માણસને તેના અજાગ્રત મન દ્વારા ક્યાંક જાણ થઈ જતી હશે ? કે તેની મોત તેની જિંદગીના પ્રમાણમાં ખૂબ વહેલી આવવાની છે ? બીજાની તો ખબર નથી પણ સ્મિતા પાટીલ વિશે વિચારીએ છીએ ત્યારે ચોક્ક્સ ઉપરની વાત માની લેવાની ઈચ્છા થઈ આવે. આવનારી ૨૮મી નવેમ્બરે તેમના મૃત્યુને સત્તાવીસ વર્ષ પૂરા થશે છતાં આપણાં દિમાગ પરથી હજીય તેમની છાપ ભૂંસાતી નથી, ફિલ્મી પડદે આજે પણ કોઈ હિરોઈન ને ચેલેન્જિંગ રૉલ કરતા જોઈએ કે તરત એમનું નામ આપણાં હોંઠ ઉપર આવી જાય. મહારાષ્ટ્રના પોલિટીશીયન શિવાજીરાવ પાટીલ અને સમાજ સેવિકા વિદ્યાતાઈ પાટીલને ત્યાં ૧૭મી ઓક્ટોબર ૧૯૫૫ના દિવસે જન્મેલી સ્મિતા આજે આટલા વર્ષો પછી પણ હિન્દી સિનેમા જગતની એક માત્ર એવી કલાકાર છે જેણે પેરેલલ સિનેમા અને કમર્શિયલ સિનેમા બંનેમાં માત્ર કામ કર્યું બલ્કે બંને જગ્યાએ એક સરખી સફળતા પણ મેળવી. સ્મિતા આર્ટ ફિલ્મની ક્વીન પણ કહેવાઈ અને કમર્શિયલ ફિલ્મની સફળ હિરોઈન પણ ગણાવાઈ. જે લોકોએ સ્મિતાને પેરેલલ સિનેમા (એટલે કે આપણે જેને આર્ટ ફિલ્મ કહીએ છીએ તે)માં જોઈ તે લોકો ક્યારેક એવું કહેતા થઈ ગયેલા કે સ્મિતા ક્યારેય કમર્શિયલ ફિલ્મોમાં નહીં ચાલી શકે. પણ તે સ્મિતા પાટીલને જ્યારે લોકોએ અમિતાભ બચ્ચન સાથે નમક-હલાલમાં રોમાન્સ કરતા જોઈ, 'આજ રપટ જાયેં તો...ગીત પર વરસાદમાં નાચતા જોઈ ત્યારે ફરી બધા કહેવા માંડ્યા, 'વાહ ક્યા જોડી હૈસ્મિતા પાટીલ લૂક્સ સો સેક્સી એન્ડ હર એક્ટિંગ ઈઝ ઓસમ.'
સિનેમા જગતમાં સ્મિતાની એન્ટ્રી થઈ મરાઠી ફિલ્મોથી. તેમની પહેલી ફિલ્મ હતી 'સામના.' સ્મિતા એક સફળ રાજકારણીની દીકરી હોવાને કારણે તેમની પાસે કરિઅર બનાવવા માટે અનેક વિકલ્પો હતા. પણ તે બધામાં સ્મિતાએ અભિનય પર પોતાની પસંદગી ઉતારી અને તેમની પસંદગી કેટલી સફળ રહી તે આપણે સૌ જાણીએ છીએ. સ્મિતાએ સૌ પ્રથમ ૧૯૭૦માં કૅમેરાનો સામનો કર્યો. તે વખતે તેમણે દૂરદર્શન પર એક ન્યુઝ એન્કર તરીકે નોકરી સ્વીકારી અને ન્યુઝ રીડર બની ગઈ. એટલું નહીં ફોટોગ્રાફી પણ સ્મિતાનો રસનો વિષય હતો. તે ખૂબ સારી ફોટોગ્રાફી કરી શકતી હતી. પણ સ્મિતાની કરિઅર તેમને ફોટોગ્રાફી અને ટેલિવિઝનની દુનિયાથી ક્યાંય વિશાળ દુનિયા તરફ લઈ જવાની હતી. સ્મિતા જ્યારે દૂરદર્શન પર સમાચાર વાંચી રહી હતી તે સમયે એક ફિલ્મ ડાયરેક્ટરની તેમના પર નજર પડી. તે ડાયરેક્ટર તે સમયગાળામાં પોતાની પેરેલલ ફિલ્મો માટે મશહૂર હતા. સ્મિતાને પહેલી નજરે જોતા તેમને સમજાઈ ગયું હતું કે સ્મિતા તેમની આગામી ફિલ્મમાં હિરોઈન બની શકે તેમ છે. પણ ઓફર માટે સ્મિતાનો એપ્રોચ કરવો કઈ રીતે, તેમની પાસે એવો કોઈ સ્ટ્રોંગ સોર્સ નહોતો જે સ્મિતાને જઈ મળી શકે, તેમની ઓફર વિશે વાત કરી શકે. પણ સમય દરમિયાન યોગાનું યોગ એક દિવસ ડાયરેક્ટરનો સાઉન્ડ રિકોર્ડિસ્ટ હિતેન્દ્ર ઘોષ તેમને આવ્યો જે સ્મિતાની નાની બહેનને ઓળખતો હતો. તેણે ડાયરેક્ટર સાહેબને કહ્યું, ‘તમે કહેતા હો તો હું સ્મિતા માટે વાત કરી શકું છું.તે ડાયરેક્ટર એટલે શ્યામ બેનેગલ. હિતેન્દ્ર શ્યામ બેનેગલની ઓફર લઈ સ્મિતા પાસે પણ સ્મિતાએ ફિલ્મો કરવાની ધરાર ના કહી દીધી. ત્યારબાદ બેનેગલ ખૂદ તેમની પાસે ગયા અને તેમની ફિલ્મ, સ્મિતાના રૉલ વિશે વિગતે ચર્ચા કરી. અને શ્યામ બેનેગલ જેવા મોટા ગજાના ડાયરેક્ટરને ખૂદને આવેલા જોઈ, તેમની ફિલ્મની કહાની સાંભળી લીધા બાદ સ્મિતાની મા વિદ્યાતાઈએ સ્મિતાને સમજાવ્યા કે, 'એકવાર કોશિશ કરી જોવામાં શું જાય છે ? તને કોઈ નુકશાન થોડું થવાનું છે ?' અને સ્મિતા તૈયાર થયા. અને રીતે સ્મિતાએ તેમની પહેલી ફિલ્મ કરી 'ચરન દાસ ચોર' જેમાં સ્મિતાએ રાણી કેલાવતીનું પાત્ર ભજવ્યું.
ત્યારબાદ તો તેમણે શ્યામ બેનેગલની ભૂમિકા અને મંથન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. અને સ્મિતા પાટીલને શ્યામ બેનેગલની જ ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો. આ તેમનો પહેલો નેશનલ એવોર્ડ હતો અને તે પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે. ભારતના ઈતિહાસમાં નેશનલ એવોર્ડ મેળવનાર સ્મિતા આજે પણ સૌથી યુવાન કલાકાર છે. આ એવોર્ડ દ્વારા સ્મિતાએ પોતાની એક્ટિંગ કાબેલિયત આખાય ભારતમાં સાબિત કરી દીધી હતી. તેમની ગણતરી હંમેશા એક થિંકીંગ આર્ટીસ્ટ તરીકે થતી રહી છે. ત્યારબાદ હંમેશા સ્મિતા પાટીલ શ્યામ બેનેગલ, ગોવિંદ નેહલાની, કેતન મહેતા, મૃણાલ સેન જેવા બ્રિલિયન્ટ ડાયરેક્ટરની પહેલી પસંદગી બની ગઈ. સ્મિતાએ હંમેશા ફિલ્મોમાં તેના પાત્રને મહત્વ આપ્યું હતું પછી ભલે નેગેટીવ કેરેક્ટર હોય કે પોઝિટીવ. સપોર્ટીંગ રૉલ હોય કે લીડ રૉલ. સ્મિતાને પોતાનું પાત્ર પસંદ આવવું મહત્વનું રહેતું. અને ખરેખર જ હંસા વાડ્કરના જીવન પરથી બનેલી ફિલ્મ ભૂમિકા સ્મિતાના એક્ટિંક કરિઅરમાં પહેલા માઈલ સ્ટોન તરીકે સાબિત થઈ.
પણ એક તરફ જ્યાં સ્મિતા પેરેલલ સિનેમામાં પોતાનું સ્થાન જમાવી રહી હતી ત્યાં બીજી તરફ એક ફિલ્મ માટે તેમને રીજેક્શન નો સામનો કરવો પડ્યો. એ સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન એક એંગ્રી યંગ મેન તરીકે હિન્દી સિનેમાના પડદે ઉભરી રહ્યા હતા, અને શબાના આઝ્મી એક ભારતીય દેખાવ વાળી આર્ટ એન્ડ કમર્શિયલ ફિલ્મની સફળ અભિનેત્રી તરીકે પોતાની જગ્યા બનાવી ચૂક્યા હતા. અને તે સમય દરમિયાન જ ડાયરેક્ટર સઈ પરાંજપે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સ્પર્શ. સ્મિતાને ફિલ્મ માટે ખૂબ આશા હતી તેઓ માનતા હતા કે સઈ તેમની ફિલ્મમાં તેમને સાઈન કરશે પણ પરાંજપેએ સ્મિતાને સાઈન નહીં કરી શબાનાને સાઈન કર્યા. જેનું કારણ માત્ર એટલું  હતું કે, શબાના આઝ્મી કમર્શિયલી સ્મિતા કરતા વધુ મોટું નામ અને મોટી સ્ટાર હતી. સ્મિતાને વાતથી આઘાત લાગ્યો, તેમણે કહ્યું કે, 'જે રીતની ફિલ્મોમાં મેં મારી કાબેલિયત સાબિત કરી છે તે રીતની ફિલ્મોમાં પણ મને માત્ર એટલા માટે કામ નહીં આપવામાં આવે કારણ કે મેં કમર્શિયલ ફિલ્મોમાં કામ નથી કર્યું. તો મારો એક કલાકાર હોવાનો શું અર્થ રહી જાય છે ?' અને એક મુખ્ય કારણ બની ગયું કે સ્મિતાએ કમર્શિયલ ફિલ્મો કરવાનું નક્કી કર્યું.
સ્મિતાએ જ્યારે  નિર્ણય કર્યો ત્યારે  ક્રિટીક્સ એવું માનવા અને કહેવા માંડ્યા હતા કે પેરેલલ સિનેમાની અદ્‍ભૂત અદાકારા કદીય કમર્શિયલ સિનેમામાં પોતાનો કમાલ નહીં દેખાડી શકે અને હીટ નહીં જાય. સ્મિતાએ તેમના પર થતી કમેન્ટને સકારાત્મક રીતે લઈ પોતાની કાબેલિયત કમર્શિયલ ફિલ્મોમાં પણ સાબિત કરી દેખાડી અને શક્તિ, નમક હલાલ અને આખિર ક્યોં જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું.
સ્મિતા પોતાના કામને લઈ એટલા ડેડીકેટ હતા કે શ્યામ બેનેગલની ફિલ્મ માટે તેઓ રોજ સવારે વહેલા ઉઠી વાગ્યે રેસકોર્ષ જઈ ઘોડે સવારી કરતા, ત્યાંથી સીધા શ્યામજીની ઓફિસે પહોંચી જતા અને ફેંસિંગ શીખતા. શ્યામ બેનેગલ પાસે જરૂરી ટ્રેનિંગનું સેશન પતાવી બપોરે ઘરે આવતા જમીને થોડો વાર આરામ કર્યા બાદ ફરી સ્મિતા કથકના ક્લાસીસ માટે રવાના થઈ જતા. અને બધાની સાથે ફિલ્મોનું શૂટીંગ તો ખરૂં જ.
સ્મિતા પાટીલની કમર્શિયલ ફિલ્મોની સફર દરમિયાન એક ફિલ્મના સેટ પર તેમની મુલાકાત થઈ તેમના રિયલ લાઈફ હિરો સાથે. ફિલ્મ હતી તજૂર્બા અને અભિનેતા હતો રાજ બબ્બર. સિનેમા પડદે રોમાન્સના સીન કરતા કરતા સ્મિતા રિઅલ લાઈફમાં પણ રાજને ચાહવા માંડ્યા. પણ રાજ પહેલેથી નાદીરા સાથે પરણેલા હતા. સ્મિતા જ્યારે તેમની બહેન સાથે રાજ પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતી ત્યારે કાયમ કહેતી કે, 'પ્રેમ આંધળો હોય છે અને મને રાજ માટે માત્ર પ્રેમ નહીં પણ આદર પણ છે. અને સંબંધ હોવા માટે માત્ર પ્રેમ નહીં પણ એકબીજા પ્રત્યે આદર હોવો પણ જરૂરી છે.' પણ બંને વચ્ચે આટલો પ્રેમ હોવા છતાં રાજ બબ્બર પરણેલા હોવાને કારણે તેમના લગ્ન શક્ય નહોતા.
પણ એટલામાં સ્મિતાની ફિલ્મી કરિઅરમાં બીજો એક મહત્વનો વળાંક આવ્યો. સ્મિતાની નવી ફિલ્મ આવી 'અર્થ'. અર્થ સ્મિતા માટે ફિલ્મ હતી જેમાં તેમની તે સમયની હરીફ ગણાતી શબાના આઝ્મી તેમની પેરેલલ રોલ કરી રહી હતી. ફિલ્મ હિટ સાબિત થઈ. પણ ફિલ્મ હિટ થવા પાછળની તમામ ક્રેડિટ શબાના પોતાના નામે કરી લેવા માંગતી હતી. શબાનાના આવા વર્તનથી ક્યાંક સ્મિતાનું દિલ ભાંગી પડ્યું. એટલું નહીં, પરિણિત પુરૂષ એવા ખુલભૂષણ ખરબંદાની પ્રેમિકાનો રૉલ કરી રહેલી સ્મિતા માટે તેના ચાહકો એમ કહેવા માંડ્યા કે, ' ફિલ્મ સ્મિતાના અંગત જીવન પરથી બની છે, અને સ્મિતા રિઅલ લાઈફમાં પણ એક એક હોમ બ્રેકર છે.' લોકોના આવા મહેણાં ટોણાંથી થાકેલી સ્મિતાએ આખરે રાજ સાથે પરણી જવાનું નક્કી કર્યું.
તેમના ટૂંકા લગ્ન જીવન દરમિયાન સ્મિતાની તબિયત લથડી રહી હતી. અને સમયમાં તે મા બનવા જઈ રહી હતી. સ્મિતાની શારિરીક પરિસ્થિતિને કારણે ડૉક્ટરોએ સ્મિતાને સલાહ આપી કે આવી પરિસ્થિતિમાં ગર્ભ રાખવો જોખમ કારક છે. પણ સ્મિતા એટલી આનંદિત હતી કે તેમણે બાળકને જન્મ આપવાનું નક્કી કરી લીધું. અને ૨૮ નવેમ્બર ૧૯૮૬ના દિવસે પ્રતીકનો જન્મ થયો. અને ત્યાર પછીના બે અઠવાડિયામાં સ્મિતાની પોસ્ટ પોર્ટમ કોમપ્લિકેશન્સને કારણે મૃત્યુ થઈ ગઈ.
શું તમને ખબર છે કે ફિલ્મ ગાંધીમાં કસ્તુરબાના રૉલ માટે પહેલી પસંદગી હતી સ્મિતા પાટીલ પણ સમય દરમિયાન સ્મિતાને એક બીજી ફિલ્મની ઓફર આવી અને ફિલ્મ હતી કેતન મહેતાની મિર્ચ મસાલા. શરૂઆતમાં આપણે વાત કરી તેમ કદાચ અજાગ્રત મનમાં ક્યાંક સ્મિતાને ખબર હતી કે તેમની જીવન સફર ખૂબ ટૂંકી છે અને તેથી જ માત્ર અગિયાર વર્ષની તેમની ફિલ્મી કરિઅરમાં ૧૭મી ઓક્ટોબર ૧૯૫૫  જન્મેલી સ્મિતા પાટીલે હિન્દી અને મરાઠી ફિલ્મો મળીને આશરે ૮૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું.
લાસ્ટ કટ ; ચક્ર ફિલ્મમાં તેમને તેમની જિંદગીનો પહેલો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. સ્મિતા પાટીલના ચાહકોને કદાચ ખબર નહીં હોય પણ સ્મિતા તેમની કરિઅરની શરૂઆતના સમયમાં પેરેલલ સિનેમા કરવા માટે કમર્શિયલ ફિલ્મોની ઓફર સુધ્ધા ઠુકરાવતા હતા.

   






Comments (0)