સાચો હીરો ઘણીવાર ક્યાંક ચિંથરામાં વિટળાયેલો પડ્યો હોય છે. ગાંધી જયંતિ તરીકે જે દિવસને આપણે ઉજવીયે છીએ તે જ ૨જી ઓક્ટોબરનો દિવસ અભિનય ક્ષેત્રના આવા જ એક સાચા રતનનો પણ જન્મ દિવસ છે. અને એ રતન એટલે 'કીચુ' એટલે કે, કે.કે. મેનન. કે.કેને બાળપણમાં તેના મિત્રો કીચુ કહીને બોલાવતા. અભિનય કે એક્ટિંગ કોને કહેવાય તે કલાકારે પોતાની દરેક ફિલ્મમાં પોતાના કામ દ્વારા સાબિત કરી દેખાડ્યુ છે. હમણાં જ વિશાલ ભારદ્વાજની સેક્સપિયરના નાટક પરથી બનેલી ફિલ્મ 'હૈદર' રિલીઝ થઈ. ફિલ્મ હીટ પૂરવાર થઈ અને તેમાં શાહિદ કપૂર અને તબ્બુની સાથે સાથે કે.કે. મેનનના અભિનયને પણ લોકોએ ચાર મોઢે વખાણ્યો. આપણે પહેલા કહ્યું તે 'ચિંથરે વિટ્યુ રતન ઉક્તિ કે.કે માટે શા માટે વાપરવી પડે ?
'હું હંમેશા મારા કામને સિરીઅસલી લઉં છું, મારી જાતને નહીં.કહેનારા કે.કે.ની જિંદગીના શરૂઆતના દિવસો મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલા અંબરનાથ અને પૂણેના ખડકી વિસ્તારમાં વિત્યા. કે.કે નાનો હતો ત્યારે તેના મા-બાપ મૂળ વતન કેરાલા છોડી મહારાષ્ટ્રમાં આવી ગયા. કે.કે.ના પિતા તેમની ફેક્ટરીમાં કેશિયર મેનન તરીકે પ્રખ્યાત હતા. ખડકીમાં શસ્ત્રો અને હાઈએક્સપ્લોસિવ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટેના ક્વાર્ટર્સમાં કે.કે.નું બાળપણ વિત્યુ અને ખડકીની સેન્ટ જોસેફ બોય્ઝ હાઈસ્કુલમાંથી દસમું ધોરણ પાસ કરી કે.કે. મુંબઈ યુનિવર્સિટીથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ થયો. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સાયન્સમાં એડમિશન લઈ પૂણેથી તેણે પોતાનું એમબીએ પુરૂં કર્યુ. કે.કે.ને સમય દરમિયાન ગઝલોનો જબરો શોખ હતો અને તેની કોલેજમાં તે સમય દરમિયાન કે.કે. એક ગઝલ ગાયક તરીકે ફેમસ થઈ ચૂક્યો હતો. પણ જે રીતે આપણે તમામ લોકો વિચારીયે છીએ તે  રીતે શોખને કરિઅર બનાવવાનું કે.કી પણ ક્યારેય વિચાર્યુ નહીં અને સ્વાભાવિક રીતે જ આટલું ભણ્યાબાદ પોતાના ભણતરને અનુરૂપ નોકરી શોધી સેટલ થઈ જવાનો  વિચાર કે.કે.  પણ કર્યો હતો. એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કરિઅર બનાવવાના આશયથી કે.કે.એ જાહેરાત માટે કામ કરવું શરૂ કર્યુ. કે.કે. કહે છે કે, 'આ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. હું એટલો હતાશ થઈ ગયો હતો કે મને થવા માંડ્યુ હતુ કે આ જગ્યા મારે માટે નથી. હું અહીં કોઈ પણ સંજોગોમાં ફીટ નહીં થઈ શકું. અને મેં મારી નાની અમથી એક દૂકાન શરૂ કરી જેમાં હું કોર્પોરેટ ફિલ્મસ બનાવવાનું વિચારતો હતો. અને સમય દરમિયાન મેં કાયનેટીક મોટર્સનું પહેલું સ્કુટરેટ કાયનેટીક હોન્ડાની ઍડવર્ટાઈઝમેન્ટ માટે કામ કર્યુ. ત્યારબાદ માર્લબરો સિગારેટની એડ માટે પણ કામ કર્યુ. પણ છતાં કામ કર્યાનો સંતોષ મને મહેસૂસ નહોતો થતો. હું નવ વર્ષનો હતો ત્યારથી મેં નાટકોમાં કામ કર્યુ હતું. અને મને હજી પણ યાદ છે ઓન સ્ટેજ મારો પહેલો રૉલ એક સનફ્લાવરનો હતો. ત્યારબાદ સ્કુલના દરેક નાટકમાં મારા ટીચર્સ મને ઈન્સિસ્ટ કરતા કે હું રૉલ કરૂં અને હું પણ સ્ટેજ પર એક અલગ પ્રકારની ફ્રિડમ મહેસૂસ કરતો. અને આથી મને સમજાઈ ગયુ કે મારો ઝૂકાવ એક્ટિંગ તરફ છે અને એક્ટિંગ કરવા વિશે વિચારવું જોઈએ. પણ માત્ર વિચાર કરવાથી જ કામ નથી મળી જતુ, મેં કરિઅર બનાવવા માટે મહેનત શરૂ કરી. મને ખબર પડી કે નસીર સાહેબ એક નાટક કરી રહ્યા છે. હું ત્યાં પહોંચી ગયો અને નસીર સાહેબે કહ્યું કે, 'અમે બે મહિનાથી અહીં રિહર્સલ કરીએ છીએતારે માટે હમણાં મારી પાસે કોઈ રૉલ નથી. પણ તુ ચાહે તો અહીં રિહર્સલમાં આવી શકે છે.' અને કે.કે. ને નસીર સાહેબના એ નાટકમાં સિત્તેર કલાકારની એક ભીડવાળા સીનમાં ટોળામાં ઉભા રહેવાનો રૉલ મળ્યો. આ એ દિવસો હતા જ્યારે કે.કે માત્ર સિગારેટ અને ચા પી ને દિવસો વિતાવી લેતો હતો કારણ કે ખાવાનું ખાવા જેટલા તે વખતે તેની પાસે પૈસા  નહોતા. અને ત્યારબાદ કે.કે. ને નાટકમાં પહેલો બ્રેક મળ્યો ફિરોઝ અબ્બાસના નાટક મહાત્મા વર્સિઝ ગાંધી. જેમાં નસીર સાહેબ ગાંધીનો રૉલ કરી રહ્યા હતા અને કે.કે. ને રૉલ ઓફર થયો ગાંધીના પુત્ર હિરાલાલનો.  નાટકને લીધે કે.કે. નસીરૂદ્દીન શાહની વધુ નજીક આવ્યો અને નસીર સાહેબ તેમના અનઓફિશ્યલ ગુરૂ બની ગયા.

તેના સ્ટ્રગલના દિવસોમાં આખો દિવસ મુંબઈમાં ભટક્યા બાદ કે.કે. થાકીને ઘણીવાર સાંતાક્રુઝમાં આવેલી લ્યુનાર કાફે નામની એક નાની રેસ્ટારાંમાં બેસી રહેતો. જ્યાં તેની મુલાકાત થઈ થિયેટર અને ટી.વી. આર્ટીસ્ટ નિવેદિતા સાથે. પરિચય પ્રેમમાં પરીણમ્યો અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા.  જ થિયેટર્સને લીધે કે.કે.ને એક મિત્ર પણ મળ્યો અને તે છે મકરન્દ દેશપાંડે. મકરન્દ આ સમય દરમિયાન દરેક જગ્યાએ કે.કે ને સાથે લઈને જવા માંડ્યો જેથી લોકોની કે.કે. પર નજર પડે અને તેને કંઈક કામ મળી શકે.

કે.કે જ્યાએ થિયેટર કરતો હતો ત્યારે નિવેદિતા સાથેના પરીચયને કારણે તેને એક ટી.વી. સીરિઝમાં કામ કરવાનો મોકો મળ્યો અને તે સિરીયલ હતી 'પ્રધાન મંત્રી' ત્યારબાદ ટી.વી. મુવી ઝેબ્રા - અને  લાસ્ટ ટ્રેન ટુ મહાકાલીમાં પણ તેને રૉલ ઓફર થયો. પણ હજીય કે.કે. જેવા અભિનયદક્ષ કલાકાર પર કોઈ હિરા પારખુની નજર પડી નહોતી. અને કે.કે. ને હજીય કામ મેળવવા માટે સ્ટ્રગલ કરવી પડતી હતી. અત્યાર સુધી નસીમભોપાલ એક્સપ્રેસ, છલ, પાંચ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા કે.કે.ને કોઈ કામ આપવા તૈયાર નહોતું. લોકોએ કે.કે.ને કહી દીધું 'આપ મેં વો ગ્લેમર નહીં હૈ, જો ફિલ્મો કે લિયે જરૂરી હૈ.' કે.કે. ઘણીવાર આ સાંભળી નિરાશ થઈ જતો પણ તેની પત્ની નિવેદિતા તેને હિંમત આપતી રહેતી. અને આખરે એ દિવસ આવ્યો જ્યારે કે.કે.ની સઘળી નિરાશાઓ નો અંત આવવાનો હતો. સુધીર મિશ્રા એક નવા કલાકારની સાથે એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેમણે કે.કે.ને તે ફિલ્મમાં રૉલ કરવાની ઓફર કરી અને તે ફિલ્મ હતી 'હજારો ખ્વાહિશેં ઐસી.' અને આ ફિલ્મથી કે.કે. દર્શકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય લોકોમાં જાણીતો થઈ ગયો. ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ સારો બિઝનેસ નહોતી કરી શકી પણ કે.કે. ના કામને લોકોએ વધાવી લીધુ. અને ત્યારબાદ ક્રિષ્ન કુમાર કુન્નથની બીજી એક ફિલ્મ આવી 'બ્લેક ફ્રાઈ ડે.' જર્નાલિસ્ટ એસ. હુસૈનના પુસ્તક '૧૯૯૩ બોમ્બે બોમ્બિંગ્સ' પરથી બનેલી ફિલ્મ બ્લેક ફ્રાઈ ડેમાં કે.કેનો અભિનય લોકોએ ખૂબ વખાણ્યો. બે વર્ષ જેટલા લાંબા સમયની રાહ જોયા બાદ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્લેક ફ્રાઈ ડે માટે ઈન્ડિયન એક્સપ્રેસે પોતાની સન્ડે એડિશનમાં લખ્યુ કે કે.કે. મેનન'સ પ્રફોર્મન્સ 'એક્સલન્ટ એઝ ઓલવેઈઝ.' અને ત્યારબાદ ઉત્તરોત્તર કે.કે મેનન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવતો ગયો અને પોતાની આગવી અભિનય શૈલીને કારણે એક અલાયદા અભિનેતા તરીકે આજે કે.કે મેનનનું નામ લેવાય છે. કોમ્પલિકેટેડ રૉલ કે જબરદસ્ત અભિનય ક્ષમતાને કારણે કે.કે. ના હાથમાં આવતી દરેક ફિલ્મ અને દરેક પાત્ર દર્શકોના દિમાગમાં એક અલગ છાપ છોડી જાય છે.
કે.કે. મેનન અંગત રીતે ખૂબ જ ઈમોશ્‍નલ અને સેન્સિટીવ માણસ છે. તે કહે છે કે મારા એક્ટિંગ કરિઅર માટે મારા કોઈ મોટા મોટા સપના નથી બસ મારા જીવનનો માત્ર એક  મંત્ર છે અને તે એ કે હું સારા રૉલ કરવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. કે.કે.એ જ્યારે એક્ટિંગમાં પોતાના કરિઅરની શરૂઆત કરી ત્યારથી તે નસીરૂદ્દીન શાહને પોતાના ગુરૂ માનતો આવ્યો છે. 
જેનું મૂળ નામ ક્રિષ્નકુમાર કુન્નથ છે તેવા કે.કે. એ પોતાનું નામ હિન્દી સિનેમાને અનુરૂપ ન જણાતા તેને ટૂંકાવી કે.કે. કરી નાખ્યુ. આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે.કે. ને એક વર્સેટાઈલ એક્ટર તરીકે ગણાવતા તેને માટે કહે છે કે કે.કે. તેની સાથના  કલાકર ઈરફાન ખાન અને સિનીયર એક્ટર્સ ઓમ પુરી, પંકજ કપૂર અને નસીરૂદ્દીન શાહ જેવા મલ્ટિટેલેન્ટેડ આર્ટીસ્ટ છે. સાંભળવા મળતી વાતો અગર સાચી હોય તો કહેવાય છે કે નજીકના  ભવિષ્યમાં કે.કે. એક ફિલ્મમાં એક સાથે તેર-તેર રૉલમાં જોવા મળશે.





Comments (0)