બેન એન્ડરસન શાંતિથી સામે ખુરશી પર બેઠેલા એક હટ્ટા કટ્ટા યુવાનની વાતો સાંભળી રહ્યો છે જે પોતાને એકસો પચ્ચીસ વર્ષનો કહેવડાવી રહ્યો છે. પણ એન્ડરસનને નજર સામે બેઠેલો એ યુવાન કોઈપણ દ્રષ્ટિએ એટલી મોટી ઉંમરનો નહોતો લાગી રહ્યો. બેનને પણ ભલીભાંતી ખબર હતી કે તેણે જ્યારે હૉટેલના રિસેપ્શન પરથી પોતાના રૂમની ચાવી લીધી ત્યારે અને ત્યાંથી રૂમમાં આવ્યો ત્યાં સુધી રૂમ ખાલી જ હતો. તેણે કોઈને ત્યાર બાદ આ રૂમમાં પ્રવેશતા પણ જોયો નહોતો. પણ રૂમના ટેબલ પર પડેલી કોગ્નેક વ્હિસ્કીની બોટલ જે રીતે ખુલ્લી હતી, ત્યાં બેઠેલા માણસે જે રીતે તેને વ્હિસ્કીની ઓફર કરી તે જોતા બેનને એટલી ખાતરી તો થઈ ગઈ હતી કે તે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે જે કદાચ હાલ દુનિયામાં જીવિત નથી. રૂમમાં અજીબ પ્રકારની સ્વાભાવિક ગણાવી શકાય તેવી શાંતિ હતી. આજૂબાજૂનું વાતાવરણ કોઈક અજાણ્યા દબાણ હેઠળ હોય તેવો ભાસ થઈ રહ્યો હતો. પેલો હેન્ડસમ લાગતો યુવાન એટલી ઠરેલતાથી ગંભીરપણે વાત કરી રહ્યો હતો કે તેની હાજરીનો યા તેની વાતોનો વિરોધ કરવાનું બેન એન્ડરસનને કદાચ ઠીક નહીં લાગ્યું અને તે એબ્રાહમ પોતાની વાત આગળ ચલાવે તેની રાહ જોવા માંડ્યો.
એબ્રાહમે કોગ્નેકનો વધુ એક ઘૂંટ ભર્યો અને એન્ડરસન સામે જોતા તેણે કહ્યું, 'મી. બેન, તમે મારા વિશે જે વિચારી રહ્યા છો તે વાત તદ્દન સાચી છે. માટે વધુ વિચાર નહીં કરો.હું અને કેટી બંને એકબીજા માટે પ્રેમની લાગણી અનુભવતા હતા. બીજે દિવસે ફરી હું કેટીનો શૉ જોવા ગયો અને એ જ બાલ્કનીની એ જ ચેર પર હું બેઠો હતો. આ વખતે મેં જોયું કે કેટી સ્ટેજ પર પર્ફોમ કરી રહી હતી ત્યારે પણ તેની નજર મારી તરફ હતી. અમે તે દિવસની રાત ફરી મારા રૂમમાં સાથે વિતાવી, બીજે દિવસે કેટી તેના ગૃપ સાથે શહેર છોડી જવાની હતી. હું તેને સ્ટેશન પર મૂકવા ગયો અને કેટી મને ભેટી પડતા ખૂબ રડી. ફરી મળવાના વાયદા સાથે અમે બંને છૂટા પડ્યા. કેટી હવે ન્યુયોર્કમાં હતી અને હું અહીં પણ અમારી વચ્ચે પત્ર વ્યવહાર ચાલૂ જ હતો.
આખરે, એક દિવસ કેટી ફરી આવી આ જ હૉટેલમાં અને આ જ રૂમમાં. પણ તે ખૂબ માંદી દેખાતી હતી. મેં તરત ડૉક્ટરને બોલાવી તેની સારવાર કરાવી અને તેને સમજાવ્યુ કે તેણે આજે શૉ કરવા નહીં જવું જોઈએ પણ તે નહીં માની. શૉ કરવા જવાની મારી સામે દલીલ કરતી વખતે કેટીના મોઢા પર એક અજીબ પ્રકારનો ડર હતો. તેનો ચહેરો એક દમ નબળો અને કૃશ થઈ ચૂકેલો હતો. તે બળજબરી પૂર્વક તે દિવસે શૉ કરવા ગઈ. હું હરવખતની જેમ તેની રાહ જોઈ હૉટેલના દરવાજે ઊભો હતો. રાત ખૂબ થઈ ચૂકી હતી પણ કેટી હજીય પાછી નહોતી ફરી. મને તેની ચીંતા થઈ રહી હતી આથી હું ઓપેરા હાઉસ તરફ ચાલવા લાગ્યો. ત્યાં જ કેટીના ગૃપના ત્રણ ચાર યુવાનો મારી સામે આવ્યા અને બોલ્યા. હી ઈઝ  મેન. કેચ હીમ. અને તે લોકો મારા પર ત્રાટક્યા. મને ખૂબ માર્યો. મારા માથા પર કંઈક બોટલ જેવી વસ્તુથી જોરદાર ઘા કર્યો.' આટલું બોલતામાં એબ્રાહમનો હાથ માથા પરના ઘાવ તરફ ગયો. તે ઘાવ હજી પણ જાણે તાજો  હોય તેમ દેખાય રહ્યો હતો. ત્યાં હાથ લગાડવાથી એબ્રાહમનો હાથ જાણે લોહીને કારણે લાલ થઈ ગયો હતો એવું બેન એન્ડરસનને લાગ્યું. 'બે જણાએ મારૂં ગળૂ જોરમાં દબાવી રાખ્યું હતું.' એબ્રાહમે પોતાની વાત આગળ વધારી. 'મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મારી આંખો લાલ થઈ ગઈ હતી. મને ખબર પડી રહી હતી કે હું મરી રહ્યો છું. તે લોકો કંઈક બોલી રહ્યા હતા. કેટી વિશે, અમારા સંબંધ વેશે પણ હું સ્પષ્ટ કંઈ સાંભળી શક્યો નહીં. મારી ધીમે ધીમે બંધ થઈ રહેલી આંખ સામે મને કેટી દેખાઈ. ઓપેરા હાઉસમાં પડેલું તેનું મૃત શરીર દેખાયું. તે મરી ચૂકી હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો. હું તે લોકોથી મને પોતાને છોડાવવા મથી રહ્યો પણ ત્યાં તો જાણે મારી આંખ સામે અંધારૂ છવાઈ ગયુ.' આટલું બોલી એબ્રાહમ શાંતથઈ ગયો.

'મી. બેન મારી કેટી છે મી.એન. એ ઓપેરા હાઉસમાં  છે. આ જે સો વર્ષથી ઉપર થઈ ગયા છે આ વાતને પણ હું મારી કેટીને શોધું છું. આ રૂમ મારો અને કેટીનો છે. આ કોગ્નેક મારી છે સર, મારી અને મારી કેટીની. તમે મારે માટે એક કામ કરી શકશો ? એબ્રાહમ, બેન એન્ડરસનને પૂછ છે. અને એન્ડરસન કંઈ જવાબ આપે તે પહેલાં જ ફરી કહે છે. મને અને કેટીને મારી નાખવાવાળા લોકોને આજ સુધી કોઈ સજા મળી નથી મી.બેન. હું ચાહુ છું કે તમે અમારી આ કહાની લોકો સુધી પહોંચાડો. લોકોને ઓપેરા હાઉસ અને બેલમોન્ટ ઈનની કહાની ખબર પડે એવી મારી ઈચ્છા છે. અને મી.બેન કાગળ અને પેન હાથમાં લઈ સામે ખુરશીમાં બેઠેલા એ માણસને દેખાડતા કહે છે. 'શ્‍યોર' અને અચાનક તે ખુરશી ખાલી થઈ જાય છે. ઘડી ભરમાં રૂમનું વાતાવરણ બદલાવા માંડે છે અને એક અજીબ પ્રકારની તાજી હવા આખાય રૂમમાં પ્રવેશી ગઈ હોય તેવું એન્ડરસનને લાગવા માંડે છે.

કહેવાય છે કે ઓપેરા હાઉસની બાલ્કનીમાં આજે પણ એ ખુરશી ખાલીજ રાખવામાં આવે છે. ત્યાંના માલિકનું કહેવું છે કે અહીં રોજ એક ભૂત શૉ જોવા માટે આવે છે. બેલમોન્ટ હૉટેલમાં પણ કોરીડોરથી લઈને રૂમમાં અનેક અજીબો ગરીબ અનુભવ થતા રહે છે. ક્યારેક હૉટેલના તદ્દન શાંત વાતાવરણમાં અચાનક કોઈ બાજૂમાંથી પસાર થઈ ગયું હોય તેવો ભાસ થાય છે. ક્યારેક દિવાલની લગોલગ કોઈ માણસ ઊભો હોય તેવો પડછાયો કે માનવાકૃતિ દેખાય છે. લોકો કહે છે કે ઓપેરા હાઉસ અને બેલમોન્ટ ઈનમાં ભૂત રહે છે. અનેક પેરાનોર્મલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ જગ્યાઓ પરથી તેમણે અનેક અજીબ પ્રકારના અવાજો પણ રેકોર્ડ કર્યા છે. પણ હકીકત શું છે. આ આખીય પ્રેમ કહાની સાચી છે કે કોઈક લેખક કે લોકલ વ્યક્તિના મનની કલપ્ના તેની પણ ચોક્ક્સ માહિતી વિશે કોઈ વાત કરતું નથી. એબ્રાહમ અને કેટી ખરેખર ક્યારેક જીવિત હતા ? કે આ માત્ર કોઈક ભૂતના નામ આપી આ કહાની સાથે જોડી દેવામાં આવ્યુ છે તે પણ ચોક્ક્સ કહી શકાય તેમ નથી. પણ આ તમામ શક્યતા, પ્રશ્નો, અનુભવો અને રેકોર્ડ થયેલા અવાજો ને કારણે એક વાત તો ચોક્ક્સ છે કે અહીં કંઈક એવું તત્વ અસ્તિત્વ ધરાવે છે જે  દુનિયામાં હાલ જીવીત હશે તેમ નહીં કહી શકાય.

લોકોએ તેમના પર્સનલ કૅમેરામાં દેખાતા લાઈટીંગ સ્પોટની તસ્વીરો લીધી છે. બાલ્કનીની ખાલી ખુરશીને હલતા, કોઈ અદ્રશ્ય શક્તિને ત્યાં બેસતા કે ઉઠતા હોવાનો અહેસાસ અનુભવ્યો છે. આ તમામ ઘટનાઓ એક સામાન્ય વર્તણૂક નથી જ એટલી વાત આપણે સ્વીકારવી પડે. સાઉથ કેરોલિનાનો આ અનુભવ કોઈ એક યા બે વ્યક્તિઓને જ થયો હોય તેવું નથી જ. અનેક લોકોએ અનેકવાર પોતાના અનુભવો અંગે જણાવ્યા છે. આવી વાતો સાંભળીયે, આવી વાતો જાણીએ અને ક્યારેક અનુભવીયે ત્યારે  વાત સ્વીકારવી પડે કે કંઈક તો છે જેને ભૂતપેરાનોર્મલ શક્તિ કે આત્માનું નામ આપવુ પડે.





Comments (0)