'હે પ્રભુ હું પક્ષી હોત તો કેટલું સારૂં થાત ! જ્યાં ચાહું ત્યાં પંખ ફેલાવી ઊડી શકત, આકાશમાં વિહરવાનો આનંદ લઈ શકત, કોઈ હદ કોઈ સીમાનો બાધ ન હોત અને આ બધાથી વિશેષ મારો પેટ્રોલનો ખર્ચ
બચી જાત.' આવી બધી બાળકસમ કલ્પનાઓ કરવી આપણને કેટલી ગમતી હોય છે, નહીં ? 'મજજા જ પડી જાય બોસ, તમે કલ્પનાની વાત કરો છો ? પણ ધારોકે સાચે સાચ
એવું થઈ જાય તો તો મજ્જા જ પડી જાય.' અમારા જેવા કલ્પનાઓના ઘોડા દોડાવવાના
રસિયા માણસ સાથે તમે વાત કરો કંઈક આવું જ વાક્ય તેમના મોઢેથી સાંભળવા મળે. ખેર, આવી બધી હવામાં વાત કરવાનો કોઈ અર્થ નથી, તમે અમારી ગણતરી પાગલમાં કરવા માંડો તે પહેલા સાચી હકીકત તમને જણાવી જ દઈએ.
એક ઘર જ્યાં વર્ષો પુરાણા કાળા જાદૂની અસર છે, કાળો જાદૂ કરનારી વ્યક્તિની હાજરી હજીય એક યા બીજા સ્વરૂપમાં મૌજૂદ છે અને આ તમામથી વિશેષ નવાઈની વાત કે તે વ્યક્તિ માત્ર માણસ જ નહીં પણ પક્ષીથી માંડીને મન ચાહ્યા પ્રાણીનું રૂપ લઈ શકે છે. વાત કંઈક અજીબ લાગે છે ને ? વાતમાં સચ્ચાઈ કેટલી છે તે તો તેની પાછળની કહાની જાણીને જ વિચારવું રહ્યું. પણ લોકોના મોઢે જે વાત સંભળાય છે, જે કંઈ લિખિત માહિતિ પ્રાપ્ત થાય છે તે તો આ જ પ્રમાણેનું સૂચવે છે કે, કાળો કાગડો તમારી સામે સામે ભૂત થઈ ને આવે છે યા એક કલર વગરની લેડીનું ત્યાં ભૂત છે. શું છે આ રહસ્ય ?
વાત છે લુઈસિયાનાના એક
ઘરની, એ ઘરમાં ક્યારેક
રહેતી એક એક લેડીની. મૅરી લેવિયુ, જી હાં ૧૦મી સપ્ટેમ્બર ૧૭૯૪માં જન્મેલી મૅરી લેવિયુ, ૧૦૨૦ ઍન સ્ટ્રીટ, લુઈસિયાનાના પોતાના ઘરમાં રહેતી હતી. પ્રખ્યાત ન્યુ ઓર્લેન્સ વોડોની ફાઉન્ડર અને વોડો પ્રક્ટીસ્નર. આગળની વાત કરતા પહેલા આ 'વોડો' કઈ બલાનું નામ છે, તેનો અર્થ શું થાય છે તે સમજી લેવું જરૂરી છે. 'વોડો'નો સરળ અર્થ છે મૃત વ્યક્તિને કે કાળા જાદૂના દેવતાની ભક્તિ કરવી તે. અથવા પુસ્તકોમાં પ્રાપ્ત એવા બીજા અર્થમાં એક પ્રકારની
પ્રાર્થના એમ કહો તો પણ ચાલે.
કહે છે કે મૅરી લેવિયુ એક
કેથેલીક લેડી હતી. મૅરી માનતી હતી કે કેથેલિઝમની સાથે સાથે વોડોનું પણ અનુષ્ઠાન અને પ્રાર્થના થવી જોઈએ. તેની પ્રેકટીસ વધારવી જોઈએ. અને મૅરીએ તેનું આખુ જીવન તેની આ
માન્યતાને પુરી કરવામાં વોડો, યા કહો કે મૃત વ્યુક્તિઓની પ્રાર્થના કે
અનુષ્ઠાન કરવામાં જ વિતાવી નાખી. આથી જ
ઘણા તેને વોડો ક્વીન તરીકે પણ ઓળખે છે. મૅરી લેવિયુ ખૂબ રૂપાળી છોકરી હતી. ૧૮૧૯માં મેરીએ જેક્વિસ
પેરિસ સાથે લગ્ન કર્યા પણ તે લગ્ન સંબંધનું આયુષ્ય લાંબૂ રહી ન શક્યું કારણ, ૧૮૨૦માં જ જેક્વિસ ક્યાંક અદ્રશ્ય થઈ ગયો ? મતલબ જેક્વિસનો કોઈ અતોપત્તો નહોતો.
કેટલાંક માને છે કે જેક્વિસના ગાયબ થઈ જવા પાછળ મૅરીની પ્રાર્થનાઓ જ જવાબદાર હતી. કેટલાંક માને છે કે જેક્વિસ તીની જવાબદારીઓથી
ભાગી જઈ ફરી તેના નેટીવ હૈટી જતો રહ્યો હતો. પણ હૈટીના રોકોર્ડમાં
ક્યાંય જેક્વિસના પાછા ફર્યા હોવાની
માહિતી
નથી. તો જેક્વિસ ગયો ક્યાં ? આ રહસ્ય આજે પણ વણઉકલ્યુ છે. મૅરીએ ત્યારબાદ ક્રિસ્ટોફી નામના યુવાન સાથે બીજા લગ્ન કર્યા. મૅરી અને ક્રિસ્ટોફીને પાંચ સંતાન હતા. ક્રિસ્ટોફી ૧૮૩૫માં મૃત્યુ પામ્યો. અને મૅરી ફરી એકલી થઈ ગઈ. પણ ત્યારબાદ મૅરીએ પોતાની આખી જિંદગી તેની દિકરી જૂનિયર
મૅરી સાથે વોડો કે અનુષ્ઠાનમાં વિતાવી.
કહેવાય છે કે ૧૬મી જૂન ૧૮૮૧માં મૅરી લેવિયુનું તેના જ ઘરમાં મૃત્યુ થઈ ગયું હતું. તેના મૃત્યુના સમાચાર ન્યુ ઓર્લેન્સના ન્યુઝ પેપર્સમાં પણ છપાયા હતાં. પણ ન્યુ ઓર્લેન્સના આ ન્યુઝ પેપર્સમાં જે સમાચાર આવ્યા હતા તેની વિગત કંઇક અજીબ હતી. તેમાં લખાયું હતું કે મૅરીનું મૃત્યુ તેમનું મોઢું કપાવી નાખવાને કારણે થયું. મૅરીના ઍન સ્ટ્રીટ વાળા ઘરમાં જ બીજા
માળ પર મૅરીએ પોતે અથવા કોઈક ને મજબૂર કરીને તેનું મોઢું ગળાથી અલગ કરી નાખ્યું યા
કરાવી નાખ્યું હતું. પણ નવાઈની વાત એ છે કે અત્યંત નિર્દયી ગણાવી શકાય તેવા આ મોતના સમાચાર પછી પણ લોકોએ મૅરીને ઍન સ્ટ્રીટમાં હરતા ફરતા જોઈ હતી. કહે છે કે લોંગ
વ્હાઈટ ડ્રેસ પહેરી ઍન સ્ટ્રીટમાં મૅરી ફરવા નીકળે છે. મૅરીનું મૃત્યુ થઈ
ગયું છે તે જાણતા લોકો જ્યારે સ્ટ્રીટમાં ફરતી મેરી પાસે જતા ત્યારે તે વોડોની વાતો
કરતી, મૃત જીવોના આત્માની
વાત કરતી પણ જ્યારે તેનો સ્પર્શ
કરવાનો પ્રયત્ન કરવામાં આવતો ત્યારે તેને અડકી શકાતી નહોતી. કહે છે કે હકીકતમાં
તે જૂનિયર મૅરી હતી અને મૅરીની મોત એ માત્ર તેમની એક જાદૂઈ વિદ્યાનો જ
ભાગ હતો.
અને તેમનો આ પ્રયાસ સફળ થયો ત્યારે જૂનિયર મૅરીની પણ મોત થઈ ગઈ.
પણ હકીકત આથી કંઈક અલગ છે, અજીબ છે અને ચોંકાવનારી છે. આ રહસ્ય પાછળની એક કહાની એ કહે છે મેરીની ક્યારેય મૃત્યુ થઈ જ નથી બલ્કે તેણે પોતાની જાતને એક મોટા કાળા રંગના કાગડામાં ફેરવી નાખી છે. જે આજે પણ વોડો સેમેટ્રીની ઉપરના આકાશમાં ઉડ્યા કરે છે. બીજા કહે છે કે બંને મૅરી આજે પણ ન્યુ ઓર્લેન્સમાં અલગ અલગ માણસોના રૂપ ધરી, તો ક્યારેક કોઈ પ્રાણીઓના રૂપમાં આવી ત્યાંના લોકોને દેખા દેતા હોય છે. બંને મૅરીના આવા અનેક ભૂતિયા રૂપનો અનુભવ એક કરતા વધુ લોકોને
થયો છે. આજે પણ મૅરીના એ ઘરમાં કોઈક
અજીબ વાતાવરણનો અહેસાસ થાય છે અને કહે છે કે ઘરની મધ્યમાં બનેલા દિવાન ખંડમાં આજે પણ લોકોને કોઈ મોટ્ટુ ગોળાકાર બનેલું દેખાય છે તેમાં મિણબત્તીઓ બળતી હોય, કોઈ અનુષ્ઠાન કરતું હોય, એ અનુષ્ઠાનને કારણે અનેક ભૂત ત્યાં જમા
થઈ ગયા હોય તેવો ભાસ થાય
છે. વાતાવરણ ધુમાડિયુ અને શ્વાસમાં લેવામાં ગૂંગળામણ થતી હોય તેવું થઈ જાય ચે. કેટલાંક લોકોએ
નોંધ્યું છે કે તે તરફ એક ધારૂં જોવામાં આવે તો
પોતાની આંખ અતિશય લાલ થઈ જાય છે. અને ત્યારબાદ કેટલાંય સમય સુધી અકારણ ગુસ્સો આવ્યા કરે છે. લોકવાયકા તો ત્યાંસુધીની છે કે મિણબત્તીના એ ગોળાકારમાં મૅરી બેઠી હોય છે અને તેણે ત્યાં બોલાવેલા
ભૂતો જોડે તે વાત કરતી હોય છે. મૅરીના એ ગોળાકાર અનુષ્ઠાનની આજૂબાજૂ રચાયેલી અનેક આકૃતિઓ અચાનક જ અદ્રશ્ય પણ થઈ જતી હોવા છતાં તેને એકવાર જોઈ ચૂકેલો માણસ તેને ભૂલી શકતો નથી. આ હકીકતથી અજાણ કેટલાંક લોકોએ પણ રાતના સમયે દૂરથી
મૅરીના ઘરમાં પ્રકાશ કે મિણબત્તી બળતી જોઈ
છે.
સત્ય શું છે ? હકીકત શું છે ? વહેમ શું છે આજે આ બધી વાતોની કોઈ દલીલ કરતું નથી પણ મૅરીને વોડો ક્વીન કે ક્વીન ઓફ વોડો તરીકે આજે પણ લોકો માને છે તે સાવ સાચી વાત છે.
8/27/2014 09:34:00 AM |
Category:
Mumbai Samachar News Paper - 27.08.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)