થોડા વખત પહેલા અમને વૉટ્સ ઍપ પર એક કોમિક બઝ આવ્યું. એસીપી પ્રદ્યુમન એક મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરી રહ્યા હતા, તપાસમાં અચાનક મરનારના પેન્ટના ગજવામાંથી તેમને હમશક્લ ફિલ્મની ટિકીટ મડી આવી અને તેમણે કહ્યું, 'દયા, ઈટ્સ ક્લીઅર કેસ ઓફ સ્યુસાઈડ.' તમારા ચહેરા પર હળવું સ્મિત પર આવ્યું હોય તો માની લઈએ કે બઝ સારી હતી પણ ખરેખર જ હમશક્લ ફિલ્મ માટે તેવું નહોતું. ડાયરેક્ટર સાજીદ ખાને જૂની બોટલમાં નવો દારૂ પિરસવાનો વિચાર કર્યો, ગ્લાસમાં પીણું ઠાલવી પણ દીધું, પણ તેનો ટેસ્ટ ઝાઝો કોઈને ભાવ્યો નહીં અને ફિલ્મ પીટાઈ ગઈ. પણ ડબલ રોલ, ટ્રીપલ રોલવાળો આ કન્સેપ્ટ ૧૯૬૮માં બિમલ રૉયે પહેલીવાર શ્રોતાઓને પિરસ્યો હતો. ફિલ્મ 'દો દૂની ચાર.ફિલ્મમાં કલાકાર હતા કિશોર કુમાર અને આસિત સેન. તેના સોળ વર્ષ બાદ બિમલ રૉય સાથે તે વખતે તેમના આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા ગૂલઝારે ફરી તે જ કન્સેપ્ટ પર જેને તેની રીમેક કહો તો પણ ચાલે તેવી સંજીવ કુમાર અને દેવેન વર્માને લઈને એક ફિલ્મ બનાવી 'અંગૂર.'
આવી ફિલ્મોમાં સૌથી મોટો એક માઈનસ પોઈન્ટ એ છે કે  ચાહવા છતાં જાણે-અજાણે પણ દર્શકથી નવી કોપીની સરખામણી મૂળ કોપી સાથે થઈ જતી હોય છે. અને નવી ફિલ્મ જો પેલી જૂની ફિલ્મથી જરા પણ ઉતરતી નીવડે તો દર્શક તે ફિલ્મ માટે થિયેટર્સમાં જતો અટકી જાય છે. સેક્સપિયરની જાણીતી રચના 'કોમેડી ઓફ એરર' પરથી ઈન્સ્પાયર્ડ ફિલ્મ દો દૂની ચાર અને ત્યારબાદ બની અંગૂર. ૧૯૬૮માં આવેલી દો દૂની ચારના ડાયલોગ ગૂલઝારે લખ્યા હતા, ફિલ્મને બોક્સ ઓફીસ પર ધારી સફળતા નહીં મડી પણ ગૂલઝાર સાહેબના હ્રદયમાં સ્ક્રીપ્ટ અને કન્સેપ્ટ  ઘર કરી ગયેલા. ત્યાર પછી તેમણે બીજી અનેક ફિલ્મો બનાવી પણ અંગૂર વર્ષોથી મનમાં સંઘરાયેલા એક વિચારની ફલશ્રુતી હતી. અને આખરે ૧૯૬૮ બાદ ગૂલઝાર સાહેબે બિમલ રૉયની તે ફિલ્મના કન્સેપ્ટને એડપ્ટ કરી ફિલ્મ બનાવી 'અંગૂર.' અંગૂર માત્ર બોક્સ ઓફિસ પર ચાલી ગઈ બલ્કે સંજીવ કુમાર અને દેવેન વર્માનો અભિનય પણ ખૂબ વખણાયો. ફિલ્મમાં સિચુએશ્‍નલ કોમેડી કમાલની રમૂજ સર્જે છે.
સમય હતો જ્યારે ગૂલઝાર સાહેબની ફિલ્મ કિતાબ ખરાબ રીતે પિટાય ગઈ, ગૂલઝારને હવે કોઈ એવી ફિલ્મની જરૂર હતી જે તેમને ન માત્ર કિતાબના લોસમાંથી પાછા બેઠાં કરી શકે બલ્કે તેમની આગામી અનેક ફિલ્મોને કારણે તેમની જે આર્ટ ફિલ્મ કે સોશિયલ ડ્રામા વગેરેની ટીપીકલ ઈમેજને પણ બદલી શકે. તેમણે તે સમયે જ્યારે અંગૂરની પહેલી ફ્રેમ શૂટ કરી ત્યારે સંજીવ કુમારને કહેલું, 'હરીભાઈ કુછ ઐસા બનાના હૈ જીસ સે લોગો કે મન મેં ગૂલઝાર સ્ટાઈલ સે હટકે હો.' તેમણે કંઈક એવું બનાવવું હતું જે કંઈક અનોખુ હોય અને સાથે બોક્સ ઓફિસ પર પણ કમાલ દેખાડે. ગૂલઝાર અંગૂરની સ્ક્રીપ્ટ લઈ એક પછી એક પ્રોડ્યુસરના દરવાજે આંટા મારી રહ્યા હતા, પણ પહેલાં   કન્સેપ્ટની ફિલ્મ દો દૂની ચાર ડબ્બામાં જઈ ચૂકી હોય કોઈ તે સ્ક્રીપ્ટને હાથમાં લેવા પણ તૈયાર નહોતું. ઉપરથી ગૂલઝારની ખૂદની ફિલ્મ કિતાબ પણ ખરાબ રીતે પછડાઈ હતી. કેટલાક પ્રોડ્યુસર્સએ તો ગૂલઝારને ત્યાં સુધી કહી નાખ્યુ કે, 'અમને ખબર છે ત્યાં સુધી સામાન્ય રીતે માણસ એવી ફિલ્મની રિ-મેક બનાવતો હોય જે સફળ થઈ હોય, તમે પહેલા એવા ડાયરેક્ટર છો જે એક ફ્લોપ ફિલ્મની રિ-મેક બનાવવા વિચારી રહ્યા છો. ગૂલઝાર અનેક પ્રોડ્યુસર્સ પાસે આવી બધી વાતો સાંભળી નિરાશ થઈ ગયા. પણ તેમણે અંગૂર બનાવવાનો નિર્ધાર પડતો નહોતો મૂક્યો. આખરે સેક્સપિયરના હાર્ડકોર ફેન એવા એક પ્રોડ્યુસરે ગૂલઝારના પ્રોજેક્ટમાં રસ બાતાવ્યો અને તે હતા જય સિંઘ. જય સિંઘને જ્યારે ખબર પડી કે ગૂલઝાર પાસે સેક્સપિયરનો નાટક 'કોમેડી ઓફ એરર' પરથી ઈન્સ્પાયર્ડ ફિલ્મનો કન્સેપ્ટ છે અને સ્ક્રીપ્ટ પણ રેડી છે ત્યારે તેમણે તરત ગૂલઝારને  પ્રોજેક્ટ પ્રોડ્યુસ કરવાની તૈયારી બતાવી. અને અંગૂર ફ્લોર પર આવી.
દેવેન વર્માએ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, બિમલ રૉયની દો દૂની ચાર જ્યારે ફ્લોપ થઈ ત્યારે ગૂલઝારજીને મનોમન પોતાના માટે કડવાશ હતી કે પોતે લખેલી સ્ક્રીપ્ટ ફ્લોપ કેવી રીતે જઈ શકે અને તે સમયે તેમણે નક્કી કરી લીધું હતું કે હું   કન્સેપ્ટ પરથી ફિલ્મ બનાવીશ.
ગૂલઝારે જ્યારે ફિલ્મ માટે સંજીવ કુમાર અને તેની સાથે દેવેન વર્માને લેવાનો વિચાર કર્યો અને દેવેન વર્માને રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે દેવેન વર્મા પણ એક કોમેડિયન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ્‍ડ થઈ ચૂક્યા હતા. પણ અંગૂર એક કોમેડી ફિલ્મ હોય તેમને ડર હતો કે આ ફિલ્મમાં હિરો પાસે પણ કોમેડી કરાવવામાં આવશે તેથી કદાચ તેમને એક કોમેડિયન તરીકેની ફિલ્મમાં ક્રેડિટ નહીં મળે, સાથે જ કદાચ હિરો તેમનો રોલ કટ કરાવી ઓછો કરાવી દે તેવું પણ બને. કારણ કે તે સમય દરમિયાન કોઈ કોમેડિયનને એટલું ફૂટેજ અપાતું નહોતું જેટલું કોઈ હિરોને આપવામાં આવતું હોય. આથી પહેલાં તો તેમણે બહાદૂરના રોલ માટે ગૂલઝારને ના કહી દીધી. કારણ કે તે સમયે દેવેન વર્મા ફિલ્મ બેમિસાલ કરી રહ્યા હતા અને નાસ્તિકની ઓફર હાથમાં હતી. પણ પછી ફિલ્મના હિરોના રોલમાં સંજીવ કુમારને લેવાનું નક્કી થઈ ચૂક્યુ હોય તેમણે ફરી એક વાર સ્ક્રીપ્ટ જોઈ જવાનો વિચાર કર્યો. સિવાય સંજીવ કુમાર માટે તેમણે પહેલા ક્યારે પણ સાંભળ્યુ નહોતું કે તે કોઈના રોલ કપાવી નાખી પોતાનો રોલ મોટો કરાવવા ડાયરેક્ટર કે પ્રોડ્યુસર પર દબાણ લાવતા હોય, દેવેન વર્મા એક દિવસ અંગૂરની સ્ક્રીપ્ટ લઈ પોતાના રૂમમાં આયના સામે બેસી ગયા, આખીય સ્ક્રીપ્ટ એકી બેઠકે ફરી એકવાર જોઈ ગયા અને પછી કૅમેરા સામે અભિનય કરતા હોય તે રીતે આયનામાં જોઈ બોલ્યા, અરે બહાદૂર હરીભાઈ ઐસા નહીં કરેગાચલો હાં બોલ દેતે હૈ ફિલ્મ કે લિયે.' અને સંજીવ કુમારની સાથે ડબલ રોલમાં બીજા અભિનેતા તરીકે દેવેન વર્માને સાઈન કરી લેવામાં આવ્યા. દેવેન વર્મા તે દિવસોને યાદ

કરતા કહે છે, 'સંજૂ ગુજરાતી થા ઔર લોગ મેરા સરનેમ વર્મા દેખ કર ઐસા માનતે થે કી મૈં નોર્થ ઈન્ડિયન હું પર મેં કચ્છમેં પલા બડા થા તો મેં ગુજરાતી ભી જાનતા થા ઔર કચ્છી ભી અચ્છી બોલ લેતા થા. ઔર સેટ પર હમેંશા મેં ઔર સંજૂ ગુજરાતી, મેં હી બાત કરતે થે, ઈતના હી નહીં હમ ખાના ભી ગુજરાતી હી ખાતે થે.'
અંગૂરમાં અશોક (સંજીવ કુમાર) અને બહાદૂર (દેવેન વર્મા) સિવાય ત્રણ સ્ત્રી પાત્રો પણ હતા, મૌસમી ચેટર્જી, દિપ્તી નવલ અને અરૂણા ઈરાની ત્રણેયને ખબર હતી કે તેઓ માત્ર બે મુખ્ય પુરૂષ પાત્રોના સ્પોર્ટીંગ રોલમાં છે. હવે સમય એવો હતો કે જ્યારે મૌસમી ચેટર્જી કે અરૂણા ઈરાનીએ ચીલા ચાલૂ સ્ટ્રીમથી હટીને ક્યારેય કોઈ પણ ફિલ્મમાં કંઈક અલગ કર્યુ નહોતું. દિપ્તી નવલ માટે તો તે સમય હજૂ સ્ટ્રગલનો સમય હતો. તમામ પરિસ્થિતિને કારણે મૌસમી ચેટર્જીને ભરોષો નહોતો કે તે રોલ કરી શકશે. તેમણે ગૂલઝારને કહ્યું, 'આપકો લગતા હૈ કી મૈં યે કર પાઉંગી ?' પણ અવાજમાં વેરિએશન્સથી લઈને કોમેડી ટાઈમિંગ પણ તેમણે એટલા બખૂબી સાચવ્યા કે એક સીનમાં ગૂલઝારે કહેવું પડ્યું, 'અબ પતા ચલા મૌસમી ? કી યે તુમ્હી કર સકતી થી.' એટલું જ નહીં દિપ્તી નવલ પણ સેટ પર મૌસમી ચેટર્જીની એક્ટીંગ જોઈ ઈન્સ્પાયર્ડ થવા માંડ્યા.
અંગૂર હિન્દી સિનેમાની ચીલાચાલૂ ઘસાયેલી સ્ટોરી લાઈન પર શરૂ થાય છે બે જોડિયા ભાઈઓ બાળપણમાં છૂટા પડી જાય છે, પણ ત્યાર પછીની આખીય વાત દર્શકને એક અલગ માહોલમાં લઈ જાય છે. બંને પોત પોતાના અલગ વાતાવરણમાં મોટા થાય છે. કમાલ છે કે બંને પુરૂષ પાત્રોના નામ સુધ્ધા સરખાં છે. અશોક (સંજીવ કુમાર) અને બહાદૂર (દેવેન વર્મા). અહીંથી શરૂ થાય છે સિચુએશ્‍નલ કોમેડીની અને ટાઈમિંગની. ખરી મજા ફિલ્મની  છે કે પોતાની પત્ની સુધ્ધા પોતાના પતિઓ ને ઓળખી શકતી નથી. રમૂજ એવી હળવી વાત માંથી ઉપજે છે કે ક્યાંય પણ બળજબરી પૂર્વક આપણને હસાવવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો, એક પછી એક સીચુએશન એવી સર્જાય છે કે હાસ્ય આપોઆપ નીકળી પડી છે. આવી એક ઘટનાને યાદ કરતા ગૂલઝાર કહે છે, 'એક અશોકને સિગારેટ પીવાની આદત હોય છે હવે જ્યારે અશોક તેની પત્ની માટે હાર લેવા જાય છે ત્યારે દેવેન વર્માએ તેની સિગારેટ સંતાડી દીધી, અને સંજીવ કુમારને દ્વીધામાં પાડી દીધા કે હમણાં સીન બે માંથી કયા અશોકનો કરવાનો છે. આ વાતને યાદ કરતા ગૂલઝાર સાહેબ હસી ને પાછળથી ઉમેરે છે અશોકના પાત્ર માટે મારૂં સિલેક્શન સો ટકા સાચું હતું, હરીભાઈથી સારૂં આ પાત્ર બીજૂં કોઈ જ કરી શકે તેમ નહોતું.


Comments (0)