હરિહર જેઠાલાલ જરીવાલા અથવા હરિભાઈ અથવા સંજીવ કુમાર, આપણાં સૂરતના ગુજરાતી જૈન પરીવારમાં જન્મેલા સુપુત્ર. ઘણાં ગુજરાતીઓએ અભિનય ક્ષેત્રે કાઠું કાઢ્યું છે, મોટા ભાગના તમામ લોક પ્રિય અને જાણીતા પણ બન્યા છે પણ હરિભાઈ ઓહ, સૉરી સંજીવ કુમાર માત્ર જાણીતા કે પ્રિયજન નથી બન્યા પણ સન્માનિય અને સ્મર્ણીય પણ બન્યા છે. હમણાં હમણાં દાદી કે નાની બન્યા હોય તેવી અનેક સ્ત્રીઓની યુવાનીમાં સંજીવ કુમાર તેમના મનનો મણીગર હતો, પર્સમાં ફોટો રાખવા લાયક હીરો હતો, એક પણ ફિલ્મ જેની જોવાની ચૂકી જવાય તેવી તકેદારી રાખવા લાયક અભિનેતા હતો. અને પોતાના પ્રિયતમ કે પતિમાં પણ ક્યાંક નાની સરખી એમની છાપ હોય તેવી ચાહના રાખવા લાયક સ્ટાર હતો. હરિહર જેઠાલાલ જરીવાલા એટલે હા , તમે કહો છો તે જ સંજીવ કુમાર.
૧૯૩૮ની ૯મી જૂલાઈને શનિવારે જન્મેલા સંજીવકુમારે આપણી વચ્ચેથી ઘણી વહેલી વિદાય લઈ લીધી, એક એવો અભિનેતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે દુનિયાને પણ છોડીને ચાલી ગયો જેની ખોટ આપણને વર્ષો સુધી લાગવાની હતી. અને ખરેખર તેમણે પોતાના જબરદસ્ત અભિનય દ્વારા લોકોના હ્રદયમાં એવું સ્થાન જમાવ્યું કે આજે પણ આલા દરજ્જાના હીરોને લોકો યાદ કરે છે. ની કેટલીક ફિલ્મો તો એવી અમર થઈ ગઈ કે જે વારંવાર જોવા છતાં પણ નવી અને તરોતાઝા જ લાગે. એક વાત કદાચ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે આપણી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક માત્ર સંજીવ કુમાર એવા અભિનેતા હતા કે જેમના મત્યુ પછી પણ તેમની દસ કરતા વધારે ફિલ્મો રિલીઝ થઈ હતી. આપણો પ્રિય હીરો આપણી વચ્ચેથી નવેમ્બર ૧૯૮૫ને બુધવારે ચાલી ગયો હતો જ્યારે તેમની છેલ્લી ફિલ્મ "પ્રોફેસરકી પડોશન" રિલીઝ થઈ હતી ૧૯૯૩માં. તેમના મૃત્યુ સમયે માત્ર તેમની ત્રણ કે ચાર ફિલ્મો જ પુરી થઈ હતી બાકીની બધી ફિલ્મો અધુરી હતી. પણ માત્ર સંજીવ કુમારનું પાત્ર તે ફિલ્મમાંથી કેમ ગાયબ છે તે જસ્ટીફાય કરવાને માટે તે દરેક અધુરી ફિલ્મોના સેક્ન્ડ હાફની સ્ટોરી લાઈન બદલવામાં આવી. તેમની મૃત્યુબાદ કેટલીક ફિલ્મો એવી હતી કે જેમાં સંજીવજીનું શુટીંગ પતી ગયું હતું પણ ડબિંગ બાકી હતું. જેમકે, કત્લ, લવ એન્ડ ગોડ કે પ્રોફેસરકી પડોશન. આવી લગભગ તમામ ફિલ્મોમાં સંજીવ કુમારનો અવાજ આપ્યો જાણીતા ગાયક અને મિમિક્રી આર્ટીસ્ટ સુદેશ ભોસલેએ.
ગુજરાતી જૈનમાં જન્મેલા મહાન અદાકાર સંજીવ કુમારને નામે અનેક એવોર્ડ બોલે છે. બાર-બાર ફિલ્મ ફેર એવોર્ડ તો ખરાં જ અને તે સિવાય બે વખત મળેલા નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટરનો (દસ્તક - ૧૯૭૧ અને કોશિશ - ૧૯૭૩) પણ તેમાં સમાવેશ થાય છે. કેટલીક એવી ફિલ્મો છે જે તેમના કરિઅરના માઈલ સ્ટોન તરીકે ગણાવી શકાય. જે ફિલ્મોમાં તેમણે ભજવેલા પાત્રને કારણે આજે પણ લોકો તેમને યાદ કરે છે. કોશિશ, ત્રિશુલ, શોલે, અંગુર, ખિલૌના, અનામિકા, મનોરંજન, પતિ પત્ની ઓર વો વગેરે અનેક એવી ફિલ્મો છે જે આજે પણ એટલી જ નવી છે અને જોવી ગમે તેવી છે. સંજીવ કુમારની ફિલ્મ અંગુરની થીમ પરથી હમણાં સાજીદ ખાનની ફિલ્મ પણ આવી રહી છે, હમશક્લ. (અંગુર એક માઈલ સ્ટોન મુવી હતી, સાજીદ ખાન કેવું ઉકાળશે તે તો રામ જાણે ! સંજીવ કુમાર અને દેવેન વર્મા રોજ રોજ પેદા નથી થતાં.)
સંજીવ કુમારની એક પરમ મિત્રએ ક્યારેક કરેલી વાત જાણવા જેવી છે. તે સંજીવ સાથેના જૂના દિવસો યાદ કરતા કહે છે. 'હરિ વોઝ માય ચડ્ડી બડ્ડી. તે ખૂબ ઝિંદાદિલ માણસ હતો. જ્યારે પણ તે કોઈ છોકરી જોતો ત્યારે તે તેને નંબર આપીને ગણાવતો. ગર્લ ફ્રેન્ડ નં. , ૩...એ રીતે. અને પછી જ્યારે ફોન પર કે રૂબરૂમાં મારી સાથે તેના અંગે  વાત કરતો હોય ત્યારે પણ તે રીતે  કહે, આજે મારી ગર્લ ફ્રેન્ડ નં. ૩એ મને આમ કહ્યું, ગર્લ ફ્રેન્ડ નં. ૫એ ફોન પર આવી વાત કરીવગેરે...' તે કહે છે, 'વ્હાઈટ કૂર્તો, પાયજામો અને વ્હાઈટ ચપ્પલ સંજીવનો ફેવરિટ ડ્રેસ હતો. '
સંજીવ કુમાર જ્યારે ખૂબ સારા મૂડમાં રહેતા અને તે ખરેખર ખાવાનું એન્જોય કરવા માંગતા ત્યારે ડિશમાં ભાત લઈ હાથથી ખાવા માંડતા, કોઈ પાર્ટીમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમની સામે બેઠી હોય કે ઘરે મિત્રોની જોડે જમવા બેઠાં હોય તેમને રીતે ખાવામાં કોઈ શરમ નહોતી લાગતી. આજ રીતે તેમની એક મિત્રને ત્યાં બનેલો પ્રસંગ પણ કહી આપે છે કે સંજીવ કુમાર નામનો સુપર સ્ટાર કેટલા સીધા, સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો માણસ હતો જે સુપર સ્ટાર બની ગયો હોવા છતાં એક તદ્દન સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા ઘરમાં રહેતા કોઈ યુવાન જેવો હતો. એક દિવસ તેમની એક મિત્રના ઘરે એક ઉંદર આવી ગયેલો, અને તેની મિત્ર ગભરાઈને સોફા પર ચઢી ગઈ અને બરાડવા માંડી, 'ચૂહા...ચૂહા...' આપણા હરિભાઈ રિતસર તે ઉંદરની પાછળ પાછળ આખા ઘરમાં દોડ્યા અને આખરે તે ઉંદર પકડી પાડ્યો. પછી પેલી મિત્રની આગળ તે દેખાડતા તેમણે કહ્યું. 'અમે જ્યારે ભુલેશ્વર રહેતા હતા ત્યારે સતત, અનેક ઉંદરો અમારી આજૂ-બાજૂ ફર્યા કરતા અને એટલે મને ઉંદર પકડવાની પ્રેક્ટીસ પડી ગઈ છે.' અને બંને ખડખડાટ હસી પડ્યા.
સંજીવ કુમારની વર્ષગાંઠ અને શત્રુઘ્ન સિંહાની લગ્નતિથી એક તારીખે (૯મી જૂલાઈ) આવતી હોવાથી બંને મિત્રો ઘણી વાર સાથે મળી સેલિબ્રેશન કરતા. સંજીવકુમાર મ્યુઝિકના પણ દિવાના હતા. મદન મોહનજી, રઈશ ખાન, ઝાકીર હુસૈન અને સિતારા દેવી જેવા કેટલાંય કલાકારો ઘણી વખત તેમની ઘરે આવતા અને તેઓ મોડે સુધી ગીત-સંગીતની મહેફિલ જમાવતા.
Live Life King Size...જ્યારે કોઈ માણસને ખબર હોય કે તે વહેલો મરી જવાનો છે ત્યારે સામાન્યરીતે તે કેવી રીતે વર્તે ? કુદરતને તેના આવા નસીબ વિશે ફરિયાદ કરે ? પૈસા, પ્રોપર્ટી વગેરેની વસિયત તૈયાર કરી રાખે ? બાકી બચેલા સમય માટેનું પ્લાનિંગ કરવા માંડે ? કે ચીઢિયો થઈ જાય અને પોતાના પર કે દુનિયા પર ગુસ્સો કરતો થઈ જાય ? કદાચ આપણે હોઈએ તો આવું કંઇક કે બીજૂ કંઈક કરીએ. પણ આપણો  હીરો આવી તમામ સામાન્ય વર્તણૂકથી દૂર હતો. સંજીવ કુમારને એક જિનેટીક રોગ હતો. કન્ઝેશ્નલ હાર્ટ કન્ડિશન, દુર્ભાગ્યવશ હરિભાઈના પરિવારમાં કોઈ પણ પુરૂષ ૫૦ વર્ષથી વધારે જીવતો નહોતો. જરીવાલા પરીવારના લગભગ બધા પુરૂષો ૫૦ વર્ષની ઉંમરે અથવા તે પહેલાં દુનિયાને બાય બાય કહી ચાલી નીકળતા. તેમના નાના ભાઈ નકુલનું મૃત્યુ તેમના કરતા પણ પહેલા થયું હતું જ્યારે બીજો નાનો ભાઈ કિશોરની મોત સંજીવ કુમારના મત્યુના બે વર્ષ પછી થઈ હતી. હરિભાઈ પણ ૪૭ વર્ષની યુવાન વયે મૃત્યુ પામ્યા. પોતાના પરીવારમાં આવો માણસખાઉ જિનેટીક રોગ હોવાની ખબર હોવા છતાં, પોતે ૫૦ વર્ષથી વધારે જીવી શકશે વાતની માત્ર  % શક્યતા છે તે જાણતા હોવા છતાં સંજીવ કુમાર ખરેખર ખરા મનથી પોતાની જિંદગી જીવ્યા હતાઅનેક લોકોના મન જીત્યા હતા અને તેમની  ખુમારીખેલદીલી અને જિંદાદિલીને કારણે  તેઓ સિનેમાને પડદે અમર થઈ ગયા.


ઘણીવાર વિચાર કરીએ ત્યારે એમ લાગે કે આ માણસને કદાચ ખબર હતી કે તે પોતે કંઈ ખાસ લાંબુ જીવવાનો નથી તેથી તેમણે લગ્ન કર્યા અને ક્યારેય પોતાનું ઘર વસાવ્યું. જ્યારે પણ તેમની સાથે કોઈ ઘર ખરીદી લેવા અંગે વાત કરતું ત્યારે તે હસી ને કહેતા, 'મેરે સાથ યહી મુશ્કિલ હૈ કી જો ઘર મુઝે ચાહિયે વો પચાસ હજાર મેં આતા હૈ, ફિર જબ મેં પચાસ હજાર જમા કર લેતા હું તબ વો અસ્સી હજારકા હો ગયા રહેતા હૈ, ઔર અસ્સી હજાર જમા કર લેતા હું તબ વો હી ઘર એક લાખકા હો જાતા હૈ, અબ ઉસમે મૈં ક્યા કરૂં ?' સાચુ કારણ શું હશે કોને ખબર પણ સંજીવ કુમાર મર્યા ત્યાં સુધી ભાડાના ઘરમાં રહ્યા. રીતનું નસીબ તેમનું પ્રેમમાં પણ હતું. સંજીવ કુમાર સાથે જિંદગીભર અનેક છોકરીઓ કે હિરોઈન્સના નામો જોડાયા હશે પણ પ્રેમ કે લગ્ન કોઈ સાથે આજીવન શક્ય બન્યો. હેમા માલિનીજયશ્રી ટીસુલક્ષણા પડિંત...ખબર નહીં સંજીવ કુમાર એક પછી એક છોકરીઓના પ્રેમમાં પડતા કે પછી છોકરીઓ તેમના પ્રેમમાં પડી જતી. કેટલીક છોકરીઓ નો પ્રેમ તો એવો પણ હતો કે સંજીવ કુમારને રીઝવવા માટે તે લોકો તેમના ઘરે ટીફિન બનાવીને મોકલતી. જો કે હેમા માલિનીને સંજીવજી એ પ્રપોઝ કર્યુ હતુ ખરૂં પણ તે સમયે હેમાજી અલરેડી ધરમજીને મનોમન ઈલૂ ઈલૂ કહી ચૂક્યા હતા. અને તેથી તેમણે સંજીવ કુમારનું પ્રપોઝલ સ્વીકાર્યું. પણ સુલક્ષણા પડિંત તેમના ગળાડુબ પ્રેમમાં હતી. સંજીવ કુમાર અને સુલક્ષણા પડિંતના રોમાન્સની તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને મેગેઝિનોમાં ઘણીય વાતો પણ ચાલી હતી.
આજે કદાચ  અદ્‍ભૂત કલાકાર આપણી વચ્ચે જીવતો હોત તો હમણાં તેની છોત્તેરમી વર્ષગાંઠે ફિલ્મફેર વાળા તેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી રહ્યા હોત.






Comments (0)