દુનિયાનું એક એવું સ્થળ જ્યાં આપણામાં ના લગભગ દરેક માણસને એક વાર જવાનો મૌકો મળતો હોય તો તે ચાન્સ જવા દેવા નહીં માગતા હોય. આધુનિક, સાધન-સંપ્પન અને ભૌતિક રીતે સમૃધ્ધ  તમામ શબ્દો  જગ્યાની મૂળભૂત ઓળખાણ તરીકે વાપરવા પડે તેવું ન્યુયોર્ક. ન્યુયોર્કનું નામ પડતાં જ આપણી નજર સામે ઊંચી ઈમારતોની ભવ્યતા અને લોકોની વ્યસ્તતાનું દ્રશ્ય ખડું થઈ જાય. ન્યુયોર્ક સિટીમાં એક નાનું અમથું શહેર આવેલું છે કોર્નવોલ સિટી. અને કોર્નવોલ સિટીના જ એક ભાગ તરીકે ગણાવી શકાય તેવું ગામ, અથવા ન્યુયોર્કની  ભાષામાં કહો તો ટાઉન છે જેનું નામ છે ડ્યુડ્લે ટાઉન. ડ્યુડ્લે ટાઉનને ત્યાં ના લોકો એક શાપિત ભૂમિ તરીકે ગણાવે છે. લગભગ ૧૭૪૦માં આ નામ કે સ્થળ અસ્તિત્વમાં આવ્યું હતું એમ કહીએ તો ચાલે.
શાપિત ભૂમિ પર વસેલા અભિશાપિત ડ્યુડ્લે પરિવાર અને આ ડ્યુડ્લે ટાઉનની વાત વાંચતા કે સાંભળતા કોઈ ફિલ્મી કહાની હોય એમ લાગે. ન્યુયોર્કવાસીઓ જેને 'વિલેજ ઓફ ડેમ્ડ' એટલે કે 'શાપિત ભૂમિનું ગામ' કહે છે તેવા ડ્યુડ્લે ટાઉન એક ભૂતોનું ગામ છે. આશરે ૧૭૪૦માં એક પરિવાર ત્યાં વસવાટ માટે ગયું અને કોર્નવોલની આ જગ્યાનું ડ્યુડ્લે ટાઉન તરીકેનું નામ મળ્યુ. કોર્નવોલના જંગલમાં ડ્યુડ્લે પરિવાર ૧૭૪૦ની આસ-પાસ ત્યાં સ્થાયી થવા માટે ગયો. હકીકતમાં કોઈ ગામ નથી પણ કોર્નવોલ શહેરની જગ્યાએ ડ્યુડ્લે પરિવારના કેટલાંક સભ્યો સમયગાળા દરમિયાન રહેવા ગયેલા હોય અને તે લોકો સાથે ઘટેલી કેટલીક ઘટનાઓને કારણે તેનું નામ ડ્યુડ્લે ટાઉન પડી ગયું. ૧૭૪૦માં ગીડીઓન ડ્યુડ્લે અને ત્યારબાદ ૧૭૫૩માં બાર્ઝિલાઈ અને એબિયલ ડ્યુડ્લે અહીં રહેવા આવ્યા હતા. ત્યારબાદ થોડાં જ વખતમાં આ જ પરિવારનો બીજો એક સદસ્ય માર્ટિન ડ્યુડ્લે સાથે પરિવારના બીજા સભ્યો પણ અહીં રહેવા આવી ગયા.

કોર્નવોલનો એ જંગલ વિસ્તારમાં ડ્યુડ્લે પરિવારે ખેતરો ઊભા કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો જેથી પરિવારના ભરણ પોષણની વ્યવસ્થા થઈ શકે પણ કોર્નવોલ શહેરનો એ વિસ્તાર ખેતીની જમીનને લાયક નહોતો. ત્યાં કોઈ અનાજ કે બીજી કોઈ ખેત પેદાશ ઉગાડી શકાય તેમ નહોતું. આથી ખેતીના પ્રયત્નો કરતા કરતા ડ્યુડ્લે પરિવાર એ વિસ્તારની સૌથી ઊંચી ચોટી પર જઈ વસ્યો પણ તેમને પરિણામ હાથ લાગતું નહોતું. પાછળથી ન્યુયોર્કના ઘણા વિસ્તાર ખેતી લાયક બનાવવામાં આવ્યા અને તેથી કોર્નવોલમાં વસતાં લોકોની વસ્તી ઓછી થવા માંડી અને ત્યાંથી સ્થળાંતર કરી લોકો ન્યુયોર્કમાં જઈ વસવા માંડ્યા. પોતાની કોર્નવોલની જમીન વેચીને જઈ રહેલા આ લોકો પાસે ૧૯૩૦ના સમયગાળામાં મોટાભાગની જમીન ડાર્ક એન્ટ્રી ફોરેસ્ટ એસોશિયેશન દ્વારા ખરીદી લેવામાં આવી અને તેમણે  જમીન પર ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન પણ કર્યું હતું. હાલ જગ્યા પર એક પ્રાઈવેટ ઓનરશિપમાં છે અને ત્યાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવતી નથી.

કહેવાય છે ડ્યુડ્લે પરિવારના ઍડમન્ડ ડ્યુડ્લેને હેનરી સાતમાંના રાજ દરમિયાન દેશ દ્રોહ બદલ સજા ફરમાવવામાં આવી હતી. અને  સજાના ભાગ રૂપે તેનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવ્યું હતું. કહે છે કે ઍડમન્ડ ડ્યુડ્લેનું માથું કાપી નાખી તેને મારી નાખવામાં આવ્યો ત્યારથી ડ્યુડ્લે પરિવાર અભિશાપિત થઈ ગયો હતો. ન્યુયોર્કથી લઈ ને અમેરિકામાં જ્યાં પણ  લોકો વસવાટ કરવા માટે જતા ત્યાં તેમના પરનો અભિશાપ તેમનો પીહો છોડતો નહોતો. કહે છે કે ડ્યુડ્લે પરિવારના કેટલાય લોકો પાગલ થઈ ગયા યા શાપિત પિચાશ થઈ ગયા હતા. લોકોની વાત માનીએ તો ડ્યુડ્લે પરિવારના જૂજ લોકોને કુદરતી મોત આવી હતી બાકી મોટા ભાગના લોકોએ આત્મહત્યા કરી લીધી હતી અથવા ગાંડપણને લીધે તેમને મારી નાખવામાં આવ્યા હતા.
પર્વતારોહક અને સહેલાણીઓ જે ડ્યુડ્લે ટાઉન જઈ આવ્યા છે તે લોકો કહે છે કે ડ્યુડ્લે ટાઉનમાં કેટલીય આત્માઓ રહે છે. આ દરેક ભૂત એક શાપિત પિચાશ છે જે આ દુનિયા છોડીને જઈ ચૂક્યા હોવા છતાં તેમને શાંતિ કે સદ્‍ગતિ મળી નથી અને તે લોકો આ ડ્યુડ્લે ટાઉનના વિસ્તારમાં ફરતી રહે છે. અને ત્યાં જનારને તેના અનુભવો પણ થાય છે. 
કોસ્મિક સોસાયટીના સભ્ય રોબિન આ સ્થળ અંગે તેમનો અનુભવ કહેતા જણાવે છે કે, 'અમે થોડા મિત્રો તે સમયે ડ્યુડ્લે ટાઉન ફરવા માટે ગયા હતા. ત્યાં ના એંટ્રન્સ પર વોર્ટેક્સ નામની  જગ્યા છે જે અંગે મેં સાંભળ્યુ હતું કે અહીં અનેક લોકોને અજીબ પ્રકારના અનુભવો થયા છે. કોઈક ભૂતિયા અનુભવ મને પણ થશે એ આશાથી હું મારા મિત્રને સાથે લઈ, હાથમાં મારો કૅમેરા ઉઠાવી તે તરફ ગયો. અચાનક મેં જોયું કે અમારાથી લગભગ ૩૦ ફૂટના અંતરે એક મોટી કાળી આંખોવાળી સ્ત્રી કાળો ડ્રેસ પહેરી ઊભી હતી. તેણે તે ડ્રેસ પર પીળા કલરની શાલ પણ ઓઢી ઉભી હતી.' રોબિને તે લેડીનું ધ્યાન પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કર્યોથોડી  વારમાં તે લેડી રોબિન તરફ નજીક આવવા માંડી, પણ અજીબ વાત  હતી કે જ્યારે તે રોબિનની નજીક આવવા માંડી ત્યારે તે હવામાં તરતી હતી. પોતાના પગે ચાલીને નહીં પણ હવામાં તરીને તે રોબિન તરફ આવી રહી હતી. રોબિને તરત તેનો કૅમેરો કાઢ્યો અને તે સ્ત્રીનો ફોટોગ્રાફ લેવા માંડ્યો. તે સ્ત્રી હજીય રોબિન તરફ આવી રહી હતી. પણ અચાનક તેનું શરીર જાણે ઓગળવા માંડ્યુ. કોઈ લીક્વિડ જમીન પર ઢોળાઈ રહ્યું હોય તેમ તે સ્ત્રીનું શરીર ઓગળી રહ્યું હતું પણ રોબિને જોયું કે તેની પીળી શાલ હજીય તેના ચહેરા પર ઓઢેલી હતી. તે લેડી જેમ જેમ વધુ નજીક આવતી ગઈ તેમ તેમ તેનું શરીર ગાયબ થતું ગયું અને ચહેરો હવે પીળાશ પડતો દેખાઈ રહ્યો હતો. રોબિને જેવો તેનો કૅમેરા ક્લીક કર્યો કે તરત જ પેલો ચહેરો પણ ગાયબ થઈ ગયો. પણ તેની બે મોટી કાળી આંખો હજીય હતી અને તે રોબિનની વધુને વધુ નજીક આવી રહી હતી. રોબિનને આટલું કહેતા પરસેવો છૂટી જાય છે પછી રોબિન છેલ્લું વાક્ય કહે છે. 'હું તે જગ્યા પર સજ્જડ થઈ ગયો હતો. અને મેં જોયું કે તે બે કાળી મોટી આંખો મારા શરીરની વચ્ચેથી પસાર થઈ ગઈ. રોબિનના કૅમેરાની બેટરી પણ ઉતરી ગઈ હતી ત્યારબાદ રોબિન એક પણ ફોટોગ્રાફ ક્લીક કરી નહીં શક્યો. રોબિન ગભરાઈ ગયો અને તે તરત ડ્યુડ્લે ટાઉન છોડી ચાલી ગયો.

પારલૌકિક શક્તિઓની શોધખોળ અને તેના પર સંશોધનનું કામ કરતી મીસિસ. વૉરેન એક વખત અહીં ડ્યુડ્લે ટાઉનની મુલાકાતે આવ્યા હતા તેમના અનુભવ પણ ચોંકાવનારા છે. મીસિસ. વૉરેન કહે છે કે જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં એક ઝાડના થડ પાસે એક પિશાચની આકૃતિ જોઈ. તે જોઈ પહેલા તો મારા મનમાં આશ્ચર્યનો ભાવ થયો કે કોઈ પિશાચ કે કોઈ આત્મા આટલી સ્પષ્ટ અને અને  રીતે આટલી નજીક કઈ રીતે દેખાય રહી છે. મીસિસ. વૉરેન જીજ્ઞાસાથી જેમ જેમ તેની નજીક જવા માંડ્યા તેમ તેમ તે આકૃતિ તે ઝાડના થડમાં જાણે જકડાવવા માંડી હોય તેમ ઝાડના થડ પર તેના શરીરના આકારનો ખાડા પડવા માંડ્યો, જાણે કોઈ માનવાકૃતિનું બીબુ બનાવી રહ્યું હોય અદ્દલ તે  રીતે. મીસિસ. વૉરેન કહે છે કે મને ચોક્ક્સ ખાત્રી છે કે તે એક પિશાચ હતો.' અને તેઓ ફરી મનમાં જ બબડે છે. 'હા પિશાચ  હતો એ.'
નવાઈની વાત છે કે કોર્નવોલ શહેરના જંગલ વિસ્તારમાં અનેક વાઈલ્ડ લાઈફ છે પરંતુ માત્ર ડ્યુડ્લે ટાઉનમાં કોઈ વાઈલ્ડ લાઈફ જોવા મળતી નથી. જંગલમાં  આવેલો  વિસ્તાર હોવા છતાં પણ અહીં ક્યારેય એક પણ પ્રાણી જોવા મળતું નથી. અને આ પ્રશ્ન હજી આજે પણ વણઉકલ્યો જ રહ્યો છે કે, અહીં એવું તો શું છે યા કયુ કારણ છે કે અહીં ક્યારેય કોઈ પ્રાણી આવતું નથીદેખાતું નથી કે રહેતું નથી.
પણ આપણા માનવ મનમાં ઉપરવાળાએ એક ખૂબ  અજીબ પ્રકારની વૃત્તિ મૂકી છે અને તે છે જીજ્ઞાસાવૃત્તિ. જેને કારણે આજે પણ ઘણાં લોકો  સ્થળની મુલાકાત લેવા જાય છે પણ કોઈ વિચિત્ર પ્રકારની આકૃત્તિ જોતાં જ કેટલાંય લોકો પોતાની ત્યાં ફરવાની ઈચ્છાને બાજૂ પર મૂકી ઘર તરફ રવાના થઈ જતા હોય છે.

Comments (0)