હિમેજી કાસ્ટલનો કુવો શું ખરેખર ઓકીકુનો કૂવો છે ?
કુદરતી સૌંદર્યનો અદ્‍ભૂત નજારો, હિલ ટોપ વ્યુ અને સરસ પેનોરમિક ફોટો લઈ શકાય તેવું આંખ ધરાય ત્યાં સુધી જોયા કરવું ગમે તેવું સ્થળ. ભૂતિયા જગ્યાઓ ને ભૂતોની વાત કરવાની હોય તે કોલમમાં આજે આ લેખકને શું થઈ ગયું છે. આમ આવા રમણીય સ્થળની અને તેના સૌંદર્યની કેમ વાત કરવા માંડ્યો ? તમને થશે આ ચોમાસાના વરસતા વરસાદના મોસમમાં આ ભાઈનું ચસકી ગયું લાગે છે. એટલે ભઈસા' વિષયાંતર થઈ રહ્યા છે. પણ મારો વિશ્વાસ કરો ખરેખર એવું કંઈ નથી. કુદરતી સૌંદર્યના થોડા શબ્દો નીકળી ગયા કારણ કે  સ્થળ  એવું છે.
અમે વાત કરી રહ્યા છે જાપાનની હિમેજી કાસ્ટલની. આજના આધુનિક જમાનામાં પણ જાપાનિઝ આર્કિટેક્ચર ટકી રહ્યું છે તેનો જીવતો જાગતો નમૂનો એટલે આ હિમેજી કાસ્ટલ. આશરે ૮૩ જેટલા બિલ્ડીંગનો સમૂહ જેમાં મોસ્ટ એડવાન્સ ડિફેન્સીવ સિસ્ટીમ રાખવામાં આવી છે. ઘણીવાર આ કાસ્ટલને હાકુરો-જો (જાપાનિઝ શબ્દ) કે શિરાસાગી-જો પણ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય બ્રિલિયન્ટ વ્હાઈટ એક્સટીરિઅર વાળું.
આકાશને આંબતી હોય તેવો ભાસ થાય તેવી આ હિમેજી કાસ્ટલ આશરે ચૌદમી સદીમાં બનાવવામાં આવી હતી, જેનું પછીના સો વર્ષમાં એક્સપાન્શન થયું. આ કાસ્ટલની બરાબર મધ્યમાં એટલે કે તળીયાના ભાગે એક કૂવો બનાવવામાં આવ્યો છે. તમે હિમેજી કાસ્ટલના કૂવાનું એડ્રેસ અગર અમને પૂછો તો કહીશું કે હેરીકીરી મારૂની બરાબર બાજૂમાં. જાપાનિઝ શબ્દ હેરીકીરી મારૂનો અંગ્રેજીમાં અર્થ થાય સ્યુસાઈડ ગેટ. કહેવાય છે કે આ કુવાનો ઉપયોગ એક ચોક્ક્સ કારણ માટે કરવામાં આવતો હતો. વર્ષો પહેલા જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ ગૂનો સાબિત થાય કે તેને પદભ્રષ્ટ કરવામાં આવે ત્યારે તેને કૂવામાં ઝંપલાવી દઈ પોતાની જાન લઈ લેવા ફરજ પાડવામાં આવતી હતી. અથવા તે વ્યક્તિને પોતાની જ તલવાર દ્વારા પોતાનું ખૂન કરી નાખવું પડતું અને ત્યારબાદ લોકો તેને આ કૂવામાં ફેંકી દેતા. લોકો કહે છે કે આવી દરેક ઘટના પછી આ કૂવાને ફરી સાફ કરવામાં આવતો. પણ જરૂરી નથી કે દર વખતે સાચો ગૂનેહગાર  આ રીતની સજા પામે. ક્યારેક કોઈ ખોટી વ્યક્તિ દંડાઈ ગઈ હોય તેવું પણ બનવા જોગ છે. અને જ્યારે આવું થાય ત્યારે શક્ય છે કે તે વ્યક્તિનો આત્મા શાંતિથી બીજી દુનિયા તરફ પ્રયાણ  પણ કરી શકે. આમ પણ ટૂંકા અર્થમાં પૂછો તો ભૂત એટલે શું ? અધુરી મનોકામના કે જીવનીચ્છા સાથે અકાળે મૃત પામેલી વ્યક્તિનો આત્મા કે શક્તિ. (આ સિવાય બાકીના જે પણ ભૂત હોય, મેલી વિદ્યા કે શાપિત આત્માઓ તેને પિશાચ તરીકે ઓળખો તો વધારે બહેતર છે.) કદાચ, ભૂતનું આ અર્થઘટન દરેક માણસે માણસે અલગ હોય શકે. હા તો આ હેરીકીરી મારૂની પાસેના આ કૂવામાં જે ગૂનેહગારોને મારી નાખવામાં આવતા હતા તેમાં એક મોત એવી પણ થઈ હતી જે ખરેખર કોઈ ગૂનેહગાર નહોતી, ન તો તેણે પોતાનો જીવ લીધો હતો. પણ બળજબરી પૂર્વક તેને મારી નાખવામાં આવી હતી.
વર્ષો પહેલા હિમેજી કાસ્ટલમાં એક નોકર હતી, ઓકિકુ. આ કાસ્ટલમાં ઓકિકુના માસ્ટર હતા ટિસાન આઓયામા જે સમુરાઈ વિદ્યામાં પારંગત હતા. હિમેજી કાસ્ટલના માલિક હિમેજીને સમુરાઈ વિદ્યા પ્રત્યે ખૂબ પ્રેમ હતો તેથી તેમણે આઓયામાને ત્યાં રાખી લીધા. આઓયામાની પત્નીએ ક્યાંકથી ખૂબ કિમતી અને ઐતિહાસિક એવી દસ સોનાની ડચ પ્લેટ્સ ભેગી કરી હતી. હવે આખાય હિમેજી કાસ્ટલમાં એક માત્ર ઓકિકુ જ સ્ત્રી નોકર હતી તેથી ઓકિકુને  દસ સોનાની પ્લેટ્સની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. હિમેજી કાસ્ટલનાં ચાર ટાવરની નીચે જ્યાં એક અંધારી ચેમ્બર બનાવવામાં આવી હતી ત્યાં જ તે પ્લેટ્સ રાખવામાં આવતી અને તેની દેખરેખ ઓકિકુએ રાખવાની હોય સ્વાભાવિક રીતે તેની ડ્યુટી પણ મોટે ભાગે ત્યાં રહેતી. જગ્યાનું નામ રાખવામાં આવ્યું હતું ' પ્લેટ મેન્શન.' ટિસાન આઓયામાની પત્નીએ જ્યારથી અતિકિંમતી પ્લેટ્સ ભેગી કરી હતી ત્યારથી જ આઓયામાની નજર એ પ્લેટ્સ પર બગડી હતી. તેના દિમાગમાં એ જ ચક્રો ગતિમાન હતા કે કઈ રીતે તે આ પ્લેટ્સ મેળવી શકે. તેણે ઓકિકુને પોતાના હાથમાં લેવાનો વિચાર કર્યો. તેને થયું કે અગર જો તે ઓકિકુ સાથે અનૈતિક સંબંધ બાંધી લે તો ઓકિકુને તેની વાત માનવાની ફરજ પડશે. તેણે એક યા બીજા રસ્તે ઓકિકુને ફરજ પાડવા માંડી કે તે અઓયામા સાથે સંબંધ બાંધે. ઓકિકુએ પહેલી જ વારમાં અઓયામાને ઘસીને ના કહી દીધી. આઓયામા આમ પણ તેની પત્નીને વફાદાર નહોતો. તેણે ઓકિકુને કહેવા માંડ્યુ કે જો તે તેની સાથે સંબંધ બાંધશે તો આઓયામા તેની પત્નીને છોડી દેશે. પણ ઓકિકુ કોઈ કાળે માનવા તૈયાર નહોતી.
સમયગાળા દરમિયાન અઓયામા હિમેજી કાસ્ટલના હેડને પણ મારી નાખવાના કાવતરા ઘડી રહ્યો હતો. તે પોતે એમ માનતો હતો કે તે જે ચાહે છે તે દરેક વસ્તુ તેને મેળવવાનો અધીકાર છે. તેણે ઓકિકુને પોતાના કહ્યામાં કરવા માટે એક કાવતરૂં ઘડી કાઢ્યું. પેલી દસ કિમતી સોનાની પ્લેટ્સમાંથી તેણે એક પ્લેટ ગાયબ કરી નાખી. ઓકિકુને જ્યારે વાતની ખબર પડી ત્યારે તે ખોવાયેલી એક પ્લેટ ગાંડાની જેમ શોધવા માંડી. સમય દરમિયાન ટિસાન આઓયામાએ ફરી તેને કહ્યું કે, ઓકિકુ પોતાની વાત માને અને તેની સાથે સંબંધ નહીં બાંધે તો તે ખોવાયેલી પ્લેટની ચોરીનું આડ તેના પર નાખી દેશે. અને આ રીતે તે તેને ટોર્ચર કરાવશે અને પછી હેરીકીરી મારૂની પાસેના કૂવામાં મારી નંખાવાની ફરજ પાડશે. પણ ઓકિકુ કોઈ પણ રીતે તેની વાત માનવા તૈયાર નહોતી. ઓકિકુ આઓયામાની સાથે એક ક્ષણ પણ વિતાવવા તૈયાર નહોતી. પણ તેની સાથે પણ હકીકત હતી કે દસ પ્લેટ્સમાંથી એક પ્લેટ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. અને આ પ્લેટ ચોરાઈ ગયાની કે ગાયબ થઈ ગયાની ખબર પડે તો હિમેજી કાસ્ટલમાં જ તેને સજા આપવામાં આવે. આ દરેક માનસિક તાણની વચ્ચે આઓયામાના ત્રાસથી હારી ગયેલી ઓકિકુએ એક રાત્રે પેલા કૂવામાં પડતું મૂક્યુ. ટિસાને ત્યારબાદ પણ પેલી પ્લેટ છૂપાવેલી રાખી અને તે માટે તે ઓકિકુને જવાબદાર ગણાવતો રહ્યો.
કહે છે કે આ રાત પછી ઓકિકુનું ભૂત રોજ રાત્રે ' પ્લેટ મેન્શન'માં આવે છે અને પેલી પ્લેટ્સ ગણ્યા કરે છે. એકથી નવ સુધીની પ્લેટ ગણ્યા બાદ દસમી પ્લેટ ન મળતા ઓકિકુનું ભૂત જોર જોરમાં બરાડા પાડે છે, રડે છે અને હાડ થિજાવી દે તે રીતે આક્રંદ કરે છે. જાપાનિઅ લોકો  રીતના ભૂતને યુરિમી કહે છે. જાપાનિઝ ભાષામાં યુરિમી એટલે એવું ભૂત કે આત્મા જેનું મૃત્યુ અચાનક કે કોઈ આઘાત જનક, દબાણ પૂર્વકના સંજોગોમાં થયું હોય. જેના પીચ બ્લેક વાળ હોય અને તેણે વ્હાઈટ ડ્રેસ પહેર્યો હોય. અને તેના હાથ કે પગ દેખાતા   હોય. ઓકિકુનું યુરિમી દરરોજ રાત્રે કૂવાની દિવાલ પર ચઢીને બહાર આવે છે, પ્લેટ મેન્શન તરફ જાય છે અને ત્યાં જઈ પેલી સોનાની પ્લેટ્સ ગણે છે. કહે છે કે દસમી પ્લેટ મળતા ખૂબ બિહામણા રૂપમાં આવી જાય છે અને તીણા બરાડા પાડવા માંડે છે. 
જ્યારે રોજે રોજ થવા માંડ્યુ ત્યારે એક માત્ર ટિસાન આઓયામાને ખબર હતી કે અ શા કારણથી થાય છે અને તેને ઘણીવાર વિચાર પણ આવતો કે ઓકિકુના ભૂતના આદેશ પ્રમાણે તે પેલી પ્લેટ પાછી તેની જગ્યા પર મૂકી દે પણ હજીય તેને તે જે વિચારે છે તે બધું જ મળવું  જોઈએની જીદ્દ તેમ કરતા રોકતી હતી. સતત ઘટતી આ ઘટનાનું આખરે પરિણામ એ આવ્યું કે ટિસાનને કાસ્ટલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો. આઓયામાને કાઢી મૂકવાને કારણે હિમેજી કાસ્ટલના હેડની જાન તો બચી ગઈ પણ ઓકિકુનું ભૂત તેના પ્લેટ્સ ગણવાના પ્રયત્નો કેમેય કરી બંધ કરતુમ નહોતું. આખીય કાસ્ટલને  ઘટનાએ આજે મોસ્ટ હોન્ટેડ પ્લેસ બનાવી દીધી છે. કહે છે કે ઓકિકુનું ભૂત હવે રોજ રાત્રે તો નથી અવતું પણ સમયાંતરે જરૂર દેખા દે છે. તેના તીણા બરાડા, હ્રદય થિજાવી દેતું આક્રંદ અને ગૂંગળાવી મૂકતી હવાએ આજે પણ  કાસ્ટલને જાપાનની સૌથી ભૂતિયા જગ્યા તરીકે બદનામીના જાળામાં ફસાયેલી રાખી છે.





Comments (0)