હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જેમણે અનેક કહાનીઓ લખીજે એક એક કહાનીઓ પાછળથી હીટ ફિલ્મ સાબિત થઈ. આજે પણ જેમનામાં કોઈના સારા સર્જન માટે ફિલ્મફેર એવોર્ડ જેવી મહામૂલી કમાણી ભેટમાં આપવા જેટલી ખેલદીલી છે અને બધાની સાથે જેમનું હિન્દી સિનેમા જગતમાં એક લોકપ્રિય રાઈટર તરીકે નામ છે એવા સુપરસ્ટાર સલમાનખાન, હીટ ફિલ્મોના પ્રોડ્યુસર અરબાઝખાન અને સોહેલખાનના પિતા અને હેલન જેવી લીજેન્ડરી ડાન્સરના પતિ સલીમ ખાન.
૧૯૩૫ની ૨૪મી નવેમ્બરે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં એક પોલીસ ઑફિસરના ઘરે જન્મેલા સલીમખાને નાનપણમાં પોતાની મા ગુમાવી હતી. ખડતલ શરીરને લીધે હેન્ડસમ દેખાતા સલીમ ખાનને યુવાનીમાં સ્લીમ ફીટ શર્ટ પહેરવાનો શોખ હતો. ક્યારેક ક્રિકેટર અને ત્યારબાદ પાયલોટ બનવાનું સપનું જોતા સલીમ ખાનની સ્ટાઈલ એક ફિલ્મ હીરો કરતા જરા પણ ઉતરતી નહોતી. એક લગ્ન સમારંભમાં ડાયરેક્ટર કે.અમરનાથની નજર સલીમખાન પર પડી અને તેમણે સલીમને મુંબઈ આવવા માટે કહ્યું, સલીમ મુંબઈ આવી અમરનાથ સાહેબને મળ્યા અને તેમણે સલીમ ખાનને મહિને ચારસો રૂપિયા પગારે એમની ફિલ્મોમાં એક્ટીંગ માટે રાખી લીધા. પણ સાત-સાત વર્ષ સુધી અભિનય ક્ષેત્રે મહેનત કરવા છતાં સલીમ ખાનને ધારી સફળતા નહીં મડી. તેમને નાના-મોટા રોલ માટે ફિલ્મોમાં કામ તો મળ્યું પણ સલીમ નામનો સિતારો દર્શકોની આંખમાં વસ્યો નહીં. સલીમ ખાનને ત્યારે ક્યાં ખબર હતી કે તેમની તકદીર કોઈ બીજા રસ્તે તેમની રાહ જોઈને બેઠી છે. સલીમ ખાન ક્યારેક મજાક કરતા કહે છે, 'અગર મેં ફિલ્મોમાં એક્ટિંગ કરવાની ચાલૂ રાખી હોત તો દિલીપ કુમારને ઈન્ડસ્ટ્રીમાં આટલું ફેઈમ ન મળ્યું હોત.
સમય દરમિયાન શ્રી અબ્રાર અલ્વી સાહેબ પાસે સલીમખાન આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. હતા જ્યારે તેમની કોઈક સાથે મુલાકાત થઈ. કોઈક એટલે જાવેદ, જી હાં, જ્હાં નિસાર અખ્તરનો દીકરો જાવેદ અખ્તર. જાવેદ તે જ સમયે કેફી આઝમીને આસિસ્ટ કરતા હતા. યોગાનું યોગ જુઓ કે અબ્રાર અલ્વી અને કેફી આઝમી તે વખતે એકબીજાના પડોશી હતા. કારણથી સલીમ અને જાવેદની દોસ્તી જામી ગઈ. અને તેમની આ દોસ્તી સલીમખાનની એક ફિલ્મ દરમિયાન વધુ ગહેરી બની. અને તે ફિલ્મ હતી એસ.એમ. સાગરની સરહદી લૂટેરા. સલીમ ખાન તે ફિલ્મમાં કામ કરી રહ્યા હતા અને જાવેદ ફિલ્મમાં ક્લેપરબોયનું કામ કરતા હતા. સરફદી લૂટેરાના સેટ પર બંનેનું અવાર નવાર મળવાનું થતું. કારણ કે, ફિલ્મના ડાયરેક્ટર એસ.એમ.સાગરને તે સમયે કોઈ ડાયલોગ રાઈટર નહોતો મડી રહ્યો અને જાવેદ અખ્તર તે સમયે કેફી આઝમીને આસિસ્ટ કરી રહ્યા છે તે વાત સાગરસાહેબને ખબર હતી. તેમણે જાવેદને પોતાની ફિલ્મના ડાયલોગ રાઈટર તરીકે રાખી લીધા. અબ્રાર અલ્વીના આસિસ્ટન્ટ સલીમખાન અને કેફી આઝમીના અસિસ્ટન્ટ જાવેદ અખ્તર વચ્ચે દોસ્તી આ એક ફિલ્મને લીધે વધુ નજીકની થતી ગઈ. જાવેદ સાથે દોસ્તી થઈ તે પહેલા રૂપેરી પડદે અભિનેતા બનવાની ઈચ્છા ધરાવતા સલીમખાને તિસરી મંઝીલ, સરહદી લૂટેરા, દીવાના જેવી ચૌદ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હશે કે અમિતાભ બચ્ચનની એંગ્રી યંગમેનની છાપ ઊભી કરનાર મહત્વની ફિલ્મ કે જે તેમની ફિલ્મી કૅરિઅરમાં પણ અતિમહત્વની ગણાય છે, તે ઝંજીરની કહાની અને પ્લોટ સલીમખાનની એકલાની એટલે કે જાવેદ અખ્તરને તે નહોતા ઓળખતા તે પહેલા રચાયેલી કહાની છે. આ બંને રાઈટર બેલડીના દિમાગમાંથી અને હાથે રચાયેલી અનેક કહાનીઓએ કેટલીય હીટ ફિલ્મો આપી છે. હાથી મેરે સાથી અને સીતા ઔર ગીતાથી લઈને યાદોંકી બારાત, ઝંજીર, દિવાર, શોલે, ડૉનત્રિશૂલક્રાંતિ વગેરે અનેક ફિલ્મો ગણાવી શકાય. લીસ્ટ આથીય ઘણું લાંબૂ છે. પણ કોઈક કારણસર ૧૯૮૭માં મિ. ઈન્ડિયા લખ્યા બાદ સલીમ-જાવેદની આ હીટ જોડી છૂટી પડી ગઈ. કહે છે કે સલીમ અને જાવેદે જ્યાં સુધી હિન્દી સિનેમા જગતમાં એક સાથે ફિલ્મો લખવાની શરૂઆત નહોતી કરી ત્યાં સુધી હિન્દી ફિલ્મોમાં રાઈટરને ક્યારેય આટલું મહત્વ, સ્ટારડમ મળતું નહોતું. ફિલ્મના પોસ્ટર પર ટાઈટલમાં સ્ટોરી કે ડાયલોગ રાઈટરનું નામ ક્યાંય જોવા નહોતું મળતું. સ્ક્રીન પર રાઈટરનું નામ આવવા જેટલી પણ જગ્યા ભાગ્યે જ આપવામાં આવતી. પણ રાઈટર ડ્યુઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ આણ્યો કે ન માત્ર તે સમયે કોઈ પણ ફિલ્મ રાઈટર કરતા સલીમ-જાવેદને ફિલ્મ લખવા માટે સૌથી ઊંચી કિંમત ચૂકવવામાં આવતી પણ સ્ટારડમ પણ આપવામાં આવતું. એટલું નહીં પણ તે વખતે હિન્દી સિનેમા જગતમાં એવો પણ ટ્રેન્ડ નહોતો કે સ્ક્રીનપ્લે, સ્ટોરી અને ડાયલોગ તમામ કોઈ એક દ્વારા લખવામાં આવે. સલીમ અને જાવેદનું નામ ટાઈટલમાં આવે તેવી પહેલી તક મડી રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીમાં. બસ પછી તો દરેક ફિલ્મમાં રાઈટર્સના નામ સ્ક્રીન પર અને ટાઈટલમાં લખાય તે જરૂરી થઈ ગયું.
સલીમ-જાવેદની જોડીએ લખેલી શોલે તો એક માઈલ સ્ટોન સુપરડુપર હીટ ફિલ્મ છે જે આપણને બધાને ખબર છે. પણ ફિલ્મ સાથે રમૂજ ઉપજાવે તેવી સાચી હકીકત પણ જોડાયેલી છે. ફિલ્મમાં સંજીવ કુમારનું પાત્ર યાદ છે ? જી હા, ઠાકુર. સંજીવ કુમારનું એ પાત્ર એટલે કે ઠાકુર સા'બનું આખું નામ હતું ઠાકુર બલદેવસિંહ. અને કદાચ તમને નહીં ખબર હોય પણ સલીમખાનને આ ઠાકુરના પાત્રનું નામ મળ્યું હતું તેમની પહેલી પત્ની સુશીલાના ડેન્ટીસ્ટ પિતા પાસેથી. જી હા તેમના સસરાનું નામ હતું ઠાકુર બલદેવસિંહ. 
પણ તો પછી સલીમ-જાવેદની આ હીટ જોડી છૂટી કેમ થઈ ગઈ ? એવું તે શું બન્યું કે બંનેએ સાથે કામ કરવું બંધ કરી દીધું. સાચી હકીકતતો આજે પણ કોઈ ને ખબર નથી કારણ કે બંનેમાંથી એકેયએ ક્યારેય તેની પાછળનું કારણ જાહેર નથી કર્યું. પણ માહિતી કંઈક એવી છે કે, ૧૯૮૭માં બનેલી મિ. ઈન્ડિયા માટે સૌપ્રથમ અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પણ અમિતાભ બચ્ચને કોઈક કારણસર તે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જાવેદ અખ્તર અમિતાભજીના આ નિર્ણયથી ખૂબ ગુસ્સે થયા અને તેમણે કહી દીધું કે તેઓ હવે પછી ક્યારેય અમિતાભ સાથે કામ નહીં કરે, પણ સલીમખાને તેમને સમજાવ્યા અને કહ્યું કે, ' અમિતાભનો અંગત નિર્ણય છે, તેમાં તમારે આ રીતે ગુસ્સે થવાની કે આવો નિર્ણય લેવાની કોઈ જરૂર નથી.' ત્યારપછીના થોડા દિવસોમાં જાવેદ અખ્તર હોળીના પ્રસંગની ઉજવણી માટે અમિતાભના ઘરે ગયા અને તેમણે અમિતજીને કહ્યું કે સલીમ હવેથી તેમની (અમિતાભ બચ્ચન) જોડે કામ કરવા નથી માંગતા. સલીમખાનને જાવેદ રીતે પોતાને માટે જૂઠ્ઠુ બોલ્યો અને પોતાનું નામ ખોટી રીતે વાપર્યું તે જાણી આઘાત લાગ્યો. તે અંગે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. સંબંધ વિચ્છેદની શરૂઆત હતી. આ જ વાતને આગળ વધારતા સલીમખાને એક વખત કહ્યું હતું કે, જાવેદ તેમની આ પાર્ટનરશીપના નામનો ઉપયોગ કરી ફિલ્મોમાં ગીતો પણ લખવા માંગતા હતા પણ સલીમખાનને ગીતો લખતા નહોતા આવડતા તેથી તેમણે ના કહી. ‘મેં જાવેદને કહ્યું કે તેમના ડ્યુઓનું નામ તે માત્ર ફિલ્મ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટીંગ સુધી જ સિમિત રાખે. તેમણે ગીતો લખવા જ હોય તો ભલે પોતાના એકલાના નામે લખે. પણ તેમ છતાં મને ખબર પડી કે ગીતો લખતી વખતે સલીમ-જાવેદના નામનો ઉપયોગ થવાનો છે અને આવું કરતા પહેલાં તેમણે (જાવેદ અખ્તરે) મારી સાથે એકવાર ચર્ચા પણ નહોતી કરી.સલીમખાનને વાત મંજુર નહોતી. અને એક દિવસ સલીમખાન અને જાવેદ અખ્તર, જાવેદસાહેબની બીલ્ડિંગમાં


ઊભા હતા અને જાવેદજીએ કહી દીધું. 'સલીમ, આઈ વોન્ટ ટુ સ્પ્લીટ.સલીમખાને તેમની સાથે હાથ મિલાવ્યો અને પોતાની કાર તરફ ચાલવા માંડ્યા. જાવેદ પણ તેમની સાથે સાથે ચાલતા હતા ત્યારે સલીમ ખાને પાછા વળી જાવેદ અખ્તરને કહી દીધું, 'હું મારી કાળજી જાતે લઈ શકું છું જાવેદ, તારે તકલીફ લેવાની જરૂર નથી.' અને સલીમખાન-જાવેદ અખ્તરની હીટ રાઈટર્સ પેર સ્પ્લીટ થઈ ગઈ. કહેવાય છે કે સલીમખાન સ્ટોરી અને પ્લોટના બાદશાહ હતા જ્યારે જાવેદ અખ્તર ડાયલોગના. અને તે રીતે બંને પોત-પોતાની અલગ અલગ કાબેલિયતને કામે લગાડી એક પ્રોડક્ટ તૈયાર કરતા જેના ડાયલોગ, સ્ટોરી અને પ્લોટ પર થિયેટર્સમાં સીટીઓ વાગતી અને તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હાઉસફુલનું બોર્ડ લગાડી દેતી.
આવતા સપ્તાહમાં વાત કરશું રાઈટર સલીમખાન કઈ રીતે લિજેન્ડરી ડાન્સર હેલનના પ્રેમમાં પડ્યા, લગ્ન પછી બીજી પત્ની તરીકે હેલનજી માટે પરિવારમાં કેવી પરિસ્થિતિ સરજાઈ હતી. કોના કામથી ખુશ થઈ સલીમ સાહેબે તેમને ફિલ્મ ફેર એવોર્ડ ભેટમાં આપ્યા હતા અને તે સિવાય કેટલીક એવી પર્સનલ વાતો જે કદાચ આપણી નજરમાં સલીમખાનની નવી ઓળખ ઊભી કરી દે.

Comments (0)