'યુ આર અન્ડર અરેસ્ટ ફોર કેરીંગ
ડ્રગ્સ.' અબુધાબી એરપોર્ટ પર
કંઈક આવું જ ફિલ્મી વાક્ય બોલાયુ
હશે જ્યારે વિજર રાઝને ૨૦૦૫માં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. યુપીના અલ્હાબાદ શહેરમાં ૩૦મી નવેમ્બર ૧૯૬૩માં જન્મેલો વિજયએ વિજય દિનાનાથ ચૌહાણ નહીં પણ વિજય રાઝ છે. ૨૦૦૪માં આવેલી મુવી
રનમાં કૌઆ બિરયાની ખાતો કે વેલકમ મુવીમાં માથા ફરેલ ડિરેક્ટરના રોલમાં લાલ કેપ પહેરીને બરાડા પાડતો વિજય આજ સુધી લગભગ પચાસથીય વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે પણ આટલી લાંબી ફિલ્મી કરિઅરની સફર છતાં વિજય રાઝ એક રેક્નાઈઝ્ડ કોમેડિયન તરીકે સ્થાન જમાવી શક્યો નથી.
યુપીમાં જન્મેલા વિજયે આમતો ક્યારેય
વિચાર્યુ નહોતું કે તે એક્ટિંગમાં પોતાનું કેરિઅર
બનાવશે. વિજય માત્ર એટલા વિચાર સાથે મોટો થયો હતો કે તે જે કંઈ કરે તેમા તેને મજા આવવી જોઈએ પછી ભલે તે
તેને સફલ કે ધનવાન ન બનાવી શકે પણ તે જે કંઈ કામ કરશે તેમાં તેને એવો અહેસાસ થવો જોઈએ કે તે એન્જોય કરી રહ્યો છે. બાળપણમાં વિજયને એક વાતનું ઝનૂન હતુ
અને તે એ કે લખોટીની રમતમાં તે બધી
જ
ગેમ જીતે અને તેની પાસે ખૂબ બધી લખોટીઓ હોય. લખોટી રમતો તે બાળક વિજય મોતો થઈ કીરોરીમલ કોલેજમાં દાખલ થયો અને
ત્યાં ડ્રામેટીક સોસાયટી 'ધ પ્લેયર્સ'નો મેમ્બર બની ગયો. ત્યારબાદ ત્યાંથી તેને નેશનલ સ્કુલ ઓફ ડ્રામાન એક નાટકમાં પાત્ર ભજવવા મળ્યુ અને અહીં વિજયને તેના બાળપણનો વિચાર ખરા અર્થમાં ફળીભૂત થતો હોય તેમ લાગ્યું. તેને લાગ્યુ કે તે એક્ટિંગને એન્જોય કરી રહ્યો છે અને તેને અભિનય કરવામાં મજા આવી રહી છે. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં પર્ફોમ કરતા વિજય પર સૌથી પહેલી નજર પડી હતી લિજેન્ડરી આર્ટીસ્ટ નસીરૂદ્દીન શાહની તેણે વિજયમાં રહેલા
એક્ટિંગ ટેલેન્ટને ઓળખી લીધુ અને કહ્યું તેને મુંબઈ આવી જવા કહ્યું. અને વિજય મુંબઈ આવ્યો
ત્યારે
મહેશ મથઈ નામના ડિરેક્ટર ભોપાલ એક્સપ્રેસ નામની ફિલ્મ બનાવી
રહ્યા હતા. જેમાં નસીરજી પણ ભૂમિકા
ભજવવાના
હતા તેમણે મહેશને વિજય રાઝનું નામ સૂચવ્યુ અને કહ્યું કે, 'ઈસ લડકે કો મૈં ને દેખા હૈ અચ્છા કલાકાર હૈ, અપની ફિલ્મ મેં અગર આપ ઉસે મૌકા દે સકો તો...!' અને વિજયને તેની પહેલી હિન્દી ફિલ્મ મળી ભોપાલ એક્સપ્રેસ. નેશનલ સ્કુલ ઓફ ડ્રામાથી વિજયને માયાનગરી મુંબઈ લઈ આવેલા નસીરજીએ ત્યારબાદ મીરા નાયરને પણ વિજયનું નામ સજેસ્ટ કર્યુ હતું અને મીરા નાયરની ફિલ્મ 'મોનસૂન વેડિંગ'માં વિજયને અભિનય કરવાનો ચાન્સ મળ્યો. જો કે મોનસૂન
વેડિંગ રિલીઝ થઈ તે પહેલા વિજયને ભોપાલ એક્સપ્રેસમાં કામ કર્યા પછી તરત જ રામગોપાલ વર્માની ફિલ્મ 'જંગલ' મળી ગઈ અને આ ફિલ્મથી નવોદિત વિજય, વિજય રાઝના નામથી એક એક્ટર તરીકે જાણીતો થઈ ગયો. ત્યારબાદ તો વિજયે 'દિલ પે મત લે યાર' અને અમિતાભ જેવા મોટા ગજાના આર્ટીસ્ટ સાથેની ફિલ્મ 'અક્સ'માં પણ કામ કર્યુ. પણ મીરા નાયરની ફિલ્મ 'મોનસૂન વેડિંગ'થી વિજયના સ્ટાર ફેઈમની શરૂઆત થઈ.
ત્યારબાદ વિજયને એકલ દોકલ ફિલ્મો મળતી રહી પણ તેને કોઈ એક રૉલ હજીય મળ્યો નહોતો જે તેને એક રેક્નાઈઝ્ડ આર્ટીસ્ટ કે કોમેડિયન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન અપાવી શકે. આખરે વર્ષ ૨૦૦૪માં એક ફિલ્મ આવી 'રન'. અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ચાલી નહીં પણ વિજયનો રૉલ બધા એ ખૂબ વખાણ્યો. એક નેચરલ કોમેડિયન તરીકે વિજયને આ રૉલથી ઠીક ઠીક રેક્ગ્નાઈસેશન મળી ચૂક્યુ હતુ. પણ હિન્દી સિનેમા જગતમાં ટકી રહેવા માટે કોઈ અભિનેતા
સારો અભિનય કરી શકતો હોય એટલું જ પૂરતુ
નથી કદાચ. આથી જ વિજય રાઝ પચાસથીય વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હોવા છતાં એક સફળ એક્ટર તરીકે
પોતાનું સ્થાન જમાવી શક્યો નહીં.
વર્ષ ૨૦૦૪થી લઈને વર્ષ ૨૦૧૩ સુધી દિલ્હી ૬થી લઈને દિવાને હુએ
પાગલ, વેલકમ, નો પ્રોબલેમ જેવી અનેક ફિલ્મોમાં કામ
કર્યા બાદ વર્ષ ૨૦૧૪માં વિજય રાઝ બે ફિલ્મો દ્વારા ફરી ચર્ચામાં આવ્યો
અને ઠીકઠાક સફળતાનો સ્વાદ તે ચાખી શક્યો એમ કહી શકાય. આ ફિલ્મો હતી 'ડેઢ ઈશ્કિયાં' અને ક્યા દિલ્હી ક્યા લાહોર'. ડેઢ ઈશ્કિયાં ફિલ્મની સાથે સાથે જ લોકોએ
વિજય રાઝના તે ફિલ્મના રૉલ
જાન મહોમ્મદને પણ વખાણ્યો
અને ત્યારબાદ વિજયને એક ફિલ્મ ઓફર થઈ 'ક્યા
દિલ્હી ક્યા લાહોર' એક એક્ટર તરીકે આ ફિલ્મમાં પ્રવેશેલા
વિજયને તેની કહાની ખૂબ ગમી ગઈ. તેમાં અનેક
સુધારા-વધારા કરવાના સજેશન્સ સાથે વિજય આ ફિલ્મ માટે ખૂબ મહેનતથી કામ કરવા માંડ્યો. અને
વિજયને આ સબજેક્ટમાં ખૂબ રસ દાખવતા જોઈ પ્રોડ્યુસર કરન અરોરાએ વિજયને
કહ્યું, 'વિજય તુમ હી યે ફિલ્મ કો
ડિરેક્ટ કરો તો કૈસા રહેગા ?' ક્યારેય પણ કોઈ ફિલ્મ
ડિરેક્ટ કરવાનું વિચાર્યુ નહોતુ તેવા વિજયે કરન
અરોરાના આ વિચાર પર શાંતિથી વિચાર કર્યો અને આખરે તેમણે તે ફિલ્મ
ડિરેક્ટ કરવાનું નક્કી કરી લીધું.
વિજય તેની આ પહેલી ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ વિષે વાત કરતા કહે છે, 'દરેક આર્ટીસ્ટ જ્યારે કોઈ ફિલ્મમાં કોઈ રૉલ કરે છે ત્યારે તે
પોતાના રૉલ જેટલા ભાગ માટે તો તે પોતાનો ડિરેક્ટર જ
હોય છે. મેં જ્યારે આ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યુ ત્યારે એક વાત ખાસ મારા ધ્યાનમાં આવી છે
કે તમને ગમતું કોઈ પણ કામ તમે જ્યારે એક સરખી લગનથી કરતા રહો છો, સફળતા કે નિષ્ફળતાનો વિચાર કર્યા વગર ત્યારે પ્રારબ્ધ તમને તક આપે જ છે. દરેક માણસની જિંદગીમાં કોઇને કોઈ ખરાબ દોર આવતો જ હોય છે જ્યારે મને અબુઢાબી એરપોર્ટ પર નાર્કોટીક્સ સાથે રાખવાના આરોપસર પકડવામાં આવ્યો ત્યારે હું ફિલ્મ દિવાને હુએ પાગલના શૂટીંગ માટે ત્યાં ગયો હતો. મેં જીવનમાં
ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યુ
નથી તેમ છતાં મારે આવા ખોટા આરોપ સહન કરવા પડ્યા અને જેલમાં પણ રહેવું પડ્યુ પણ તેમ છતાં આ સમયે મને એ શીખવ્યુ છે કે તમારા કામની સાથે સાથે જ અનેક મુશ્કેલીઓ પણ તમરી સાથે આવતી જ હોય છે અને તેવા સમયમાં તમારે ધીરજ અને વિશ્વાસ રાખી તેમાંથી બહાર નીકળવાના રસ્તા વિચારવાના હોય
છે. જીવનના એક બનાવે આપેલી આ શીખ મને મારા સ્ટ્રગલના દિવસોમાં ધીરજ રાખી વર્તવામાં ખૂબ મદદરૂપ નીવડી છે. જેનું જીવંત ઉદાહરણ
મારી ડિરેક્ટર તરીકેની ફિલ્મ ક્યા દિલ્હી ક્યા લાહોર છે. આ ફિલ્મ પહેલા મેં ક્યારેય ડિરેક્ટર તરીકે કામ કરવા વિચાર્યુ નહોતું પણ મારો આ વિષયમાં ઊંડાણપૂર્વકનો રસ જોઈને જ કરન અરોરાએ મને તે ફિલ્મ ડિરેક્ટ કરવા કહ્યું અને મેં સ્વીકારી લીધું. હું આટલા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં છું છતાં હું પોતાને કોઈ મોટા આર્ટીસ્ટ કે ડિરેક્ટરની કતારમાં ગણતો નથી પણ મને એટલી ખબર છે
કે હું મારૂં કામ સંપૂર્ણ રસ દાખવી
અને
મહેનતથી કરતો રહું છું. અને મને વિશ્વાસ છે કે તેનું પરિણામ જરૂર મને એક દિવસ મળશે જ.
10/17/2014 09:54:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 17.10.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)