ન્યુયોર્કના બે બેનમૂન લેક ઓનટારિયો અને ઍરીની નજીક પૂર્વ બેથાનીના બેથાની સેન્ટર રોડપર ૧૮૨૭ની ૧લી જાન્યુઆરીએ બનેલી એક ઈમારત. જે બની હતી ત્યારે તેનું નામ રાખવામાં આવ્યુ હતું 'જેનેસી કાઉન્ટી પૂઅર ફાર્મ.' અનાથ બાળકો, વિધવા તથા છૂટા છેડાં પામેલી સ્ત્રીઓવિકલાંગમાનસિક રોગીઓ કે ક્રિમીનલ્સ અને ટ્યુબર્કોલાઈસિસના દર્દીઓની સારવાર માટે તે સમયે વાપરવામાં આવતી ઈમારત જેને તમે તે સમયની એક હોસ્પિટલ કહો તો પણ ચાલે. સત્તાવાર માહિતી કંઈક રીતની છે કે સમાજથી તરછોડાયેલા હોય કે ગંભીર બિમારી ગ્રસ્ત દર્દીઓ હોય તેવા તમામ ને અહીં સારવાર આપવામાં આવતી હતી. જેમાંથી કેટલાંય લોકોની અહીં સારવાર દરમિયાન  મોત પણ થઈ ગઈ હતી. તો વળી કેટલાંય એવા લોકો પણ મૃત્યુ પામ્યા હતા જેઓ માનતા હતા કે સમાજ તરફથી તેમને અન્યાય થયો છે. અસંતુષ્ટ, માનસિક રીતે બિમાર કે ફરીયાદ કરનારા કેટલા લોકો અહીં રહ્યા હતા તે તો રામ જાણે પણ, હકીકત છે કે સમાજ આવા લોકોને તેઓ જીવિત હતા ત્યારે તરછોડી ચૂક્યો હતો. અને તેથી એવી કોઈ શક્યતા નહોતી કે તેમની મોત બાદ તેમને શહેરની કોઈ બીજી સેમેટ્રી એટલે કે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે. તેથી આવા લોકોની દફનવિધી પણ અહીં કરવામાં આવી. ચોપડે નોંધાયેલી માહિતીને સાચી ગણીયે તો તે સમયે અહીં લગભગ ૧૭૦૦ જેટલા મૃત દેહ દાટવામાં આવ્યા હતા. પણ લોકો જે પ્રમાણે કહે છે તે પ્રમાણે સાચો આંકડો નથી. તેઓનું માનવું છે કે સાચો આંકડો તેના કરતા ક્યાંય વધારે છે.
વર્ષોથી બંધ પડ્યુ હોય તેવા અવાવરૂ મકાનની હાલ શૅરોન કોય્લ માલિક છે. આજે મારે તમારી વચ્ચેથી ખસી જવું છે. હવે પછી જે કંઈ માહિતી કે અનુભવો તમે વાંચવા જઈ રહ્યા છો તે માત્ર શબ્દો મારા છે. પણ વાત સીધે સીધી પિરસવાનો પ્રયત્ન થયો છે જે શૅરોન દ્વારા અને તેના મિત્રો કે જે પેરાનોર્મલ રિસર્ચ સાથે સંકળાયેલા છે તેમના દ્વારા કહેવાય છે. સો નાવ ઓવર ટુ શૅરોન એન્ડ હર ફ્રેન્ડ્સ.
'ઈવીપી મશીન બધા રૂમમાં લગાવી દીધા છે શૅરોન, હજૂ કંઈક બાકી રહી જાય છે ?' શૅરોનના મિત્રએ તેને પૂછ્યું. માર્ચ મહિનાની એક ઠંડી સાંજે શૅરોને તેમના મિત્રોને રોલિંગ હિલની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ હતું. અને તે લોકોએ તે દિવસે આવતાની સાથે જ તરત દરેક રૂમમાં અને કોરીડોરમાં ઈવીપી કેમેરા અને રિકોર્ડર લગાવી દીધા. 'શૅરોન, ટેલ મી સમ્થિંગ એબાઉટ ધીસ પ્લેસ.' તેના બીજા મિત્રએ કહ્યું. લેક પરથી આવતા ઠંડા પવનના સૂસવાટા આખીય ઈમારતને પણ ઠંડી કરી રહ્યા હતા. તૂટેલી બારી માંથી આવતા પવનના અવાજ ભયાનક લાગી રહ્યા હતા.
શૅરોન ઉભી થઈ તેમને કેટલાંક ખાલી રૂમ્સ તરફ લઈ ગઈ. અને તે દરેક એક પછી એક રૂમ તરફ જતા શૅરોન કહે છે. '૧૯૬૪માં રોલિંગ હિલ્સને જીનીસે કાઉન્ટી નર્સિંગ હોમ બનાવવામાં આવ્યું પણ દસ વર્ષ એક નર્સિંગ હોમ તરીકે સેવા બજાવ્યા બાદ ૧૯૭૪માં તેને બંધ કરી દેવામાં આવ્યું.' પૂર્વ તરફની વિંગમાં પહેલા માળે તેઓ પહોંચ્યા અને શૅરોને કહ્યું, ' હૈટીનો રૂમ છે. મેં અહીં કેટલીય વાર ટેપ રેકોર્ડર રાખ્યુ છે જેમાં કોઈ ઉંમરલાયક સ્ત્રીનો અવાજ રેકોર્ડ થયો છે, તે કાયમ હેલ્લો, હેલ્લોના બરાડા પાડતી હોય છે. હૈટી તે સમયે નર્સિંગ હોમમાં રહેતી હતી, તે અંધ હતી અને તે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા તે સમયે હેલ્લો કહીને કોઈ ને પણ બોલાવતી હતી.' અને શૅરોનનું વાક્ય પુરૂ થતાં ક્યાંકથી તીણો અવાજ સંભળાયો હલ્લો.
ત્યાર પછી તે લોકો એક બીજા રૂમ તરફ વળ્યા, શૅરોને કહ્યું, ' રોયનો રૂમ છે. રોય અહીં નિરાશ્રિત તરીકે રહેતો હતો. તે ૫૨ વર્ષનો હતો. તે દિવસે રોયની ૫૨ મી વર્ષગાંઠ હતી અને નર્સિંગ હોમનો આખોય સ્ટાફ તેની વર્ષગાંઠ ઉજવવા તેના રૂમમાં ગયો હતો. સાત ફૂટ લાંબા રોયને પિટ્યુટરી ગ્રંથીમાં ગાંઠ થયેલી હતી. લોકો કહે છે કે જ્યારે બધા તેના રૂમમાં ભેગા થયા હતા તે વખતે રોયની તે ગાંઠ ફાટી અને તેના દર્દથી તે જોર-જોરથી બરાડવા માંડ્યો. ગાંઠ ફાટવાને કારણે તેમાંથી એટલી દૂર્ગંધ આવતી હતી કે હોસ્પિટલનો કોઈ સ્ટાફ તેના રૂમમાં પણ જવા તૈયાર નહોતો. પરિસ્થિતિમાં રોયની મોત થઈ ગઈ. આજે પણ રોલિંગ હિલ્સમાં રોયની સાત ફૂટ ઉંચી પરછાંઈ અધૂરી ઈચ્છાઓ અને તરછોડાયાના ભાવથી ગુસ્સે ભરાયેલી હાલતમાં ફર્યા કરે છે. તમને મારો પોતાનો એક અનુભવ કહું ? હું જ્યારે પહેલીવાર ઈમારતમાં આવી ત્યારે અચાનક મારા પગ પરથી એક મોટ્ટો ઉંદર પસાર થઈ ગયો. હું ગભરાઈ ગઈ, મારાથી બરાડો પડાઈ ગયો અને હું ત્યાંથી ભાગી ગઈ. બીજે દિવસે મેં જોયું કે દાદર પર તે ઉંદર મરેલું પડેલું હતું. તેના મોઢામાંથી સતત લોહી નીકળી રહ્યું હતું જાણે કોઈએ તેની ગરદન તોડી નાખી હોય. અને મેં જોયું કે જે દાદર પર પડ્યું હતું તેની બરાબર ઉપરની છત પર એક મોટા લોહીથી રંગાયેલા હાથના પંજાની છાપ હતી. જે કદાચ ત્યારે પડી હતી.' શૅરોનને લાગે છે કે તે ગભરાઈ ગઈ હતી તે રોયના ભૂતે જોયું હતું અને તેણે  તે ઉંદરને માર્યુ હતું. 
બીજા માળે તે લોકો ગયા જેને શૅરોન 'શેડો હોલ વેતરીકે ઓળખાવે છે. શૅરોન કહે છે કે, ' શેડો હોલ વે છે, જગ્યા છે જ્યાં તમને અનેક પડછાયા જોવા મળે છે. જે દરેક તમારા અને મારા જેવા દેખાય છે. જાણે કોઈ આપણી સામે જ ઊભુ હોય. લાઈટ ગ્રે કે બ્લેક કલરના  પડછાયા આપણાં જેવા દેખાતા દેખાતા અચાનક કોઈ વિચિત્ર આકાર ધારણ કરવા માંડે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છેતે લોકો કોણ છે, ક્યાંથી આવ્યા છે કે ક્યાં જતા રહે છે તે આજ સુધી સમજાયુ નથી. તે લોકો કોઈ સામાન્ય માણસની જેમ  દરવાજેથી આવે છે આખાય કોરિડોરમાં અને આ હોલમાં ફરે છે જાણે કોઈક ને શોધતા હોય. ક્યારેક કોઈના હાથ નથી હોતા તો ક્યારેક કોઈકના પગ નથી હોતા. તે લોકો આ ફ્લોર પર ક્રાઉલિંગ કરતા હોય તે રીતે ફરતા પણ દેખાય છે. તે લોકો ખૂબ વિચિત્ર અને ડરામણા છે. વધુ ડરામણું એટલે માટે લાગે છે કે તે તમારી આસ-પાસ ફરે છે.' તેના મિત્રોએ તરત પેરાનોર્મલ ગતિવિધીને રેકોર્ડ કરતા કેમેરા સ્ટાર્ટ કર્યા અને સાચે જ તેમાં કેટલીક છબી ઝડપાઈ ગઈ.
ત્યારબાદ તે લોકો બેઝમેન્ટ તરફ જાય છે જ્યાં લોખંડના મોટા મોટા સળીયા વાળી ઊંચી દિવાલ સાથેની બારી છે. શૅરોનનું માનવું છે કે અહીં માનસિક રીતે અસ્થાયી હોય તેવા લોકોને રાખવામાં આવતા હતા. કહે છે કે ત્યાં એક સ્ત્રી અને તેના પતિનું ભૂત છે.  સ્ત્રીએ તેના પતિને અહીં બળજબરી પૂર્વક બેઝમેન્ટમાં બંધ કરી દીધો હતો. અને આજે પણ તે સ્ત્રી ત્યાં જનારને બરાડા પાડી કહેતી રહે છે કે 'હું તમને અહીં બંધ કરી  દઈશ. તે જગ્યા ખરેખર ખૂબ ડરામણી છેબેઝમેન્ટની નજીક જતાં જ તેમને શ્વાસ રૂંધાઈ રહ્યો હોય તેમ ગૂંગળામણ થવા માંડે છે અને કોઈ અજાણ્યો ભાર જાણે આખાય વાતાવરણમાં હોય તેવો અહેસાસ થાય છે. શૅરોન ખેંચીને તેના મિત્રોને ત્યાંથી બહાર લઈ આવે છે અને આગળ જવા નથી દેતી. તે કહે છે કે આ હદથી આગળ તેઓ ગયા તો તે અહીં કાયમ માટે લોક થઈ જશે.
આ સિવાય ગ્રેવયાર્ડ અને ઈમારતના બીજા બધા ખૂણે પણ ઘણીય માનવાકૃતિઓ ફરતી દેખાય છે. શૅરોન માને છે કે હજૂ આજે પણ અહીં જીવન છે અને કેટલાક આત્માઓ હજીય અહીં જીવે છે. આજે પણ ત્યાં જનારા લોકોની વાતો, ઈવીપી રિકોર્ડિંગકેટલીક નરી આંખે જોયેલી ઘટનાઓ અને અનુભવાયેલી વાતો પર વિશ્વાસ કરીએ તો આ વિશાળ ઈમારતમાં અને તેની આજૂ-બાજૂની જગ્યામાં વિચિત્ર અવાજો સંભળાય છે. બારણાં કે બારીઓ આપમેળે ખૂલી જાય છે અને બંધ થઈ જાય છે. પોતાના શરીર પર અચાનક કોઈ અજાણ્યો સ્પર્શ અનુભવાય છે તો ક્યારેક આખા એક શરીરની ધૂંધળી છબી પણ દેખાય છે. શું આ આત્માઓ ત્યાં જનારને કંઈક કહેવા માંગે છે ? કે તે આત્માઓ ત્યાં જ તે જ ઈમારતમાં આજ રીતે વર્ષોસુધી વસવાટ કરવા માંગે છે ? પ્રશ્નો અનેક છે, તેની સાથે લાગતા લોજિક પણ અનેક છે પણ શૅરોન અને તેના મિત્રોની આખીય વાત પરથી એટલી હકીકત તો આપણે માનવી જ પડે કે આજે પણ આ દુનિયામાં રોલિંગ હિલ્સ અસાયલ્મ જેવી જગ્યાઓ છે જ્યાં ભૂત જેવું કંઈક રહે છે. કદાચ આજ કારણથી રોલિંગ હિલ્સને યુ.એસની સેકન્ડ મોસ્ટ હન્ટેડ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે.




Comments (0)