ગોવા બીચ એક ટ્રેજિક લવ સ્ટોરીનો સાક્ષી બને છે, તોફાની દરિયાની લહેરો કિનારે આવી થાકી જતા પત્થરોની વચ્ચે ફિણ ફિણ થઈ જઈ પોતાનો દમ તોડી દે છે અને આ લહેરોમાં હમણાં જ બે પ્રેમીઓની લાગણી ક્યાંક હોમાઈ
ગઈ છે. ધીમે રહી કૅમેરો લહેરોથી ઉપર તરફ ઉઠે છે અને નજર સામે એક સૂમસામ કિલ્લો દેખાઈ છે, ક્યાંકથી અવાજ આવે છે એક પ્રેમી અને પ્રેમિકાનો સંવાદ અને વાત થાય છે તેમના પ્રેમ વિશે તેઓ ચાહે છે કે પોતાનો પ્રેમ ઈતિહાસ રચે અને ધીમે-ધીમે કૅમેરો ફરે છે એક મોટા પત્થર તરફ જ્યાં લખ્યુ છે વાસુ અને સપના.
ઈન્ટર કાસ્ટ મેરેજ મતલબ કે આંતરજ્ઞાતિય લગ્ન આ એક એવો શબ્દ છે જેણે આપણા
ભારતમાં વર્ષોથી અનેક યુવા હ્રદયોને હતાશ કર્યા છે, અનેક લોકોના જીવ લીધા છે અને અનેક
ઘરોમાં કેટલાંય ઝઘડાઓ પણ કરાવ્યા છે, અરે કેટલાંક જીદ્દના માર્યા પ્રેમીઓ એ આ જ કારણથી આત્મહત્યા પણ કરી છે. ખેર એ જેપણ હોય, ભારતમાં આંતર-જ્ઞાતિય લગ્નએ ભલે અનેક લોકો વચ્ચે ઝઘડા કે
વિખવાદ સર્જ્યો હોય પણ આ સબ્જેક્ટે બોક્સ ઓફિસ પર તો જબરદસ્ત ફાયદો જ કરાવ્યો છે. ૧૦૦ મિલિયન, જી હાં આ જ કન્સેપ્ટ પર ૧૯૮૧માં બનેલી એક ફિલ્મએ તે સમયે ૧૦૦
મિલિયનનો ધંધો કર્યો હતો અને બોક્સ
ઓફિસને
ટંકશાળ બનાવી દઈ સુપર ડુપર હિટ
સાબિત થઈ હતી. વાસુ અને સપનાની આ સુપર હિટ લવ સ્ટોરી
એટલે 'એક દૂજે કે લિયે'
૫મી જૂન ૧૯૮૧એ એક દૂજે કે લિયે રિલીઝ થઈ એ આમ તો ૧૯૭૯ની સુપર હિટ તેલુગુ ફિલ્મ 'મારો ચરીત્ર'ની રિમેક હતી. ડાયરેક્ટર કે. બાલાચન્દરે તેલુગુમાં બનાવેલી ફિલ્મ મારો ચરિત્ર ૧૯૭૯માં
રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર તે સુપર હિટ સાબિત થઈ, આથી બાલાચન્દરે નક્કી કર્યુ કે મારો ચરિત્રનું હિન્દી વર્ઝન પણ બનાવવામાં આવે તો ? બાલાસાહેબે સૌ પ્રથમ કમલ હાસનને વાત કરી અને તેમની હા કરાવી લીધી, કારણ કે તેલુગુ વર્ઝનમાં કમલ હાસન હિરો હતા અને બાલાચન્દર હિન્દી વર્ઝનમાં પણ તેમને જ હિરો તરીકે લેવા માગતા હતા. હવે હીરોઈન અંગે નક્કી કરવાનું બાકી હતું.
તેલુગુ વર્ઝનમાં સરિતા નામની એક તેલુગુ એક્ટ્રેસ લીડ કરતી હતી. પણ સરિતાને હિન્દી આવડતું નહોતું અને બાલાચન્દર ફિલ્મમાં
એક એક પણ આર્ટીસ્ટ માટે ડબિંગ કરવા માગતા નહોતા. આખરે તેલુગુ ફિલ્મની જ બીજી એક સુપર હિટ હીરોઈન પર પસંદગી ઉતારવામાં આવી અને તે હતી રતિ અગ્નીહોત્રી. રતિએ કામ કરવાની તૈયારી બતાવી અને ફિલ્મ
શરૂ થઈ. રતિ આ ફિલ્મથી હિન્દી સિનેમા જગતમાં ડેબ્યુ
કરી રહી હતી. આ જ ફિલ્મથી બીજો પણ એક
કલાકાર હિન્દી સિનેમા જગતમાં ડેબ્યુ
કરવાનો હતો અને તે હતો એસ.પી. બાલાસુબ્રમણ્યમ.
ફિલ્મની કહાની એક તમિલ છોકરો વાસુ (કમલ હાસન) અને ઉત્તર ભારતીય છોકરી સપના (રતિ અગ્નિહોત્રી)ની છે.
સપના અને વાસુ ગોવામાં એક-મેકના પડોશી
છે.
સપના ઉત્તર ભારતીય હોવાથી સડસડાટ હિન્દી બોલે છે પણ વાસુ ! વાસુને હિન્દી આવડતુ હોતું નથી. બંને પરીવાર
વચ્ચે પણ ઘણીવાર નાની નાની બાબતમાં
બોલાચાલી
થતી રહે છે અને એક-મેક માટે રહેણી કરણીથી જ નહીં પણ વાત-ચીતથી પણ અજાણ્યા એવા સપના અને વાસુમાં ધીમે ધીમે
પ્રેમ પાંગરવા માંડે છે. કહેવાય છે
ને
ઈશ્ક ઓર મુશ્ક છૂપાયે નહીં છૂપતે. વાસુ અને સપનાના પ્રેમની પણ બંને પરીવારમાં ખબર પડે છે અને પરીવાર નક્કી કરે છે કે વાસુ અને સપનાને એક વર્ષ સુધી અલગ અલગ એકબીજાથી દૂર રાખવામાં આવે અને આ એક વર્ષનો સમયગાળો વિતી ગયા બાદ પણ જો બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય
તો ભલે કરે. પણ આ એક
વર્ષ દરમિયાન વાસુ અને સપના કોઈ પણ
રીતે એકબીજાને મળી નહીં શકે. ન ફોન દ્વારા કે ન પત્ર દ્વારા. વાસુ-સપના બંને આ શર્ત માટે
તૈયાર થાય છે અને બંને અલગ થઈ જાય છે. એક વર્ષનો આ સમયગાળો રિતસર બંને એક સજાની જેમ ભોગવે છે. વાસુ હૈદ્રાબાદ ચાલી જાય છે જ્યાં તેની મુલાકાત સંધ્યા (માધવી) સાથે થાય છે. સંધ્યા એક વિધવા છે જે વાસુને હિન્દી શીખવે છે. આ તરફ સપનાની મા એક ફેમિલી ફ્રેન્ડના દિકરા ચક્રમ (રાકેશ બેદી)ને ગોવા બોલાવી લે છે જેથી સપનાનું
ધ્યાન વાસુ પરથી હટાવી શકાય. આ જ સમયમાં ચક્રમ
મેંગ્લોરમાં વાસુને મળે છે અને કહે છે
કે
સપના તેની સાથે લગ્ન કરી
રહી છે. વાસુ અપસેટ થઈ જાય છે અને ગુસ્સામાં તે સપનાના આ નિર્ણય સામે સંધ્યા સાથે લગ્ન કરવા તૈયારી દેખાડે છે. પણ સંધ્યા ગોવા જાય છે, સાચી હકીકત જાણે છે અને બંને પ્રેમી વચ્ચેની આ ગલતફેમીને દૂર કરે છે.
એક વર્ષનો સમય પૂરો થતાં વાસુ ગોવા જાય છે અને સપનાના મા-બાપને તેની હિન્દીની સ્કીલથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર છે. ત્યારબાદ વાસુ સપનાને મળવા જાય છે પણ ત્યાં જ સંધ્યાના ભાઈએ રોકેલા ગુંડાઓ દ્વારા વાસુ પર અટેક થાય છે. અને આ તરફ લાયબ્રેરિયન દ્વારા સપના પર બળાત્કાર કરવામાં આવે છે. પરિસ્થિતિ કંઈક એવી રચાય છે કે સપના
અને વાસુ દરિયામાં પડતુ મૂકે છે અને એક ભગ્ન પ્રેમ
કહાની પોતાના કરૂણ અંત તરફ ધકેલાઈ જાય છે.
એક દૂજે કે લિયે ફિલ્મને
હિન્દી સિનેમા જગતની ત્યારબાદની બીજી અનેક
આધુનિક લવસ્ટોરીના જન્મનું
કારણ તરીકે ગણાવવામાં આવે
છે. કેવા અજબના સંયોગ છે
કે આજથી લગભગ ૩૩ વર્ષ પહેલા રતિ અગ્નિહોત્રીએ પોતાની હિન્દી ડેબ્યુ
ફિલ્મમાં ગોવાના લોકેશન પર શુટિંગ કર્યુ હતુ તે જ લોકેશન પર તેના
પુત્ર તનૂજે પણ પોતાની હિન્દી ડેબ્યુ
ફિલ્મનું શૂટિંગ કર્યુ.
જ્યારે ફિલ્મ ફ્લોર પર હતી ત્યારે રતિનો એક સીન હતો જેમાં રતિની મા એટલે કે શોભા ખોટે કમલ હાસન એટલે કે
વાસુનો ફોટો બાળી નાખે છે. રતિ એટલે કે સપના તે બળેલા ફોટાની રાખ ઉઠાવી પોતાના ચા ના કપમાં નાખી દે છે અને તે ચા પી જાય છે. હવે આ સીન કરતા પહેલા બાલાચન્દરજીએ રતિને સીન સમજાવતી વખતે કહ્યું હતું કે આપણ આ સીન બે શોટમાં કરીશું તું ચા
માં રાખ નાખી દે ત્યાં પહેલો
શોટ પૂરો થશે અને ત્યારબાદ બીજા શોટમાં તારે ચા
પી જવાની છે. મતલબ કે આ બે શોટની વચ્ચે ચાનો એ કપ બદલી નાખવામાં આવશે. શોટ શરૂ થયો, બાલાચન્દર બોલ્યા, 'લાઈટ, કૅમેરા એન્ડ એકશન' રતિ આ સીનના શૂટિંગ દરમિયાન પોતાના
પાત્રમાં એવી ખોવાઈ ગઈ અને એટલી ઈમશ્નલ થઈ
ગઈ હતી કે શોભા ખોટે એ વાસુનો જે ફોટો બાળી નાખ્યો હતો તે રાખ તેણે ઉઠાવી કપમાં નાખી દીધી અને
ત્યારબાદ સીન રોક્યા વગર તે જ કપની ચા પી પણ ગઈ. શોટ એક જ પ્રયત્ને ઓ.કે તો થઈ ગયો પણ રતિને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે તેમનાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. રતિને ત્યારબાદ તરત જ પેટમાં દૂખવા માંડ્યુ અને ગળામાં પણ ઈરિટેશન થવા માંડ્યુ. આખાય યુનિટે દોડધામ કરી મૂકી. ફટાફટ પાણી લાવી રતિને પીવડાવવા માંડ્યુ પણ બળી ગયેલા કગળની રાખ રતિના ગળામાં ચોંટી ગઈ હતી જે કેમેય કરી નીકળતી નહોતી. રતિની તબિયત બગળવા માંડી. પેટમાં જબરદસ્ત દુખાવો ઉપડ્યો.
તુરંત ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને
તેમણે રતિને દવા
આપી પણ છતા રતિ ત્યારબાદ બેથી ત્રણ
દિવસ
બિમાર રહી અને આ જ કારણથી તે શૂટિંગ પર પણ હાજર નહોતી રહી શકી આખરે બાલાચન્દરજી એ તેટલા
દિવસ માટે ફિલ્મનું શૂટિંગ
રોકવું પડ્યુ હતુ.
આ તો થઈ ફિલ્મની ડેબ્યુ હિરોઈન સાથે બનેલા યાદગાર
પ્રસંગની પણ આપણે આગળ કહ્યું તેમ આ ફિલ્મથી જ હિન્દી સિનેમામાં બીજા પણ એક કલાકારે
ડેબ્યુ કર્યુ હતુ અને તે હતા એસ.પી.
બાલાસુબ્રમણ્યમ.
એસ.પી. આ સમય દરમિયાન યુએસની કોન્સર્ટ ટુર પર હતા. અને અચાનક ફિલ્મન પ્રોડ્યુસર પ્રસાદજીનો
એસ.પી પર ફોન આવ્યો. 'એસ.પી. તમારે તમારી ટૃર અડધેથી જ અટકાવવી પડશે.
બાલાચન્દર આપણી તેલુગુ ફિલ્મ મારો ચરિત્રનું હિન્દી વર્ઝન બનાવી રહ્યા છે અને તેઓ ચાહે છે કે આ હિન્દી વર્ઝનમાં પણ ગીત તમે જ ગાવ. અને ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલ તમને મળવા માંગે છે. એસ.પી. મુંબઈ મળવા ગયા અને લક્ષ્મીજીએ
તેમને કહ્યું કે, કોઈ હિન્દી ગીત ગાઈ સંભળાવો. અને એસ.પી.બાલાસુબ્રમણ્યમે તેમની જ ફિલ્મ
દોસ્તીનું એક ગીત ગાઈ સંભળાવ્યુ. 'જાને વાલો ઝરા, મૂડ કે દેખો...' આ સાંભળી લક્ષ્મીજીએ એસ.પી.ને ફરી બીજૂં એક ગીત સંભળાવવા
કહ્યુ, અને એસ.પી.એ ફરી એક
નવુ ગીત ગાયુ ફિલ્મ મેરે
મહેબૂબનું ટાઈટલ ગીત. પણ આ ગીત સાંભળી લક્ષ્મીજી કદાચ એસ.પી.ના અવાજથી પૂરેપુરા કન્વીન્સ
નહોતા. તેમણે કહ્યું, 'અમે તમને ફોન કરી જણાવીશું.' એસ.પી ચાલી ગયા. પણ આ મિટીંગ પતાવી તેમણે
બાલાચન્દરને મળી ને જવું એમ નક્કી થયું
હતું. તે બાલા સાહેબને મળવા ગયા અને બાલા સાહેબે કહ્યું, એસ.પીના પ્રોનાઉન્સિયેશન કે પંચુએશન
માર્કમાં પ્રોબલેમ હોય તો તેનો મને વાંધો નથી કારણ
કે મારી ફિલ્મનો હિરો પણ તેલુગુ છે અને તેને પણ હિન્દી બોલવામાં તકલીફ છે જ આથી એસ.પી. ગાશે તો
નેચરલ લાગશે. અને આ રીતે એસ.પી. બાલાસુબ્રમણ્યમની
હિન્દી સિનેમા જગતમાં એન્ટ્રી થઈ.
ત્યારબાદ જો કે ફિલ્મ રિલીઝ પછી એસ.પી.ને તેમના ગાયેલા એક દૂજે
કે લિયે ગીત માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો. એટલું જ નહીં બેસ્ટ એડિટીંગ માટે કે.આર.કિટ્ટુને, 'તેરે મેરે બીચ મેં' ગીત માટે આનંદ બક્ષીને બેસ્ટ ગીતકારનો અને
કે. બાલાચન્દરને બેસ્ટ સ્ક્રીન પ્લેનો પણ ફિલ્મ ફેર
એવોર્ડ મળ્યો.
આખરી સલામ ; ફિલ્મ તેલુગુમાં સુપર હિટ રહી ત્યારબાદ
તેનું હિન્દી વર્ઝન બન્યુ અને હિન્દી
વર્ઝન સુપર ડુપર હિટ રહ્યા બાદ એક દૂજે કે લિયે ભોજપુરી ભાષામાં પણ અનીલ અજીતાભ દ્વારા બનાવવામાં આવી છે.
11/07/2014 02:27:00 PM |
Category:
Gujarat Guardian News Paper - 07.11.2014 / Fri Day Supplement.
|
0
comments
Comments (0)