એક એવી ફિલ્મ જેની એક એપિસોડમાં વાત કરવી મુશ્કેલ છે છતાં, કરવી પડશે. એક એવી ફિલ્મ જે રિલીઝ થયાને ૫૭ વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ એટલી જ તરોતાઝા એટલી જ વાગોળવા લાયક અને યાદગાર છે. એક લિજેન્ડરી અભિનેતા, દિગ્દર્શક અને નિર્દેશકની આ સુપર હીટ ફિલ્મ એટલે 'પ્યાસા.' જી હાં ગુરૂદત્ત જેમની ગયા મહિને એટલે કે ૯મી જૂલાઈએ જન્મતિથી ગઈ. ૧૯૨૫ની ૯મી જૂલાઈએ જન્મેલા આ કલાકારને આજે તેમની જ ફિલ્મ 'પ્યાસા' દ્વારા યાદ કરી બી લેટેડ હેપ્પી બર્થ ડે વીશ કરી લઈએ.
સમય હતો સવારે સાડા નવ
વાગ્યાનો જ્યારે પ્યાસાનું મૂહર્ત હતું. મૂહર્તના દિવસે આખૂંય યુનિટ હોંશ ભેર પૂજા માટે સમયસર હાજર થઈ ગયું. આમ તો બધાં જ આવી ગયા હતા, પણ કોઈ એક વ્યક્તિ હતી જેની રાહ જોવા માટે બધાં એ પૂજા માટે બેસી રહેવું પડ્યું, દિલીપ કુમાર. જી હાં, પ્યાસાના હિરો એટલે કે યુવાન કવિ વિજયનું પાત્ર પહેલાં દિલીપ કુમાર ભજવવાના હતા. ગુરૂદત્ત ફિલ્મનું દિગ્દર્શન કરશે અને દિલીપ કુમાર વિજયનું પાત્ર ભજવશે આ વાત નક્કી હતી. પણ પ્યાસાના મૂહર્તના દિવસે સવારે ૯.૩૦ વાગ્યે દિલીપ કુમાર સમયસર સેટ પર પહોંચી નહીં શક્યા. આખુંય યુનિટ તેમની રાહ જોતા બેસી રહ્યું હતું. દસ વાગ્યા, સાડા અગિયાર થયા પણ દિલીપ કુમાર ન આવ્યા. રાહ જોતા જોતા બપોરના સાડા બાર થી એકનો સમય થઈ ગયો. આ સમય આખાય યુનિટનો લંચ ટાઈમ હતો. બધાને થયું કે હવે શૂટીંગ આવતી કાલ
પર જશે. પણ એટલામાં જ ગૂરૂદત્ત બોલ્યા. 'વો નહીં આતા હૈ, તો મત આને દો. મૂર્તિ, કૅમેરા લાઓ.' કૅમેરામેન મૂર્તિ હાથમાં કૅમેરો લઈ દોડી આવ્યો. ગુરૂદત્તે ફરી બૂમ
પાડી, 'ભંવરા લાઓ, ભંવરા...' કૅમેરો ચાલૂ થાય છે અને ભંવરાને પગ તળે કચડી નાખવામાં
આવે છે. આ હતો પ્યાસા ફિલ્મના પહેલા દિવસે, પહેલા સીનનું શૂટીંગ, બસ નક્કી થઈ ગયું. ગબ્બર ખૂદ પ્યાસાકે હિરો
વિજય કા રોલ કરેગા. જી હાં, આ રીતે થઈ યુવાન કવિ વિજયના પાત્રમાં
ગુરૂદત્ત સાહેબની એન્ટ્રી. ખરેખર તો
ગુરૂદત્ત ચાહતા હતા કે દિલીપ કુમાર જ ફિલ્મના હીરો તરીકે કામ કરે પણ પાછળથી તેમને લાગ્યું કે
દિલીપ જરૂર કરતા વધુ ચંચૂપાત કરશે અને
પછી
તેમણે જ હિરો તરીકે કામ કરવું પસંદ
કર્યું. જ્યારે પ્યાસાના હીરો તરીકે દિલીપ કુમારને લેવાનું નક્કી હતું ત્યારે દત્ત સાહેબે વિચાર્યું હતું કે તેમની સામે હિરોઈન તરીકે મધુબાલા અને નરગીસને લેવામાં આવે. નરગીસ અને મધુબાલાને જ્યારે આ અંગે ઓફર કરવામાં આવી ત્યારે બંને એ ગુલાબોનું જ પાત્ર ભજવવાની માંગણી કરી. અને આ જ કારણથી ગુલાબો તરીકે વહિદા રહેમાનની
એન્ટ્રી થઈ. અને બીજી હિરોઈન (મીના) તરીકે પસંદગી ઉતારવામાં આવી માલા સિંહા
પર.
પ્યાસા સિલીઝ થઈ તે પહેલાંનો
સમય હતો ભારત અને પાકિસ્તાન પાર્ટીશનનો. જ્યારે કેટલાંય લોકો પાસે કોઈ કામ કે નોકરી નહોતા. કેટલાય ફિલ્મી કલાકારો પણ ભારત
છોડી પાકિસ્તાનમાં સ્થાયી થવા માટે ચાલી
ગયા હતા. આ સમયમાં ગુરૂદત્ત પાસે પણ એક વર્ષથી કોઈ કામ નહોતું. તેમને કામ વગર બેસી રહેવું
પડ્યું તેથી તે ખૂબ ફ્રસ્ટેટ થઈ ગયેલા. પોતાને
ડેસ્પરેટ અને ડિપ્રેસ ફીલ કરતા હતા. આ જ માનસિક હાલતમાં જન્મ થયો પ્યાસાના બેઝીક કન્સેપ્ટનો. જો કે
ફિલ્મ બની ત્યારે તેમાં ઘણાં
ફેરફાર થયા પણ બેઝીક કન્સેપ્ટ તે જ
રાખવામાં આવ્યો હતો. આ પહેલાં ગુરૂદત્ત બાઝ, આર-પાર અને મિ. એન્ડ મિસિસ ૫૫ જેવી
કમર્શિયલ હીટ બનાવી ચૂક્યા હતા.
ત્યારબાદ તેમણે તે જમાનામાં વીસ લાખ રૂપિયાના બજેટ સાથે પ્યાસા બનાવી. ૧૯૫૭માં રિલીઝ થયેલી
પ્યાસા પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હીટ
રહી.
ફિલ્મના પહેલા સીનમાં જ ભંવરાને પગ નીચે કચડાઈ જતા બતાવવામાં આવે છે. લિજેન્ડરી ડિરેક્ટર ગુરૂદત્તના દિગ્દર્શનની ખાસિયત છતી કરતા
આ સીન દ્વારા જ આખીય ફિલ્મનું હાર્દ શરૂઆતના એક જ સીનમાં દેખાડી દેવામાં આવે
છે. દત્ત સાહેબ પ્યાસાના આ
સીનને સિમ્બોલીક સીન ગણાવતા હતા. કહે છે કે તમારે ગુરૂદત્ત સાહેબને ઓળખવા હોય તો
પ્યાસાનું પાત્ર વિજય અને કાગઝ કે ફૂલનું પાત્ર
સૂરેશને જોવા પડે.
૨૧ વર્ષની વહિદાને પ્યાસા ફિલ્મથી જ તેમની કરિઅરનો પહેલો મોટો બ્રેક મળ્યો. વહિદા રહેમાને પ્યાસાના
શૂટીંગના થોડા સમય પહેલાં જ સીઆઈડીનું શૂટીંગ પતાવ્યું હતું. ગુરૂદત્તને વહિદાના
ડાયલોગ્સ કરતા પણ તેમના એક્સપ્રેશન પર વધારે આશા હતી કારણ કે વહિદાને તે એક ઉમદા આંગિક કલાકાર ગણતા હતા. પ્યાસા બાદ વહિદાની ગણતરી લિડીંગ રોલ માટે એટલે કે હિરોઈન તરીકે થવા માંડી. પ્રેમાળ
હ્રદયની વૈશ્યા એવી ગુલાબો, જે વિજયની કાબેલિયત અને તેની કવિતાઓને ખૂબ સારી રીતે સમજે છે, અને ખરા મનથી વિજયને ચાહે છે. પ્યાસાની આ ગુલાબોનું પાત્ર એક રિઅલ લાઈફ ડાન્સર પરથી ઈન્સ્પાયર્ડ હતું. ગુરૂદત્ત સાહેબના મિત્ર અને રાઈટર
અબરાર અલ્વીને તેમના સ્ટ્રગલના દિવસો દરમિયાન એક ડાન્સર સાથે ખૂબ સારો સંબંધ હતો. તે ડાન્સર મુંબઈના જ એક રૅડ લાઈટ એરિયામાં રહેતી હતી મજાની વાત એ છે કે તેનું નામ પણ ગુલાબો જ હતું. અબરાર અલ્વીના મોઢે સાંભળેલી
ગુલાબોની વાત પરથી જ પ્યાસાની હિરોઈન ગુલાબોનું
પાત્ર લખાયું. જ્યારે ફિલ્મનું શૂટીંગ શરૂ થયું ત્યારે ગુલાબો સાથેના રેડ લાઈટ એરિયાના
સીન્સ માટે ગુરૂદત્ત ચાહતા
હતા કે રેડ લાઈટ એરિયાનું શૂટીંગ કલકત્તામાં કરવામાં આવે પણ તે સમયે ત્યાં કલકત્તામાં એટલી ભીડ જમા થઈ ગઈ કે શૂટીંગ કરવું મુશ્કેલ થઈ પડ્યું, જેથી પાછળથી તેનું શૂટીંગ મુંબઈમાં જ કરવામાં આવ્યું.
'જબ હમ ચલે તો સાયા ભી અપના સાથ ન દે, જબ તુમ ચલો ! ઝમીન ચલે આસમાન ચલે. જબ હમ રૂકે તો સાથ રૂકે શામે બેકસી, જબ તુમ રૂકો બહાર રૂકે, ચાંદની રૂકે !' કવિ વિજય એક સુંદર છોકરી મીનાના પ્રેમમાં છે. અને ત્યારબાદ સામાજીક પ્રતિષ્ઠા, પૈસા વગેરેને કારણે તે પ્રેમીને છોડી બીજા સાથે પરણી જાય છે. આ સમય દરમિયાન જ વિજય દુનિયાની કળવી વાસ્તિવિકતાનો સામનો કરે છે. 'દુનિયા કો કીસી કી ઝરૂરત નહીં, હમને અપની શાયરી, દુનિયા તક પહોંચાને કી કિતની કોશિશ કી, લેકિન જાનતી હો દુનિયાને ઉસકા ક્યા મોલ લગાયા ? રદ્દી કે ચન્દ ટૂકડે, જો દસ આને મેં બેચે ગયે. મેરી ઝિન્દગીકા મોલ
દસ આને હૈ !' ગૂરૂદત્ત સાહેબનો આ ડાયલોગ ફિલ્મના હિરો કવિ વિજયની
દુનિયા પ્રત્યેની ફરિયાદ અને તેમના દુઃખને પ્રસ્તુત કરે
છે. કહે હે કે આ ફિલ્મ સાહિર લુધયાન્વી સાહેબના અંગત જીવનને પણ ખૂબ નજીકથી સ્પર્શતી
હતી. કારણ કે પ્યાસાની કથા વસ્તુ એક
એવા
કવિની આજૂ-બાજૂ રચાઈ છે જે પોતાના મસ્તમૌલા, અલખ-તલખ સ્વભાવને કારણે સમાજથી દૂર ચાલી જાય છે.
ફિલ્મમાં સંગીત આપ્યું હતું એસ.ડી. બર્મને અને ગીતો લખ્યા હતા સાહિર
લુધીયાન્વીએ. અને ગીતો ગાયા હતા રફી, ગીતા દત્ત અને હેમંત કુમારે. ગીતોની વાત નીકળી પ્યાસાના એક ગીતની પાછળની કહાની યાદ આવે છે. રફી સાહેબે ગાયેલું પ્યાસાનું એ ફેમસ ગીત કે જે જ્હોની વોકર પર ફિલ્માવાયું હતું, 'સર જો તેરા ચકરાયે...' આ ગીત મૂળ એસ.ડી. બર્મનના દીકરા આર.ડી. બર્મનની એક ધૂન પરથી બનાવવામાં આવ્યું હતું. કહે છે કે ગૂરૂદત્ત સાહેબે જ્હોની વોકરને કલકત્તામાં એક દિવસ કહ્યું હતું કે, 'જો સામેથી પેલો એક તેલ માલિશવાળો આવે છે, તું તેને બરાબર ઓબઝર્વ કરી લે કારણ કે મારી કોઈ એક ફિલ્મમાં હું જરૂર તેને એક કેરેક્ટર તરીકે લાવીશ.' અને પ્યાસામાં ખરેખર જ ગુરૂદત્તે તે પાત્ર જ્હોની પાસે કરાવડાવ્યું હતું.
ગુરૂદત્તે પહેલાં આ ફિલ્મનું નામ રાખ્યું હતું 'કશ્મકશ' ત્યારબાદ શૂટીંગ દરમિયાન તેને બદલીને 'પ્યાસ' કરી નાખવામાં આવ્યું પણ ફિલ્મ પૂર્ણ થાય તે પહેલાં દત્તસાહેબે નક્કી કરી લીધું કે તેનું નામ રાખવામાં આવશે 'પ્યાસા.' પ્યાસાને બોક્સ ઓફિસ પર એવી સફળતા મળી કે માત્ર ભારતમાં જ નહીં
પણ ફ્રાન્સ અને જર્મની પણ પ્યાસાના
ખૂબ
વખાણ થયા.
આખરી સલામ ;
'જીસ
વિજય કે નામ સે આપ ઝીંદાબાદ કે નારે લગા રહે હૈ, મૈં વો વિજય નહીં હું !'
8/18/2014 09:53:00 AM |
Category:
Published In Gujarat Guardian News Paper - 15.08.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)