૧૯૬૫ના વર્ષમાં બેસ્ટ ડાયરેક્ટર તરીકે યશ ચોપરાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો તે સુપર હીટ ફિલ્મ એટલે વક્ત, સાંઈઠના દાયકનાં આ જ સમય દરમિયાન મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવાનો નવો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. અને યશ ચોપરાએ તેમની આ ફિલ્મમાં લગભગ બધાં જ એવા કલાકરોની પસંદગી કરી હતી જેમની તે સમયે એક મોટા સ્ટાર તરીકે ગણતરી થતી હતી. બલરાજ સહાની, સુનિલ દત્ત, રાજ કુમાર, શશી કપૂર, રહેમાન અને હિરોઈન તરીકે સાધના અને શર્મિલા ટાગોર. આ તમામ કલાકારને કારણે એ સ્વાભાવિક હતું કે ફિલ્મ મેગા બજેટ જ હોવાની. ફિલ્મની કહાની ભલે એ જ જૂના અને જાણીતા હિન્દી સિનેમાના કનસેપ્ટ પર બની હોય, ભલે ક્રિટીક્સ દ્વારા તે સમયે એમ કહેવાયું હોય કે એક ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં ઘણી બધી ભૂલો થઈ હતી છતાં વક્ત એટલે એ જ ફિલ્મ જેણે હિન્દી સિનેમા જગતના ખૂબ જાણીતા એવા ડાયરેક્ટર યશ ચોપરાને તેમની પહેલી જ રંગીન ફિલ્મ હોવા છતાં બેસ્ટ ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હતો. અને વક્તને પ્રોડ્યુસ કરી હતી તેમના જ ભાઈ બી.આર ચોપરાએ. બોક્સ ઓફિસ અર્નિંગના તે સમયના બધા જ રેકોર્ડ વક્તએ તોડી નાખ્યા હતા, અને ફિલ્મ સુપર ડુપર હીટની યાદીમાં ટોચ પર આવી ગઈ.
વક્ત ફિલ્મ દ્વારા યશ ચોપરાએ ૧૯૪૩ની અશોક કુમાર અને મુમતાઝ શાંતિની ફિલ્મ કિસ્મતનો જ કનસેપ્ટ નવી રીતે પિરસ્યો હતો છતાં તે સમયે દર્શકોએ આ ફિલ્મને પૂરા મનથી વધાવી લીધી હતી. ત્યારબાદ ૧૯૬૯માં વક્તની તેલુગુમાં રિમેક બની જેનું નામ હતું, 'ભાલે અબાઈલુ.' ફિલ્મના બે ગીત આજે પણ એટલાં જ મશહૂર છે અને સંભળાય છે જેમાંનું એક આશા ભોસલે દ્વારા ગવાયેલું, 'આગે ભી જાને ન તુ...' અને બલરાજ સહાની પર શૂટ થયેલું અને મન્ના
ડે દ્વારા ગવાયેલું બીજૂં ગીત, 'એય મેરી ઝોહરાજબી...'

યશ ચોપરા પાસે જ્યારે વક્તનો કન્સેપ્ટ આવ્યો ત્યારે મૂળ તેમની ઈચ્છા હતી આ
ફિલ્મ કપૂર ફેમિલીને લઈને બનાવવાની. જે રોલ ફિલ્મમાં બલરાજ સહાનીએ કર્યો છે તે યશ ચોપરા પહેલા
પૃથ્વીરાજ કપૂરને લઈને બનાવવા માંગતા
હતા. તેમની ઈચ્છા હતી કે પૃથ્વીરાજ કપૂર અને તેમના ત્રણ દિકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરની સાથે આ ફિલ્મ બનાવવામાં આવે
પણ કેટલાંક સંજોગોવસાત
તેમ થઈ ન શક્યું અને ત્યારબાદ તેમાં રાજ કુમાર, સુનીલ દત્ત અને બલરાજની એન્ટ્રી થઈ.
વક્તની સ્ટોરી લખી હતી અખ્તર મિર્ઝાએ
અને ડાયલોગ રાઈટિંગ હતું અખ્તર ઉલ ઈમાનનું, જ્યારે ફિલ્મ તેના પહેલા ચરણમાં હતી ત્યારે પૃથ્વીરાજ કપૂર અને તેના ત્રણ દીકરાઓને
લઈને બનાવવાનું નક્કી થયું હોય અખ્તર ઉલ ઈમાનના ડાયલોગ તેની મૂળ અદામાં જ યશજીએ સ્વીકારી લીધા હતા પણ પછી ફિલ્મની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ અને સૌથી મોટા દીકરા તરીકે રાજ કુમારની એન્ટ્રી થઈ ત્યારે રાજ કુમાર તેમની ડાયલોગ ડિલીવરીની આગવી સ્ટાઈલ માટે જાણીતા હતા અને તેથી જ યશ ચોપરાએ અખ્તર ઉલ ઈમાનને સેટ પર જ સાથે બેસાડવાનું નક્કી કર્યું. યશજી પ્લોટ વાંચતા જાય, રાજ કુમારને સીન પ્રમાણે ઈમેજીન કરે અને અખ્તર ઉલ ઈમાનને કહે, 'રહેમાનને સામને મેર હિરો ખડા હૈ ઔર વો રાજ કુમાર હૈ તો ડાયલોગ ભી ઉસ હિસાબ સે દિજીયે.' અને એક સીનમાં હૉટેલના સ્વીમિંગ પુલ પાસે જ્યારે રાજ કુમાર રહેમાન સાહેબ સામે ટેબલ પડેલો વાઈન ગ્લાસ તોડે છે ત્યારે અખ્તર ઉલ ઈમાન કંઈ બોલે કે લખે તે પહેલાં જ રાજ બોલી પડે છે, 'જાની જીનકે ઘર શીશે કે હોતે હૈ વો દુસરો પે પત્થર નહીં ફેંકા કરતે.' અને યશજીથી ચાલૂ સીનમાં તાડીઓ વગાડાય જાય છે. 'ક્યા બાત હૈ, ક્યા બાત હૈ...રાજ હમ યહી ડાયલોગ ફિલ્મ મેં રખ રહે હૈ. ઈસે બદલને કી જરૂરત
નહીં.' અને આ ડાયરેક્ટરના આ એક રિએક્શનથી અખ્તર ઉલ ઈમાનને આખીય ફિલ્મનો માહોલ ખ્યાલમાં આવી જાય છે. અને ત્યારબાદ અખ્તર ઉલ ઈમાનની કલમે કેટલાંક યાદગાર ડાયલોગ લખાયા જેમાંનો એક 'જાની, યે બચ્ચો કે ખેલને કે ચીઝ નહીં હૈ, લગતા હૈ તો ખૂન નિકલ આતા હૈ.'

ખૂબ ઓછા લોકોને એ ખબર હશે કે ફિલ્મનું હીટ ગીત 'ઐ મેરી ઝોહરાજબી...' અફધાનના ગાયક અને કમ્પોઝર અબ્દુલ ગફાર દ્વારા બનવવામાં આવ્યું હતું. ફિલ્મમાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકે રાજ કુમારને, બેસ્ટ સ્ટોરી તરીકે અખ્તર મિરઝા, બેસ્ટ ડાયલોગનો એવોર્ડ અખ્તર ઉલ ઈમાન, બેસ્ટ સિનેમેટોગ્રાફરનો ધરમ ચોપરા અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ યશ ચોપરાને મળ્યો હતો. જ્યારે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટ્રેસ તરીકે સાધનાને નોમિનેશન મળ્યું હતું.
8/08/2014 10:08:00 AM |
Category:
Published In Gujarat Guardian News Paper - 08.08.2014 / FriDay Supplement.
|
0
comments
Comments (0)