એક્સો ત્રીસ વર્ષ પહેલાનું મેનહેટનટ્વેન્ટી થર્ડ સ્ટ્રીટ, ન્યુયોર્ક સિટી. સેવન અને એઈટ એવન્યુની વચ્ચે ૧૮૮૪માં બનેલું એક એવું મકાન જે અનેક લેખક, મ્યુઝિશીયન, એક્ટર્સ કે બીજા કલાકારોનું એક જમાનાનું ઓફિશ્યલ એડ્રેસ ગણાતુ હતું. બાર માળની લાલ પત્થરોથી બનાવવામાં આવેલી જ્યોર્જિયન શૈલીની ઈમારત. આ મકાન જ્યારે ન્યુયોર્કમાં બંધાયુ તે વખતે આખાય ન્યુયોર્કમાં તે સૌથી ઊંચુ મકાન હતું. આ ઈમારત બનાવવા પાછળનો મૂળ હેતુ એ હતો કે તે વખતે શહેરમાં આવતા કલાકારોને રહેવા માટે વ્યાજબી દરે રૂમ મડી શકે. એક લોજ ગણો કે ધર્મશાળા કહો તે રીતે તેના રૂમ્સ ભાડે આપી શકાય. કારણ કે ૧૮૮૪-૮૫ના સમયગાળા દરમિયાન આ શહેર થિયેટર ઈન્ડસ્ટ્રી માટેનું કેન્દ્ર સ્થાન હતું.
એક કો-ઓપરેટીવ બિલ્ડીંગની રીતે શરૂ કરવામાં આવેલા આ મકાનનું નામ રખાયું ચેલ્સીયા. અને ત્યારથી બાર મંઝિલા ઈમારત ચેલ્સીયા હૉટેલ, કે ચેલ્સીયાના નામથી જાણીતી થઈ ગઈ. પણ કલાકારોને આશરો આપતી આ ચેલ્સીયાની શરૂઆતના થોડાં જ વર્ષોમાં એવું બન્યું કે વધારાની આવકની વ્યવસ્થા થઈ રહે અને આર્થિક સંકડામણથી છૂટી શકાય તે આશયથી ચેલ્સીયાની આજુ-બાજુ વસતા ઘણાં મિડલ ક્લાસ ફેમિલિએ પોતાના એપાર્ટમેન્ટ પણ ભાડે આપવા માંડ્યા, પરીણામ એ આવ્યું કે ચેલ્સીયાએ બેંક કરપ્સી એટલે કે નાદારી નોંધાવવી પડી. અને આખરે  કારણે ચેલ્સીયા બંધ થઈ ગઈ.
પણ ૧૯૦૫માં ચેલ્સીયાનો નવો જન્મ થયો. બાર માળની આ લાલ પત્થરોવાળી ઈમારત ૧૯૦૫માં ફરી ખુલ્લી મૂકવામાં આવી વખતે તે ખુલી હતી એક સંપૂર્ણ પ્રોફેશ્નલ હૉટેલ તરીકે, નૉટ હૉટેલ્સ એન્ડ રેસિડન્ટના મેનેજર એ.આર. વોલ્ટી દ્વારા તે ચલાવવામાં આવતી હતી. પણ ખબર નહીં ચેલ્સીયા સાથે શું જોડાયેલું હતું તે ૧૯૩૯માં ચેલ્સીયા ફરી નાદારી નોંધાવવની કદાર પર આવી ગઈ. પણ તે  સમયગાળા દરમિયાન ચેલ્સીયાને ખરીદી લેવા તૈયાર એવા ત્રણ ભાગીદાર જોસેફ ગ્રોસ, જુલિઅસ ક્રાઉસ અને ડેવિડ બાર્ડ મડી ગયા. તે લોકોએ ૧૯૩૯માં ચેલ્સીયા ખરીદી લીધી. અને ફરી એકવાર આ લાલ પત્થરની બાર મંઝીલા ઈમારત એક હૉટેલ તરીકે જીવતી થઈ ગઈ. ૧૯૩૯થી ૧૯૭૦ના દાયકા સુધી આ ત્રણેય ભાગીદારોએ સાથે મળી તે ચલાવી પણ ખરી. ચેલ્સીયાનું મકાન જ્યારથી બન્યું હતું ત્યારથી કલાકારો તેના મુખ્ય ગ્રાહક હતા. કેટલાંય કલાકારો તો એવા હતા કે જે રાત-દિવસ ચેલ્સીયામાં પડી રહેતા હતા. તો વળી કેટલાંક તો કેટલાય વર્ષો સુધી ત્યાં રહ્યા હતા.
સમયાંતરે જોસેફ અને જુલિઅસની મોત થઈ ગઈ અને ૨૦૦૭ સુધી ડેવિડનો દિકરો સ્ટેન્લી આ હૉટેલ ચલાવતો રહ્યો. પણ પછી સ્ટેન્લી, જુલિઅસની દીકરી મૅરીએન અને જોસેફનો ગ્રાન્ડ સન ડેવિડ એલ્ડરના મેનેજમેન્ટે, કે જે આ હૉટેલ ચલાવતા હતા તેમણે પોતાના આ મેનેજમેન્ટ બોર્ડને બરખાસ્ત કરી નાખ્યું અને મે ૨૦૧૧માં જોસેફ ચેટ્રીટ નામના કોઈ ડેવલપરને એંસી મિલિયન ડોલરમાં ચેલ્સીયા વેચી દેવામાં આવી.
પણ ચેલ્સીયા નામની  હૉટેલના મકાનના બાંધકામથી લઈને આજ દિન સુધી એવું તે શું બનતું રહ્યું છે કે જેને કારણે ચેલ્સીયામાં રહેનારી કોઈપણ વ્યક્તિ શાંતિથી નથી રહી શકતી ? માણસો સિવાય બીજું કોણ ત્યાં રહે છે કે જેના શ્વાસો, જેની હાજરી, જેની આહટ ચેલ્સીયાની હવામાં મહેસૂસ થાય છે. કોઈ એક વ્યક્તિ હશે ? કોઈ આત્મા, ભૂત-પિશાચ કે પછી કોઈ અધૂરી ઈચ્છા સાથે મૃત્યુ પામેલો કલાકાર જે ચેલ્સીયા છોડીને જઈ નથી શકતો ? કેટલીક એવી ઘટના  બિલ્ડિંગમાં બનતી રહી છે જેના પરીણામ સ્વરૂપ ચેલ્સીયાનો આજનો વર્તમાન છે. જેના પ્રત્યાઘાતો એવા આવતા રહ્યા હતા કે જેમણે ચેલ્સીયા હૉટેલને ન્યુયોર્કની ટોપ ટેન મોસ્ટ હન્ટેડ હૉટેલની યાદીમાં મૂકી દીધી છે.
કહે છે કે ચેલ્સીયાની અંદરની હવામાં કોઈક એવું તત્વ હતું જે માણસને  લોકોથી પર લોક સુધીના અહેસાસમાં લઈ જતું હતું. માણસ આત્માઓ સાથે વાત કરી શકતો હતો. પણ વાત પર થોડા અંશે શંકા જાગે કારણ કે જો ખરેખર એવું હોય તો હવે પછી તમારી નજર સામે જે હકીકત વંચાવાની છે તે શું છે ? એક, બે કે ત્રણ નહીં પણ દસદસ. કદાચ તે કરતા પણ વધારે આર્ટીસ્ટ્સના ત્યાં મોત શું કામ થઈ ગયા ? શું કામ તેમાંના મોટા ભાગના લોકોએ આત્મ હત્યા કરી અને શા માટે આજે પણ લોકોના ભૂત ત્યાં ભટકતા રહે છે ? શું કામ ચેલ્સીયામાં રહેવા જતા કે મુલાકાતે જતા તમામ લોકોને લોકોના ભૂત કે આત્મા ત્યાં હોવાનો અહેસાસ થાય છે
નેન્સી સ્પંગેન, સેક્સ પિસ્ટોલ નામના એક ગૃપના માલિક સિડ વિસિયોસની ગર્લ ફ્રેન્ડ. સત્તર વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી નેન્સી ન્યુયોર્ક આવી ગઈ હતી. અને તેણે સ્ટ્રીપર તરીકેની નોકરી સ્વીકારી લીધી. ત્યારબાદ ન્યુયોર્કથી લંડન ગયેલી નેન્સી સેક્સ પિસ્ટોલ ગૃપના લિડીંગ સિન્ગર સિડ સાથે પ્રેમમાં પડી ગઈ અને બંને એક જ ઘરમાં રહેવા માંડ્યા. તેમના આ સંબંધ દરમિયાન નેન્સી અને સિડ કેટલાય અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો અખતરો કરતા રહેતા, ૧૯૭૮માં સેક્સ પિસ્ટોલ ગૃપ તૂટી ગયું અને બંને ચેલ્સીયામાં રહેવા આવી ગયા. ચેલ્સીયા હૉટેલના રૂમ નં. ૧૦૦માં તે લોકો રોકાયા. કહે છે કે  સમય દરમિયાન પણ તે લોકોમાં સતત ડ્રગ્સના નશામાં રહેતા અને વારંવાર તેમની વચ્ચે દલીલો અને ઝઘડાઓ ચાલ્યા કરતા. બારમી ઑક્ટોબર ૧૯૭૮ના દિવસે નેન્સી રૂમ નં.૧૦૦ના બાથરૂમમાં મૃત હાલતમાં મડી આવી.
લેખક અને કવિ ડાયલન માર્લિસ   વ્યક્તિનું નામ છે જેનું ચેલ્સીયામાં  નવમી નવેમ્બર  ૧૯૫૩માં મૃત્યુ થયું હતું. લોકો કહે છે કે ડાયલનની હૉટેલમાં આવ્યા પછી બ્લેક આઉટ જેવી એક અજીબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. તે હૉટેલમાં હાજર હોય ત્યારે ગમે ત્યારે થોડી મિનિટો માટે તેની આંખ સામે અંધારૂ થઈ જતું. અને આવું થતું ત્યારે ડાયલન મોટે મોટેથી પોતાની કવિતાઓ બોલવા માંડતો. ક્યાં તો મોટે મોટેથી રીતે બરાડા પાડતો જાણે કોઈ તેને મારી રહ્યું કે ગળૂ દબાવી રહ્યું હોય. આજ પરિસ્થિતિમાં તે આલ્કોહોલિક થઈ ગયો. અને લોકો કહે છે કે આલ્કોહોલ પોયઝનને કારણે તેનું ચેલ્સીયામાં મોત થઈ ગયું. ઘણાં લોકો કહે છે તેમણે અનેકવાર ડાયલનનો ચહેરો તે હૉટેલમાં જોયો છે. ખાસ કરીને રૂમ નં. ૨૦૬ કે જ્યાં ડાયલનનું મોત થયું હતું.
આવી કંઈક કરૂણાંતિકા થોમસ વોલ્ફ નામના બીજા એક કલાકારની પણ છે જેણે કહે છે કે આજ હૉટેલમાં પોતે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી. અને તેમનો રૂમ નંબર હતો ૧૨૪. કિસ્સાઓ અનેક છે અને તેની સાથે જોડાયેલી અકારણ કે વ્યાજબી કારણ વગરની મોત પણ અનેક છે. પણ દરેક મોત પછીનું પરીણામ છે કે હૉટેલમાં આવતા લોકોને આ તમામના ભૂત કોઈને કોઈ જગ્યાએ કે કોઈને કોઈ સ્વરૂપે દેખાય છે. ત્યાંના લોકો કાયમ કહે છે કે હૉટેલના એલિવેટરથી ઉપર જતી વખતે સંભાળજો. કેમ ? કારણ કે, એલિવેટરમાં સિડનું ભૂત તમારી સાથે ટ્રાવેલ કરી રહ્યું હોય છે. નેન્સી એક સ્ટ્રીપર તરીકે કામ કરતી હતી કદાચ તે કારણથી તેને ઓળખતા ઘણાંય લોકો એમ કહ્યા કરે છે કે કોઈ એક યુવાન સ્ત્રીનું શરીર કે પડછાયો તે લોકોએ હૉટેલમાં જોયો છે જે કઢંગી હાલતમાં હોય છે. જેમાંના મોટા ભાગના લોકો તો ત્યાં સુધી કહે છે કે તેણીએ કોઈ કપડા પહેર્યા નથી હોતા તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં  દેખાતી હતી. નવાઈની વાત  છે કે આવું કહેનારા મોટાભાગના માણસોએ છોકરીના ભૂતને રૂમ નંબર ૧૦૦માં કે તેની આસ-પાસ જોયું છે.
ડાયલન કે જે ઘણીવાર મોટે મોટેથી બરાડા પાડતો હતો તેનો એ મોટો બિહામણો અવાજ આજે પણ કેટલાય લોકોને ત્યાં સંભળાય છે અને તેનાથી ગભરાઈ તે લોકો પોતાના કાન બંધ કરી લેતા હોય છે. તો વળી કેટલાક કહે છે કે ગળામાંથી અને મોઢાંમાંથી લોહી નીકળતું હોય તેવો કોઈ થોમસ નામનો માણસ એ હૉટેલના કોરીડોરમાં ફરતો તે લોકોએ જોયો છે જ્યારે કે હૉટેલના મેનેજમેન્ટે તપાસ કરી ત્યારે કોરીડોરમાં કોઈ નહોતું. અજીબ કહી શકાય તેવી વાત છે પણ હૉટેલ મેનેજમેન્ટનું જ માનવું હતું કે હૉટેલમાં રહેવા આવનારા મોટા ભાગના મહેમાનોની ત્યાં આવ્યા બાદ તબિયત બગડી જતી હતી. કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળી કેટલાય મહેમાનો પોતાના રૂમની બહાર નીકળી આવ્યા છે. એક મા અને દીકરીની વાત પર વિશ્વાસ કરીએ તો તે લોકો કહે છે કે રાતના સમયે તે લોકો જ્યારે સૂતા હતા ત્યારે કોઈ તેમના શરીરે હાથ ફેરવી રહ્યું હોય તેવો અહેસાસ થયો છે અને બે માંથી કોઈ એક જ્યારે આ અહેસાસથી જાગી ગયું હતું ત્યારે તેની બાજૂમાં સૂતેલી બીજી વ્યક્તિનો ચહેરો ખૂબ જ ડરામણો થઈ ગયેલો જોયો હતો. જાણે તેની આંખ બહાર નીકળી આવી હોય કે તેના હોંઠ કોઈ એક તરફ ખેંચી નાખી તેને ફાડી રહ્યું હોય. આ જોઈ ગભરાઈને જ્યારે તેમણે બૂમ પાડી ત્યારે અચાનક ચહેરો ફરી તેના મૂળ દેખાવ પર આવી જતો હતો. હૉટેલના અમૂક રૂમના વાતાવરણ અજીબ પ્રકારની ઠંડક લાગવી કે અમૂક રૂમમાં કોઈ ત્યાં હાજર હોય તેવો અહેસાસ થવો એ ખરેખર ગભરાવી નાખનારી અને અકળાવી દેતી ઘટના હતી.
આખરે ૧લી ઓગસ્ટ ૨૦૧૧થી હૉટેલમાં નવા બુકિંગ લેવાના બંધ કરી દેવામાં આવ્યા અને લોકોને એમ કહેવામાં આવ્યું કે હૉટેલ રિનોવેશનમાં જાય છે પણ ત્યારપછી આજ સુધી હૉટેલ ચેલ્સીયા ફરી ખુલી નથી. હાલમાં લોકો એમ કહે છે કે અપ્રત્યક્ષરીતે પારલૌકિક શક્તિઓની માલિકી ધરાવતી  હૉટેલ ૨૦૧૫માં ફરી શરૂ થવા જઈ રહી છે. કદાચ નેન્સી, સિડ, ડાયલન કે થોમસ કે પછી તેમના જેવા અનેક ભૂતો નવા રૂપમાં ખૂલવા જઈ રહેલી ચેલ્સીયા અને ત્યાં આવનારા માણસોને પોતાની હાજરી હોવાનો અહેસાસ કરાવવાનું બંધ કરી દે.



Comments (0)