લેબલ Gujarat Guardian News Paper - 17.10.2014 / Fri Day Supplement. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gujarat Guardian News Paper - 17.10.2014 / Fri Day Supplement. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
એક બાપ જે થોડું ઘણું જ્યોતિષ જાણતા હતા તેણે તેની પુત્રી માટે તેની પત્નીને કહ્યું, 'આ છોકરી ચમત્કાર સર્જશે.' અને  બાપ એટલે દિનાનાથ મંગેશકર જેમણે લત્તાજીની મા ને તેમની દિકરી માટે  શબ્દો કહ્યાં હતા.   લત્તા મંગેશકર માત્ર એક સુંદર આર્શ્વ ગાયિકા જ નથી પણ તેમની બીજી બહેનોને જરૂર લાગે ત્યાં ટોકનારી અને સલાહ આપનારી મોટી બહેન પણ છે. એક વખતની વાત છે જ્યારે આર.ડી. બર્મને એક ગીત કમ્પોઝ કર્યુ હતું અને આશા ભોસલેએ તે ગીત ગાવાનું હતું. હવે તે ગીતમાં આહાહા...આહાહા... કરીને શ્વાસ સાથેના ઉતાર ચઢાવ દ્વારા રચવાના મેજીકની વાત હતી. આશાજી પંચમ્ દ્વારા સૂજાવેલી સ્ટાઈલમાં આ ગીત ગાવાનું હતું. આશાજી  રીતસર કહી દીધું, 'પંચમ્ શું ગાંડાવેળા છે, આવું બધું મારાથી નહીં થાય.' ત્યારે લત્તાજી એ આશા તાઈને પાસે બેસાડ્યા અને કહ્યું, 'આશા તું દિનાનાથ મંગેશકરની દીકરી છે, સંગીતમાં કોઈ પણ વસ્તુ તારાથી ન ગવાય એમ કેવી રીતે બનેતું આ ગીત ગાઈ જ શકે છે, અને તું ગાશે.' અને આશાજી એ મોટી બહેનની સલાહ માને તે ગીત ગાયુ અને બખુબી ગાયું.

લત્તાજી  બડે ગુલામાલી ખાં સાહેબના ખૂબ મોટા ફેન હતાતેઓ  તેમની પાસે સંગીતની તાલીમ પણ લીધી હતી. હવે એક સમય એવો આવ્યો હતો કે એક જાહેર કાર્યક્રમમાં તેમણે ગીત ગાવાનું હતું અને તે કાર્યક્રમમાં બડે ગુલામાલી ખાં સાહેબ પણ પર્ફોમ કરવાના હતા. લત્તાજી  સમય દરમિયાન ફિલ્મી ગીતોના ગાયક તરીકે સારી નામના મેળવી ચૂક્યા હતા. હવે મુશ્કેલી એ હતી કે ત્યાં શ્રોતાઓ પણ બધા માંઘાતાઓ હતા. લત્તાજી જો ગીત ઠીક રીતે ન ગાઈ શકે તો ગુલામ અલી ખાં સાહેબના શિષ્યા હોવાને કારણે પોતાના ગુરૂનું નામ ખરાબ થાય. અને જો સારૂં ગાય, તેમને વાહ વાહ મળે તો પણ ગુલામ અલી ખાં સાહેબ ખૂદ ત્યાં મોજૂદ હોય અને તેમની સામે તેમની વાહ વાહ થવાની જગ્યાએ તેમની વિદ્યાર્થીનિને વાહ વાહ મળે તે પણ ઠીક ન કહેવાય. લત્તાજી અવઢવ હતા. તેમની આ અવઢવની વચ્ચે જ એક બીજી સમસ્યા આવીને ઊભી રહી ગઈ. અને તે હતી ક્રમની. ગુરૂ-શિષ્યાની પરંપરાને લીધે ખાં સાહેબ કરતા પહેલા તેઓ ગાય શકે તેમ નહોતા અને ખાં સાહેબના પર્ફોર્મન્સ પછી ગાય તો તેમની સરખામણી તેમના જ ગુરૂ સાથે થવાની સંભાવના હતી. પણ ગુરૂ પોતાની શિષ્યાની આ અવઢવને પામી ગયા અને તેમણે સ્ટેજ પર જ લત્તાજી ને પણ સાથે બોલાવી લીધા અને તેમની સાથે જ સામે જ બેસીને ગીત ગવડાવ્યુ. અને બીજા લોકો તેની વાહ વાહ કરે તે પહેલાં જ ગુરૂ તેને ચાર મોઢે વખાણવા લાગ્યા. લત્તાજી આજે પણ કિસ્સો યાદ કરતા કાનની બૂટ પકડી લે છે અને બડે ગુલામઅલી ખાં સાહેબને વંદન કરી લે છે.

લતાજીનું જીવન એ ખરેખર એક દંતકથા જેવું હોય તે સ્વાભાવિક છે. સદીની આ મહાન દાયકની જિંદગી ખરેખર 'લાર્જર ધેન લાઈફ' જ હોવાની. બધા જ કિસ્સાઓ ટાંકવા બેસીએ તો કદાચ લત્તાજી પર એક નવું પુસ્તક લખાય જાય. મહાન પાર્શ્વ ગાયક મદન મોહન સાહેબ સાથેનો તેમનો સંબંધ આપણાથી અજાણ્યો નથી. તેમના આ પવિત્ર સંબંધની વાતની શરૂઆત થઈ હતી ગુલામ હૈદરની ફિલ્મ શહિદથી. લત્તાજી અને મદન મોહન ગુલામ હૈદરની ફિલ્મ શહિદ માટે એક ગીત ગાઈ રહ્યા હતા. ગીત હતુ, 'પીંજરે મેં બુલ બુલ બોલે...' આ ગીત ઓનસ્ક્રીન ભાઈ-બહેન એક સાથે ગાય રહ્યા છે તે માટે કમ્પોઝ થઈ રહ્યું હતું. ગીત જો કે પછી રિલીઝ નહોતું થયું પણ એક દિવસ અચાનક મદનજી લત્તાજીની ઘરે પહોંચી ગયા અને કહ્યું, 'તુમ રાખી નહીં આઈ મુઝે ?' તે દિવસથી મદન મોહન લતાજીના મદનભૈયા બની ગયા. ત્યારબાદ લત્તાજી ન માત્ર મદન મોહનજીના બલ્કે તેમના આખાય પરીવાર માટે સૌથી લાડકા અને અંગત સદસ્ય બની ગયા. લત્તાજી આજે પણ મદન ભૈયાના પુત્ર સંજીવ કોહલીની ખૂબ નજીક છે.
મદન મોહનજીની જેમજ ઈન્ડસ્ટ્રીમાં લત્તાજીને બીજા ગાયક સાથે પણ ભાઈ-બહેનનો નાતો હતો અને તે છે કિશોર કુમાર. કિશોર કુમારના મૃત્યુ પહેલા લંડનના એક કોન્સર્ટમાં લત્તાજીએ કિશોરદાને આખડી બાંધી હતી. રક્ષા બંધનના દિવસે સવારે કિશોરદા લતાજી પાસે પહોંચી ગયા અને તેમની નજીક ફર્શ પર બેસી જઈ કિશોરદાએ લત્તાજી પાસે રાખડી બંધાવી હતી.

સિવાય લતાજીને ખૂબ નજીકનો સંબંધ હતો એસ.ડી. બર્મન સાથે અને તેમના દિકરા આર.ડી બર્મન સાથે. એ વાત તો ઘણાંને ખબર છે કે ઘણીવાર સચિનદા જ્યારે ખૂબ સારા મૂડમાં હોય ત્યારે પોતે ખીર બનાવતા, પણ તેમણે ક્યારેય તે ખીર ખાવા માટે કોઈને આમંત્રણ આપ્યુ નથી સિવાય કે લત્તાજી. પછી તો તે સિલસીલો કાયમનો થઈ ગયો હતો. સચિનદા જ્યારે જ્યારે ખીર બનાવતા ત્યારે એક માત્ર તેમના આમંત્રિત મહેમાન હોય લત્તા મંગેશકર. ખીર ખાઈ લીધા બાદ સચિનદા જાતે એક સ્પેશ્યલ પાન બનાવતા, મોસંબીના સૂકા ભૂકાની ફ્લેવર સાથે બનાવવામાં આવેલું તે પાન જે લત્તાજીને ખૂબ પસંદ હતું. લત્તાજી કહે છે કે આર.ડી. સાથે મારો સંબંધ સચિનઆ કરતા પણ વધુ ગહેરો હતો. જ્યારે તેમણે મારી બહેન આશા સાથે લગ્ન કર્યા ત્યારે મને કહ્યું હતું કે શુભકામના અને મેરેજ ગીફ્ટ તરીકે તે તેમને એક પત્ર લખીને આપે. અને લત્તાજી લખી આપેલો તે પત્ર આર.ડી. બર્મને પોતાના બેંકના લોકરમાં સંભાળીને જાળવ્યો હતો. અને પંચમ્ લત્તાજીને કેટલું માનતા હતા તે વાતની સાબિતી તેમણે તેમની છેલ્લી ફિલ્મમાં પણ આપ્યું છે. ૧૯૪૨ અ લવ સ્ટોરી ફિલ્મ કરતા પહેલા તેમણે લત્તાજીને મેસેજ કહેવડાવ્યો હતો કે અમે આ ફિલ્મમાં ગીત ગાશો ? અને લત્તાજી એ તેમની એ ફિલ્મમાં જે છેલ્લું ગીત ગાયું તે હતું, 'કુછ કહો...'
આપણી હિન્દી સિનેમા જગતના એક ગીતકારે લત્તાજીના અવાજ પર આખી એક કવિતા લખી હતી અને તેઓ લત્તાજીને 'બીબી' કહીને સંબોધતા હતા. ઉર્દૂ શબ્દ 'બીબી' નો અર્થ થાય છે 'ગૂડ વુમન' અને આ ગીતકાર એટલે મજરૂહ સુલતાનપૂરી. મજરૂહ સાહેબ ન માત્ર લત્તાજીની નજીક હતા બલ્કે તેમના આખાય પરીવાર સાથે તેમને ખૂબ સારો સંબંધ હતો. લત્તાજીના ભાઈ હ્રદયનાથ મંગેશકર અને મજરૂહ સુલતાનપૂરી પણ ખૂબ સારા મિત્રો હતા.
અને આ સિવાય એક વ્યક્તિ એવા પણ છે જેમને લત્તાજી 'પાપા' કહીને બોલાવતા હતા. દિનાનાથ મંગેશકર પછી લત્તાજી જેને એક બાપનું સ્થાન આપી શક્યા છે તેવા મહાન કલાકાર એટલે 'પંડિત નરેન્દ્ર શર્મા.' બાપના ચાલી ગયા બાદએક દિકરી તેની તમામ મુશ્કેલી જો કોઈને કહી શકી હોય કે બાપીકા પ્રેમની નજીક રહી શકી હોય તો તે છે પંડિત નરેન્દ્ર શર્મા. પંડિતજી તેમની ત્રણ દીકરીઓની સાથે જ લત્તાજીને પણ તેમની દિકરીની જેમ જ ચાહતા હતા પણ તેમ છતાં તે હંમેશા લત્તા મંગેશકરને 'લત્તાજી' કહી ને જ સંબોધતા.

આપણે આગળ જ વાત કરી તેમ લત્તાજી વિષે વાતો કરવા બેસીએ તો પાનાઓ ના પાનાઓ ભરાઈ જાય પણ છતાં આજે આપણે અહીં મહાન સ્વર સામ્રાજ્ઞીની વાતોને વિરામ આપવો પડશે. હિન્દી સિનેમા દ્વારા આપણને અનેક અવિસ્મરણીય, કર્ણપ્રિય અને અમર ગીતો આપવા બદલ તેમને વંદન અને પ્રેમ સાથે સલામ કરીએ છીએ.
આખરી સલામ ; લત્તા મંગેશકરે વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે, જેમાં કેબ્રેથી લઈ ને ભજન સુધીની તમામ કેટેગરી આવી જાય છે. લત્તાજીએ ૧૯૬૮માં ભગવદ્‍ ગીતા પણ ગાઈ હતી.






બે લિજેન્ડરી સુપર સ્ટારની ગત સપ્તાહમાં વર્ષગાંઠ ગઈ. અનેક એન્ટરટેઈમેન્ટ ચેનલ્સ, ન્યુઝ ચેનલ્સ પર કે પ્રિન્ટ મિડિયામાં તેમની વર્ષગાંઠ અલગ અલગ રીતે ઉજવવામાં આવી. કોઈકે તેમની ફિલ્મી સફરની વાતો કરી, કોઈકે તેમની અંગત જિંદગીને સ્પશર્તી કેટલીક વાતો છેડી તો કેટલાંક તેમની જિંદગીના દૌરની વાતો કરી રહ્યા હતા જ્યારે તેમનો અંગત સંબંધ એક ચર્ચાનો વિષય હતો.  બધી  મિર્ચ મસાલા વાળી વાતને એક પછી એક ચેનલ સર્ફ કરી જોતા જોતા અમને વિચાર આવ્યો ફરી એકવાર લાયબ્રેરીમાંથી એ સીડી બહાર ખેંચી કાઢીએ અને એ ફિલ્મ જોઈ લઈએ કે જે એક ફિલ્મ તરીકે અદ્‍ભૂત અને તે જમાનામાં એક ખૂબ જ બોલ્ડ વિષય હોવાની સાથે સાથે જ તેના હીરો, હિરોઈન, સપોર્ટીંગ એક્ટર્સ અને ડિરેક્ટર સુધ્ધા માટે એક માઈલ સ્ટોન મૂવી સાબિત થઈ હતી.
ફિલ્મ હતી સિલસીલા, ૧૯૮૧માં કશ્મીરમાં પહેલા સીનના શૂટીંગ સાથે શરૂ થયેલી સિલસીલા આજની તારીખમાં પણ એક યાદગાર ફિલ્મ છે. સંબંધ, રોમાન્સ, ડાયલોગ્સ અને કવિતાની સાથે સાથે સંગીત, પ્લોટ્સ અને સ્ક્રીનપ્લે અફલાતૂન હોય તેવી અનેક ફિલ્મો આવી ગઈ હશે પણ  બધામાં સિલસીલાનું સ્થાન એક અલાયદી કક્ષાએ છે. ફિલ્મ શરૂ થઈ અને પડદા પર કાસ્ટીંગ લીસ્ટ શરૂ થતાંની સાથે સૌથી પહેલાં તેના કાસ્ટીંગ સાથે સંકળાયેલી અનેક વાતો યાદ આવવા માંડી. અમિતાભ બચ્ચન સમય દરમિયાન કાશ્મીરમાં તેમની ફિલ્મ કાલીયાનું શૂટીંગ કરી રહ્યા હતા, યશ ચોપરા ત્યાં પહોંચી ગયા અને તેમના હાથમાં સિલસીલાની સ્ક્રીપ્ટ થમાવી દીધી.    
અમિતાભજીની પહેલેથી જ એ આદત રહી છે કે તેઓ કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલાં શાંતિથી તેની સ્ક્રીપ્ટનો અભ્યાસ કરે છે. તેઓ સિલસીલાની સ્ક્રીપ્ટ એકી બેઠકે વાંચી ગયા અને તરત યશ ચોપરાના રૂમમાં પહોંચી ગયા. તેમણે જોયું કે ત્યાં બીજા અનેક લોકો બેઠાં છે, આથી અમિતાભ તે સમયે તો ચૂપ રહ્યા પણ જેવા ત્યાં બેઠેલા લોકો ત્યાંથી ઉઠ્યા કે તરત અમિતાભ યશજીની નજીક જઈ બોલ્યા, 'યશજી, તમે ખરેખર આ સ્ક્રીપ્ટના કાસ્ટીંગથી ખૂશ છો ? સાચૂ કહેજો, કારણ કે, આ એક અદ્‍ભૂત સ્ક્રીપ્ટ છે. એસ્ટ્રા મેરિટલ અફેર તે એક ખૂબ બોલ્ડ કન્સેપ્ટ છે અને આજ સુધી આ સબજેક્ટ પર  રીતની ફિલ્મ બનાવવામાં નથી આવી.' યશજી અમિતાભની સામે જોઈ રહ્યા. 'સચ બતાઉં અમિતજી ?' તેમણે પૂછ્યું. અને અમિતાભ બોલ્યા, 'જી હાં સચ બતાઈયે.' 'આપ સહી હૈ અમિતજી, મેં ઈસ કાસ્ટીંગ સે ખૂશ નહીં હું, મેરે દિમાગ મેં ઈસ ફિલ્મ કે લિયે કાસ્ટીંગ કુછ ઔર હૈ. પર ક્યા વો હો પાયેગા ?' યશ ચોપરા બોલ્યા. 'આપ બતાઈયે તો સહી.' અમિતાભે કહ્યું. તેમની વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફિલ્મનું કાસ્ટીંગ હતું, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, પધ્મીનીની કોલ્હાપુરે અને પરવીન બાબી. ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પધ્મીની કોલ્હાપુરેની જગ્યાએ ફાઈનલ કરવામાં આવ્યા હતા સ્મિતા પાટીલને. અને બીજા દિવસની સવારથી ફિલ્મનું શૂટીંગ શરૂ થવાનું હતું. યશજી બોલ્યા, 'અમિત મેં તો ચાહdતા હું કે તુમ, જયા ઔર રેખા યે રૉલ કરે, પર ક્યા યે મુમકિન હૈ ?' અમિતાભે એક લાંબો પોઝ લીધો અને પછી બોલ્યા, 'યશજી કલ હમ બોમ્બે ચલતે હૈં, એક બાર જયા સે ઔર રેખા સે બાત કર કે તો દેખે.' અને યશજી બોલ્યા, 'ઠીક હૈ, તુમ મુઝે યે કાસ્ટીંગ દો ઔર મેં તુમ્હે એક હિટ ફિલ્મ દેતા હું.'
યશ ચોપરા અને અમિતાભ તે દિવસનું શૂટીંગ કેન્સલ કરી પહોંચી ગયા મુંબઈ. જયા બચ્ચન અને રેખાને ફિલ્મ અંગે વાત કરાવામાં આવી. યશજીએ અંગત રીતે જયાજીને ધરપત આપી કે ફિલ્મના શૂટીંગ દરમિયાન કે ત્યારપછી અમિતાભ અને રેખાને લઈને કોઈ જ પ્રોબલેમ નહીં થાય. જયાજી તૈયાર થઈ ગયા. અને તેમણે કહ્યું કે, 'મને થોડી સાડીઓ અને તેને અનુરૂપ બ્લાઉઝ સિવડાવી લેવાનો તો સમય આપશો ને ?' યશ ચોપરા બોલ્યા કે, 'હમ કલ સે હી શૂટીંગ શૂરૂ કર રહે હૈં, આપ સાડી ઔર બ્લાઉઝ કાશ્મીર જાકે લે લેના. અને રેખાની પણ આ સમય દરમિયાન જ હા આવી ગઈ હતી. તેમને પણ કહેવામાં આવ્યું ત્રણચાર ડ્રેસ લઈને તે જે બને એટલા વહેલા કાશ્મીર આવી જાય. અને શરૂ થઈ સિલસીલા. પણ હજીય એક મુશ્કેલી રાહ જોતી હતી. પરવીન બાબી અને સ્મિતા પાટીલ ત્યાં કાશ્મીરમાં શૂટીંગ શરૂ થવાની રાહ જોઈને બેઠાં હતા. તેમને શું કહેવું, કઈ રીતે ના કહેવી ? સિલસીલા માટે રોમેશ શર્મા યશજીને આસિસ્ટ કરી રહ્ય હતા. યશજીએ રોમેશને કહ્યું, 'તુમ પરવીનકો સમજા દો યાર.' અને રોમેશ શર્માએ પરવીનને નવી સ્ટારકાસ્ટ માટે જાણ કરી. પરવીન તો માની ગઈ પણ હવે સ્મિતા પાટીલ ! તેમને કોણ કહે ? યશજી શશી કપૂર પાસે ગયા તેમણે શશી કપૂરને કહ્યું કે, 'તું સ્મિતાને સમજાવ કે આ ફિલ્મ તે નહીં કરે.સ્મિતા અને પરવીન વાળી આ વાત લાંબી છે પણ આપણે આ મુદ્દાને અહીં જ છોડી આગળ વધીએ.
અમિતાભ બચ્ચન અને રેખા સ્ક્રીન શેર કરી રહ્યા હોય તેવી તેમની આ છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ ક્યારેય બંને સાથે એક ફિલ્મમાં દેખાયા નથી. નવાઈની વાત એ છે કે આ બંને સ્ટારના ઓફ સ્ક્રીન અફેર માટે આટલી બધી ચર્ચાઓ ચગેલી હોવા છતાં સિલસીલા ઓન સ્ક્રીન એટલો સારો બિઝનેસ કરી શકી નહોતી. અને ફિલ્મ એવરેજ હિટ રહી હતી. યશ ચોપરા પોતે ફિલ્મ સિલસીલા અને લમ્હેને પોતાની સૌથી ફેવરિટ ફિલ્મ્સ તરીકે ગણાવતા હતા. શું તમને ખબર છે આ એક માત્ર ફિલ્મ છે જેમાં અમિતાભે શશી કપૂરના નાના ભાઈનો રૉલ ભજવ્યો હતો. આ સિવાયની બધી જ ફિલ્મોમાં અમિતાભને મોટો ભાઈ અને શશી કપૂર નાનો ભાઈ તરીકે  દર્શાવવામાં આવ્યા છે. 
શેખર (શશી કપૂર) અને અમિત (અમિતાભ) બે અનાથ ભાઈઓ પોતાની સ્વતંત્ર જિંદગી જીવતા હોય છે. શેખર એર ફોર્સમાં સ્ક્વોર્ડન લીડર છે અને અમિત એક સુપ્રસિધ્ધ થઈ રહેલો લેખક છે. શેખર શોભા નામની એક યુવાન છોકરીના પ્રેમમાં છે અને આ તરફ અમિત ચાંદની નામની એક ફેશનેબલ અને સુંદર દેખાતી છોકરીને ચાહે છે. બંને ભાઈઓનો પ્રેમ અને રોમાન્સ ચાલી રહ્યો છે તે જ સમય દરમિયાન ચાંદનીના માતા પિતા બંનેના લગ્ન કરાવી આપવાનું નક્કી કરે છે. શેખર અને અમિત નક્કી કરે છે કે બંને ભાઈઓ સાથે જ લગ્ન કરે. પણ તે જ સમયમાં શેખરની મોત થઈ જાય છે. ખબર પડે છે કે શોભા ગર્ભવતી છે અમિતને શોભા સાથે લગ્ન કરી લેવાની ફરજ પડે છે અને તે ચાંદનીને કહે છે કે તે તેને ભૂલી જાય. પ્રેમમાં અસફળ રહેલી ચાંદની ડૉ. વી. કે. આનંદ (સંજીવ કુમાર) સાથે પરણી જાય છે. ટ્રેજડી અહીં ખત્મ નથી થતી. એક કાર અકસ્માતને કારણે ગર્ભવતી શોભાનો ગર્ભ પડી જાય છે. અને અકસ્માતે ફરી મળી ગયેલા ચાંદની અને અમિતનો રોમાન્સ ફરી ચોરી છૂપી શરૂ થાય છે. પણ કહે છે ને 'ઈશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે'. એક કાર અકસ્માતને કારણે શોભાના ભાઈ ખુલભૂષણ ખરબંદાને કારણે ધીમે ધીમે વાત બહાર આવ્યા વગર રહેતી નથી. પણ પ્રેમ માણસને વિદ્રોહી બનાવી દે છે. સાચા ખોટાની પણ સમજ માણસ ખોઈ બેસે તે હદ સુધીના પ્રેમની સીમા પર પહોંચી ગયેલા ચાંદની અને અમિત આખરે નક્કી કરે છે કે, બંને ભેગા મળી પોતાની જિંદગી જીવી લેવા માંગે છે. પછી શું ? અમિત, ચાંદની, શોભા અને ડૉ. આનંદ ચોરસના ચાર ખૂણાના કિનારે બેઠેલા આ ચાર પાત્રો વચ્ચેનું આ સંબંધ યુધ્ધ ખરેખર ખૂબ સુંદર રીતે પડદા પર સર્જવામાં આવ્યુ છે. દરેક પાત્રોના સંવાદ, રોમાન્સનો અદ્‍ભૂત સમય, બેનમૂન લોકેશન્સ, ફિલ્મના ગીતો અને તેનું સંગીત બધુ ફિલ્મને એક અલગ માહોલમાં લઈ જઈ ને મૂકી દે છે.

ફિલ્મના પાત્રોની પસંદગીની કહાની જે રીતે યાદગાર છે તે  રીતે મ્યુઝીક અને ગીતોની કહાની પણ યાદગાર છે. સિલસીલા પંડિત શીવકુમાર શર્મા અને હરીપ્રસાદ ચૌરસિયાની મ્યુઝીક ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. અને ગીતો લખ્યા હતા જાવેદ અખ્તરે. પણ સિલસીલાનું એક ગીત કે જે અમિતાભ બચ્ચને ખૂદ ગાયુ હતું અને જેને ભારતનું સૌથી સુંદર લોક ગીત તરીકે ગણાવવામાં આવે છે તે 'રંગ બરસે... ગીત અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચને લખ્યું હતુ અને તેમણે જ કમ્પોઝ પણ કર્યુ હતું. બીજૂં પણ એક સુંદર ગીત 'નીલા આસમાન સો ગયા...' કહેવાય છે કે આ ગીત મૂળ કંપોઝ કર્યુ હતુ શમ્મી કપૂરે. વાત કંઈક એવી છે કે ઘણાં લાંબા સમય પહેલા શમ્મી કપૂર અને અમિતાભ ફિલ્મ ઝમીર માટે શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે શમ્મીજી અમિતાભને ગીત સંભળાવ્યુ હતુ, અમિતાભને તે સમયે આ ગીત ખૂબ ગમી ગયુ હતું તેમણે યશ ચોપરાને વિનંતી કરી કે તેઓ તેમની ફિલ્મમાં  ગીત શામેલ કરે. અમિતાભે શમ્મીજીને ફોમ કર્યો અને તેમની પરવાનગી માંગી. શમ્મીજીને તે સમયે તે ગીત અને તેમની વચ્ચે થયેલી વાતો યાદ પણ નહોતી. તેમણે તરત અમિતજીને કહ્યું, 'કમાલ હૈ, તુજે અબ તક વો યાદ હૈ ?' અને શમ્મીજીએ હસતા મોઢે પરવાનગી આપી દીધી. 'કે તારે તે ગીત અને તે ધૂન સાથે જે કરવું હોય તે, તને છૂટ છે.' અને આ રીતે સિલસીલાને એક ખૂબ સુંદર ગીત મલ્યુ, 'નીલા આસમાન...'

       ફિલ્મ આજે પણ એટલી જ જોવી ગમે તેવી ઓલ ટાઈમ ફેવરિટ છે. અને સ્ટારકાસ્ટ એટલી મજબૂત છે કે અભિનયમાં કોણ કોનાથી બહેતર છે તે કહેવું મુશ્કેલ  નહીં નામુમકિન છે. 
       લાસ્ટ કટ ; ગીત 'યે કહાં આ ગયે હમ...'માં અમિતાભનો પાર્ટ અને લત્તા મંગેશકરનો પાર્ટ બંને સેપરેટ રિકોર્ડ કરવામાં આવ્યા હતા, જે પાછળથી એડિટીંગ દ્વારા સાથે મૂકવામાં આવ્યા.