૧૯૪૯માં આવેલી ફિલ્મ શબનમ, તેમાં સચિન દેવ બર્મને બનાવેલું અને સમશાદ બેગમે ગાયેલું ગીત એવું હિટ સાબિત થયું કે સચિન હવે આવનારા સમયમાં સંગીતકાર એસ.ડી. બર્મન તરીકે ઓળખાવાના હતા. પણ અચાનક જાણે એસ.ડી.ને મુંબઈ નગરીનો મોહ ભંગ થયો અને તેઓ અશોક કુમારની ફિલ્મ મશાલ કરી રહ્યા હતા તે અધુરી છોડી પહેલી ટ્રેનમાં કલકત્તા રવાના થઈ જવાનું નક્કી કર્યુ. પણ હિન્દી સિનેમા જગતના એક સુપર સ્ટારને લીધે તે રોકાઈ ગયા. ૧૯૫૦માં તેમણે દેવ આનંદના નવકેતન પ્રોડક્શન સાથે ટીમ બનાવી અને કામ શરૂ કર્યુ. અફસર ફિલ્મથી શરૂ થયેલી  સફર ટેક્સી ટ્રાઈવર, નૌ દો ગ્યારહ, કાલા પાની, મુનીમજીપેઈંગ ગેસ્ટ વગેરે અનેક ફિલ્મો છે લીસ્ટ આથી પણ લાંબુ છે. એસ.ડીની દોસ્તી દેવ આનંદ સાથે હોય અને તેનો સંબંધ ગુરૂદત્ત સાથે નહીં બંધાય તે કઈ રીતે બની શકે. ગુરૂદત્ત સાથે પણ એસ.ડીની જોડી જામી ગઈ. પ્યાસા, કાગઝ કે ફૂલ હોય કે દેવદાસ, હાઉસ નં. ૪૪ અને ફંટૂસ અને આ બધા પછી આવી ૧૯૫૯માં બિમલ રૉયની માસ્ટરપીસ ફિલ્મ સુજાતા અને એસ.ડી એ એક ગીતથી આ ફિલ્મમાં જાદૂ પાથરી દીધો 'જલતે હૈ જીસકે લિયે' તલત મહેમૂદ પાસે તેમણે ગવડાવેલું આ ગીત આજે પણ લોકો એટલી જ મિઠાશથી સાંભળે છે. 
 એ સમય હતો જ્યારે લત્તા માટે એસ.ડી. બર્મનદા બાપ કે મોટા ભાઈ સમાન હતા. લત્તા સાથે એસ.ડીના સંબંધ એટલા ઘનિષ્ઠ હતા કે એસ.ડી. જ્યારે પણ કામથી થાક્યા હોય ત્યારે ફ્રેશ થવા માટે તેઓ જાતે ખીર બનાવવા બેસી જતા અને પોતાને ફ્રેશ ફિલ કરતા. પણ ખીર બની ગયા પછી શું ? લત્તાજી એક માત્ર એવા વ્યક્તિ હતા જેને એસ.ડી. ખીર ખાવા માટે આમંત્રણ આપતા અને એસ.ડીની ઘરે ખીર ખાઈ લીધા બાદ એસ.ડી. લત્તાજીને પોતાના હાથે પાન બનાવીને પણ ખવડાવતા. લત્તાજી આજે પણ એસ.ડી. ના એ પાન અને ખીરને યાદ કરે છે. 
હવે એસ.ડીના દીકરો આર.ડી પણ મોટો થઈ રહ્યો હતો. આ તરફ એસ.ડી.ની પણ હવે નવી ટીમ બની રહી હતી. લત્તાની નાની બહેન આશા, કિશોર કુમાર અને ગીતકાર તરીકે મજરૂહ સુલતાનપુરી. કહે છે કે આશાને એક પ્લેબેક સિંગર તરીકે ઘડવામાં ઓ.પી નય્યર અને એસ.ડી બર્મનનો ખુબ મોટો ફાળો હતો.
એસ.ડી ભલે તે સમય દરમિયાન પોતાની ફિલ્મી કરિઅરમાં ટોચ તરફ સફર કરી રહ્યા હોય અને ભલે તેમનું પોતાનું બાળપણ પણ રાજવી ઘરાનામાં વિત્યું હોય તેઓ પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ હિસાબનીશ, કરકસરવાળા અને ગણીને પગલા લેનારા હતા. એક મજેદાર કિસ્સો આ સમયે યાદ આવે છે. 
એસ.ડી. રોજ પોતાના ઘરથી સ્ટેશન જતા અને ટ્રેન પકડી સ્ટુડિયો પહોંચતા. સ્ટુડિયો જવા માટે તેઓ બસ કે રિક્ષા પકડતા હવે એક દિવસ તેમને ત્યાં કામ કરતા તેમના આસિસ્ટન્ટે કોઈક કામને કારણે વહેલા ઘરે જવાનું હતુ. તેણે બર્મનદા પાસે પરવાનગી માગી. બર્મનદાનું પણ તે દિવસનું લગભગ બધું જ કામ પૂર્ણ થઈ ચૂક્યુ હતુ આથે તેમણે તેના આસિસ્ટન્ટને કહ્યું, બે મિનિટ રોકાઈ જા આપણે સાથે જ નીકળીએ છીએ. બંને સ્ટુડિયો બંધ કરી નીકળ્યા અને બર્મનદાએ જોયું કે તેમના આસિસ્ટન્ટે બાજૂમાં પાર્ક કરેલી સાયકલ બહાર કાઢી. બર્મનદા એ અચંબાથી જોયું અને પછી પૂછ્યું, 'મેં બેઠ જાઉં પિછે ?' અને પેલા માણસે હા કહેતા જ તેઓ બેસી ગયા. પછી રસ્તે તેમણે તેમના એ આસિસ્ટન્ટને પૂછ્યું, 'યે સાયકલ તુમ્હારી હૈ ? તુ રોજ ઈસપે હી આતે હો ?' પેલા  હા પાડી કે તરત બર્મન દા કહી દીધું, 'કલ સે રોજ સ્ટેશન  જાનકલ સે રોજ તુમ્હે મુજે બિઠા કે સ્ટુડિયો લે જાના હૈ. યે બસ ઔર રિક્ષાકા ભાડા આજ-કલ કિતના મહેંગા હો ગયા હૈ.'
સચિન દેવ બર્મન એક માત્ર એવા મ્યુઝિક ડાયરેક્ટર છે જેમણે નંબરની દ્રષ્ટિએ કિશોર કુમાર અને રફી બંને પાસે લગભગ એકસરખા ગીતો ગવડાવ્યા હતા. જો કે એ વાત સાચી કે સચિનદા કિશોરને તેમના બીજા દીકરા જેવો માનતા હતા એટલું જ નહીં એ સચિન દેવ બર્મન જ હતા જેમણે હિન્દી સિનેમા જગતને કિશોર કુમાર નામનો ગાયક આપ્યો હતો એમ કહો તો પણ ચાલે. કારણ કે કિશોરને પહેલો ચાન્સ આપનારા મ્યુઝિક ડાયરેક્ટર હતા સચિન દેવ બર્મન. એક સમયની વાત અહીં યાદ આવે છે. ફિલ્મ મીલીના રિકોર્ડિંગ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું અને સચિન દાને રિહર્સલ પછી અચાનક હાર્ટ એટેક આવ્યો. કિશોર દા તુરંત હોસ્પિટલ દોડી ગયા અને બર્મનદાને ધરપત આપી કે દાદા ચીંતા નહીં કરો તમારા ગીતનું રિકોર્ડિંગ હજી ત્રણ દિવસ પછી છે અને તમે જો જો કે ગીત કેટલું સરસ રેકોર્ડ થશે. અને સાચે જ આજે પણ એ ગીત કિશોર દા નું એક માઈલ સ્ટોન ગીત ગણાય છે. ગીત હતું 'બડી સૂની સૂની હૈ. એટલું  નહીં સચિન દા કેટલીય વાર અડધી રાત્રે પણ કિશોર દાને ફોન કરતા અને તેમણે તૈયાર કરેલી ધૂન સંભળાવતા અને કિશોર દાને તેમની સાથે સાથે ગાવા માટે કહેતા. પણ દુઃખની વાત છે કે મિલીના ગીતના રિહર્સલ પછી બર્મન દાને જ્યારે એટેક આવ્યો તેમાં તેઓ કોમામાં ચાલી ગયા અને ત્યારબાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૭૫ના રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થઈ ગયું. ૧૯૭૦'સ ના દાયકામાં સચિન દાએ લાઈન બધ્ધ હિટ મ્યુઝિક આપ્યા હતા. તેરે મેરે સપનેશર્મિલીઅભિમાનપ્રેમ નગરચૂપકે ચૂપકે વગેરે અનેક હિટ પછી ૧૯૭૫ની મિલી તૈયાર થઈ રહી હતી જે સચિન દાનું છેલ્લું મુવી ગણાવી શકાય. ત્યારબાદ પણ તેમના મ્યુઝિક વાળી ફિલ્મો આવી ખરી એમકે બારૂદ, અર્જૂન પંડિત, ત્યાગ, દિવાનગીનું એક ગીત અને બંગાળી ફિલ્મ આરધના અને  સિવાય પણ સચિન દેવનું મ્યુઝિક એક ફિલ્મમાં હતું પણ તે ફિલ્મ રિલીઝ નહોતી થઈ શકી. અને  ફિલ્મ એટલે 'સાઝ'.

શું તમને ખબર છે આપણા મહાન ક્રિકેટરનું નામ સચિન તેંડુલકરનું નામ પણ આપણા આ મ્યુઝિક ડાયરેક્ટર સચિન દેવ બર્મનને કારણે જ પડ્યું હતું. વાત કંઈક એવી છે કે સચિનના દાદા એસ.ડી. બર્મનના ડાયહાર્ટ ફેન હતા અને તેમની ઘરે જ્યારે દીકરાને ત્યાં દીકરો જનમ્યો ત્યારે તેમણે નક્કી કર્યુ કે તેનું નામ સચિન જ રાખવામાં આવે.
સામાન્ય રીતે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિનારીયો એવો છે કે કોઈ પણ મ્યુઝિક ડાયરેક્ટર તેમની ધૂન હાર્મોનિયમ કે પિયાનો સાથે બનાવે છે જ્યારે આપણા સચિન દા તેમની કેટલીય ધૂન જે-તે તાલમાં તાળીઓ પાડીને બનાવતા હતા. સચિનદાને પાન ખાવાની આદત હતી અને તેમને તેના પાન ખૂબ પ્રિય હતા. એસ.ડી.ને તેમના પાન એટલા પ્રિય હતા કે તેઓ તે પાન કોઈની પણ સાથે ક્યારેય શેર કરતા નહોતા.

આપણે ગત સપ્તાહમાં જ વાત કરી તે અનુસાર પહેલી ઓક્ટોબર સચિન દેવની વર્ષગાંઠનો દીવસ છે. અને ૨૦૦૭ની પહેલી ઓક્ટોબરે આપણા બર્મનદાઈ એકસો એકમી જન્મ જયંતિને કારણે ભારત સરકાર દ્વારા એક પોસ્ટલ સ્ટેમ્પ પણ શરૂ કરવામાં આવી હતી. 
 સિવાય ભારતીય લોક સંગીત અને બંગાળી લોક સંગીત સચિન દાની એટલા નજીક હતા કે તેમણે લોક સંગીતની છાપ વાળા અનેક ગીતો બનાવ્યા અને ગાયા છે.
લાસ્ટ કટ ; સચિન દેવ બર્મન એક માત્ર એવા મ્યુઝિક ડાયરેક્ટર છે જેમને સંગીત નાટ્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે.





Comments (0)