જબ વી મેટ, લવ આજ કલ, રૉક સ્ટાર કોકટેલ અને હાઈ-વે. ૧૬મી જૂન ૧૯૭૧ના દિવસે ઝારખંડના જમશેદપુરમાં જન્મેલા અને મૂળ બિહારના દરબંગાના મુસ્લિમ પરિવારના ઈમ્તિયાઝના કરિઅર લીસ્ટમાં એક પછી એક સફળ ફિલ્મો ઉમેરાતી જાય છે. એક રાઈટર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરનાર ઈમ્તિયાઝે તેની ફિલ્મી સફર શરૂ કરતા પહેલાં ટી.વી શૉઝ ડિરેક્ટ કર્યા હતા. સ્ટાર પ્લસ માટે ઈમ્તિહાન અને ઝી ટી.વી માટે કુરૂક્ષેત્ર જેવા ટી.વી. શૉ કર્યા બાદ ઈમ્તિયાઝે ફિલ્મ સોચા થા (૨૦૦૫)થી એક ફિલ્મ ડિરેક્ટર તરીકે શરૂઆત કરી. ડિરેક્ટર આરિફ અલીના ભાઈ ઈમ્તિયાઝનું સ્કુલીંગ થયું હતું સેન્ટ મિચેલ હાઈસ્કુલ, પટનામાં અને ડી.બી.એમ.એસ. ઈંગ્લીશ સ્કુલ જમશેદપુરમાં. ઈમ્તિયાઝના માતા-પિતા પટના રહેતા હતા અને ઈમ્તિયાઝ તેના ભાઈ આરિફ સાથે તેના આન્ટીને ત્યાં જમશેદપુર કરિમ મેન્શનમાં રહેવા આવી ગયો. કરિમ મેન્શનની આજૂ-બાજૂ તે સમયે ત્રણ સિનેમા ઘર હતા. જેમાં ના બે સિનેમા ઘરતો કરિમ મેન્શનની દિવાલને લાગી ને જ હતા. ઈમ્તિયાઝ જ્યારે રાત્રે સૂવા જતો ત્યારે પણ સિનેમા ઘરમાંથી ફિલ્મોના સંવાદોના અવાજો સંભળાતા રહેતા. ઈમ્તિયાઝ જ્યારે પણ ચાહતો ત્યારે આજૂ-બાજૂના થિયેટર્સમાં જઈને મુવી જોવા બેસી જતો. પછી તો ઈમ્તિયાઝની થિયેટર્સમાં એટલી અવર-જવર વધી ગઈ હતી કે પ્રોજેક્ટર પર રીલ બદલતા પ્રોજેક્ટનીસ્ટસ સાથે પણ તેની મિત્રતા થઈ ગઈ. ઈમ્તિયાઝ કાયમ જોતો કે તેના આ મિત્રો વારંવાર એક પછી એક રીલ બદલતા રહેતા. ઘણીવાર એવું બનતું કે એક રીલ પ્રોજેક્ટર પર લગાડી તેના મિત્રો બિડી પીવા જતા રહેતા, જ્યારે ફિલ્મનું તે રીલ ખતમ થતુ અને ફિલ્મ અટકી જતી ત્યારે ઈમ્તિયાઝ તે લોકોને બૂમ પાડી બોલાવતો અને રીલ બદલવા કહેતો. ફિલ્મો જોવામાં જ આખો દિવસ કાઢવાને કારણે ઈમ્તિયાઝ પરીક્ષામાં ફેઈલ થઈ ગયો. પરીક્ષામાં ફેઈલ થવાને કારણે ઈમ્તિયાઝે તે સમયે એટલી શરમ અનુભવી કે ત્યારપછીના ત્રણ દિવસ તે સ્કુલે પણ ગયો નહીં. તેની સાથે ભણતા તેના મિત્રો જ્યારે તે સ્કુલમાં તેના સિનીયર તરીકે જોયા ત્યારે તેનાથી એ સહન નહોતું થઈ શક્યુ. પણ પરીક્ષામાં નાપાસ થવાને કારણે અને ભણવામાં ધ્યાન ન આપવાને કારણે શરમ અનુભવતા ઈમ્તિયાઝને તેના પિતાએ સાચવી લીધો. તેને પ્રોત્સાહન આપ્યુ અને આ જ કારણથી ઈમ્તિયાઝે ત્યારબાદ ભણવામાં ધ્યાન આપવા માંડ્યુ, રમત-ગમતમાં ભાગ લેવા માંડ્યો અને સાથે સાથે જ તેણે થિયેટર્સ પણ જોઈન્ટ કરી લીધુ. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજ જોઈન્ટ કર્યા બાદ તેણે કોલેજમાં નાટકોમાં ભાગ લેવા માંડ્યો. અને તેમાં ખૂબ સફળ પણ રહ્યો એટલું જ નહીં તેણે કોલેજમાં ઈબ્ટીડા નામની ડ્રામેટીક સોસાયટી પણ શરૂ કરી. ત્યારબાદ ઈમ્તિયાઝ મુંબઈ આવી ગયો અને ઝેવિયર્સ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા હાંસલ કર્યો.

ઈમ્તિયાઝની પહેલી ફિલ્મ સોચા ન થા ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ બની હતી. ઈમ્તિયાઝ તેની જિંદગીમાં ક્યારેય એક રાઈટર કે ડિરેક્ટર બનવા નહોતો ચાહતો. પણ તેની જિંદગીની દરેક ઘટનાઓ જાણે એક અકસ્માતની જેમ ઘડતી રહી. તે કહે છે કે જ્યારે તે જમશેદપુરમાં હતો ત્યારે જમશેદપુરના લોકોએ ક્યારેય કોઈ ફિલ્મ શૂટ થતા સુધ્ધા પણ જોઈ નહોતી અને તે કોઈને કહેતો કે તેણે ભવિષ્યમાં ફિલ્મો શૂટ કરવી છે ત્યારે લોકોને તેની વાત એક મજાક જેવી લાગતી. ઈમ્તિયાઝે તેની ફિલ્મ લખી ત્યારે પણ ઈમ્તિયાઝ કોઈ રાઈટર નહોતો. તો તેણે પહેલા કોઈ સિનીયરને આસિસ્ટ કર્યા હતા. તેની પહેલી ફિલ્મ વખતે તેને લોકોએ કહ્યું પણ હતું કે, પ્રોડક્શનમાં પણ ધ્યાન આપવું, એડિટીંગ પણ કરવું, કાસ્ટીંગ પણ કરવું અને રાઈટીંગ પણ સાથે આ બધું એકલા માણસનું કામ નથી. તમારાથી બધુ એક સાથે નહીં થાય. પણ ઈમ્તિયાઝ પાસે તે સમયે એટલા પૈસા નહોતા કે તે તેની ફિલ્મ લખવા માટે કોઈ બીજા રાઈટરને રોકી શકે આથી તેણે પોતાની ફિલ્મનું રાઈટીંગ કરવાનું કામ પણ જાતે કરવાનો વિચાર કર્યો. ઈમ્તિયાઝ જ્યારે તેની પહેલી ટી.વી સિરિયલ ઈમ્તિહાન ડિરેક્ટ કરવા ગયો ત્યારે તેને તે પણ ખબર નહોતી કે કૅમેરા ક્યાં પ્લેસ કરવા જોઈએ, કઈ રીતે તેનાથી શૂટીંગ કરવું જોઈએ. તેણે તે પહેલા નાટકો કર્યા હતા આથી માત્ર તેને એટલી ખબર હતી કે તેના કલાકારોને તેણે શું કહેવાનું છે અને શું સમજાવવાનું છે.
આથી તેણે શૂટીંગના એ પહેલા દિવસે માત્ર એવો દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો કે તેને બધી ખબર છે અને તેને બધુ આવડે છે. પણ તે દિવસો દરમિયાન ઈમ્તિયાઝને એટલી ઈનસિક્યોરિટી મહેસૂસ થવા માંડી કે તેને લાગવા માંડ્યુ કે કોઈક આવી ને તેને ગમે ત્યારે કહી દેશે કે તમને કંઈ જ આવડતું નથી અને તમે અહીં થી જતા રહો. આ એક ગભરાટ એક ભાવ ઈમ્તિયાઝના મનમાં એવો ઘર કરી ગયો કે તેણે ફટાફટ બધુ શીખવા માંડ્યુ અને જેટલું બને એટલું જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી મેળવવા માંડ્યુ. સમય એવો હતો કે ઈમ્તિયાઝને કૅમેરાની ટ્રોલી કોને કહેવાય અને શૂટીંગમાં તેનો શું ઉપયોગ હોય તે પણ ખબર નહોતી. માત્ર ટ્રોલી નહીં પણ તેને ક્રેઈન અને તે ક્રેઈનના ઉપયોગથી કૅમેરા દ્વારા શૂટીંગ કઈ રીતે થાય તે પણ નહોતી ખબર. પણ ઈનસિક્યોરિટીની ભાવના આ સમયમાં ઈમ્તિયાઝને એટલી સતાવી રહી હતી કે તે ફટાફટ બધુ નહીં શીખશે તો ખૂબ જલ્દી તે તેની આ જોબ ગુમાવી બેસશે. અને આ ભાવના અને ત્યારબાદ શીખની કારણે જ ઈમ્તિયાઝ કહે છે કે જિંદગી દરેક માણસને શીખવાનો મોકો આપતી હોય છે. પણ તેની સાથે જ ઈમ્તિયાઝ એ પણ કહે છે કે જિંદગી તમને હંમેશા એ રીતે શીખવાનો મોકો નથી આપતી જે રીતે તમે શીખવા માંગતા હોય. ઈમ્તિયાઝના મનમાં ઘર કરી ગયેલી પેલી ઈનસિક્યોરિટીની ભાવનાને કારણે તે એટલી ઝડપથી અને એટલી બધી વાતો શીખી ગયો કે તેની પહેલી ટી.વી સિરિયલ ઈમ્તિહાનના પચાસ એપિસોડના અંતે તેના કૅમેરામેન કહેતા થઈ ગયા કે ઈમ્તિયાઝ ટેકનિકલ નોલેજની દ્રષ્ટિએ ખૂબ સ્ટ્રોંગ છે.

ઈમ્તિયાઝ જે કહે છે કે જિંદગીમાં દરેક ઘટના તેની સાથે અકસ્માતની જેમ જ બનતી રહી છે. તેની સૌથી સફળ ફિલ્મ રૉકસ્ટારમાં પણ તે જ પ્રમાણે બન્યું હતું. વાત કંઈક એવી છે કે ઈમ્તિયાઝે જબ વી મેટ બનાવી તે પહેલાં તેણે રૉકસ્ટાર ફિલ્મની કહાની પર કામ કરવા માંડ્યુ હતુ. રહેમાન સાથે પણ તે ફિલ્મ અંગે થોડું ઘણું કામ થઈ ચૂક્યુ હતુ પણ ફિલ્મના હિરો તરીકે કોઈ પણ એક્ટર કહાનીને અનુરૂપ ઈમ્તિયાઝને દેખાય નહોતો રહ્યો આથી તેણે તે ફિલ્મની કહાની બાજૂ પર મૂકી દીધી. લાંબા સમય બાદ જબ વી મેટના શૂટીંગ દરમિયાન ઈમ્તિયાઝને રણબીર કપૂરને મળવાનું થયું અને રણબીરે જ ઈમ્તિયાઝને કહ્યું કે તમારી પેલી કહાનીનું શું થયું તમે તેના પર ક્યારે ફિલ્મ બનાવી રહ્યા છો. ઈમ્તિયાઝે રણબીરને પૂંછ્યુ કે તમને એ કહાની વિશે કોણે કહ્યું ત્યારે રણબીરે કહ્યું કે, તેણે તેના કોઈ મિત્ર પાસે સાંભળી હતી. અને ઈમ્તિયાઝે રણબીર પાસે જ ફરી પોતાની જ કહાની સાંભળી, મતલબ કે સિચુએશન એવી હતી કે ઈમ્તિયાઝની લખેલી કહાની ઈમ્તિયાઝને જ રણબીર નરેટ કરી રહ્યો હતો અને આ સેશન દરમિયાન ઈમ્તિયાઝે વિચાર કરી લીધો કે રણબીરને લઈને ફિલ્મ બનાવવામાં આવે તો કેવું ? અને ઈમ્તિયાઝે રૉકસ્ટારની એ સ્ટોરી પર ફરી નવેસરથી કામ કરવાનું શરૂ કર્યુ અને રણબીર સાથે ફિલ્મ બનાવી.
ઈમ્તિયાઝના પ્રીતી સાથેનો લગ્ન સંબંધ તૂટી ગયો અને વર્ષ ૨૦૧૨માં બંનેના છૂટા છેડા થઈ ગયા, ત્યારબાદ ઈમ્તિયાઝના સંબંધ પાકિસ્તાની એક્ટ્રેસ ઇમાન અલી સાથે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા પરંતુ ગયા વર્ષે ૨૦૧૪માં તેમના સંબંધને પણ બ્રેક વાગી ગઈ. હમણાં ઈમ્તિયાઝને એક દીકરી છે જેનું નામ છે વેદા અલી. ભારત સિવાય ઈમ્તિયાઝની ફેવરિટ પ્લેસ ચેક રિપબ્લિક (યુરોપ) અને અને સાથે  ઈમ્તિયાઝને ચાર્લ્સ બ્રિજ ખૂબ ગમે છે.

બોલિવુડના યંગ ડિરેક્ટર અને રાઈટર ઈમ્તિયાઝ અલીની વિન્ડો સીટ ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપની છે જે કંપનીના બેનર હેઠળ તેણે જે પહેલી ફિલ્મ બનાવી હતી તેનું નામ હતુ હાઈ-વે.



Comments (0)