આપણે જે વિશ્વમાં રહીએ છીએ તે વિશ્વમાં આપણે આપણી સાથે જ અનેક અજીબો ગરીબ માન્યતાઓ કે રિત-રસમોને પણ જન્મ આપ્યો છે. પૃથ્વી, દરેક તબક્કે, દરેક ક્ષણે કોઈને કોઈ મુદ્દે આપણે અચંબિત કરતી એક એવી ધરતી જ્યાં આપણા જેવા છતાં આપણાંથી અલગ એવા અનેક પ્રકારના લોકો રહે છે. અનેક ભિન્ન ભિન્ન જાતિના લોકોની સાથે તેમની વચ્ચે અનેક પ્રકારની માન્યતાઓ અને રીત-રિવાજો પણ જીવે છે. આપણા હિન્દુઓમાં મૃત વ્યક્તિને અગ્નિસંસ્કાર આપવાનો રિવાજ છે, તો મુસ્લિમ અને ખ્રિસ્તીઓમાં જમીનમાં દાટવાનો અને વળી પારસીઓમાં મૃત વ્યક્તિના પાર્થિવ દેહને એક કુવામાં લટકાવી દેવાનો રિવાજ છે. દરેક ભિન્ન જાતિના લોકોમાં વર્ષોથી ચાલતી આવતી પ્રથા પાછળ તે દરેકની એક માન્યતા છે અને તે માન્યતા પાછળની તાર્કિક દલીલો પણ છે જ. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે ખરૂં કે મૃત વ્યક્તિના દેહને એક નાના અમથા કોફિનમાં મૂકી તેને કોઈ એક પર્વતની દિવાલ પર લટકાવી દેવામાં આવતા હોય ?

ફિલિપીન્સની ઈકોવેલી ઓફ સાગાડામાં મૃત વ્યક્તિના શરીરને એક કોફિનમાં મૂકી તેમને લોખંડના એન્ગલ કે દોરી વડે પર્વતની દિવાલ પર લટકાવી દેવામાં આવે છે. એટલાસ ઓબસ્કુરા, કહે છે કે મૃત માનવીના દેહને કુદરતી રેલ કે બીજી કોઈ કુદરતી આપત્તિથી અને પ્રાણીઓના હુમલાથી બચાવવા માટે ઈગોરોટમાં આ રીતે કોફિન્સને લટકાવવામાં આવે છે. સાથે ત્યાંના લોકો માને છે કે આમ કરવાથી મૃત વ્યક્તિનું સ્વર્ગ તરફનું આરોહણ સરળ થઈ જાય છે. સાગાડાની ઈકોવેલીમાં આજે પણ કેટલાંય કોફિન આજ રીતે લટકતા જોવા મળે છે. લોકો કહે છે મરનાર વ્યક્તિના મૃત દેહને આ રીતે લટકાવવાથી તે જે પરીવારનો હોય તેના પૂર્વજોને તે આસાનીથી મળી શકે છે અને તેનો આત્મા પણ તેમની પાસે પહોંચી જાય છે. પર્વતો વચ્ચે બનેલી વેલીને ઈકોવેલી કહેવામાં આવે છે કહેવાય છે કે અહીં પર્વતોની કુદરતી રીતે જ રચના એ રીતે થઈ છે કે કોઈ પણ મૃત વ્યક્તિનો આત્મા તેના પૂર્વજો કે ઈશ્વર સાથે વાત કરવા માગે તો તે પડઘાઓ દ્વારા તેમના સુધી પહોંચે છે અને આત્માઓ અહીં આ રીતે એક બીજા સાથે વાતો પણ કરતા હોય છે.
 શહેરથી ખાસ દૂર નહીં તેવા  પર્વત પર  લટકતા કોફિન્સ જોવા માટે થોડુ ચઢાણ ચઢી ઈકોવેલી પર પહોંચી શકાય છે જ્યાં અલગ અલગ સાઈઝના અને શેપના કોફિન્સ લટકતાં દેખાય છે. સેન્ટ મૅરી ચર્ચના મેદાનથી થઈને એન્જલિકન સેમેટ્રી તરફ આગળ વધતા પર્વતોની દિવાલ પર તમને આવા અનેક લટકતા કોફિન્સ દેખાશે. ઈગોરોટ લોકો માને છે કે માણસે આ વિશ્વથી વિદાય પણ એ જ રીતે લેવી જોઈએ જે રીતે તે આ વિશ્વમાં આવ્યો છે. ઈગોરોટ લોકોના પરીવારોમાં મોટા ભાગે જે સદસ્યની મોત મોટી ઉંમરે થઈ હોય સમાન્યરીતે તેમને  રીતે લટકતા કોફિનમાં રાખવામાં આવે છેજેની પાછળનું કારણ  છે કે ત્યાંના માને છે કે પરીવારના જે યુવાન કે નાના સદસ્યોછે તેમને આ તેમના વડવાઓના આશિર્વાદ મળતા રહે અને જીવનમાં સફળતા મેળવવા માટે તેઓ તેમને મદદ કરશે. મોટા ભાગે આ લોકો તેમના તે વડીલની કોફિન પણ તેમના પરીવારના નક્કી થયેલા કલરની બનાવે છે તેઓ માને છે કે આમ કરવાથી તેમના પૂર્વજ તેને આસાનીથી ઓળખી શકશે. અને તેમને તેમની આવનારી બીજી નવી જિન્દગીમાં મદદ કરશે. ઈગોરોટ કહે છે કે મનુષ્ય જે રીતે આ વિશ્વમાં આવ્યો હતો તે જ રીતે આ વિશ્વમાંથી તેણે જવું પણ જોઈએ આથી  આ બધા કોફિન્સમાં મૃત માણસની લાશને  પોઝિશનમાં ગોઠવવામાં આવે છે જે રીતે એક બાળક તેની મા ના ગર્ભમાં સૂતુ હોય. કહેવાય છે કે મૃત વ્યક્તિને આ રીતે કોફિનમાં લટકાવવામાં આવે એક ઓનરની, તે મૃત વ્યકતિને માન આપવાની રીત છે અને લોકો કહે છે કે  માન માત્ર એ જ વ્યક્તિને મળે છે જે પરિણીત હોય અને તેને દિકરાના દિકરા હોય. તે સિવાય જે કુંવારા હોય તેમને  રીતનું માન આપવામાં આવતું નથી.



પણ આ બધી જ માન્યતાની વચ્ચે કેટલાંક એવા અનુભવો પણ નોંધાયા છે જે આપણા દિમાગને વિચલીત કરી નાખે છે. લટકતા કોફિન્સની વચ્ચેથી કોહવાતા મૃત શરીરોના કેટલાંક અંશ ક્યારેક બહાર લટકતા હોય છે તો કેટલાંક ટૂકડા નીચે પણ પડતા હોય છે. ઈગોરોટની ઈકોવેલીમાં આ જ કોફિન્સની વચ્ચે કહે છે કે મૃત વ્યક્તિઓના અવાજના પડઘા સંભળાય છે. કેટલીકવાર સડી ગયેલા ઓકી શરીરનો ચહેરો જે રીતે બિહામણો અને ગંધાતો થઈ ગયેલો હોય તેવા જ ચહેરા ક્યારેક એ વેલીમાં કે ત્યાંના પહડોમાં દેખાય છે. ઘણીવાર જાણે કોઈમાણસ ગાંડો થઈ ગયો અને આમથી તેમ કોઈ પણ જાતના કારણ વગર ભટક્યા કઅતો હોય તે રીતે કોઈ આકૃતિઓ ભટકતી દેખાય છે. અહીં  પ્રણાલી પાછળની ધાર્મિક અને પરંપરાગત માન્યતા એટલી જબરદસ્ત છે કે આ રીતની કે આ કોફિન્સની કોઈ ક્યારેય મજાક ઉડાવતુ નથી કે તેના વિશે ગમે તેમ પણ બોલતુ નથે પરંતુ તેની સાથે જ લોકો કહે છે કે જે કોઈ ઈગોરોટની  પરંપરા વિશે ઘસાતુ બોલે કે મજાક ઉડાવે તો તેમને વેલીમાં કોઈને કોઈ ખરાબ અનુભવ થયા વગર રહેતો નથી.
લગભગ બે હજાર વર્ષ પુરાણી આ રિત-રસમને આજે પણ અહીંના લોકો અનુસરે છે. અને તેઓ કહે છે કે જો તમે કોફિનની અંદર સૂતેલા લોકોને હેરાન નહીં કરો, તેમની મજાક નહીં ઉડાવો તો તે તમને ક્યારેય પરેશાન નથી કરતા. લોકો કહે છે કે જે પરીવારના લોકોને અહીં આ રીતે કોફિનમાં લટકાવવામાં આવ્યા છે તે જીવો આજે પણ તેમના પરીવારના લોકોને મળવા આવે છે, તેમની આકૃતિ દેખાડે છે અને આવનારા સમય માટે માર્ગદર્શન પણ આપતા રહે છે. પણ સાથે જ જે લોકો તેમની મજાક ઉડાવે છે તેમને આ લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડે છે. કહે છે કે ઘણીવાર આ કોફિન્સની આજૂ બાજૂ પણ ભૂતિયા આકૃતિઓ દેખાય છે અને અજેબો ગરીબ પ્રકારના અવાજો પણ સંભળાય છે.

  લટકતા કોફિન્સવાળો પર્વત અને તેની આજૂબાજૂના પર્વતોમાં કેટલીય કુદરતી ગૂફાઓ રચાયેલી છે, જ્યાં સહેલાણીઓ ફરવા જતા હોય છે આવા સહેલાણીઓને એ ગૂફાની સફરે લઈ જતા એવા ગાઈડનું કામ કરતા ઍગ્બર્ટ નામનો છોકરો કહે છે તે વાત માનીએ તો, ઍગ્બર્ટ એક દિવસ મોટી ગૂફામાં તેનું ફાનસ લઈને ગયો હતો ગૂફામાં અંદરથી ખૂબ ગહેરુ અંધારૂ હતુઅને અચાનક ઍગ્બર્ટનો લેમ્પ બંધ થઈ ગયો. અને લેમ્પ બંધ થતાની સાથે જ ઍગ્બર્ટને જાણે એક ઠંડી હવાની લહેરનો અહેસાસ થયો, તેને લાગ્યુ કે તેની આજૂબાજૂમાં કોઈક તેની સાથે ઊભુ છે. ઍગ્બર્ટને અચાનક પોતાના શરીર પર કોઈ પણ જાતન સ્પર્શનો કે બીજો કોઈ અહેસાસ થવો બંધ થઈ ગયો અને તે જ્યાં ઊભો હતો ત્યાં  સ્થિર થઈ ગયો. ઍગ્બર્ટ સમજી ગયો કે તેની સાથે જરૂર કોઈ કોફિન્સમાં બંધ આત્મા છે. તેણે તેમના માનવાચક શબ્દો ઉચ્ચાર્યાપ્રાર્થના કરી અને થોડી જવારમાં ઍગ્બર્ટને એવો અહેસાસ થયો કે જાણે કોઈકે તેને બળ પૂર્વક જકડીને પકડી રાખ્યો હતો અને અચાનક તે બંધનમાંથી તે છૂટ્યો હોય. તે અહેસાસની સાથે  તેના શરીરએ ચામડી પર પણ ફરી સ્પર્શ વગેરેના અહેસાસ થવા શરૂ થઈ ગયા. અને ઍગ્બર્ટે તે ગૂફાની બહાર આવતાં જ જોયુ તો તેને છાતી પર અને હાથ પર એ રીતના ડાઘા પડ્યા હતા જાણે તેને કોઈકે વાંધી રાખ્યો હોય. 

Comments (0)