મિકા બોલિવુડમાં કઈ રીતે આવ્યો તે એક મજેદાર કિસ્સો છેમિકાના મિત્રો કાયમ તેને કહેતા કે મિકા બોલિવુડ તરફ આંખ પણ  કરીશત્યાં ખુબ સ્ટ્રગલ છે અને આસાનીથી કામ મળતુ નથી. ત્યારે મિકા તેના મિત્રોને કહે છે, 'જ્યારે હું બોલિવુડમાં કામ કરવા જઈશ ત્યારે હું સ્ટ્રગલ નહીં કરૂં, મારો જન્મ સ્ટાર બનવા માટે  થયો છે.' અને વર્ષ ૨૦૦૬માં મિકા મુંબઈ આવે છે. મુંબઈ આવતાની સાથે કોઈકે તેને કહ્યું કે શાહરૂખ ખાન પાસે પ્રાડોની કાર છે. સાંભળી મિકાએ મુંબઈમાં સૌથી પહેલું કામ કર્યુ, એક મોંઘીદાટ કાર ખરીદવાનું અને તે હમર લઈ આવ્યો. હમર કારની ડ્રાઈવિંગ સીટ પર મિકાને જોઈ તેનો મિત્ર ગાયક શાન કહે છે, 'તું ગાંડો થઈ ગયો છે ? તું હમરમાં ફરશે અને કોઈ પાસે કામ માંગશે તો તને શું લાગે છે કોઈ તને કામ આપશે એમ ? અરે મારી વાત માનતો હોય તો સેન્ટ્રો કે એવી કોઈ કાર લઈ આવ અથવા ઑટો રીક્ષામાં ફર કે જેથી દયા ખાયને પણ કોઈક તને કંઈક કામ આપવા તૈયાર થાયપણ મિકાને શાનની વાત ગળે નહીં ઉતરી, માત્ર ત્રણ ગીત ગાયને સ્ટાર બની ગયેલો મિકા શાનને કહે છે, 'મેં કીતની મુશ્કિલ સે યે સબ મેનેજ કિયા હૈ, ઔર તુ કહેતા હૈ કી અબ ઈસે બેચ દૂં ? યે મુજસે નહીં હોગા. કિસીકો ભી મુજે મૌકા દેના હૈ તો વો મેરા કામ દેખતે દેગા, મેરી હમર દેખ કર નહીંઅને એક દિવસ તેને સંજય ગુપ્તા મળી જાય છે. સંજય ગુપ્તાને મિકાનું કામ પસંદ પડે છે અને તે મિકાને તેની ઘરે મળવા બોલાવે છેજ્યારે મિકા સંજયની ઘરે પહોંચ્યો ત્યારે સંજયે તેની આવનારી ફિલ્મનું એક ગીત મિકાને સંભળાવ્યુ પણ સંજય ગુપ્તા સાથેની તેમના ઘરે પહેલી મુલાકાતમાં મિકાએ તેમને કહી દીધું, 'આ ગીત મને પસંદ નહીં પડ્યુજો   ગીત કદાચ બીજી રીતે ગવાય તો વધુ સારૂં લાગે.' સંજયને તે ઘડીએ તો લાગ્યુ કે એકતો હું છોકરાને પહેલો ચાન્સ આપી રહ્યો છું અને ઉપરથી તે મને કહે છે કે ગીત સારૂ નથી ! પણ સંજય ગુપ્તા મિકાની વાત સાંભળે છે અને મિકાના કહેવા અનુસાર   ગીત કઈ રીતે ગવાવુ જોઈએ તે પણ સાંભળે છે અને આખરે આપણ ને મિકાનું પહેલું હિન્દી સિનેમાનું ગીત મળે છે, 'એય ગનપત ચલ દારૂ લા...'
મિકા સિંઘની હમર કાર પરથી એક બીજો કિસ્સો પણ યાદ આવે છે. મિકાના પિતા એક ખેડૂત હતા, અને તેઓ રેગ્યુલર ગુરૂદ્વારામાં કિર્તન ગાવા પણ જતા હતા, આપણે ગત સપ્તાહમાં વાત થઈ કે મિકાની મા અને તેના પિતા બંને એ ક્લાસીકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી હતી. હા તો મિકા અને દિલેર મહેંદી જેવા સિગીંગ સ્ટારના પિતા હોય મિકાએ તેના પિતાજીને એક સમયે ચાર ચાર મર્સિડીસ ભેટ આપવા કરી હતીપણ આટલા મોટા સ્ટારના પિતા હોવા છતાં પણ મિકાના પિતા મર્યા ત્યાં સુધી દિલ્હીમાં સાયકલ લઈને  ફર્યા હતા. મિકા કાયમ જ્યારે મોંઘી કાર તેમને ગિફ્ટ કરવાની વાત કરતો ત્યારે તેના પિતા કહેતા કે, 'એક વાત યાદ રાખજે કે હું તારો પિતા છું અને તુ મારો દીકરો, તારી ઔકાત ભલે હમરમાં ફરવાની હોય પણ મને મારી ઔકાત ખબર છે અને આથી હું સાયકલ વાપરીશ. અને ખરેખર મિકા સિંઘના પિતા મર્યા ત્યાં સુધી પોતાના વિદ્યાર્થીઓને સંગીતની તાલિમ આપતા રહ્યા હતા અને તેની ફી ના જે ચાર હજાર દર મહિને મળતા તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. આજે મિકાના પિતા જ્યાં રહેતા હતા તે ફાર્મ હાઉસને ગુરૂદ્વારા બનાવી દેવામાં આવ્યુ છે અને ત્યાં ચોવીસ કલાક લંગર ચાલે છે. મિકા તેના પિતાને ખૂબ ચાહતો હતો, આજે પણ મિકાના કોઈ સ્ટેજ શૉમાં તેનો કોઈ એક સૂર લાગી જાય અને તેના પિતાની તેને યાદ આવી જાય તો તેની આંખ ભીની થઈ જાય છે પણ તે ઑડિયન્સમાં ક્યારેય તે પરખાવા દેતો નથી.
બધાની સાથે મિકાની એક ખાસ લાક્ષણિકતા પણ છે, તમે તેને તેનો પ્લ્સ પોઈન્ટ કહો કે નેગેટીવ પોઈન્ટ. જે ગણો તે પણ મિકા સિંઘ તેના કામ પ્રત્યે ખૂબ એટીટ્યુડ ધરાવે છે. તે કહે છે કે, તે ક્યારેય કોઈ પણ મોટા સ્ટાર પાસે કામ માંગતો નથી. આજે મિકા શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને મિકાના મિત્રો છે અને મિકાએ ઘણી વાર જોયુ છે કે કેટલાંય ગાયકો તેમને મળી એમ કહેતા હોય છે કે 'સર, એકબાર આપકે સાથ ગાને કા મૌકા મિલ જાયે તો બહોત અચ્છા હો.' પણ મિકા ક્યારેય કોઈ સ્ટાર કે એક્ટરને આવું કહેતો નથી. મિકા માને છે કે તેના કામની બાબતમાં તે પોતે નહીં પણ તેનું કામ બોલશે. અગર તે સારૂં ગાય છે અને લોકોને તેની સ્ટાઈલ, તેનો અવાજ પસંદ હશે તો કામ આપોઆપ મળતુ રહેશે તે માટે કોઈની પણ સામે ભીખ માંગવાની કોઈ જરૂર નથી. પોતાના મોટા ભાઈ દિલેર મહેંદીથી અને તેના બેન્ડથી અલગ થઈ પોતાનું સ્વતંત્ર કામ કરવાનો નિર્ણય કર્યા બાદ મિકાએ પણ તેના ભાઈની જેમ પોતાની બેન્ડ શરૂ કરી છે અને તેનું નામ છે. ઓસીપી એટલે કે આઉટ ઓફ કંટ્રોલ પંજાબીઝ
અને એટીટ્યુડની સાથે મિકાની બીજી એક ખાસિયત પણ અનેરી છે. અને તે છે એની ચેરિટી. મિકાની પોતાની એક એનજીઓ છે જે તે તેની મા ની યાદમાં ચલાવે છે સિવાય પણ મિકા અનેકવાર અનેક રીતેકારણ હોય કે કારણ  હોય મિકા દાન કરતો  રહે છેમિકા કહે છે કે મારી મા ને કોઈની પણ મદદ કરવી ખૂબ ગમતી હતી પણ અમે નાના હતા ત્યારે તો અમારી એટલી હેસિયત કે પિતાજીની એટલી ક્માણી નહોતી કે મા કોઈની મદદ કરી શકે હવે હું એટલું કમાઈ લઉં છું કે કોઈકની મદદ કરી શકું તો શું કામ કરવી જોઈએ ?
 બધાની સાથે પોતાના કામ અંગે એટીટ્યુડ   રાખનારા મિકા સિંઘને કદાચ કોન્ટ્રાવર્સિઝ સાથે પણ એટલો લાગવ છે. રાખી સાવંતને કીસ કરવાના મામલાથી લઈ ને પોતાના ત્રણ ત્રણ અફેર વિશે મિડિયામાં ઉડતી વાતો હોય કે મિર્ચી મ્યુઝિક એવોર્ડ ફંક્શન માટે પોતાની પબ્લિસીટી માટે લગાડેલા હોર્ડિંગ હોય અને સોનૂ નિગમે બાબત પર મિકા પર કરેલો કેસ હોય. મિકાને કદાચ  બધુ ગમે છેસારી હોય કે ખરાબ કોઈ પણ રીતની પબ્લિસીટી મિકાને આકર્ષતી હશે કદાચ. આથી તો વર્ષમાં માત્ર પોતાના બે  હિટ સોન્ગ આવે તો બસ છે તેવો ટાર્ગેટ રાખનારો મિકા પોતાના ગીત સિવાય પણ બીજી બધી બાબતોથી ચર્ચામાં રહ્યા કરે છે.



Comments (0)