યાદ એક એવા કલાકારની જે પોતાની સ્ટાઈલ, ડાયલોગ્સ અને એક્ટિંગ દ્વારા આખાય થિયેટરને વર્ષો સુધી હસાવતો રહ્યો હતો. કલાકારે એક ફિલ્મમાં પોતાની ટૂંકી છતાં યાદગાર ભૂમિકાને કારણે દર્શકોની આંખમાં ઝળઝળીયા પણ લાવ્યા હતા. ગત મહિનાની ૨૯મી તારીખે ઉમદા કૉમેડિયનની પૂણ્યતિથી ગઈ. તેમના મૃત્યુને અગિયાર વર્ષ પૂર્ણ થયા પણ આપણી હિન્દી ફિલ્મોમાં કલાકારનું જેટલું યોગદાન હતું તેના તલભાર જેટલી પણ કોઈએ તારીખ દરમિયાન નોંધ સુધ્ધા નહોતી લીધી ત્યારે તેમના ચાહક તરીકે લખનારને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આથી થયું કે લેખ દ્વારા તમારી સાથે તેમની યાદોને વાગોળી લઈએ કદાચ રીતે તેમને શ્રધ્ધાજંલી આપી શકીએ !
બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી, હા તેમનું મૂળ નામ. જો કે ફિલ્મી પડદે આપણે તેમને જ્હોની વોકરના નામે બહેતર ઓળખીયે છીએ. ૩૦૦ જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જ્હોની વોકર યાદગાર કોમેડિયનની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે જ્યાં જવ્વલે કોઈ કોમેડિયન પહોંચી શકે. ૧૯૨૦માં ઈન્દોરમાં મીલ કામદાર ને ત્યાં જન્મેલો બદરૂદ્દીન દસ સંતાનોમાં બીજા નંબરનો દીકરો. બાપ ઈન્દોરમાં જે મીલમાં કામ કરતા હતા તે બંધ થઈ ગઈ અને પરીવાર પર જાણે આફત તૂટી પડી. બદરૂદ્દીનનો પરીવાર નબળી આર્થિક પારિસ્થિતિને કારણે મુંબઈ આવી જાય છે. અને અહીંથી શરૂ થાય છે બદરૂદ્દીનની હાડમારી અને સખત મહેનતના દિવસો. તે વખતે જ્હોની મુંબઈમાં અનેક નાની મોટી જે કંઈ નોકરી કે કામ મળે તે કરવાની તૈયારી સાથે મહેનત કરવા માંડે છે. પરીવારમાં એક માત્ર તે કમાઈને લાવનારો દીકરો હોય તેમણે કોઈ પણ કામ કરવામાં નાનમ નહોતી અનુભવી. આખરે મુંબઈની જીવાદોરી સમાન પબ્લીક ટ્રાન્સપોર્ટની બેસ્ટની બસમાં જ્હોનીને કંડક્ટર તરીકેની નોકરી મળી જાય છે. આઈસ કેન્ડી, ફ્રુટ્સ, શાકભાજી, સ્ટેશ્‍નરી વગેરે અનેક સામાન લાવવા લઈ જવાની મજૂરી કર્યા બાદ જ્હોનીને બસ કંડક્ટરની નોકરી હાથ લાગી હતી. પણ સમયની હાડમારી દરમિયાન પણ જ્હોનીને ફિલ્મોમાં અનહદ રસ હતો. તેઓ ફિલ્મી પડદે નૂર મહોમ્મ્દ ચાર્લીના સ્ટંટ જોઈ તેની નકલ કર્યા કરતા અને પ્રેકટીસ કરતા રહેતા. 
જ્હોનીનું સપનું કહો કે આદત પણ માત્ર એક આશાએ કે કદાચ કોઈ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિનું તેમના પર ધ્યાન પડી જાય, તેઓ બસમાં મુસાફરી કરતા મુસાફરોને જૂદી જૂદી રીતે એન્ટરટેઈન કર્યા કરતા. આખરે તેમનું સપનું પણ રીતે સાકાર થયું. એક દીવસ બલરાજ સહાનીની તેમના પર નજર પડી અને તેમણે બદરૂદ્દીનને ફિલ્મમાં રૉલ અપાવવા પ્રયત્ન કર્યો. બલરાજજી તે વખતે ગુરૂદત્ત સાહેબ સાથે ફિલ્મ બાઝી પર કામ કરી રહ્યા હતા (બાઝી ફિલ્મના રાઈટર તરીકે). તેમણે જ્હોનીને કહ્યું કે, 'એક ડ્રન્ક માણસની તેઓ એક્ટીંગ કરી ને ગુરૂદત્તને દેખાડે.' દત્ત સાહેબને બદરૂદ્દીનનો અભિનય ખૂબ ગમી ગયો અને તેમણે તરત જ તેને ફિલ્મ બાઝીમાં રૉલ પણ આપ્યો. ગુરૂદત્ત સાહેબ છે જેમણે બદરૂદ્દીનને નામ આપ્યું જ્હોની વોકર. જ્હોનીએ ત્યારબાદ દત્ત સાહેબ સાથે મેરે મહેબુબ, સીઆઈડી, પ્યાસા અને ચોરી ચોરી વગેરે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું જેમાંની દરેક ફિલ્મ સાથે ગુરૂદત્ત એક યા બીજી રીતે સંકળાયેલા હતા. જ્હોની વોકર પણ ખુલ્લા મને વાત સ્વીકારતા કે દત્ત સાહેબને કારણે ૫૦ અને ૬૦ના દાયકામાં તેમને ફિલ્મો મળી હતી. અને તે કારણથી ૧૯૬૪માં જ્યારે ગુરૂદત્ત સાહેબની અચાનક મૃત્યુ થઈ ત્યારે થોડા સમય માટે જ્હોનીની કરિઅર પણ અભેરાઈએ ચઢી ગઈ હતી. પણ ત્યારબાદ જ્હોની વોકરે બિમલ રૉય, વિજય આનંદ જેવા ડાયરેક્ટરો સાથે પણ કામ કર્યું.
જ્હોની વોકરના ફિલ્મી કરિઅરમાં ગીતો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. એક જમાનો એવો હતો જ્યારે જ્હોનીના નામનો બોક્સ ઓફિસ પર સિક્કો ચાલતો હતો. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ ડાયરેક્ટરને ખાસ દબાણ કરતા કે ફિલ્મમાં જ્હોની વોકર માટે એક ગીત લખાય અને ફિલ્માવાય. ડિમાન્ડ પછી તો હદ સુધી પહોંચી હતી કે આવા એકાદ ગીતને માટે જ્હોનીને અલગ મહેનતાણું પણ ચૂકવવામાં આવતું. સમય દરમિયાનનો એક કિસ્સો યાદ આવે છે. ફિલ્મ સીઆઈડી, 'એય દિલ હૈ મુશ્‍કીલ જીના યહાં... યે હે બમ્બઈ મેરી જાન.' જ્હોની વોકર પર ફિલ્માવાયેલું ગીત રફી સાહેબનો અવાજ. હવે સમય એવો હતો કે રફી સાહેબ જ્હોની વોકરનો અલાયદો લહેકો અને સ્ટાઈલ બરાબર ઓળખતા હતા, ફિલ્મના ગીતમાં તેમનો લહેકો જળવાઈ રહે તેથી રફી ચાહતા હતા કે તેઓ જ્હોનીના લહેકામાં ગીત ગાય. આથી તેમણે ગીતના પિક્ચરરાઈઝેશનના ત્રણ ચાર દિવસ પહેલા જ્હોનીને રિકોર્ડિંગ સ્ટુડિયોમાં બોલાવ્યા અને તેમની બોલવાની, ચાલવાની, ડાયલોગ ડિલીવરીની સ્ટાઈલ એડપ્ટ કરવાની કોશિશ કરી જેથી તેઓ તે સ્ટાઈલમાં ગીત પણ ગાય શકે.  
કહેવાય છે કે જ્હોની એક એવા કોમેડિયન હતા જે માત્ર કોમેડિયન તરીકેની ઈમેજ ધરાવતા હતા પણ ફિલ્મી જગતના તમામ લોકો અને દર્શકો તેમને પોતાના લાડકા અદાકાર તરીકે ગણતા હતા. તે સમયે જ્હોની એક માત્ર એવા કલાકાર હતા જેમની સાથે આખીય ઈન્ડસ્ટ્રીમાં કોઈને દુશ્‍મનાવટ નહોતી. તેઓ બધાના મિત્ર હતા અને ચાહિતા હતા. જ્હોની વોકરના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગુરૂદત્ત, દિલીપ કુમાર, સુનિલ દત્ત, નૌશાદ કે રફી સાહેબના નામતો ઘણાં લોકોને ખબર છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તે વખતે તેમના હરીફ ગણાવી શકાય એવા મહેમૂદ પણ તેમના ખાસ મિત્ર હતા. જ્હોની અને મહેમૂદનો પરીવાર કેટલીય વાર ઈદની પાર્ટી કે ફિલ્મ ટ્રેઈલર્સ રિલીઝની પાર્ટી એક સાથે એકમેકના ઘરમાં ઉજવતા હતા. જ્યારે મહેમૂદ સાહેબના પિતા મુમતાઝ અલી મરણ પથારીએ હતા ત્યારે તેમણે મહેમૂદને કહ્યું હતું, 'જ્યારે હું દુનિયામાં નહીં હોંઉ ત્યારે તુ તારી જાતને જરા પણ એકલો નહી સમજતો, મારી ગેર હાજરીમાં પણ જ્હોની વોકર તારો ગોડ ફાધર હશે.' અને ખરેખર થયું પણ તેવું અનેક સારાં નરસા સમયમાં બંને મિત્રો એકબીજાની પડખે ઊભા રહ્યા હતા. એક સમય એવો આવ્યો જ્યારે ઉંમરને કારણે જ્હોની વોકર પથારીવશ હતા અને મહેમૂદ અમેરીકા હતા. તેમણે જ્હોની વોકરને ફોન કર્યો અને ફોન પર જ્હોનીનો અવાજ સાંભળી મહેમૂદને ખ્યાલ આવી ગયો કે જ્હોનીની તબિયત ખૂબ ખરાબ છે. તેઓ ફોન પર વાત કરતા કરતા રડી પડ્યા અને જ્હોનીને કહ્યું, 'ભાઈ જાન આપકી તબિયત ઈતની ખરાબ હૈ ઔર મેં આપ કે પાસ નહીં હું.' જ્હોનીએ તરત મહેમૂદને શાંત પાડતા કહ્યું, 'બેટા રો મત. મેં ઠીક હું.' અને મહેમૂદ આગળ વાત નથી કરી શકતા.
છેલ્લે જ્હોની વોકરને યાદગાર બનાવતી બે વાત કરવી છે. સ્વાભાવિકરીતે તેમાં પહેલા સ્થાન પર હોય, 'સર જો તેરા ચકરાયે...યા દિલ ડૂબા જાયે...તેલ માલિશ' કલકત્તા શહેર ગુરૂદત્ત સાહેબના હ્રદયની ખૂબ નજીક હતું તેઓની ફિલ્મોમાં પણ એક યા બીજી રીતે શહેરની કોઈને કોઈ ઝાંખી જોવા મળતી. એક વખત દત્ત સાહેબ બગીમાં બેસીને કલકત્તામાં ફરી રહ્યા હતા અને તેમણે ત્યાં લૂંગી અને સદરો પહેરેલા, માથા પર ટોપીધારી તેલ માલિશ વાળાને જોયો. તેમણે તરત મુંબઈ આવી એસ.ડી. બર્મનને કહ્યું કે રીતના એક પાત્ર માટે મારી ફિલ્મમાં ગીત બનાવે. તેમણે અને અબરાર અલ્વીએ તરત સવાલ કર્યો કેરેક્ટર કોણ કરી રહ્યું છે અને દત્ત સાહેબે મોઢા પર સ્મિત સાથે કહ્યું, 'મેરા જ્હોની કરેગા તેલ માલિશ.' અને સાથે સાથે તેમણે અંગ્રેજી ફિલ્મ 'હેરી બ્લેક એન્ડ ટાઈગર' નો રેફરન્સ પણ આપ્યો. અને રીતે તૈયાર થયું જ્હોની વોકર પર ફિલ્માવાયેલું અમર ગીત 'સર જો તેરા ચકરાયે...
અને બીજી વાત છે જ્હોનીએ દર્શકોને રળાવ્યા હતા તે પાત્રની, ફિલ્મ આનંદ જ્હોની એમાં એક નાટ્ય દિગ્દર્શકના પાત્રમાં છે અને રસ્તા પર આનંદની (રાજેશ ખન્ના) નાનકડી મજાકથી બંને મિત્રો બની જાય છે. જ્હોની ત્યારબાદ આનંદને પોતાના નાટકના રિહલસલ્સ પર પણ લઈ જાય છે, અને એક દિવસ તેઓ આનંદને બાબુ મોશાઈના ઘરે મળવા જાય છે જ્યારે આનંદની હાલત ખૂબ ગંભીર હોય છે. અમિતાભનો નોકર કહે છે, 'હું આનંદ માટે એક સાધુ બાબાની ભભૂતિ લેવા જાઉં છું' અને જ્હોની આવી ચાલૂ વાતમાં કુદી પડતા પેલા નોકરને કહે છે આવા સાધુ બાબાની ભભૂતિ ક્યારેય કારગત નિવડતી નથી, શર્ત લગાવો છો ? હું ક્યારેય શર્ત હારતો નથી.' અને આનંદને મળ્યા બાદ જ્હોની બાબુ મોશાઈને કહે છે, 'હું અલ્લાતાલાને પ્રાર્થના કરીશ કે શર્ત હું હારી જાઉં.' જ્હોની જ્યારે સિનેમાના સીનમાં પડદાની બહાર જાય છે ત્યારે ફિલ્મ જોઈ રહેલા દરેકની આંખમાં આંસુ મૂકતા જાય છે. કાયમ પડદા પર દર્શકને હસાવનારો કલાકાર જ્યારે આવા સીન પણ આપી જાણે છે ત્યારે તેની અદાકારી પર દરેક દર્શકને માન ઉપજે તે સ્વાભાવિક છે. કહે છે કે  માત્ર ત્રણ વાક્યનો સીન કરવા માટે જ્હોનીએ પોતાના મનને એટલું કઠણ કર્યું હતું કે તેના શૂટીંગ દરમિયાન તેમણે કોઈ સાથે સેટ પર વાત સુધ્ધા નહોતી કરી અને સીન ઓ.કે કરી આપ્યા બાદ તેઓ પોતે પણ ખૂબ રડ્યા હતા. આવા ઉમદા કલાકારની વિતી ગયેલી અગિયારમી પૂણ્યતિથિએ  લેખ તેમને શ્રધ્ધાજંલી રૂપે સમર્પિત.


લાસ્ટ કટ ; જ્હોની વોકર સાહેબને મધુમતી ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટર અને શિકાર ફિલ્મ માટે બેસ્ટ કોમેડિયનના ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.




Comments (0)