શોલે અને શાન જેવી સુપર ડુપર હિટ ફિલ્મના ડાયરેક્ટર રમેશ સિપ્પિ ૧૯૭૪માં આવેલી શિવાજી ગણેશનની ફિલ્મ થંગા પથાક્કન (ગોલ્ડ મેડલ)ના રાઈટ્સ ખરીદવા વિચારી રહ્યા હતાઅને ત્યારે  તેમને ખબર પડી કે તેમના મિત્ર અને સ્ટાર રાઈટર્સ જોડી (સલીમ-જાવેદ) આ આખીય સ્ટોરી પર નવેસરથી કામ કરી રહ્યા છે અને તેમણે સલીમ-જાવેદને મળી સ્ટોરીના પ્લોટ અંગે ચર્ચા કરી, ચર્ચાના અંતે તેમણે થંગા પથાક્કનના રાઈટ્સ ખરીદી લેવાનો વિચાર માંડી વાળ્યો અને સલીમ જાવેદ સાથે તેમણે શક્તિ બનાવવાનું નક્કી કર્યુ.

ફિલ્મ બનાવવી એમ નક્કી તો થઈ ગયુ પણ એટલા માત્રથી કામ થોડું થઈ જાય છે ? વાત આવી સ્ટાર કાસ્ટનીઅને સિપ્પિ સાહેબે કહ્યું કે, અશ્વિની કુમાર કે રૉલ કે લિયે દિલીપ સાહબ કો એપ્રોચ કરે તો કૈસા રહેગા ?' સલીમ-જાવેદને સિપ્પિની આ વાત હવાઈ કિલ્લા ચણવા જેવી લાગી કારણ કે દિલીપ સાહેબ તે સમયે લગભગ રિટાયર્ડમેન્ટ લઈ ચૂક્યા હતા અને તેઓ આ ફિલ્મ સ્વીકારે તેવી તેમને આશા નહોતી. પણ કદાચ સિપ્પિ જાણતા હતા કે દિલીપ કુમાર ફરી ફિલ્મોમાં કમબેક કરવા વિચારી રહ્યા હશે. અને તેમણે દિલીપ સાહેબને ફિલ્મની કહાની સંભળાવી. દિલીપ કુમારે પહેલી વારમાં હા કહી દીધી અને રમેશ સિપ્પિનું કામ થઈ ગયું. હવે દિલીપ કુમારની સામે તેના પુત્રના પાત્રમાં રાજ બબ્બરને કાસ્ટ કરવાનું નક્કી થયું કારણ કે વિજયની પ્રેમિકા તરીકે સ્મિતા અલરેડી ફિક્સ હતી. તો પછી અમિતાભજીની એન્ટ્રી કઈ રીતે થઈ ? શક્તિ ફિલ્મની સ્ટાર કાસ્ટ ખરેખર એક આલા દરજ્જાની સ્ટાર કાસ્ટ હતી. દિલીપ કુમાર, વેટ્રન એક્ટર કે જે હિન્દી સિનેમા જગતમાં પોતાની અલગ છાપ ઊભી કરી ચૂક્યા હતા અને મેગા સ્ટાર તરીકેનું સ્ટારડમ ભોગવી ચૂક્યા હતા. દિલીપ કુમાર ફિલ્મ દ્વારા હિન્દી સિનેમા જગતમાં કમબેક કરી રહ્યા હતા. તો બીજી તરફ તેમના દીકરાના પાત્ર માટે રાજ બબ્બર લગભગ નક્કી  હતા પણ, અરાજ બબ્બરની જગ્યાએ અમિતાભ બચ્ચન આવ્યા, શક્તિ ફિલ્મ જે આ બે મુખ્ય સ્ટાર કાસ્ટ સાથે આવી તે સ્ટાર કાસ્ટ પાછળ બે વ્યક્તિઓની મહેચ્છા અને રાઈટર્સની સ્ક્રીપ્ટ જવાબદાર છે. ફિલ્મના ડાયરેક્ટર રમેશ સિપ્પિને લિજેન્ડરી સ્ટાર અને તેમના ફેવરિટ એવા દિલીપ કુમાર સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા હતી. તો બીજી તરફ સલીમ-જાવેદ માનતા હતા કે શક્તિની કહાનીને અનુસાર વિજયના પાત્રમાં અમિતાભ બચ્ચન  રાઈટ ચોઈસ છે. તેમણે રમેશજીને આ અંગે વાત કરી અને ત્યારબાદ અમિતાભને પણ વાત-વાતમાં   ફિલ્મ અંગે અંદેશો આપી દીધો. અમિતાભજીને જ્યારે ખબર પડી કે સિપ્પિસાહેબ દિલીપ કુમારને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે અમિતાભ ખૂદ રમેશ સિપ્પિ પાસે પહોંચી ગયા અને તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. અમિતાભ આમ પણ રમેશ સિપ્પિ સાથે શોલે અને શાન બે હિટ ફિલ્મો કરી ચૂક્યા હતા. આથી રમેશ સિપ્પિએ તેમની પહેલી પસંદગી હતી એવા રાજ બબ્બરને ફિલ્મમાં લેવાનો વિચાર માંડી વાળ્યો અને અમિતાભજીને સાઈન કરી લીધા. અમિતાભ બચ્ચનને તેના આઈડોલ એવા દિલીપ કુમાર સાથે કામ કરવાની એટલી ઈચ્છા હતી કે તે સામે ચાલીને શક્તિમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા. અમિતાભ ૧૯૭૦ના દાયકાની મધ્યથી લઈને શક્તિ બની રહી હતી ત્યારે પણ તે સમયના સુપર સ્ટાર હતા, અને દિલીપ કુમાર આમ પણ એક મોટા દરજ્જાના આર્ટીસ્ટ મનાતા હતા. ફિલ્મ હિટ થશે જ તે વાત તો ફિલ્મ શરૂ થઈ તે પહેલા સ્ટારકાસ્ટ નક્કી થઈ ત્યારે જ લખાઈ ચૂક્યુ હશે. શક્તિ એક માત્ર ફિલ્મ છે જેમાં અમિતાભ અને દિલીપ કુમારે એક સાથે કામ કર્યુ છે.

રિટાયર્ડ પોલિસ કમિશ્‍નર અશ્વિની કુમાર (દિલીપ કુમાર) પોતાનું ગ્રેજ્યુએશન પુરૂ કરીને ઘરે આવી રહેલા પોતાના પૌત્રની રાહ જોતા હોય છે અને ઘરે આવેલા તેમના પૌત્રને તે પૂછે છે કે તે જિંદગીમાં આગળ શું કરવા માગે છે, તેમનો પૌત્ર (અનિલ કપૂર) જ્યારે એવી ઈચ્છા જતાવે છે કે તે પણ તેના દાદાની જેમ જ પોલિસ ઓફિસર બનવા માગે છે ત્યારે અશ્વિની કુમાર તેને કહે છે કે પોલિસની જિંદગી  આસાન નથી. અને દાદા તેના પૌત્રને પોતાની જિંદગીની કહાની કહે છે. અહીંથી ફિલ્મ શક્તિની શરૂઆત થાય છે.
અશ્વિની કુમારનું નાનુ અમથું હેપ્પી ફેમિલી છે. તેની પત્ની શીતલ (રાખી ગૂલઝાર) તેમનો દીકરો વિજય. અશ્વિની કુમાર શહેરના નામી ગુંડા જે.કે (અમરિષ પુરી)ને શહેર સામે ખુલ્લો પાડવાનું નક્કી કરે છે અને સમય દરમિયાન જે.કે. અશ્વિનીના પુત્ર વિજયને કિડનેપ કરી લે છે. જે.કે. અશ્વિની સાથે સોદો કરવા તૈયાર થાય છે અને તેને ફોન કરી કહે છે કેઅશ્વિની અગર તેની સામેનો કેસ પડતો મૂકે તો તે તેના દીકરાને છોડી દેશે. પણ અશ્વિની જે.કે.ની વાત માનવા ઈન્કાર કરી દે છે અને કહી દે છે કે, 'મેરે ફર્ઝ કે બીચ મેં કોઈ નહીં  સકતા. તુમ મેરે બેટે કે સાથ ચાહે જો ભી કરો પર મેં અપના ફર્ઝ નહીં છોડુંગા.' અને પોતાના બાપના આ વાક્યથી નાની ઉંમરના વિજયના માનસ પર તેના બાપ માટે ધૃણાની છાપ ઉપસે છે. બાળક વિજય માની લે છે કે તેના પિતા તેને પ્રેમ નથી કરતા અને તેના કરતા તે પોતાની ફરજ અને નોકરીને વધુ ચાહે છે. અને ત્યાં જ જે.કે.ની ટીમનો એક મેમ્બર કે.ડી. (ખુલભૂષણ) જે.કે સાથે ના અંદરોદર ઝઘડાને કારણે વિજયને ત્યાંથી ભાગી જવામાં મદદ કરે છે. જે માણસે તેને ભાગવામાં મદદ કરી તેને જ પોતાની જિંદગી બચાવનારો માણસ સામજી વિજય તેની સાથે કામ કરવા તૈયાર થાય છે અને બાપ માટેની તેની ધૃણા તેની ઉંમરની સાથે સાથે વધતી જાય છે.
દરમિયાનમાં રોમા (સ્મિતા પાટીલ) નામની એક છોકરી સાથે વિજયને ઓળખાણ થાય છે અને બંને એક-મેકના પ્રેમમાં પડી જાય છે. બંને પ્રેમીઓ લગ્ન કર્યા વગર લીવ ઈન રિલેશનશીપમાં સાથે રહેવા માંડે છે. તરફ અશ્વિની અને તેની પત્ની શીતલ પણ તેમના દીકરાને ચાહે છે પણ બાળમાનસ પર અંકાયેલી છાપ વિજય ભુલાવી શકતો નથી. શીતલ તેને સમજાવવાની, ગુનાહની દુનિયામાંથી પાછો વાળવાની કોશિશ કરે છે પણ વિજય તે સ્વીકારવા અને પોતાના પિતા પાસે પાછો જવા તૈયાર નથી. આખીય કહીનીમાં શીતલ અને વિજય વચ્ચેના સંવાદો, રોમા અને વિજયનો રોમાન્સ અને અફકોર્સ અશ્વિની અને વિજય વચ્ચેની ચળભળબંનેના અંતિમ છેડા પરના પોતપોતાના સત્યો, અને તે દલીલના અસ્તિત્વ માટેની શબ્દિક લડાઈ બધું ફિલ્મને એટલી અદભૂત બનાવે છે.
પહેલી નજરે જોતા એમ જણાય કે રમેશ સિપ્પિ એક બાળકની સાયકોલોજીને બરાબર સમજ્યા છે અને તેનું બખુબી ચિત્રણ ફિલ્મમાં કર્યુ છે. સ્વાભાવિક રીતે એક બાળકની સાયકોલોજીને અનુરૂપ ફિલ્મની કહાની વહેતી જાય છે. અને આઠ વર્ષના બાળકને જ્યારે કિડનેપ કરી લેવામાં આવે છે અને તેના પોલિસ પિતા દ્વારા કહેવામાં આવે છે કે તેના પોતાના બાળકના ભોગે પણ તે તેની ફરજ અને સિધ્ધાંત છોડવા નથી માગતા ત્યારે ફિલ્મની ફ્રેમમાં બરાબર ડાયરેક્ટરની છાપ દેખાય છે. પણ આ જ કહાનીમાં પાછળથી રાઈટર્સ સલીમ-જાવેદની પણ છાપ જબરદસ્ત ઉપસે છે જ્યારે વિજયની મા શીતલનો રૉલ કરી રહેલી રાખી કહે છે, 'મેં અભી ઈતની કમઝોર નહીં હૂં કી અપને પતિ કી ઈમાનદારી કા બોજ  ઊઠા સકૂં.' રાખીએ શક્તિના શૂટીંગના દિવસોને યાદ કરતા ક્યારેક કહ્યું છે, 'દિલીપ કુમારની બોડી લેંગ્વેજ હું ખૂબ પ્રભાવિત હતી. એટલું  નહીં સ્ક્રીન પર તેમની હાજરી પણ અમારા બધા માટે એક અલગ જ ભાવ ઉભો કરતી હતી. જ્યારે મને તેમની સાથે શક્તિમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે મારે માટે તે એક સ્વપ્ન સાચૂ પડવા સમાન હતુ પણ તે સાથે જ તેમની સાથે અભિનય કરવો તે પણ મારે માટે એક મોટી ચેલેન્જ સમાન હતું. રાખી અને અમિતાભજીએ આ ફિલ્મ પહેલા પ્રેમી તરીકે, બેસ્ટ ફ્રેન્ડ્સ તરીકે, કવિ અને તેની ચાહક તરીકે અને ભાભી દેવર તરીકે બીજી ફિલ્મોમાં કામ કર્યુ હતુ અને આ ફિલ્મમાં આ બંને કલાકાર એક નવી જ કેમેસ્ટ્રીમાં દેખાવાના હતા, મા અને દીકરો.
અમિતાભ બચ્ચને પણ દિવસોને યાદ કરતા કહ્યું છે કે, 'તે દિલીપ કુમારને ફિલ્મોના પડદે અભિનય કરતા જોઈ ને મોટા થયા હતા.' (અમિતાભ આજે પણ દિલીપ કુમારને હિન્દી સિનેમા જગતના સર્વ શ્રેષ્ઠ કલાકાર માને છે.) દિલીપ કુમારના અભિનયથી અમિતાભ તે દિવસોમાં ખૂબ પ્રભાવિત હતા. પોતે તે સમયના સુપર સ્ટાર હોવા છતા જ્યારે શક્તિ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ થવાનો હતો ત્યારે અમિતાભ ખૂબ ટેન્શનમાં હતા. દિલીપ કુમાર સાથે આ સીન કરવાનો હોય અમિતાભને ટેન્શન હતું કે તેમનાથી તે સીન બરાબર થઈ શકશે કે નહીં. અને તેમણે નક્કી કર્યુ કે તે શૂટીંગ કરવા પહેલા રિહર્સલ કરી તેની બરાબર તૈયારી કરી લે.
ફિલ્મના ક્લાઈમેક્સમાં જ્યારે ઈનસ્પેક્ટર અશ્વિની કુમાર અને તેનો દીકરો વિજય સામ સામે આવી જાય છે. અને વિજય (અમિતાભ બચ્ચન)ની મોત થઈ જાય છે. અમિતાભ આ સીનને લઈને એટલા કોન્શિયસ થઈ ગયા હતા કે તેમણે તેનું બરાબર રિહર્સલ કરી લેવાનું નક્કી કર્યુ. ફિલ્મના શૂટીંગ સમયનો  મજેદાર કિસ્સો યાદ કરતા અમિતજી કહે છે. 'જ્યારે હું તે સીનનું રિહર્સલ કરી રહ્યો હતો ત્યારે અચાનક દિલીપ સા' મારી પાસે આવ્યા અને કહ્યું, 'ચલીયે આપ સીન કા રિહર્સલ કિજીયે મેં આપકી મદદ કરતા હૂં. મેં ખડા હો ગયા ઔર દિલીપ સા'બ સે કહા, નહીં નહીં દિલીપ સા', આપ ક્યોં તકલીફ કર રહે હૈં ! મેં કર લૂંગા.' આટલા સિનીયર આર્ટીસ્ટને કોઈ એક સીનના રિહર્સલમાં પોતાની મદદે આવેલા જોઈ અમિતાભ અવાચક રહી ગયા હતા. ત્યારે દિલીપ કુમારે કહ્યું, 'ફિકર મત કિજીયે, મેં આપ કો આસિસ્ટ કરતા હૂં.અને દિલીપ કુમાર અમિતાભજીને તે સીન બરાબર કરવામાં મદદ કરવા માંડ્યા. તેમનું રિહર્સલ ચાલતું હતું ત્યારે યુનિટના બીજા બધા માણસો અંદર અંદર વાત-ચીત અને ધમાલ મસ્તી કરી રહ્યા હતા. જેને કારણે થોડો-ઘણો અવાજ થઈ રહ્યો હતો. દિલીપ કુમાર તરત જ ઊભા થઈ ગયા અને આખાય યુનિટને તેમણે બરાડો પાડ્યો. 'આપ લોગો કો પતા નહીં ચલ રહા યહાં અમિત અપને સીન કી રિહર્સલ કર રહે હૈં ? આવાઝ ક્યોં કર રહે હૈં આપ લોગ ?'
આ વાત યાદ કરતા અમિતાભ બચ્ચન કહે છે, 'તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે મને મળેલી આ તક માટે હું અતિઉત્સાહિત થઈ ગયો હતો, ઈન્ડસ્ટ્રીમાં તમે જેને જોઈને મોટા થયા હોય, જેના અભિનયને તમે તમારો આઈડોલ માનતા હોય અને તેમની સાથે જ જ્યારે તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે, તેમની સાથે જ એક  ફ્રેમ શેર કરવાનો મોકો મળે તે ખરેખર એક સ્વપ્ન સમાન છે.'
શક્તિ ફિલ્મના સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર માટે રમેશ સિપ્પિએ પહેલાં સંગીતકાર બેલડે લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવાનું નક્કી કર્યુ હતું પરંતુ ત્યારબાદ તે જવાબદારી આર.ડી. બર્મનને સોંપવામાં આવી.
તે વર્ષમાં ફિલ્મફેર એવોર્ડ માટે અમિતાભને ટોટલ ત્રણ ફિલ્મ માટે નોમિનેશન મળ્યુ હતુ જેમાં એક શક્તિ પણ હતી. શક્તિ માટે અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર બંનેનું બેસ્ટ એક્ટર તરીકે નોમિનેશન હતું પણ આખરે એવોર્ડ દિલીપ કુમારને ફાળે ગયો. અને મુશીર આલમ અને મહોમ્મદ રિયાઝને બેસ્ટ ફિલ્મનો પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
આખરી સલામ ; રાઈટર્સ જોડી સલીમ-જાવેદના સલીમ સાહેબની તેમણે લખેલી તમામ ફિલ્મોમાં શક્તિ ફેવરિટ ફિલ્મ છે. જ્યારે રમેશ સિપ્પિ માને છે કે શક્તિ તેમણે બનાવેલી તમામ ફિલ્મોમાં સૌથી અન્ડરરેટેડ રહેલી ફિલ્મ છે.





Comments (0)