બાળપણ એ જિંદગીનો સૌથી સુંદર અને સૌથી વધુ ઈચ્છનિય સમયગાળો છે. પણ બાળપણની મોટામાં મોટી તકલીફ એ છે કે માણસને આ સોનેરી સમય ચાલી ગયા પછી જ, એને જીવી નાખ્યા પછી જ એ વાતની ખબર પડે છે કે જે વહી ગયો તે મારા મનુષ્ય જન્મનો સૌથી મોંઘેરો સમય હતો. આવા બાળપણના સમય દરમિયાન આપણી પાસે એક્થી એક ચઢિયાતી
રમતો હોય છે, રમકડાં હોય છે અને સાથે રમનારા મિત્રો પણ જે આ બાળપણને હર્યું
ભર્યું કરી આપે છે. પણ ધારો કે કોઈ બાળકને રમકડાં
તરીકે મળેલી કોઈ વસ્તુ શાપિત કે કાળા જાદૂ
વાળી કે કંઈક ગભરાવનારી રહસ્યમય
વસ્તુ હોય તો ? બાળક તો બાળક છે. એ રમી શકે, પોતાની સાથે રાખી શકે, તેની જીજ્ઞાસાવૃતિ જાગતી હોય તેવી દરેક
વસ્તુ તેને ગમતી હોય છે અને તે દરેક વસ્તુને
તે પોતાની મહામૂલી મિલકત તરીકે ખુબ જાળવતા પણ હોય છે.
કી વેસ્ટ, ફ્લોરિડામાં આવું જ એક રમકડું હતું, હતું નહી બલ્કે છે. અને એ રમકડું એટલે એક ડોલ, એક ઢીંગલી. જેનું નામ છે 'રોબર્ટ ધ ડોલ' અથવા 'રોબર્ટ ધ હન્ટેડ ડોલ'. ૨૦મી સદીની શરૂઆતમાં આશરે ૧૯૦૬માં ફ્લોરિડાના કી વેસ્ટ વિસ્તારમાં ઓટ્ટૉ પરીવાર રહેતો હતો. નેવલ ઓફિસર ઓટ્ટૉનો એક વ્હાલસોયો દીકરો હતો યુગ્ને. ફ્લોરિડામાં રહેતા ઓટ્ટૉ પરીવારમાં
યુગ્ને નામનું એ નાનું બાળક
જે ને ધમાલ કરવી ખૂબ ગમતી, તેના પિતા, માતા વગેરે પરીવારના તમામ સભ્યોને તે પોતાની સાથે રમાડ્યા કરીને વ્યસ્ત
રાખતો, યુગ્નેની મા કે તેના
પિતા ક્યારેક તેની સાથે રમતા રમતા થાકી જતા પણ યુગ્ને થાકતો નહોતો. જ્યારે તેના માતા-પિતા કામથી બહાર ગયા હોય ત્યારે ઓટ્ટૉ પરીવારમાં કામ કરતો તે લોકોનો નોકર બાહામિયનની યુગ્ને સાથે રમવાની ડ્યુટી આવી જતી. બાહામિયને યુગ્નેને એક દિવસ એક
ઢીંગલી ભેટમાં આપી. બજારમાં મળતી કોઈ મોંઘા ભાવની
ઢીંગલી જેવી નહી પણ કોઈકે હાથે બનાવી હોય તેવી. જેનું શરીર વુલન કપડાં માંથી બનાવ્યું હતું અને વુલ
યાર્નમાંથી જ તેના વાળ પણ ગૂંથવામાં આવ્યા હતાં. યુગ્નેને આ ઢીંગલી ખૂબ ગમી ગઈ. તેને જ્યારથી આ ઢીંગલી હાથ લાગી ત્યારથી તેણે મા-બાપ સાથે રમવાની, ધમાલ કરવાની જીદ્દ બંધ કરી નાખી. યુગ્નેના માતા-પિતાને થયું કે છોકરો સરસ રીતે હવે પોતાની જાતે રમવા માંડ્યો છે. એ લોકોને પણ તે
કામમાં ખલેલ નહોતો કરતો તેથી તે ગમતું હતું.
યુગ્નેએ તેની તે ઢીંગલીનું નામ પાડ્યું રોબર્ટ. યુગ્ને તેની સાથે વાત કરતો, જૂદી-જૂદી રમત રમતો, તેને બહાર ફરવા લઈ જતો. ઘરની બહારના મોટા મેદાનમાં યુગ્ને અને તેની આ ઢીંગલી રોબર્ટ સાથે રમતા. પણ ધીમે ધીમે યુગ્નેના મા-બાપે નોંધ્યુ કે
યુગ્ને તે ઢીંગલી કોઈ જીવીત માણસ હોય તે રીતે તેની સાથે વાત કરતો હતો. શરૂઆતમં તે લોકોને લાગ્યું કે
બાળક છે અને આ ઢીંગલી તેનું
માનીતું રમકડું છે એટલે તે બીજા બાળકોની જેમ તેની સાથે રમે છે અને વાતો પણ કરે છે. પણ સમય વિત્યે
યુગ્નેના રૂમમાંથી યુગ્ને સિવાય કોઈ બીજી વ્યક્તિનો
પણ બોલવાનો વાત-ચીત કરવાનો અવાજ આવતો હોય તે રીતે વાતો સંભળાવા માંડી. તે લોકોએ જ્યારે તે વિશે યુગ્નેને પૂછ્યું તો તેણે કહ્યું કે તે રોબર્ટ છે જે તેની સાથે તે વાત કરે છે. મા-બાપને લાગ્યું કે બાળક છે તેણે તેની આ ઢીંગલી આથે પોતાનું એક વિશ્વ બનાવ્યું
હશે અને યુગ્ને જ કોઈ બીજાનો અવાજ કાઢી ઢીંગલી તેની
સાથે રમતી હોય તે રીતનો અવાજ કાઢતો હશે. પણ ધીમે ધીમે આ વાત-ચીત વધવા માંડી અને તે અવાજ એવો હતો
કે જે યુગ્ને જેવો નાની ઉંમરનો છોકરો પોતે ન કાઢી
શકે.
એક દીવસ યુગ્ને રાત્રે તેના કમરામાં સૂતો હતો અને અચાનક તે ઊંઘમાંથી જાગી ગયો, ત્યારે તેણે જોયું કે રોબર્ટ તેના પગ પાસે બેઠો છે અને તેની તરફ
ઘૂરકી રહ્યો છે. યુગ્ને અચાનક આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયો અને તેણે બૂમો પાડવા માંડી. તેની ગભરામણની બૂમો સાંભળી તેની મા ની આંખ ખૂલી ગઈ અને તે યુગ્નેના રૂમ તરફ દોડી પણ ત્યાં જઈ ને તેણે જોયું તો યુગ્નેનો રૂમ અંદરથી લોક કરી દેવામાં આવ્યો હતો. તેણે મહામહેનતે તે રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો યુગ્નેના રૂમનું તમામ ફર્નિચર યુગ્નેના ખાટાલાની આસ-પાસ ખડકાયેલું હતું. જ્યારે તેણી એ પૂછ્યું ત્યારે યુગ્ને બોલ્યો કે તેવું રોબર્ટે કર્યું છે. યુગ્નેની મા આ વાત સાંભળી ગભરાઈ ગઈ. તેણે તે ઢીંગલી તેમના
ઘરમાંથી બહાર ફેંકી દેવાની વાત કરી પણ યુગ્નેએ જીદ્દ કરી તેને તેમ
નહી કરવા દીધું.
દીવસે દીવસે યુગ્નેની પેલી
ઢીંગલી સાથે વાતો વધવા માંડી. ઘરમાં ગોઠવેલું રાચરચિલું પોતાની જગ્યાએથી અસ્ત વ્યસ્ત
થવા માંડ્યુ. તે લોકો એ જોયું કે પેલી ઢીંગલી કોઈ જીવીત વ્યક્તિ
હોય તે રીતે બોલતી હતી, વાતો કરતી હતી. ઓટ્ટૉ પરીવારના પડોશીએ કહ્યું કે જ્યારે ઓટ્ટૉ પરીવાર
પોતાના ઘરમાં ન હોય અને ઘર બંધ હોય
ત્યારે આ ઢીંગલી એક બારીએથી બીજી બારીમાં આવ-જા કરતી હતી. કોઈકવાર આ ઢીંગલી ખૂબ બિહામણા અને
કંપારી છૂટી જાય તેવા અવાજો કાઢતી હતી. જોર જોરમાં હસતી હતી, ચિચિયારીઓ પાડતી હતી. ત્યારબાદ ઓટ્ટૉ પરીવારે પણ જોયું કે રોબર્ટ એક રૂમ માંથી બીજા રૂમમાં દોડા દોડ કરે છે. રાત્રે ઘણીવાર યુગ્ને ગભરાઈને ઊંઘમાંથી
જાગી જતો હતો. અને જ્યારે તેની મા કે બાપ તેનો અવાજ સાંભળી
તેના રૂમમાં દોડી જતા તો કોઈ ગુસ્સામાં હોય તે રીતે તે રૂમનું ફર્નિચર ધ્રુજવા માંડતું. યુગ્નેના માતા-પિતાને થતું કે જાણે તેમના ઘરમાં ધરતીકંપ થયો હોય. અને આ બધાથી યુગ્ને ખૂબ જ ભયાનક રીતે ગભરાઈ
જતો હતો. તે મોટે મોટેથી બરાડા પાડતો કે રોબર્ટે આવું કર્યું છે, રોબર્ટે આવું કર્યું છે. કહે છે કે ઓટ્ટૉ પરીવારના ઘરમાં જ્યારે તે લોકોના કોઈ સગા કે મહેમાનો આવતા ત્યારે રોબર્ટ તે લોકો તરફ ગુસ્સો કરતો હોય તે
રીતે તેની આંખો બદલાઈ જતી હતી.
૧૯૭૪માં યુગ્નેની મોત થઈ ગઈ અને રોબર્ટ તે ઘરમાં તેજ રીતે રહ્યો જ્યાં સુધી તે ઘર વેચાઈ નહી ગયું. જે નવા પરીવારે આ ઘર
ખરીદ્યું તેમાં એક ૧૦ વર્ષની નાની બાળકી પણ હતી. જે
રોબર્ટની નવી મિત્ર કે નવી માલિક બની હતી. પણ થોડાં જ વખતમાં તે છોકરી રાત્રે ગભરાવા લાગી. યુગ્નેની જેમ જ તે પણ રાતના સમયે અચાનક ઊંઘ માંથી જાગી જતી અને ગભરાઈ જતી. તે કેટલીયવાર કહેતી કે રોબર્ટ તેના આખા રૂમમાં ફરે છે અને ઘણીવાર તેણે તેના પર હુમલો કરવાની પણ કોશિશ કરી છે. આજે ત્રીસ વર્ષથી વધુ સમય આ વાતને થઈ ગયો છે છતાં તે છોકરીને આજે પણ તેના કોઈ ઈન્ટરવ્યુમાં આ વાત કહેતા ડર લાગતો હોય તેમ ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. આજે રોબર્ટને 'રોબર્ટ ધ ડોલ' તરીકે ફ્લોરિડાના મ્યુઝીયમમાં રાખવામાં
આવી છે પણ કહે છે કે આજે પણ તે ડોલ પોતાની
જગ્યાથી આમ-તેમ ફરતી રહે છે. પેરાનોર્મલ એક્ટિવીટીની શોધ કરતી ટીમનું કહેવું માનીએ તો તે લોકો કહે છે કે રોબર્ટને પોતાનો એક અલગ ઑરા છે અને તે ક્લીઅર વોટરમાં જોઈ શકાય છે. તેનું પિક્ચર પણ લઈ શકાય છે અને તેને એક ભુરા કલરનુ આવરણ છે. પેરોનોર્મલ રીસર્ચના
કેટલાંક માણસોનું કહેવું છે કે આ રોબર્ટ ધ ડોલે તે લોકો સાથે વાત પણ કરી છે. ભૂતકાળમાં કેટલાંક
લોકો પર રોબર્ટે હુમલો કર્યા હોવાની વાત સાંભળવા મળતી હતી. તો કેટલાંક લોકો કહેતા હતાં કે તે લોકો રોબર્ટને જોઈ આવ્યા પછી કેટલાંય લાંબા સમય સુધી રોબર્ટ તે લોકોનો પીછો કરતો હતો. તેની આંખ પોતાને જ જોઈ રહી હોય કે ડરાવી રહી હોય તેવું લાગતું રહેતું હતું.
કહે છે કે કે વેસ્ટ
મેન્શન વેચાયું તે પહેલાં યુગ્ને તેના મા-બાપની મૃત્યુ પછી ફરી તે લોકોના આ કી વેસ્ટ મેન્શનમાં
રહેવા આવ્યો હતો અને તે સમયે બીજા માળે આવેલા તેના બેડરૂમમાં ફરી આ રોબર્ટ ડોલને તેણે ગોઠવી હતી, પડોશીઓ કહે છે કે વ્યવસાયે પેઈન્ટર યુગ્ને તે વર્ષોમાં તેનો મહત્તમ સમય આ ડોલ
રોબર્ટ સાથે વિતાવતો અને
પેઈન્ટીંગ્સ બનાવતો હતો. લોકો કહે છે એ યુગ્નેની પત્ની આ રોબર્ટની બિહામણી વર્તણૂક અને યુગ્નેના તેના પ્રત્યેના પ્રેમને કારણે જ મરી ગઈ હતી. આજે એ વેસ્ટ મેન્શન આર્ટીસ્ટ હાઉસ તરીકે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હાઉસ તરીકે વપરાય છે. અને રોબર્ટ ધ ડોલ આજે પણ ફોર્ટ ઈસ્ટ માર્ટેલો મ્યુઝિયમમાં મૂકાયેલી છે. લોકો કહે છે કે તેના વાળનો કલર અને આત્મા હવે ધીમે ધીમે ફેલાઈને વિલિન થઈ રહ્યા છે. પણ યુગ્નેના બાળપણના સમયને જોનાર લોકોની વાત માનીએ તો તે લોકો કહે છે કે યુગ્નેની ધમાલ અને તેની સાથે રમવાના કંટાડાને કારણે તે લોકોના નોકરે આ ઢીંગલી રોબર્ટ યુગ્નેને કોઈ કાળો જાદૂ કરી ને આપી હતી. જેણે પોતાના પર થયેલા બ્લેક મેજીકની અસરથી યુગ્નેને તેના આખાય જીવન દરમિયાન પોતાના વશમાં કરી રાખ્યો હતો.
4/16/2014 10:31:00 AM |
Category:
"એક સ્થળ ભૂતાવળ",
Mumbai Samachar News Paper - 16.04.2014 / WedDay Supplement.
|
0
comments
Comments (0)