મહેમૂદ બોમ્બે ટોકિઝમાં કામ મેળવવા માટે આંટા ફેરા કરી રહ્યા હતા પણ તેમની દાળ ગળતી નહોતી. અનેક પ્રયત્નો છતાં જ્યારે તેમને કામ મળવામાં મુશ્કેલી થઈ ત્યારે તેઓ તેમના મિત્ર કિશોર કુમારને મળ્યા અને કિશોરદાને વિનંતી કરી કે તેઓ તેમની કોઈ પણ ફિલ્મમાં તેને કોઈ પણ રૉલ અપાવે. કિશોરદાને મહેમૂદની કોમેડીમાં જબરદસ્ત કાબેલિયત હોવાની ખબર હતી. અને તેમણે કહ્યું, 'હું કોઈક એવાને કઈ રીતે કાસ્ટ કરી શકું જે મારી સાથે  હરિફાઈ કરી શકે તેમ છે ?' અને તે જ સમયે મહેમૂદે નરમાશથી કિશોરદાને કહ્યું, 'એક દિવસ હું પણ તને મારી ફિલ્મમાં કાસ્ટ કરીશ, દોસ્ત.' અને ભવિષ્યમાં મહેમૂદ સાહેબે તેમનું વચન શબ્દસઃ નિભાવ્યું પણ ખરૂં અને કિશોરદાને કાસ્ટ કરવામાં આવ્યા ફિલ્મ પડોશનમાં જે પ્રોડ્યુસ કરી હતી મહેમૂદ અને એન.સી. સિપ્પીએ.    
ક્યારેક સ્ટ્રગલના દિવસો વિતાવી ચૂકેલા કલાકારે સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનને તેમની કરિઅર બનાવવામાં જે રીતની મદદ કરી હતી તે વાત પણ ખૂબ રસપ્રદ છે. વાત એ જમાનાની છે જ્યારે અમિતાભ બચ્ચન સુપર સ્ટાર અમિતાભ બચ્ચન નહોતા. પણ કલકત્તાથી નોકરી છોડીને મુંબઈની માયા નગરીમાં પોતાની એક્ટિંગ કરિઅર બનાવવા આવેલો એક યુવાન હતો. અમિતાભ તે સમયે કામની શોધમાં ફરતો એક સ્ટ્રગલર હતો અને મહેમૂદ આ જ સમયમાં કોમેડીના ક્ષેત્રના સુપર સ્ટાર હતા. એક કોમેડિયન તરીકે તેમનો સૂરજ મધ્યાહ્નને તપતો હતો. કહેવાય છે કે મહેમૂદ આ સમય દરમિયાન પોતાની એક્ટિંગના એવા એવા પરચા દેખાડી ચૂક્યા હતા કે ફિલ્મોને હીટ બનાવવા માટે વાર્તામાં મહેમૂદનું સ્પેશ્યલ કેરેક્ટર લખવામાં આવતું. સ્ક્રીપ્ટ કે સ્ટોરી રાઈટર ખાસ મહેમૂદ સાહેબને નજર સામે રાખી ફિલ્મનું કેરેક્ટર લખતા હતા. હવે આ સમય દરમિયાન મહેમૂદના ભાઈ અનવર અલી પણ ફિલ્મોમાં કામ મેળવવા માટે અને પોતાનું સ્થાન જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. ત્યાં કોઈક ડિરેક્ટરની ઓફિસમાં અનવર અલીની મુલાકાત અમિતાભ સાથે થઈ. તો બધાને ખબર છે કે અમિતાભ પાસે તે મુંબઈ આવ્યા ત્યારે રહેવા માટે કોઈ જગ્યા નહોતી. અને તે ફૂટપાથ પર સૂઈ રાત કાઢી નાખતા હતા. અનવર અલીને તે મળ્યા અને બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. અનવર અમિતાભને પોતાના ભાઈના ઘરે લઈ આવ્યાત્યાં તેમની મુલાકાત મહેમૂદ સાથે થઈ. મહેમૂદ જેવા મોટા ગજાના એક્ટરને પોતાની નજર સામે જોઈ અમિતાભ અવાચક રહી ગયા. અને તે જ સમયે મહેમૂદે મિ. બચ્ચનને કહ્યું, 'મેરે લિયે જૈસે અનવર વૈસે તુમ, તુમ યહીં રહો જબ તક ચાહે તબ તક રહો.' અને માત્ર શબ્દો નહોતા મહેમૂદ પોતાની ફિલ્મોના શૂટિંગના વ્યસ્ત સમય માંથી પણ  જૂવાનિયાઓની ખબર કાઢી લેવાનું ચૂકતા નહોતા. અને  રીતે રોટલો મળે પણ ઓટલો નહીં મળે તેવા મુંબઈમાં અમિતાભને રહેવા માટે પહેલો આશરો મળ્યો આપણા કોમેડિયન મહેમૂદના ઘરમાં. પણ તેમની મદદ અહીંથી અટકટી નહોતી. અમિતાભને જ્યારે વારંવાર અનેક જગ્યાએ આંટા ફેરા કરવા છતાં કામ નહોતું મળી રહ્યું અને તેઓ નિરાશ થઈ રહ્યા હતા ત્યારે મહેમૂદે તેમની  ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં અમિતાભને કામ પણ અપાવ્યું. એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. આવું  કંઈક તે સમયે તેમની સાથે રહેતા અને કામની શોધમાં રખડતા બીજા એક યુવાન સાથે પણ બન્યું હતું અને તે હતો શત્રુઘ્ન સિંહા. અને આ જ મહેમૂદ તેમના પાછળના દિવસોને યાદ કરતા કહે છે ત્યારે તેમનો સ્વમાની સ્વભાવ અને તેમની ખુદ્દારીની ઝલક જોવા મળે છે. સમય હતો જ્યારે મહેમૂદ સામેની એક્ટિંગ કરિઅરનો સૂરજ આથમવા તરફ જઈ રહ્યો હતો. તેમની પાસે ખાસ કોઈ કામ આવતું નહોતું. અને સમયમાં અમિતાભ બચ્ચન હવે સુપર સ્ટાર અમિતાભ બની ચૂક્યા હતા. મહેમૂદ કહે છે, 'જીસકો મૈંને કામ દિયા આજ ઉસી કે પાસ મૈં કામ માંગને જા રહા હું ? મૈં ઐસા કૈસે કર સકતા હું ? ઓર યહી વિચાર સે મેં રૂક ગયા.' મહેમૂદ અમિતાભને કાયમ પોતાના દિકરા જેવો માનતા હતા, બચ્ચનજી પણ મહેમૂદનો પ્રેમ અને એમનું અહેસાન ક્યારેય ભૂલ્યા નથી. 'કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ...' અમિતાભનું આ ગીત મહેમૂદ સાહેબનું ફેવરિટ ગીત હતું.
ગીત પરથી  મહેમૂદની ફિલ્મી સફરનો એક ખૂબ  રસપ્રદ કિસ્સો અહીં યાદ આવે છે. ગીત હતું 'મુત્તુ કોડી કવાઈ હડ્ડા...'  ગીતનું શૂટીંગ અને રિકોર્ડિંગ થવાનું હતું. કિશોર કુમાર આ ગીત ગાવાના હતાઆખુય યુનિટ બેસીને ગીત રિકોર્ડ કરવાની રાહ જોતા હતા. આર.ડી. મ્યુઝિક કરી રહ્યા હતા અને અચાનક કિશોરદાએ મહેમૂદને બોલાવ્યા અને કહ્યું, 'અરે યાર મહેમૂદ કૈસે કરેંગે ? મૈં કન્ફ્યુઝ હું ?' મહેમૂદ શું બોલે તેમને પણ સમજાતું નહોતું કે કિશોર કુમારને શું કહેવું. ત્યાં  કિશોરદા બોલ્યા, 'એક કામ કરો તુમ ગાના શુરૂ કરો, ફિર બાદ મેં હમ ઉસે મેરી આવાસ મેં ડબ કર લેંગે.મહેમૂદજીએ કહ્યું, ‘પણ હું કઈ રીતે ગાઉં મને નથી આવડતું.કિશોરદાએ કહ્યું, 'અરે તુમ ગાઓ તો સહી ફિર મેં દેખ લૂંગા.' આશાજી પણ ત્યાં હતા ફિમેલ વોઈસમાં આશા ભોસલે ગાવાના હતા તેમણે પણ કિશોરદાની વાતમાં સૂર પુરાવ્યો. 'અરે મેં હું ના તુમ્હારે સાથે તુમ ગાઓ તો સહી.' અને મહેમૂદે ગીત ગાયું. મહેમૂદે પહેલી બે લાઈન ગાઈ અને ત્યારપછીનું આખુંય ગીત તદ્દન બેસૂરૂં હતું. મહેમૂદને સંકોચ ઈ રહ્યો હતો પણ તેવામાં જ રાજેશ ખન્ના અને બીજા એકાદ બે પ્રોડ્યુસર્સનો પંચમ પર ફોન આવ્યો કે, 'અરે યે ગાના ડબ મત કરો યહી બેસ્ટ હૈ.' મહેમૂદે તરત કહ્યું, 'અરે પર યે બહોત બેસૂરા ગાના હૈ.' તો પંચમ અને બીજાઓ એ દલીલ કરી કે, ' યહી તો યે ગાને કી બ્યુટી હૈ. ચલને દો.અને તમે જાણો છો ગીત સુપર ડુપર હીટ પૂરવાર થયું.
મહેમૂદની પહેલી ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ એટલે 'ભૂત બંગલા' જેમાં તેમની સામે કામ કર્યું હતું તનૂજાએ અને આ ફિલ્મનાં એક પાત્રમાં તેમના ખાસ મિત્ર અને મશહૂર સંગીતકાર એવા આર.ડી. બર્મન પણ નજરે પડે છે. મહેમૂદને કારણે આર.ડીની પણ આ ફિલ્મ એક્ટિંગ ડેબ્યુ હતી. અને આવી  એક મહેમૂદની બીજી રીમાર્કેબલ ફિલ્મ છે 'પ્યાર કિયે જા.૧૯૬૬માં આવેલી આ ફિલ્મને મહેમૂદની કરિઅરનો ટર્નિંગ પોઈન્ટ ગણાવવામાં આવે છે. મહેમૂદને  ફિલ્મ માટે બેસ્ટ એક્ટિંગ ઈન કોમિક રૉલનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. પણ મહેમૂદ સાહેબ કાયમ કહેતા કે, ' એવોર્ડ તેમને માત્ર ઓહ્મ પ્રકાશજીને કારણે મળ્યો છે. એક્ટર મહેમૂદ કે હર એક ડાયલોગ પર ઓહ્મજી કે જબરદસ્ત રીએક્શન કી વજહ સે હી ઉસ ફિલ્મમેં મેરા રોલ ઔર નિખરા થા. ઉનહી કી વજહ સે મેરી કોમેડી કો લોગોને ઈતના પસંદ કિયા થા.' આટલું કહેતા મહેમૂદ ઓહ્મજીનું નામ લઈ પોતાના કાન પકડી લે છે ત્યારે આ એક્ટરનો સાલસ સ્વભાવ અને નિખાલસતા છતાં થાય છે. અને મહેમૂદની ગણતરી એક એક્ટર તરીકે થવા માંડી તેવી ફિલ્મ હોય તો તે છે ૧૯૬૨માં રિલીઝ થયેલી 'દિલ તેરા દીવાના' મહેમૂદને આ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

મહેમૂદ સાહેબને ભણવું ગણવું સ્કૂલે જવું પહેલેથી જ નહોતું ગમતું. તે સ્કુલે જવાનું કહીને પોતાની સાયકલ લઈને બહાર રખડી આવતા. એક્ટિંગ કરિઅરની બાબતમાં મહેમૂદ પોતાના દેખાવને કારણે હંમેશા પોતાને એક વિલનના કેરેક્ટર માટે પરફેક્ટ સમજતા હતા અને તેઓ ચાહતા હતા કે ફિલ્મોમાં ખલનાયક તરીકેની ભૂમિકામાં કરિઅર બનાવે. પણ તેઓ જ્યારે સ્ક્રીન પર આવતા ત્યારે તેમના દરેક ડાયલોગ પર, તેઓ જે પણ કરે તેના પર દર્શકો હસવા માંડ્યા. મહેમૂદને સમજાતું નહોતું કે પબ્લીક તેમના પર હસે છે શા માટે અને તેથી તેમણે કોમેડી કરવાનું પસંદ કર્યુ.  


લાસ્ટ કટ ; ભાઈ જાન તરીકે જાણીતા મહેમૂદ સાહેબે  સુપ્રસિધ્ધ મ્યુઝિક ડાયરેક્ટર આર.ડી. બર્મનને તેમની ફિલ્મી કરિઅરનો પહેલો બ્રેક આપ્યો હતો અને તે ફિલ્મ હતી, છોટે નવાબ.






Comments (0)