યુરોપનું એક સુંદર શહેર, આખાય યુરોપમાં આ શહેર ટુરિસ્ટ્સને સૌથી વધુ આકર્ષે છે. ત્યાં ના લોકો કહે છે કે યુરોપ ફરવા આવનારા લોકોને આ શહેરનું બાંધકામ, વાતાવરણ અને અહીં દેખાતી જૂની પ્રણાલી અને બાંધકામની ઝલક મુલાકાતીઓને આકર્ષે છે અને તેમને અહીં ફરવા આવવું ખૂબ ગમે છે. અને આ શહેર એટલે પ્રાગ. યુરોપનું પ્રાગ.
એસ્ટ્રોનોમિકલ ક્લોક, ચાર્લીઝ બ્રીજ, ગોથિક ટાવર, ડાન્સીંગ હાઉસ, ફ્રાન્સ કાફ્કા મોન્યુમેન્ટ વગેરે અનેક સ્થળ, બનાવટ કે બીજા કોઈ કારણે યુરોપનું પ્રાગ શહેર માત્ર યુરોપમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલાંય એવા લોકો છે જે યુરોપ માત્ર પ્રાગ ફરવા માટે છે. કેટલાક તેને પ્રાહ કહે છે તો કેટલાક પ્રાગ્ય પણ કહે છે. પ્રાગને બોહેમિયાનું હિસ્ટોરીકલ કેપિટલ કહેવામાં આવે છે. પરંતુ વલ્ટાવા નદીના ઉત્તર-પશ્ચિમ કિનારે વસેલું પ્રાગ માત્ર આટલા જ કારણથી પ્રખ્યાત નથી. આ સિવાય પણ એક કારણ છે જે
પ્રાગને સમગ્ર દુનિયાથી કંઈક અલગ તારવે છે.
પ્રાગને યુરોપની મોસ્ટ હન્ટેડ સિટી તરીકે માનવામાં આવે છે. અહીં કોઈ એક ભૂત કે કોઈ એક કહાની નથી. સાથે જ એવું પણ નથી જ કે બધી મનઘડંત કહાનીઓ છે અને લોકો માત્ર ટુરીસ્ટ્સને આકર્ષવા
કે માત્ર મજાક ખાતર વાત કરતા હશે. અહીં
લોકોના
મોઢે જે વાત સંભળાય છે તે એ લોકોએ અનુભવેલી વાત છે, પોતાની સગી આંખે જોયેલી ઘટનાઓ છે અને
દરેક ઘટના પ્રાછળની કહાનીના કેટલાંક નજરોનજરના સાક્ષી પણ છે.
પ્રાગ શહેર આમતો ત્યાં મળતા સસ્તા બિયર અને નાઈટ લાઈફને કારણે વધુ જાણીતુ થયુ છે અને આ જ કારણથી યુવાનોના અનેક ગૃપ અહીં વીક એન્ડ માણવા માટે આવતા હોય છે. પણ આ જ પ્રાગ શહેરમાં
ભૂતિયા ગલીઓ છે, ભૂતો છે અને તેમની બિહામણી, વિકરાળ, હિંસક અને અકળાવનારી કેટલીય કહાનીઓ પણ છે.
ધ આયર્ન મેન, પ્રાગ શહેરના ઓલ્ડ ટાઉન તરીકે ઓળખતા
હિસ્સામાં એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યુ છે. જેને નામ
આપવામાં આવ્યુ છે ધ આયર્ન મેન. પ્રાગ શહેરમાં બનાવવામાં આવેલું દુનિયાનું આ એક માત્ર
સ્ટેચ્યુ છે જે કોઈ ભૂતના માનમાં બનાવવામાં આવ્યું
હોય. કહેવાય છે કે આ સ્ટેચ્યુ ધ આયર્ન મેન એ એક જમાનામાં ત્યાંનો ચેક મેન હતો જેનું નામ હતું જેકિમ બેર્કા. કહે છે કે જેકિમ તેના બાળપણથી જ પોતાના શહેરને ખૂબ ચાહતો હતો અને તેણે તેની આખી જિંદગી દરેક લડાઈમાં પોતાના શહેરની રક્ષા કરવામાં જ વિતાવી હતી.
એવી લોકવાયકા છે કે જેકિમના વિવાહ તેની એક ખૂબ સારી બાળપણની મિત્ર સાથે તે કિશોર હતો ત્યારે જ થઈ ગયા હતા અને કિશોર જેકિમ જ્યારે એક યુધ્ધમાં રણ મેદાન પર હતો ત્યારે તેની મંગેતર (ભાવી પત્ની) તેની સાથે દગો કર્યો હતો અને તેની મંગેતર કોઈ ખરાબ ઈરાદાથી તેની સામે જૂઠ્ઠુ બોલી હતી. આથી જેકિમે તેને
જાણ કર્યા વગર એક બીજી છોકરી
સાથે લગ્ન કરી લીધા. જેકિમે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે એ વાતની જાણ જ્યારે તેની
બાળપણની મિત્ર અને મંગેતર એવી પેલી છોકરીને થઈ ત્યારે
તેનું દિલ ભાંગી ગયુ અને તેણે વલ્ટાવા નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. આ આખીય પ્રેમ
કહાની અને તેના આવા કરૂણ અંજામની જાણ જ્યારે તે છોકરીના પિતાને થઈ ત્યારે
તેમણે પણ એક ઊંચા ટાવર પરથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. જેકિમને પાછળથી જ્યારે ખબર પડી કે તેની મંગેતર તેની સામે કઈ પણ જુઠ્ઠું નહોતી બોલી, તે માત્ર તેનો વહેમ હતો અને હવે તેની પ્રેમિકા અને તેના પિતાએ માત્ર એ કારણથી
આત્મહત્યા કરી લીધી છે કે તેણે કોઈ
બીજી
છોકરી
સાથે લગ્ન કર્યા ત્યારે જેકિમ ખૂબ જ અપસેટ થઈ ગયો અને તેણે પોતાની પત્નીનું ગળુ દબાવી તેને મારી નાખી અને પોતે એક ગુડ ફ્રાઈ ડેને દિવસે ભોંયરામાં જઈ તેણે પોતે લટકીને પોતાના જીવનનો પણ અંત આણી લીધો. જેકિમની આ દુઃખ ભરી પ્રેમ કહાની અને તેના કરૂણ અંજામને કારણે લોકો
માને છે કે જેકિમનો આત્મા મૃત્યુ પછી પણ શાંતિ મેળવી
શક્યો નથી અને આજે પણ તે પ્લેન્ટાસ્કા સ્ટ્રીટની આસ-પાસ ક્યાંક સપડાયેલો છે. પોતાની મુક્તિની
રાહ જોઈ રહેલો જેકિમનો આત્મા હજીય ત્યાં જ ફર્યા કરે છે.
લોકો કહે છે કે દરેક સો વર્ષના અંતરાલે જેકિમને એક તક મળે છે કે તે પોતાના અત્માને મુક્તિ અપાવી શકે અને તે માટે તેણે એક કુંવારી પવિત્ર છોકરી સાથે એક કલાક માટે શહેરમાં ફરવું પડે
છે. એવી માન્યતા છે કે આજે પણ જેકિમ
એવી
છોકરીને શોધી રહ્યો છે કે જે તેના ભૂત સાથે એક કલાક માટે શહેર આખામાં ફરવા તૈયાર થાય. હમણાં જ ૨૦૦૯માં આ જ રીતે જેકિમના આત્માને એક ચાન્સ મળવા માટેના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હતા પણ જેકિમને તે સમયે પણ તેવી કોઈ છોકરી ન મળવાને કારણે લોકો
કહે છે કે હવે જેકિમે ફરી સો વર્ષની
રાહ
જોવી પડશે.
જેકિમ સિવાય પ્રાગમાં બીજા પણ એક ભૂતની કહાની પ્રખ્યાત છે અને તે છે હેડલેસ લૉરા, એટલે કે માથા વગરની લૉરા. ડોમિનીકેન મોનેસ્ટ્રીનું ભૂત હેડલેસ લૉરાની કહાની પણ અજીબ છે. કહે છે કે લૉરા જ્યારે
જીવિત હતી ત્યારે ખૂબ સુંદર હતી અને તે ચેક રિપબ્લીકની એક ખૂબ ટેલેન્ટેડ એક્ટ્રેસ હતી. દૂર્ભાગ્યવશ આપણા વિશ્વના કોઈ પણ ખૂણે એક અતિ સુંદર અને ટેલેન્ટેડ છોકરી માટે જીવન એટલું સરળ નથી હોતુ. લૉરાએ પણ એક છોકરા સાથે લગ્ન કર્યા પણ વાસ્તવમાં તે છોકરો લૉરાને પ્રેમ નહોતો
કરતો પણ તેને લૉરા માટે
જબરદસ્ત ઈર્ષ્યાભાવ હતો. આ જ સમયમાં એક દિવસે લૉરા પ્રાગના નોસ્ટીક થિયેટરમાં પર્ફોમ કરી રહી હતી અને ત્યાં અનેક એવા ધનાઢ્ય લોકો લૉરાનો શો જોવા આવ્યા હતા જે લૉરાને
પાગલપનની હદ સુધી ચાહતા હતા. આવા અનેક શ્રીમંતોમાં ઘણાં એવા હતા જે લૉરાનું દિલ જીતવા માંગતા હતા અને
તેની સાથે લગ્ન કરવા
માંગતા હતા. એવામાં એક અતિ શ્રીમંત એવા વ્યક્તિથી લૉરા આકર્ષાઈ ગઈ અને સમય જતા તે તેના પ્રેમમાં પડી ગઈ. આ જ સમયમાં લૉરા પોતાના તે પ્રેમી સાથે એક રાત વિતાવી જ્યારે ફરી તેના ઘરે આવી તેણે જોયું કે તેનો પતિ ખૂબ ગુસ્સામાં હતો અને તે તેના પર શક કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા
લૉરાના પતિએ લૉરાને અનેક વાતો સંભળાવી તેના પર ગુસ્સો કર્યો અને બંને વચ્ચે ચાલી રહેલી ઉગ્ર ચર્ચા આખરે ઝઘડામાં પરીણમી. તેના પતિએ આવેશમાં આવી લૉરાને મારી નાખી, તેનું માથું કાપી નાખી તેણે લૉરાના ધડથી અલગ કરી નાખ્યુ. આટલી બેરહમીથી લૉરાને મારી નાખ્યા પછી પણ તેના પતિની લૉરા પ્રત્યેની ધૃણા ઓછી નહોતી થઈ તે તેણે લૉરાનું કાપી નાખેલું માથું તેના શ્રીમંત પ્રેમીના ઘરે મોકલી આપ્યુ. લૉરાના એ કપાઈ ગયેલા માથાનું શું થયુ કે તેના પ્રેમીએ તેની ક્યાં દફનવિધી કરે કે કે બાળ્યુ હશે તેની આજે પણ કોઈને કંઈ જ માહિતી નથી. લોકો કહે છે કે લૉરા શરીરથી તેના માથાને અલગ કરી નાખ્યુ હોવાથી આજે પણ લૉરાના આત્માને શાંતિ મળી નથી અને તે મુક્ત થઈ શકી નથી. અને આજે પણ લૉરાનું ભૂત ત્યાં ફરતુ રહે છે.
પ્રાગમાં આ સિવાય પણ અનેક ભૂતિયા કહાનીઓ સાંભળવા મળે છે અને
લોકોને અનેક અનુભવો થયા છે. કહે છે કે
પ્રાગમાં
અનેક જગ્યાઓ પર અનેક કારણોને કારણે એટલા ભૂત હોવાનો અનુભવ થાય છે કે ત્યાં એક અલાયદું ભૂતિયા મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે. વાતમાં કેટલી સચ્ચાઈ છે તે આપણા માંથી કોઈ એક પણ ભૂતને પૂછવા જઈ શકવાના નથી પણ પ્રાગ તરફ ક્યારેક આંટો મારો તો તમને પણ આવાજ કોઈક ભૂતનો અનુભવ થવાની શક્યતા ખરી. ઉપર આપણે જે વાત કરી તે વાતો કદાચ મનઘડંત કહાની પણ હોઈ શકે યા તો હકિકત પણ હોઈ શકે પણ
જ્યારે એક અલાયદું ભૂતિયા મ્યુઝિયમ કોઈ શહેરે બનાવવું પડે, કોઈ ભૂતના માનમાં આખું એઅ સ્ટેચ્યુ બનાવવું પડે ત્યારે એટલું તો માનવું જ રહ્યું કે
કંઈક તો આ શહેરમાં છે કે હશે જેને પેરાનોર્મલની પરિભાષામાં મૂકી શકાય.
11/14/2014 10:37:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
Mumbai Samachar News Paper - 12.14.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)