કહેવાય છે કે માણસનો સિતારો જ્યારે કામ કરે છે ત્યારે તે કંઈ પણ કરી દેખાડે છે. આપણા હિન્દી સિનેમા જગતમાં પણ છેલ્લાં કેટલાંક વખતથી આપણને એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે ટ્રેન્ડને શ્રધ્ધા ગણવી, અંધશ્રધ્ધા ગણવી, ફેન ફોલોઈંગ કહેવું કે પછી બસ માત્ર નજર સામે દેખાડી વાસ્તવિકતાને સ્વીકારી એક હકીકત તરીકે સ્વીકારી લેવી તે તો ખેર વળી પાછો અલગ ચર્ચાનો વિષય છે પણ, હા એક વાત ચોક્ક્સ આપણે કહેવી પડે કે હાલમાં ટ્રેન્ડ જબરદસ્ત ચાલી રહ્યો છે અને તે કે તમારે કોઈ પણ ફિલ્મ કે ફિલ્મનું સંગીત તે ફિલ્મના રિલીઝ પહેલાં હિટ કરવું હોય તો તે માટેની સીધી સાદી એક ફોર્મ્યુલા છે અને તે છે મિકા સિંઘનું એક ગીત.
શું તમને યાદ છે કે, 'દિલ મેં બજી ગીટાર...' કઈ ફિલ્મનું ગીત છે ? તરત યાદ નથી આવતું ને ? થોડૂં વિચારવું પડે, દિમાગ પર થોડો ભાર દઈને યાદ કરવુઇં પડે રાઈટ ? બસ મિકા સિંઘ છે. આપણ ને ફિલ્મ 'અપના સપના મની મની' યાદ નથી પણ તેનું ગીત, 'દેખા જો તુઝે યાર દિલ મેં બજી ગીટાર' બરાબર યાદ છે. સિંઘ ઈઝ કિંગના ટાઈટલ સોંગથી લઈ ને આપકા ક્યા હોગા, ઓયે લકી, લકી ઓયે હોય કે એબને તૂતા જેવું ટ્રેન્ડથી અલગ પ્રકારનું ગીત  બધાની સાથે હાલમાં સલમાન ખાનની આવી ગયેલી હિટ ફિલ્મ કીકમાં પણ જુમ્મે કી રાત હૈ જેવા હિટ ગીતો ગાઈ ચૂકેલા મિકાને ખરેખર હિન્દી સિને વર્લ્ડ એક હિટ ફિલ્મની સિમ્પલ ફોર્મ્યુલા તરીકે માને છે.
 જૂન ૧૯૭૭ના રોજ પશ્ચિમ બંગાળના દૂર્ગા પૂરમાં જન્મેલા મિકાનું આમતો મૂળ વતન બિહારનું પટના શહેર છે પણ તેના બાળપણના મોટા ભાગના દિવસો પટીયાલામાં વિત્યા હતાપિતા અજમેર સિંઘ ચંદન અને માતા બલબીર કૌરને ત્યા જન્મેલા  પુત્રોમાં મિકા સૌથી નાનો દિકરોમિકાના મા અને બાપ બંને પહેલેથી  સંગીતમાં રસ દાખવનારા હતા અને તેઓ સંગીત શીખ્યા પણ હતાઆથી  મિકામાં કે તેના મોટા ભાઈ દિલેરમાં પણ તે સંસ્કારો ઉતર્યા હશે એમ કહો તો ખોટુ કહેવાય. પણ મિકાના મા-બાપની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી કે તેઓ પોતાના - સંતાનોને સુખ-સહ્યાબીમાં મોટા કરી શકે. આથી  પરીવારનો સૌથી મોટો દિકરો પૈસા કમાવવાના આશયથી યુએસ ચાલી ગયો અને ત્યાં તેણે ટેક્સી ચલાવવા માંડી. પછીના સમયમાં મિકાથી નવ વર્ષ મોટો તેવો એનો ભાઈ દિલેર પણ પોતાના મોટા ભાઈ પાસે યુએસ ચાલી ગયો અને ત્યાં તેણે તે લોકોની ખલસા કેબ ચલાવવા માંડી. પણ કહેવાય છે કે કે દુનિયામાં આપણે તમામ કોઈ ને કોઈ ઉદ્દેશ માટે જનમ્યા છે અન્મે જ્યારે માણસને તે ઉદ્દેશની જાગૃતિ થઈ જાય ત્યારે તે તેને પૂર્ણ કરવા મચી પડે છે. દિલેરના કિસ્સામાં પણ આવું બન્યુ. તે ખાલસા કેબ તો ચલાવતો હતો પણ તે કામમાં તેને મજા નહોતી આવી રહી. સતત એમ લાગ્યા કરતું કે કંઈક ખૂટે છે. આખરે તે ત્યાં યુએસમાં ઝઘડો કરી ફરી ભારત રવાના થઈ ગયો અને ૧૯૯૧માં ભારત આવી દિલ્હીમાં તેણે સિંગર બનવાના આશયથી પોતાનું બેન્ડ શરૂ કર્યુ.
મિકા સમય દરમિયાન પંદર વર્ષનો હતો તે પણ ભાઈ દિલેર સાથે દિલ્હી આવી ગયો અને ભાઈના બેન્ડ સાથે કામ કરવા માંડ્યો. પણ પંદર વર્ષનો મિકા જ્યારે બાળક હતો ત્યારથી  તેણે એક વાત ગાંઠ વાળી લીધી હતી કે તેણે જીવનમાં મ્યુઝિક ડાયરેક્ટર બનવું છેબાળપણથી મ્યુઝિક ડાયરેક્ટર બનવા માંગતા મિકાને  બરાબર ખબર હતી કે કમ્પોઝર કે મ્યુઝિક ડાયરેક્ટર બનવા માટે જેટલા બને એટલા વધુ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ શીખવા પડે છેઆથી  તે નાનો હતો ત્યારથી ગીટાર, તબલાડ્રમ સેટ વગેરે શીખવા માંડ્યો. ૧૯૯૧માં જ્યારે દિલેર મહેંદીએ દિલ્હીમાં પોતાનું બેન્ડ શરૂ કર્યુ ત્યારે મિકા તેની સાથે કામ કરવા આવી ગયો અને સાથે સાથે તે ભાઈને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ પણ શીખવતો હતો. બેન્ડ દિલેર મહેંદીનું હતુ એટલે સ્વાભાવિક રીતે લિડીંગ સિંગર તરીકે પણ દિલેર હોય. પણ મુશ્કેલી હતી કે બેન્ડને કામ અને ઓળખ જે પ્રમાણે મળવી જોઈએ તેટલી મળતી નહોતી. દિલેરને હજી કોઈ ઓળખતુ નહોતુલગભગ ચાર વર્ષ   સ્ટ્રગલમાં કાઢી નાખ્યા બાદ ૧૯૯૫માં દિલેરનું એક ગીત આવ્યુ, 'બોલો તારા...રારા..' અને  ગીત જબરદસ્ત હિટ પુરવાર થયુંદિલેર મહેંદીના અને તેના બેન્ડના દિવસો બદલાઈ ગયા. ત્યારબાદ દિલેર માટે મિકાએ એક ગીત કમ્પોઝ કર્યુ અને તે ગીત હતું, 'મેં દરદી રબ રબ... ' ગીત પણ જોરદાર હિટ સબિત થયું. જ્યાં જુઓ ત્યાં દિલેરના બે ગીતો વાગતા સંભળાવા માંડ્યા
હિટના સમયમાં ૧૯૯૮માં દિલેર મહેંદીના મેનેજરે મિકા સિંઘને કહ્યું કે, 'તું પણ એક સુપર સ્ટાર, સુપર સિંગર બની શકે અગર તું તારા ખૂદના માટે ગાવાનું શરૂ કરે તો.' પણ મિકાએ તેને ના કહી દીધી. મિકાએ કહ્યું, હું એક મ્યુઝિક ડાયરેક્ટર બનવા માગૂ છું નહીં કે સિંગર.' ત્યારે પેલા કહ્યું કે, 'તું જ્યાં સુધી જાતે તારા ગીત ગાશે નહીં અને તારૂં કામ લોકોને સંભળાવશે નહીં ત્યાં સુધી તને આમ કોઈ એક મ્યુઝિક ડાયરેક્ટર તરીકે ચાન્સ આપવાનું નથી.' અને  સમય હતો કે જ્યારે મિકાએ પોતે એક હિન્દી ગીત કમ્પોઝ કર્યુ અને ગાયું પણ, અને તે ગીત એટલે, 'સાવન મેં લગ ગઈ આગ...' 
અને તે સમયને યાદ કરતા મિકા કહે છે, 'મૈંને કભી નહીં સોચા થા કા થી મેરા ગાના ઈતના હિટ હોગા, મૈં સોચતા થા કી મેં દિલેર પાજી કે બેન્ડ લિયે એક હજાર રૂપિયાભી મેરે ગીત સે કમા પાઉં તો યે મેરા સૌભાગ્ય હોગા, પર મેરે ગીત કી પહેલી શુરૂઆત હી હુઈ પચાસ હજાર સેસો અબ મેં ખૂન કા સ્વાદ ચખ ચૂકા થા. હું એક સારો ગાયક  હોવા છતા લોકોએ મને પસંદ કર્યો હતો, લોકો મને પસંદ કરવા માંડ્યા હતા.' પણ ત્યાર બાદ મિકાને ખબર હતી કે લાંબી રેસ દોડવી હશે તો માત્ર નસીબ કે લોક ચાહના પર નહીં દોડાય. લોકો આજે તો તેને પસંદ કરે છે પણ જો તે ભવિષ્યમાં સારૂં કામ નહીં આપે તો લોકો તેને ફેંકી દેતા પણ વાર નહીં લગાડે. આથી મિકા ત્યાર પછી ત્રણ વર્ષ સુધી રિયાઝ કરવામાં, પોતાના સંગીતના ભણતર, ગણતર અને કામને ધાર કાઢવામાં તેણે ત્રણ વર્ષ સુધી સતત મહેનત કરી. અને ત્યાર બાદ ૨૦૦૧માં મિકા એક પંંજાબી આલ્બમ લઈને આવ્યો ગબરૂ અને આલ્બમે પંજાબી સંગીતની દુનિયામાં આગ લગાવી દીધી. આલ્બમ સુપોઅર હિટ પુરવાર થયો. મિકા હવે માત્ર મિકામાંથી સિંગીંગ સ્ટાર મિકા સિંઘ બની ગયો.


મિકાના જીવનની કહાની હજૂ અડધે રસ્તે છે, આવતા સપ્તાહએ પુરૂ કરીએ.





Comments (0)