કાયદામાં માનનારો, તેને અનુસરનારો એક સામાન્ય માણસ વિનોદ કુમાર જ્યારે પોતાનો બદલો લેવા ગુનાહ તરફ વળે છે ત્યારે ? સદીના શ્રેષ્ઠ ડાયરેક્ટરમાં જેમની ગણતરી થાય છે તેવા યશ ચોપરા પાસે આ જ પ્રકારનો એક કન્સેપ્ટ આવે છે અને કન્સેપ્ટની વન લાઈનર સાંભળ્યા બાદ તુરત યશ ચોપરા ફિલ્મ બનાવવા માટે રાજી થઈ જાય છે. ફિલ્મ હતી 'મશાલ' દિલીપ કુમાર, વહિદા રહેમાન, રતિ અગ્નિહોત્રી અને અનીલ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી મશાલ આજે પણ એક લિજેન્ડરી ફિલ્મ તરીકે લોકો યાદ કરે છે. ટ્રેજડી કિંગ કહેવાતા દિલીપ કુમારની મશાલ ફિલ્મમાં જે અદાકારી છે તેને આજે પણ લોકો તેની બહેતરીન અદાકારીની યાદીમાંની એક ગણાવે છે.
યશ ચોપરાએ આ અરસા દરમિયાન સોફ્ટ ફિલ્મ તરીકે ગણાવી શકાય તેવી સિલસીલા બનાવી હતી, હવે યશ ચોપરા કોઈ ખરેખર હાર્ડ ફિલ્મ બનાવવા માગતા હતા કે જે વાસ્તવિક્તાની નજીક હોય અને છતાં લોકોને જોવી ગમે. આ જ સમય દરમિયાન એક બીજી ફિલ્મના કન્સેપ્ટની ચર્ચા કરવા માટે યશજી જાવેદ અખ્તરને મળ્યા. જાવેદે તેમને કહાની સંભળાવી પણ યશજીનું તે કહાની સાંભળવામાં કંઈ ધ્યાન નથી તેવું જાવેદ અખ્તરને લાગ્યું. જાવેદ ખુરશી
પરથી ઊભા
થઈ ગયા, 'યશજી
લગતા હૈ આજ આપકા ધ્યાન કહીં ઔર હૈ, હમ ફિર કીસી ઔર દીન મિલેંગે.' કહી જાવેદ અખ્તર ત્યાંથી ઊભા
થઈ ચાલવા માંડ્યા. પણ
યશજીના દિમાગમાં પણ કોઈ ફિલ્મ અંગેની જ વાતો ચાલી રહી હતી. તેમણે જાવેદને રોક્યા અને કહ્યું, 'નહીં જાવેદ સાહબ ઐસા
નહીં હૈ, દરઅસલ બાત યે હૈ કી આપ જો કહાની સૂના રહે હૈ
વૈસી હમને બહોત
ફિલ્મે બનાઈ
હૈ, અબ
મૈં ચાહતા
હું કે
થોડી રિઆલિસ્ટીક, હાર્ડ ઔર ડાર્ક ફિલ્મ બનાયે. ક્યા આપકે દિમાગ મેં કોઈ કન્સેપ્ટ હૈ ? અને જાવેદ અખ્તર કહે છે, 'જી હાં, હૈ તો સહી પર મુઝે લગા થા કી આપકો ઐસી કહાની પસંદ નહીં આયેગી, ઈસિલિયે.' અને ત્યાર બાદ શરૂ થાય છે યશ ચોપરા અને જાવેદ
અખ્તર વચ્ચે એક
લાંબૂ સ્ટોરી સેશન. અને તે સેશનને અંતે યશ ચોપરા જાવેદને કહે છે, 'રિસ્ક હૈ, પર ચલો બનાતે હૈ.' અને યશ ચોપરા મશાલ બનાવવાનું નક્કી કરે છે.
મશાલ ફિલ્મની કહાની મૂળ મરાઠી નાટક 'અશ્રુંચી ઝાલી ફૂલે' પરથી ઈન્સ્પાયર્ડ હતી. જાણીતા મરાઠી નાટ્ય લેખક વસંત કાનેટ્કર દ્વારા લિખીત આ મરાઠી નાટકને ખૂબ સફળતા મળી હતી. ૧૯૬૯માં પણ આ નાટક પરથી જ એક ફિલ્મ બનાવવામાં આવી હતી જેનું નામ હતું, 'આસૂ બન ગયે ફૂલ' સત્યેન બોસ દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મમાં અશોક કુમાર, ડેબૂ મુખર્જી અને પ્રાણ સાહેબ મુખ્ય ભૂમિકામાં હતા. જાવેદ અખ્તરે આ જ કન્સેપ્ટ વાળી કહાની યશ ચોપરાને સંભળાવી અને યશજી ને વાત ગમી ગઈ.
ફિલ્મના કન્સેપ્ટની પસંદગી માટે યશજી કહેતા હતા કે, 'મને ફિલ્મની
ડાર્કર સાઈડ ગમી
ગઈ હતી. એક જ
સમયે એક વ્યક્તિ
કે જે આખી જિંન્દગી કાયદાનું માન જાળવી જીવ્યો છે તે સારપ છોડી ગુનાહોની દુનિયા તરફ પ્રવેશે છે અને બીજી તરફ બીજી વ્યક્તિ કે જે ગલીનો ગૂંડો હોય છે તે એક સારા નાગરીક બનવા તરફની સફર આરંભે છે. આ બંને વાત મને ફૂટબોલની ગેમ જેવી લાગી હતી. કે
જ્યાં આખી ટીમ
પહેલા હાફમાં
જે તરફ ગોલ
કરતી હોય છે
તે જ ટીમ
બીજા હાફમાં તેની
વિરૂધ્ધ દિશામાં ગોલ
મારવા દોડતી હોય છે. અને આ બધાની સાથે મને ફિલ્મની મધ્યમાં વહિદાની મોતનો જે સીન આવે છે તે પણ ખૂબ ગમી ગયો હતો. સોફ્ટ અને ટ્રેજીક આ સીન મને તે સમયે એવો સ્પર્શી ગયો કે મને આ એક સીનને કારણે પણ લાગતુ હતુ કે ફિલ્મ
કમર્શીયલી હિટ થશે.
યશ ચોપરાએ તેમના દિગ્દર્શનના કરિઅરમાં ખાસ કોઈ રિઅલ લાગતી કે હાર્ડ કહી શકાય તેવી ફિલ્મો બનાવી નહોતી, તેઓ કહેતા કે, 'મારા હિસાબે રિઅલ ફિલ્મ એટલે એવી ફિલ્મ કે જેના કેરેક્ટરને જોઈ દર્શકને એમ લાગે કે અમે આ રીતના વ્યક્તિને ક્યાંક મળ્યા છે કે ક્યાંક જોયા છે. વરસાદની રાતે તમે બહાર નીકળો અને કોઈકની પાસે લીફ્ટ માગો તો હકીકત એ છે કે તમને લીફ્ટ નથી મળતી અથવા મળે છે તો ખૂબ તકલીફથી મળે છે. આ જ વાત મેં મારી ફિલ્મ મશાલમાં
વણી લીધી
છે અને
તેથી જ તે
રિઅલ લાઈફથી ખૂબ નજીક છે. યશ ચોપરાએ જ્યારે મશાલ બનાવવાનું નક્કી કર્યુ
ત્યારે રાજાના
પાત્ર માટે તેમની
પહેલી પસંદગી
હતી કમલ હાસન. પણ
કમલ હાસને રૉલ કરવાની ના કહી દીધી અને ત્યારબાદ તે પાત્ર અનિલ કપૂરને ઓફર કરવામાં આવ્યુ. દિલીપ કુમાર જેવા સિનીઅર આર્ટીસ્ટ સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે તે જાણી અનિલ કપૂરે પહેલી જ વારે હા કહી દીધી. અને મશાલમાં તેના રૉલની માટે અનિલ કપૂરને ૧૯૮૪નો બેસ્ટ સ્પોર્ટીંગ રૉલનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. રતિ અગ્નિહોત્રીને જ્યારે આ ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે રતિ ફિલ્મને લઈને ખૂબ એક્સાઈટ હતી કારણ કે વહિદા રહેમાન એ રતિ અગ્નીહોત્રીની સૌથી ફેવરીટ હિરોઈન હતી. અને વહિદા સાથે કામ કરવાની વાતથી રતિ એટલી ખૂશ થઈ ગઈ હતી કે શૂટીંગના પહેલા દિવસે તે માત્ર વહિદા રહેમાનને જ જોતા બેસી રહી હતી. એટલું જ નહીં ત્યારબાદ પણ શૂંટીંગમાં જ્યારે તેનો શોટ નહીં હોય ત્યારે તે વહિદાની કામ કરવાની રીત ને તેના અભિનયને જોયા કરતી.
વિનોદ કુમાર (દિલીપ કુમાર) એક સાદો સીધો અને પ્રામાણિક માણસ છે જે પોતાનું એક અખબાર ચલાવે છે જેનું નામ છે 'મશાલ' વિનોદ કુમાર તેના આ અખબાર મશાલ દ્વારા સોસાયટીની ઘણી એવી ડાર્ક સાઈડ છતી કરતો રહે છે જે સામે સોસાયટી ક્યાં તો જાણતી નથી હોતી ક્યાં આંખ આડા કાન કરે છે. કેટલાંય મોટા લોકોની અસલિયત બહાર લાવવાથી લઈ ને વિનોદ તેમના કાળા
ધંધાની વાતો પણ મશાલમાં કરતા રહે છે. આ સમય દરમિયાન વિનોદ કુમારની પત્ની સુધા (વહિદા
રહેમાન)ને
ખબર પડે છે
કે રાજા (અનિલ કપૂર) નામનો એક ગૂંડો વિનોદના પ્રેસમાં અને તેમના જીવનમાં ખલેલ પહોંચડવા મથી રહ્યો છે. વિનોદ અને સુધાના ધીમે ધીમે રાજા સાથે સબંધ વધુ ગહેરા બને છે અને રાજાના બાળપણની કરૂણ કહાણી જાણ્યા બાદ વિનોદ તેનું ભણવાનું પૂરુ કરવાના આશયથી તેને બેંગ્લોર મોકલવા તૈયાર થાય છે. રાજાના વિનોદ અને તેની
પત્ની સુધા સાથે સંબંધને કારણે જ રાજાની
ત્યાં અવર જવર વધી જાય છે અને વિનોદ કુમારને ત્યાં આસિસ્ટંટ તરીકે નોકરી કરતી ગીતા (રતિ અગ્નીહોત્રી) સાથે રાજાની મુલાકાત થાય છે જે પાછળથી પ્રેમમાં પરીણમે છે.
વિનોદ તેના અખબાર દ્વારા એસ.કે. વરધાન (અમરિષ પૂરી) નામના એક બિઝનેસમેનને એક્સપોઝ કરવાનું શરૂ કરે છે જે બિઝનેસના નામે કેટલાંય કાળા ધંધા કરતો હોય છે. આ જ સમય દરમિયાન વિનોદ જૂએ છે કે લોકો એસ.કે.વરધાનને વખોળવા કે સજા આપવાની જગ્યાએ તેને સપોર્ટ કરે છે. આથી એસ.કે. વરધાનને આર્થિક અને સામાજીક રીતે
ખતમ કરી
નાખવાના આશયથી વિનોદ પણ તેની પાછળ પાછળ પૈસા કમાવવા અને તેને બરબાદ કરવા તેની બરાબર થવા માટે ગુનાહના રસ્તા તરફ ચાલવા માંડે છે. જ્યારે બીજી તરફ આ બધાથી અજાણ રાજા તેનું જર્નાલિસ્ટનું ભણતર પૂરૂ કરવા બેંગ્લોરમાં મહેનત કરતો હોય છે. આખરે પોતાનું જર્નાલિઝમનું ભણતર પૂરૂ કરી પાછા ફરેલા રાજાને ખબર પડે છે કે ડ્રગ અને બીજા કાળા ધંધાની દુનિયામાં હવે એક નવો ગોડ ફાધર આવી ગયો છે જે વિનોદ કુમાર છે. રાજા વિનોદ અને એસ.કે બંને ને એક્સપોઝ કરવાનું નક્કી કરે છે પછી ? પછી આગળની સ્ટોરી પણ અહીં ચર્ચા જ કરી લઈશું તો ફિલ્મ જોવાની મઝા નહીં આવે.
લાસ્ટ કટ ; કહે છે કે વિનોદ (દિલીપ કુમાર) જ્યારે તેની બિમાર પત્ની સુધાને હોસ્પિટલ લઈ જવા માટે લીફ્ટ માગે છે પણ છતાં તેને કોઈ લીફ્ટ નથી આપતું અને સુધા (વહીદા)ની રસ્તા પર જ મોત થઈ જાય છે. દિલીપ કુમાર જ્યારે
આ સીનનું
શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અભિનયમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે શૂટિંગ પત્યા પછી પણ તે પોતાનું રળવાનું રોકી નહોતા
શક્યા.
11/14/2014 11:19:00 AM |
Category:
Gujarat Guardian News Paper - 14.11.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)