આમ તું મારી ઓળખ પુછવી રહેવા દે
પળવારમાં ને પછી અજાણ થવું રહેવા દે. 

જર્જરીત ભલે છતાં વૈભવી ઈતિહાસ તો છે
વણબોલ્યા શબ્દનો તું તાગ કરવો રહેવા દે.

જૂની કોઈ ચોપડીમાં સચવાયેલું પાન છું,
વાંચતામાં સ્પર્શથી અહેસાસ કરવો રહેવા દે. 

બેશુમાર પ્રેમ છું, કોઈ ઘો સમ ભેટી પડીશ,
મૌનની ભાષા મહીં છું. શબ્દ થવું રહેવા દે.   

                        --આશુતોષ દેસાઈ

Comments (1)

On 4:39:00 AM , Parijat કહ્યું...

nice