં હોય અને તે પણ ડબલ રૉલ કરતો હોયઅધુરામાં શર્મિલા જેવી ગ્લેમર ગર્લ એક આધેડ વયની સ્ત્રીના પાત્રમાં અને તે પણ સફેદ સાડી અને સફેદ વાળ સાથે હીરોની મા તરીકે. ડિસ્ટ્રીબ્યુટરોએ નનૈયો પઢી દીધો. તેમને લાગતું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક અઠવાડિયું પણ નહીં ચાલી શકે. આખરે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન પણ શક્તિ સામંતની જ કંપની શક્તિ ફિલ્મસ દ્વારા થયું. આટ આટલી મુશ્કેલીઓ પછી બનેલી અને ૧૯૬૯માં રિલીઝ થયેલી આરધના એ  ફિલ્મ છે જેમાં શર્મિલા ટાગોરને તેનો પહેલો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. એટલું જ નહીં આ પહેલા રાઝ, બહારોં કે સપને, ખામોશી, આવિષ્કાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ હોવા છતાં પણ હજૂ સફળતાનો સ્વાદ જેણે ચાખ્યો નહોતો તેવા રાજેશ ખન્ના માટે પણ આરધના તેની પહેલી સુપર ડુપર હિટ ફિલ્મ સાબિત થઈ જેને કારણે કાકા રાતો રાત સ્ટાર બની ગયા હતા.
આખરી સલામ ; અશોક કુમાર ફિલ્મ આરધનામાં રાજેશ ખન્નાને કહે છે. 'ઝિન્દગી મેં દો બાતેં હમેંશા યાદ રખના. એક કભી ભી અપની પત્ની કો કિયા વાદા મત તોડના. ઓર દૂસરી કભી કોઈ વાદા મત કરના.'
         

 

Comments (0)